કોરોના કાળમાં જીવન જરૂરિયાતની તમામ ચીજો મોંઘી થઇ છે જેમાં ખાદ્યતેલોના ભાવમાં પણ તોતિંગ કમરતોડ વધારો થયો છે. ખાદ્યતેલોના ભાવ બમણાં થતા મર્યાદિત આવક વચ્ચે ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તહેવારો પહેલા જ ફરી ખાદ્યતેલના ભાવ વધતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધી સસ્તુ ગણાતુ કપાસિયા તેલ પણ હવે સિંગતેલની સમકક્ષ આવી ગયુ છે. સિંગતેલ મોંઘુ પડવાથી વિકલ્પમાં અનેક ઘરોમાં વપરાતા કપાસિયા તેલનો ભાવ રાજકોટ બજારમાં આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો છે. જ્યારે સિંગતેલના ભાવ પણ આજે રૂ।.20 વધીને 15 કિલો ડબ્બાના રૂ।.2425-2465 થતા કપાસિયા અને સિંગતેલ વચ્ચે ભાવફરક માત્ર 65 રૂ।.નો…
કવિ: Satya Day
ભારતીય શેરબજારમાં સોમવારે વેચવાલીનું દબાણ રહ્યુ. તેનાથી બેન્ચમાર્ક સેન્સેક્સ 587 પોઇન્ટ તૂટીને 52,553.40 અને નિફ્ટી 171 પોઇન્ટ ગગડીને 15752.40ના મથાળે બંધ થયો. નિફ્ટી-50 ડેઇલી ચાર્ટ પર એક ડોઝ કેન્ડલ બનાવી રહ્યો છે . નિફ્ટી 15,800 લેવલને ક્રુશિયલ સપોર્ટને તોડી 15,752ના સ્તરે બંધ થયો છે. માર્કેટ પંડિતોનું કહેવુ છે કે નિફ્ટી ઇન્ડેક્સ જો 15600ના લેવલનીઉપર ટકી રહેશે તો તેમાં રિકવરી જોવા મળશે. હાલ જૂન ક્વાર્ટરના પરિણામની સિઝન ચાલી રહી હોવાથી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળશે. મંગળવારે ક્યાં શેરમાં રહેશે તેજી મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સ કે એમએસીડીના મતે એનએમડીસી, પાવર ગ્રીડ, ઉષા માર્ટિન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ટીવી, રોસારી બાયોટેક, મિર્ઝા…
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારના ઇંધણના ભાવ જાહેર કર્યા છે. રવિવાર અને સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહ્યા બાદ મંગળવારે પણ કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.એટલે કે સતત ત્રીજા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે. શહેરનું નામ પેટ્રોલ ડીઝલ દિલ્હી 101.84 89.87 મુંબઇ 107.83 97.45 ચેન્નઇ 101.49 94.39 કલકત્તા 102.08 93.02 ભોપાલ 110.20 98.67 રાંચી 96.68 94.84 બેંગ્લોર 105.25 95.26 પટના 104.25 95.57 ચંડીગઢ 97.93 89.50 લખનઉ 98.92 90.26 અમેરિકાના લીધે ફરી એક વાચર ક્રૂડ…
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો ને એક નોટિસ મોકલી છે. બેંકે જણાવ્યું છે કે જો તમે આ કામ નિયત સમય સુધી નહીં કરો તો તમારી બેન્કિંગ સુવિધા બંધ થઇ શકે છે. SBI એ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આ વાત કરી છે. બેંકના ખાતાધારકોને કહ્યું છે કે બને એટલા જલ્દી PAN-આધાર કાર્ડને 30 સપ્ટેમ્બર સુધી લિંક કરી દો. સાથે જ SBIએ કહ્યું છે કે જો આધાર અને PAN કાર્ડ એક સાથે લિંક ન કર્યું તો પિન નંબર નિષ્ક્રિય થઇ જશે. એટલે બેંકે પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે પોતાના ખાતાને નિર્વિઘ્ન ચલાવવા માટે આધાર અને…
દિલ્હીમાં જુલાઇ મહિનાનું રાશન ઇ-પોઇન્ટઓફ સેલ (ઇ-પોસ) મશિન મારફતે વિતરણ કરવાનો આદેશ ખાદ્ય વિભાગે જારી કર્યો છે. આ સાથ જ દિલ્હીમાં જુલાઇ મહિનાથી જ વન નેશન- વન રાશન કાર્ડ યોજના લાગુ થઇ જશે. દિલ્હીમાં યોજના લાગુ થયા બાદ હવે ત્યાં રહેતા પ્રવાસી મજૂરોને ઘણો ફાયદો થશે અને તેઓ અન્ય રાજ્યોમાં બનેલા પોતાનાં રાશન કાર્ડથી હવે દિલ્હીમાં રેશનિંગની દુકાન પરથી સસ્તુ અનાજ ખરીદી શકશે. હવે ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકાર રાજ્યમાં વન નેશન- વન રાશન કાર્ડની સુવિધા ક્યારે શરૂ કરે છે તે જોવાનું રહેશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશનકાર્ડ ધારક દેશભરમાં કોઇ પણ રેશનિંગની દુકાનેથી પોતાના માસિક…
