કવિ: Satya Day

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના આઇપીઓનું આજે શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયુ છે. ઝોમેટાના આઇપીઓમાં રોકાણકારોને રિટર્ન મળ્યુ છે. આજે ઝોમેટોનો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 116 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. આમ રોકાણેકારોને ઝોમેટોના સ્ટોકમાં 52.63 ટકાનું લિસ્ટિંગ ગેઇન મળ્યુ છે. ઉલ્લેખનિય છે કે, ઝોમેટોના આઇપીઓમાં રોકાણકારોને પ્રતિ ઇક્વિટી શેર દીઠ 76 રૂપિયાના ભાવે શેરનું એલોટમેન્ટ કરવામાં આવ્યુ હતુ. તો બીએસઇ ખાતે ઝોમેટોનો શેર 115 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો જે 51.32 ટકાનું લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે ઝોમેટોનો આઇપીઓ  ગત 14થી 16 જુલાઇ ત્રણ દિવસ માટે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો. આ આઇપીઓ મારફતે ઝોમેટો કંપનીએ 9375 કરોડ રૂપિયા ઉભા…

Read More

મુંબઇ- ક્રિપ્ટોકરન્સીના મામલે RBI તરફથી મોટું નિવેદન આવ્યુ છે. RBIના ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે ગુરુવારે આ બાબતે જણાવ્યુ હતુ.. તેમણે કહ્યુ કે, RBI પોતાની ડિજિટલ કરન્સી તબક્કાવાર રીતે લોન્ચ કરવાની રણનીતિ પર કામગીરી કરી રહી છે. તેણે કહ્યુ કે, કેન્દ્રીય બેન્ક તેને પયલોટ ધોરણે હોલસેલ અને રિટેલ સેક્ટરમાં રજૂ  કરવાની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યુ કે, RBI ડિજિટલ કરન્સીને લઇને વિચારણાના સ્તરથી આગળ વધી ગયુ છે. દુનિયાની ઘણી મધ્યસ્થ બેન્ક આ દિશામાં કામગીરી કરી રહી છે. શંકરે કહ્યુ કે, સીબીડીસી હેઠળ ગ્રાહકોને એવી કેટલીક ડિજિટલ કરન્સીમાં જોવા મળેલી અસ્થિરતાના ભાયનક સ્તરથી બચાવવાની આવસ્યકતા છે, જેમને કોઇ સરકારી ગેરંટી પ્રાપ્ત નથી.…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મોટી સબસિડી આપવાની ઘોષણા કરી છે. સરકાર દ્વારા સ્પેશિયાલિટી સ્ટીલ માટે 6322 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પી.એલ.આઇ.) યોજનાને મંજૂરી આપી છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે વર્ણવતા કેન્દ્રીય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે આ માહિતી આપી. તેમણે કહ્યું કે પી.એલ.આઈ. યોજના હેઠળ સ્પેશીયાલીટી સ્ટીલ લાવીને મેન્યુફેક્ચરિંગને વેગ મળશે, આયાત પર ભારતનું અવલંબન ઓછું થશે અને 5 લાખ 25 હજાર રોજગારની તકો ઉભી થશે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં કુલ 39 હજાર કરોડનું રોકાણ પણ આવશે. પીએલઆઈ યોજના વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એક પણ કંપની જૂથને એક વર્ષમાં 200 કરોડ…

Read More

નવી દિલ્હીઃ પેગાસસ જાસુસી કાંડમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ ગ્રૂપના એક ઉચ્ચ અધિકારીના ફોન પણ કથિત રીતે હેક કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરુવારે અન્ય નવા નામોની યાદી જારી કરાઇ છે, જેમા અનિલ અંબાણીનું પણ નામ શામેલ છે. સમાચાર પોર્ટ્લ ધી વાયરના મતે જે ફોન નંબરનો અનિલ અંબાણી અને રિલાયન્સ અનિલ ધીરું ભાઇ અંબાણી ગ્રૂપ (એડીએજી ગ્રૂપ)ના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો, તે નબર આ લીક યાદીમાં શામેલ છે, જેનું એનાલિસિસ પેગાસસ પ્રોજેક્ટ ગ્રૂપ મીડિયા પાર્ટનરોએ કર્યો હતો. રિપોર્ટમાં કહેવાયુ છ કે, અંબામી ઉપરાંત કંપનીના અન્ય અધિકારી જેના ફોન નંબર આ યાદીમાં શામેલ છે, તેમાં…

Read More

શેરબજારમાં ગુરુવારે સારી એવી તેજી જોવા મળી હતી. બંને મુખ્ય ઇન્ડાઇસિસ વધીને બંધ થયા હતા. જેમાં સેન્સેક્સ 639 પોઇન્ટ ઉછળ્યો હતો. આઇટી, સિમેન્ટ અને મેટલ કંપનીઓના શેરમાં ખરીદીથી માર્કેટને સપોર્ટ મળશે. સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે પસંદગીના શેરમાં સારી કમાણીની તક મળશે. કોર્પોરેટ કંપનીઓના જૂન ક્વાર્ટરના સારા પરિણામોથી માર્કેટનું સેન્ટિમેન્ટ મજબૂત છે. ઉલ્લેખનિય છે કે, આજે ફૂડ ડિલિવરી સ્ટાર્ઠઅપ્સ ઝોમેટોનું લિસ્ટિંગ થશે. આ સ્ટોકમાં છે કમાણીની તક આજે સનફ્લેગ આયર્ન, ઇન્ડિયા સિમેન્ટ, બુલિલેન્ટ ફૂડવર્ક્સ, ઓલકાર્ગો લોજિસ્ટિક્સ, ગુજરાત ગેસ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, રેડિકો ખેતાન, મૂથુટ કેપિટલના સ્ટોકમાં તેજી રહેવાની ધારણા છે. મૂંવિગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્જન્સથી તેના સંકેત મળે છે. આ શેરમા રોકાણથી સારી…

