કવિ: Satya Day

ન્યુયોર્કઃ એમેઝોનના માલિક જેફ બેઝોસ પોતાના ત્રણ સાથીઓ સાથે અવકાશનો પ્રવાસ કરીને પૃથ્વી પર પરત આવ્યા છે અને આ સાથે માનવજાતે એક નવો ઇતિહાસ રચ્યો છે. બેઝોસે આ પ્રવાસ મારફતે સ્પેસ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કર્યો છે. આવુ પહેલીવાર બન્યુ છે કે જ્યારે કોઇ વ્યક્તિ ખાનગી ખર્ચે નાગરિકને એક ખાનગી રોકેટ મારફતે અવકાશમાં મોકલવામાં આવ્યુ હોય. જેફ બેજોઝની સ્પેસ કંપની બ્લૂ ઓરિજીનનું રોકેટ ન્યૂ શેફર્ડ ચાર યાત્રીઓની સાથે સ્પેસ સફર પર ઉડાણ ભરી હતી બ્લૂ ઓરિજિનનું ન્યૂ શેફર્ડ રોકેટ પોતાના મુસાફરોને બ્લૂ કેરમેન લાઈન સુધીની સફર કરાવી હતી.. આ લાઈન ધરતીથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ પર આવેલ છે. આ લાઈનને પૃથ્વીના…

Read More

મુંબઇઃ આગામી દિવસોમાં કોરોના સંક્રમણની સારવારમાં વપરાતી દવાઓની કિંમતમાં મોટો વધારો જોવા મળી શકે છે. તેનું સૌથી મોટું કારણ છે દવા બનાવવામાં વપરાતા રો મટિરિયલની કિંમતમાં વધારો. દવાઓના કાચા માલ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયન્ટ્સ એટલે  કે એપીઆઇની કિંમતમાં કોરોના પૂર્વેની તૂલનાએ કમરતોડ 140 ટકાનો વધારો થયો છે. તેના લીધે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પર દબાણ સતત વધી રહ્યુ છે, આથી દવાઓની કિંમત ફરી વધી શકે છે. ફાર્મા કંપનીઓને આયાત પર મોંઘી પડી રહી છે અને તેની સાથે જ ચીન તરફથી સપ્લાયમાં પણ મુશ્કેલી આવી રહી છે. આ તમામ કારણોસર દવાઓની કિંમતો 50 ટકા જેટલી વધી શકે છે અને કદાચ દેશમાં દવાઓની…

Read More

નવી દિલ્હીઃ કોરાના વાયરસની મહામારીનો સામનો કરી રહેલા ભારત સામે વધુ એક નવી આફત ઉભી ગઇ છે. આજે મંગળવારે ભારતમાં H5N1 એટલે બર્ડ ફ્લૂના સંક્રમણથી પહેલી મોતની ઘટના નોંધાઇ છે. બર્ડ ફ્લૂથી દિલ્હીમાં એક 11 વર્ષના બાળકની મોત થઇ છે. ત્યારબાદ આ દર્દીના સંપર્કમાં આવેલ દિલ્હી એઇમ્સના તમામ સ્ટાફને સાવધાનીના ભાગરૂપ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. ભારત હજી પણ કોરોના વાયરસની મહામારી સામે સંઘર્ષ કરી રહ્યુ અને હવે ત્રીજી લહેરનો ખતરો ઉભો છે. એવા સમયે કેરળમાં ઝીકા વાયરસના કેસોએ સરકારની ચિંતા વધારી છે. હવે બર્ડ ફ્લૂથી બાળકના મોત બાદ સરકાર સામે નવા પડકારો ઉભા થઇ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે…

Read More

કોરોના સંકટકાળમાં સોનાની કિંમત એટલી વધી ગઇ છે કે સામાન્ય વર્ગના લોકો માટે 10 ગ્રામ સોનું ખરીદવુ પણ મુશ્કેલ બની ગયુ છે. જો કે કેટલાંક લોકો એવા પણ જેઓ પોતાના આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરવા કરોડ રૂપિયાની સોનાની ચીજ પ્રભુને અપર્ણ કરવામાં જરાય ખચકાતા નથી. દક્ષિણ ભારતમાં આવેલા તિરુપતિ મંદિરની ગણના વિશ્વના સૌથી ધનવાન મંદિરો અને ધર્મસ્થાનોમાં થાય છે. આ વખતે એક ભક્તે ભગવાન તિરૂપતિને 5 કિલો સોનાની તલવાર ભેટ ધરાવી છે. આ તલવારની કિંમત 1 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. બે કિલો સોના અને ત્રણ કિલો ચાંદીમાંથી બની છે તલવાર તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે,…

Read More

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની સ્થિતિને લઇ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ રિસર્ચ ( આઇસીએમઆર) દ્વારા મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કાઉન્સિલના ડિરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, રાષ્ટ્રીય શિરો સર્વેનો ચોથો તબક્કો પૂર્ણ થઇ ચૂક્યો છે. આ ચારેય સર્વેમાં જાણવા મળ્યુ છે કે દેશની 40 કરોડ વસ્તીને હજી પણ કોરોના વાયરસનું સંક્રમણ થવાનો ખતરો છે જ્યારે બે તૃત્યાંશ લોકોમાં હજી પણ વાયરસ વિરુદ્ધ એન્ટિબોડી જોવા મળી છે. ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું છે કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યો. જેમાં 6-17 વયના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું કે, “અમે 7252 હેલ્થ…