બોલિવુડની હિરોઇન શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બાંચે આજે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવાનો આરોપ મૂકાયો છે. બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસ મેન રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ઘણા કલાકો સુધી રાજ કુંદ્રાની પુછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી છે. Businessman Raj Kundra has been arrested by the Crime Branch…
ભારતની પોઇન્ટઓફ સેલ એટલે કે POS કેટેગરીમાં ત્રીજી સૌથી મોટી કંપની ભારતપે એ પોતાના નવા કર્મચારીઓ માટે બમ્પર જોઇનિંગ પર્કની ઘોષણા કરી છે. જેમાં નવા કર્મચારીને બીએમ઼ડબ્લ્યુ બાઇકક, એપલ આઇપોડ પ્રો, સેમસંગ ગેલેક્સી વોચ ઉપરાંત નવેમ્બરમાં યોજાનાર આઇસીસી મેન્સ- T20 વર્લ્ડ કપમાં દુબઇ ટૂર પર જવાનો મોકો મળશે. ભારતપે પોતાની વિસ્તરણ યોજના હેઠલ આગામી કેટલાક દિવસોમાં મર્ચન્ટ અને કન્ઝ્યુમર લેડિંગના ક્ષેત્રમાં કેટલીક નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરી રહી છે. આની માટે ટીમનુ વિસ્તરણ કરી રહી છે. કંપનીના મતે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી કંપની પોતાની ટીમ ત્રણ ગણી વધારશે. આની માટે કંપની પોતાની કોર ટીમમાં 100 નવા લોકોને શામેલ કરશે અને…
બેન્ક ગ્રાહકો માટે વધુ એક માઠાં સમાચાર છે. હવે એટીએમમાંથી રોકડ નાણાં ઉપાડવા અને ડેબિટ કાર્ડના ચાર્જેસ વધી રહ્યા છે. હવે ગ્રાહકોએ એટીએમમાંથી નિર્ધારિત લિમિટ કરતા વધારે વખત રોકડ ઉપાડ્યા તો બેન્કે તેમની પાસેથી વધારે ચાર્જ વસૂલશે. રિઝ્રવ બેન્કે તાજેતરમાં જ બેન્કોને એટીએમ પરના ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ચાર્જિસના આ નવા રેટ 1લી જાન્યુઆરી, 2022થી લાગુ થશે. ગ્રાહક પોતાના બેન્કના ATMથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરે છે. જેમાં નાણાંકીય અને ગેર નાણાંકીય ટ્રાન્ઝેક્શન પણ શામેલ છે. આનાથી વધારે ટ્રાન્જેક્શન થવા પર તેમણે દરેક એટીમ ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયાથી વધુના નાણાંની ચૂકવણી…
કોરોનાકાળમાં આવક ઘટવાની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી લોકોના ખિસ્સા ખાલી થયા છે પરંતુ બીજી બાજુ સરકારની તિજોરીઓ છલકાઇ છે. કારણ કે પેટ્રોલ-ડીઝલ પર લાદેલા વિવિધ ટેક્સથી કેન્દ્ર સરકારને જંગી આવક થઇ રહી છે આ વાતની કબુલાત ખુદ સરકારે કરી છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણથી કેન્દ્ર સરકારને થનારી આવક માર્ચમાં સમાપ્ત થયેલા વર્ષમાં 88 ટકા વધીને 3.35 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે. સરકારે આ દરમિયાન એક્સાઇઝ ડ્યુટીમાં પણ રેકોર્ડ વધારો કર્યો છે. આ માહિતી સરકાર દ્વારા જ સોમવારે લોકસભામાં આપવામાં આવી છે. સરકારે લોકસભામાં જણાવ્યું કે પેટ્રોલના વેચાણ પર એક્સાઇઝ ડ્યૂટી ગત વર્ષ 19.98 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 32.9 રૂપિયા…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 19 જુલાઇ, 2021ના રોજ 24 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,517 લાખ થઇ ગઇ છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત એક દર્દીનું મોત થયુ નથી. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10076 પહોંચી ગયો છે. ગુજરાત રાજ્યમાં આજે સોમવારે કુલ 3,92,953 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18થી 45 વર્ષ સુધીના 2,11,764 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 8,233 વ્યક્તિઓને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. તો 45થી વધુ વયના…