મુંબઇઃ ભારતીય શેરબજાર બુધવારે ઘટીને બંધ રહેતા સેન્સેક્સ – નિફ્ટીમાં મંદીની હેટ્રિક જોવા મળી છે.બેન્ક, પાવર અને ઓટો કંપનીઓના શેરમાં વેચવાલીથી માર્કેટ પર દબણ વધી રહ્યુ છે. ટ્રેડરો છેલ્લા કલાકમાં માર્કેટને ઘણા અંશે સંભાળવામાં સફળ રહ્યા. અલબત્ત બજારનું સેન્ટિમેન્ટ નબળુ છે. જો કે ગુરુવારે કેટલાક પસંદગીના સ્ટોકમાં કમાણીની તક મળી શકે છે. આ સ્ટોકમાં રોકાણ કરાવશે નફો ગુરુવારે ટ્રાઇડેન્ટ , સેન્ચ્યુરી ટેક્સટાઇલ, વેદાંતા, કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ, ડોલર ઇન્ડસ્ઠ્રીઝ, રેમન્ડ, બજાજ ફાઇનાન્સ, ટોરેન્ટ ફાર્મા, અલાયડ ડિજિટલ સર્વિસિસ, ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટ અને ડો લાલ પેથલેબના સેરમાં તેજીની ધારણા છે. મૂવીગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સથી આ સંકેત મળ્યા છે.તે ઉપરાંત એસીસી, અજંતા ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેરના શેરમાં…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ બીએસએફના ડીજી રાકેશ આસ્થાનાને દિલ્હી પોલિસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ની બેન્ચના આઇપીએસ અધિકારી રાકેશ આસ્થાનાને નિવૃત્તિના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલિસ કમિશ્નરના રૂપમાં નિમણૂક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં બીએસએફના ડીજી તરીકે ફરજ બજાવે છે. મોદી સરકારે ગુજરાતના વધુ એક IPS અધિકારીને કેન્દ્રમાં ટોચનો સ્થાન આપ્યો છે. ગુજરાત કેડરના 1984 બેંચના IPS રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સંભાળશે. તેઓ હાલમાં બીએસએફના ડીજી તરીકે ફરજ બજાવે છે. ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દેશની સરહદ પર સુરક્ષા કરનારી સૌથી મોટી ફોર્સ BSFના મહાનિર્દેશક તરીકે 18, ઓગસ્ટ 2020માં નિમણૂંક કરી…
નવી દિલ્હીઃ મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો છે જો કે વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ઉલટાનું જગતના તાત ગણાતા ખેડૂતોના માથે જંગી દેવુ છે. એક પ્રાથમિક અહેવાલ મુજબ દેશના ખેડૂતો પર 17 લાખ કરોડ રૂપિયાનું તોતિંગ દેવુ છે. ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તેમ છતાં ખેડૂતો હજી પણ જંગી દેવાના બોજ તળે દબાયેલા છે જે બહુ ચિંતાજનક બાબત છે આ અંગે લેખિતમાં પ્રતિક્રિયા આપતા નાણા રાજ્ય મંત્રી ભાગવત કિશનરાવ કરાડે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારની ખેડૂતોની લોન માફી અંગે કોઈ યોજના…
નવી દિલ્હીઃ ચીન સાથેને સરહદ વિવાદ ફરી વકરી રહ્યો છે લદ્દાખમાં શાંતિનો રાગ છેડી રહેલુ ચીન અરુમાચલ પ્રદેશથી લઇને હિમાચલ પ્રદેશ સુધી પોતાની કપટી હરકતોથી બાજ આવી રહ્યુ નથી. થોડાક દિવસ પહેલા ચીનના વડા શી જિનપિંગે તિબ્બતની અચાનક મુલાકાત લીધી હતી. ત્યારે કહેવાયુ હતુ કે તેમની મુલાકાત બૌદ્ધ ધર્મની સાથે બાકીના ચીનને જોડવાનો અને બૌદ્ધ સંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે યોજાયો હતો પરંતુ ખુદ ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે શી જિનપિંગના પ્રવાસની સાચી હકિકત હવે દુનિયા સામે ખુલી ગઇ છે. તિબ્બતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના નામે ચીન ભારતીય સરહદ પર ત્રણ નવા એરપોર્ટ બનાવી રહ્યુ છે. આ પ્રોજેક્ટને મંજૂરી જિનપિંગના તિબ્બત મુલાકાત દરમિયાન…
મુંબઇઃ ઘર-મકાન, જમીન કે ઓફિસ ખરીદવાની ઇચ્છા છે પરંતુ પુરતા નાણાં નથી તેમના માટે સસ્તામાં ખરીદવાની તક બેન્ક ઓફ બરોડા લઇને આવી છે. 28 જુલાઇના રોજ બેન્ક ઓફ બરોડા મેગા ઇ-ઓક્શન કરી રહી છે. આ દરમિયાન ભારતના વિવિધ ક્ષેત્રોમાં સ્થાવર મિલકતોની હરાજી કરવામાં આવશે. બેન્ક ઓફ બરોડાની વેબસાઇટ મુજબ આ હરાજી સરફેસી એક્ટ હેઠળ કરાશે. હરાજી દરમિયાન મકાન, ફ્લેટ, ઓફિસ સ્પેસ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી, જમીન અને પ્લોટનું વેચાણ કરવામાં આવશે. બેન્ક ઓફ બરોડા જે પ્રોપર્ટીની હરાજી કરી રહી છે તે એવા લોકોની છે જેમણે બેન્ક પાસે ગિરવી મૂકેલી છે અને લીધે લોન કે ધિરાણ પરત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને હવે…