Read More

મુંબઇઃ જો તમે નવુ મકાન ખરીદવાનુ કે રિપેરિંગ કરાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. કારણ કે મકાન બનાવવામાં વપરાતા વિવિધ માલસામાનની કિંમતો વધતા મકાનની મૂળકિંમત વધી રહી છે. આમ હાલ હોમ લોનના વ્યાજદર નીચા હોવા છતાં પણ લોકોને પોતાનું ઘરનું ઘર ખરીદવામાં મુશ્કેલી પડશે. મકાન બનાવવામાં વપરાતા વિવિધ કાચામાલ સિમેન્ટ અને સ્ટીલ જેવા ઉત્પાદનોની કિંમત બમણી થઇ ગઈ છે. જેના પરિણામ સ્વરૂપ તેની ભરપાઈ માટે બિલ્ડરોએ મકાનોના ભાવ 10થી 20 ટકા વધારી દીધા છે. એક રિયલ એસ્ટેટના જાણકારે જણાવ્યું હતું કે 2014-15 પછી જ મકાનોની કિંમત સ્થિર હતી. ઘણા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ ઘટી ગયા…

Read More

મુંબઇઃ ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને ફરી વાર રોવાનો વારો આવ્યો છે. કારણ કે બિટકોઇન સહિત મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીઓની કિંમતમાં મોટો કડાકો બોલાયો છે અને તેના પરિણામ ક્રિપ્ટોકરન્સી માર્કેટની વેલ્યૂએશનમાં પણ મોટું ધોવાણ થયુ છે. આજે મંગળવારે બિટકોઇનની કિંમત મહિનામાં પહેલીવાર 30,000 ડોલરની નીચે સરકી હતી. આજે મંગળવારે બપોરે બિટકોઇનની કિંમત 6.22 ટકા ઘટીને 29,831.70 ડોલર થઇ ગઇ હતી, જે 22 જૂન પછીની સૌથી નીચી સપાટી છે. બિટકોઇનની પાછળ અન્ય તમામ ડિજિટલ કરન્સીની કિંમત પણ ઘટી હતી જેના પરિણામ સ્વરૂપ આજે છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને 100 અબજ ડોલરનું નુકસાન થયુ છે. કોઇનમાર્કેટકેપના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટની કેપિટલાઇઝેશન ઘટીને…

Read More

આજના અનિશ્ચિતતા ભર્યા જીવનમાં ટર્મ પ્લાન બહુ આવશ્યક બાબત બની ગઇ છે. ટર્મ પ્લાન વ્યક્તિની મૃત્યુ બાદ તેન ગેરહાજરીમાં તેના પરિવારને આર્થિક સુરક્ષા કવચ પુરી પાડે છે. કોરોના સંકટકાળમાં મોટી સંખ્યામાં લોકોએ ટર્મ પ્લાન ખરીદયા છે. જો કે ટર્મ પ્લાન ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ જેથી તમને તેનો મહત્તમ ફાયદો મળે… ટર્મ પ્લાનની આવશ્યકતા જીવન વીમા પોલિસીઓ મુખ્યત્વ બે પ્રકારની હોય છે, એક નેટ પ્રોટેક્શન પ્લાન હોય છે, બીજું વીમા અને રોકાણ બંનેના મિશ્રણવાળી પોલિસી. નેટ પ્રોટેક્શનવાળી પોલિસીને ટર્મ પ્લાન કહેવાય છે. જેમાં પોલિસી ધારકની મોત પર વળતર મળે છે. જેમાં ટર્મ પ્લાનની પ્રીમિયમના આધારે વળતર મળે છે.…

Read More

નવી દિલ્હીઃ સામાન્ય વ્યક્તિ પણ વાજબી ટિકિટે વિમાન મુસાફરી માણી શકે તેવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી ઉડાન સ્કીમ હજી પણ લક્ષ્યાંકથી ઘણી દૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી મહત્વકાંક્ષી યોજના ઉડાન સ્કીમ લોન્ચ થયાના ચાર વર્ષ બાદ પણ અમલીકરણની ધીમી ગતિને પગલે 50 ટકા રૂટ પર પણ ચાલુ થઇ શકી નથી અને કોવિડ-19 મહામારીની બીજી લહેરને પગલે યોજના વધુ પ્રભાવિત થઇ શકે છે. રિપોર્ટના મતે 2024 સુધી ઓછામાં ઓછા 1,000 રિજનલ કનેક્ટિવ રૂટ (આરસીએસ) શરૂ કરવા અને 100થી વધારે નોન રિઝર્વ્ડ અને નાના એરપોર્ટના સંચાલનનું લક્ષ્ય હાંસલ કરવામાં બે વર્ષનો વિલંબ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27…

Read More

મુંબઇઃ ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ કંપની આઇપીઓ લઇને આવી રહી છે. કંપનીનો આઇપીઓ 27 જુલાઇના રોજ ખલશે અને તેમાં 29 જુલાઇ સુધી એપ્લિકેશન કરી શકાશે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની પેટા કંપની છે. પહેલા કંપનીએ આઇપીઓ મારફતે 1600 કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના બનાવી હતી. પરંતુ હવે કંપનીઓ આઇપીઓની સાઇઝ ઘટાડી દીધી છે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસનો આઇપીઓ હવે 1060 કરોડ રૂપિયાનો છે, જેમાં પેરન્ટ કંપની ગ્લેનમાર્ક ફાર્મા ઓપન ફોર સેલ મારફતે 63 લાખ શેર વેચશે. એકર ઇન્વેસ્ટરો માટે આ ઇશ્યૂ 26 જુલાઇના રોજ ખુલશે. શેરબજારમાં ગ્લેનમાર્ક લાઇફના શેરનું 6 ઓગસ્ટના લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. કોટક મહિન્દ્રા કેપિટલ, બીઓએફએ સિક્યોરિટીઝ,…

Read More