Read More

નવી દિલ્હીઃ છેલ્લા અઢી મહિનામાં સતત વૃદ્ધિ બાદ હાલ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો છ દિવસથી અટકી ગયો છે. વૈસ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં ઇંધણની કિંમતો સળંગ છઠ્ઠા દિવસે સ્થિર રહી છે. દિલ્હીમાં શુક્રવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર યથાવત રહ્યા હતા. સ્થાનિક બજારમાં સતત છ દિવસથી ઇંધણના ભાવ સ્થિર છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના બજારમાં તેજી જોવા મળી છે. ગુરુવારે ક્રૂડ ઓઇલના ભાવ 2.16 ટકા ઉછળ્યા છે.  તેની પહેલા બુધવારે ક્રૂડ ઓઇલ ત્રણ ટકા ઉછળ્યુ હતુ. શહેરનું નામ પેટ્રોલ ડીઝલ દિલ્હી 101.84 89.87 મુંબઇ…

Read More

મુંબઇઃ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો એ પોતાના શેરનું સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરવાની તારીખની ઘોષણા કરી દીધી છે. કંપનીનો શેર 23 જુલાઇના રોજ શેરબજારમાં લિસ્ટેડ થશે. આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ આ જાણકારી આપી છે. કંપનીએ આઇપીઓ મારફતે 9375 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. તેની ગણતરી હવે દેશના સૌથી મોટા આઇપીઓ પૈકીના એકમાં થઇ રહી છે કંપનીનો શેર 76 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટ થઇ શકે છે. ઝોમેટોના આઇપીઓમાં સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ જંગી રસ દર્શાવ્યા છો. આ ઇસ્યૂ 14 જુલાઇના રોજ ખૂલ્યો હતો અને 16 જુલાઇના રોજ બંધ થયો હતો. કંપનીએ આઇપીઓમાં શેર વેચાણ માટે પ્રાઇસ બેન્ડ 72થી 76 રૂપિયા નક્કી…

Read More

મુંબઇઃ દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 21 જુલાઇ, 2021 બુધવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 41,383 કેસો સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં કોરોનાથી સંક્રમિત 507 દર્દીઓના મોત થયા છે. આમ ભારતમાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની કૂલ સંખ્યા 4,09,394 છે. ભારતમા કોરોના સંક્રમણથી મુક્ત થયેલા એટલે કે 3,04,29,339 લોકો સાજા થયા છે. આમ કોરોનાનો રિકવરી રેટ હાલ 97.35% થયો છે. તો વિકલી પોઝિટિવિટી રેશિયો 5 ટકાથી નીચે 2.12% રહેલો છે. બીજી બાજુ દૈનિક પોઝિટિવિટી છેલ્લા 31 દિવસમાં 3 ટકાથી નીચે 2.41 ટકાના સ્તરે…

Read More

મુંબઇઃ ચાલુ સપ્તાહે સોમવાર અને મંગળવાર એમ સતત બે દિવસ ભારતીય શેરબજાર ઘટીને બંધ થયા હતા. બકરી ઇદ નિમિત્ત સ્ટોક એક્સચેન્જ અને કોમોડિટી એક્સચેન્જોમાં રજા રહી હતી. કોરોનના વાયરસના ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાવાને કારણે સર્જાયેલી ચિંતાઓ વચ્ચે વૈશ્વિક વેચવાલી આવી છે અને તેની અસર ભારતીય શેરબજાર ઘટ્યા છે. આજે ફરી ગુરુવારે શેરબજારમાં ટ્રેડિગ શરૂ થઇ ગયુ છે. જાણા આજે ક્યાં સ્ટોકમાં રોકાણકારો ટ્રેડિંગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે… ક્યાં સ્ટોકમાં ખરીદીથી થશે કમાણી મોમેન્ટ્મ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ કે એમએસીડી (MACD)ની રીતે એશિયન પેઇન્ટ્સ, ડિસીઝન કેમ્ષાક્ટ, એલગી રબર, વિંડસર મશીન, સુવેન ફાર્મા, કેપલિન પોઇન્ટ લેબ, ઇંગરસોલ રેન્ડ,…

Read More

મુંબઇઃ કોરોના સંકટકાળમાં રોજેરોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ભારતમાં લોકો ત્રાહિમામ પોંકારી ઉઠાયા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 3 ટકા વધી ગઇ છે. અલબત્ત ભારતમાં છેલ્લા પાંચ દિવસથી ઇંધણના ભાવ સ્થિર રહ્યા છે. દિલ્હીમાં આજે ગુરુવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર સ્થિર હતી. ક્રૂડ ઓઇલના માર્કેટમાં ફરી ભડકો થયો હતો. ટ્રેડિગ દરમિયાન બ્રેન્ડ ક્રૂડ લગભગ ત્રણ ટકા વધી ગયો છે. હકિકતમા પરમ દિવસે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીના આંકડા જાહેર થયા હતા. જેમાં વિતેલ 16 જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ત્યાં 4.079 બેરલ ક્રૂડ ઓઇલનો…

Read More