મુંબઇઃ ઓનલાઇન ટ્રેન ટિકિટ લેનારાઓ માટે આ જરૂરી સમાચાર છે. ઇન્ડિન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પરથી ઓનલાઇન ટિકિટ ખરીદનારાઓએ હવે મોબાઇલ નંબર અને ઇમેલ વેરિફિકેશન (Mobile And e Mail Verification) કરાવવું પડશે. તે બાદ જ તમે ટિકિટ લઇ શકશો. આ નિયમ (Online Rail Tickets Booking Rule) તે યાત્રીઓ માટે છે જે લાંબા સમયથી ટિકિટ નથી ખરીદી રહ્યા. જો કે આ પ્રક્રિયામાં બસ 50થી 60 સેકેન્ડ જ લાગશે. કોરોના સંક્રમણના કારણે લાંબા સમયથી ટિકિટ બુક ન કરાવતા યાત્રીઓ માટે રેલવેએ નવા નિયમ બનાવ્યાં છે. તેવામાં લોકોને IRCTCના પોર્ટલ પરથી ટિકિટ ખરીદવા માટે પહેલા પોતાના મોબાઇલ નંબર અને ઇમેલને વેરિફાય કરવા…
મુંબઇઃ આજના સમયમાં પર્સનલ લોન મળવી સરળ બની ગઇ છે પરંતુ તેની માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઇએ. બેન્કો ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ પર્સનલ લોન આપી રહી છે. જ્યારે પણ લોનની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ ઓછા વ્યાજ વાળી લોન શોધે છે. હાલ એવી કેટલીક ફાઇનાન્સ કંપનીઓ પણ છે જે 10 ટકાથી ઓછા વ્યાજે પર્સનલ લોન આપી રહી છે, જે તમને મદદરૂપ બનશે. ચાલો જાણીયે… 10 ટકા વાર્ષિકથી પણ ઓછા વ્યાજદરે પર્સનલ લોનની ઓફર ભારતીય સ્ટેટ બેન્ક, સિટી બેન્ક અને એચએસબીસી બેન્ક કરી રહી છે. એસબીઆઇમાં પર્સનલ લોન માટેનો વ્યાજદર 9.60 ટકાથી શરૂ થઇને 13.85 ટકા વાર્ષિક…
અમદાવાદઃ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુ ધાતુઓના ભાવ હાલ ઘટી રહ્યા છે. દિલ્હીના ઝવેરી બજારમાં આજે મંગળવારે સોનું 123 રૂપયા ઘટીને 46505 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. જ્યારે સોમવારની કિંમત 46,628 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તો સોનાની પાછળ ચાંદી પણ આજે 206 રૂપિયા ઘટીને 65,710 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ હતી જેની કિંમત ગઇકાલે 65,916 રૂપિયા પ્રતિ કિગ્રા હતી. અમદાવાદની વાત કરીયે તો આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની કિંમત 200 રૂપિયા ઘટીને 49,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તો ચાંદીમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાતા એક કિગ્રાની કિંમત 68,500 રૂપિયા થઇ છે. પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં હાજર બજારોમાં સોનાની કિંમત…
મુંબઇઃ ભારતીય શેરબજારમાં હાલ IPOના વરસાદની સીઝન ચાલી રહી છે. આજે 27 જુલાઇના રોજ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ સહિત વધુ એક કંપનીનો આઇપીઓ ખુલ્યો છે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ કંપનીનો આઇપીઓ આજે ખૂલી રહ્યો છે. કંપની IPO મારફતે 1513.6 કરોડ રૂપિયા એક્ત્ર કરશે. IPO માટે રોકાણકારો 29 જુલાઇ સુધી સબ્સક્રાઇબ કરી શકશે. IPOના આગમન પહેલા જ તેના શેરની કિંમત ગ્રે માર્કેટમાં 20 ટકા પ્રીમિયમ પર પહોંચી ગઇ છે. માર્કેટ પંડિતોએ આ આઇપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે. કંપની 1060 કરોડ રૂપિયાના નવા શેર IPOમાં ઇશ્યૂ કરશે. દરેક શેરની ફેસ વેલ્યૂ 2 રૂપિયા હશે. ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર પોતાના 63 લાખ…
મોદી સરકારે એક પછી એક જાહેર ક્ષેત્રની કંપનીઓમાં સરકારની હિસ્સેદારી વેચી રહી છે. આજે મંગળવારે મોદી સરકાર વધુ એક કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે મંગળવારે કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (હુડકો)માં પોતાની 8 ટકા હિસ્સેદારી 27 જુલાઇ, 2021ના રોજ વચેશે. કંપનીના 16 કરોડ શેરનું વેચાણ ઓફર ફોર સેલ મારફતે કરવામાં આવશે. આ ઓફર સેલ માટે કંપનીના શેરની ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેર દીઠ 45 રૂપિયા નકકી કરવામાં આવી છે. આ માહિતી રેગ્યુલેટર ફાઇલિંગમાં જણાવી છે. રિપોર્ટ મુજબ ઓફર ફોર સેલ 27 અને 28 જુલાઇ દરમિયાન ચાલશે. નોન રિટેલ ઇન્વેસ્ટરોની માટે ઓપન…