અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 17 જુલાઇ, 2021ના રોજ 37 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,460 લાખ થઇ ગઇ છે. ગુજરાતમાં કોરોના વાયરસ ફરી કાતિલ બન્યો છે અને ચાર દિવસ બાદ ફરી વાયરસ સંક્રમિત એક દર્દીનું મોત થયુ છે. આજે શનિવારે સુરતમાં કોરોના સંક્રમણથી એક દર્દીનું મોત થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10075 પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કુલ 3,13,740 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18થી 45 વર્ષ સુધીના 1,651,093…
કવિ: Satya Day
નવી દિલ્હી: લોન ડિફોલ્ટર વિજય માલ્યા પાસેથી રિકવરી કરવામાં મોટી સફળતા મળી છે. ઇડીની આ પ્રક્રિયા હેઠળ જ એસબીઆઇને માલ્યાની કિંગફિશર એરલાઇન્સની સંપત્તિ મળી છે. એસબીઆઇની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ માટે શુક્રવારે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)એ કિંગફિશર એરલાઇન્સના શેર વેચીને 792.11 કરોડ રુપિયા મેળવ્યા હતા. બેન્ક જૂથને આ શેર ઇડીએ સોંપ્યા હતા. એસબીઆઇ આ પહેલા પણ માલ્યાની એસેટ લિક્વિડેશન દ્વારા 7,181.50 કરોડ રુપિયા મેળવી ચૂક્યુ છે. આ માટે તેણે બે અલગ-અલગ હપ્તામાં લિક્વિડેશન કર્યુ. તેમા એક હપ્તામાં 1,357 કરોડ રુપિયા અને બીજા હપ્તામાં 5,824.50 કરોડ રુપિયા મળ્યા. વિજય માલ્યા પર એસબીઆઇના કુલ 9,900 કરોડ રુપિયા લેણા નીકળે છે. તેમાથી 81 ટકા રકમની…
ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા હવે જસ્ટડાયલ કંપનીમાં હિસ્સેદારી હસ્તગત કરવાની ઘોષણા કરવામાં આવી છે. મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા જસ્ટડાયલ કંપનીના ૨.૧૭ કરોડ (૨,૧૧,૭૭,૬૩૬) ઇક્વિટી શેર ખરીદશે અને આ ડીલ માટે ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ ૧૦૨૨.૨૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આમ રિલાયન્સ દ્વારા જસ્ટડાયલની કુલ ૬૬.૯૫ ટકા હિસ્સેદારી ૩૪૯૭ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. જસ્ટડાયલ દ્વારા રિલાયન્સને ૪૦.૯૫ ટકા હિસ્સો પ્રેફરન્સિયલ એલોટમેન્ટ ધોરણે ઇસ્યૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ દ્વારા જસ્ટડાયલમાં આ હિસ્સેદારી હસ્તગત કરવા માટે સંબંધિત નિયામકીય મંજૂરીઓ મેળવવાની રહેશે. કંપની દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પાસે ૪૦.૯૫ ટકા હિસ્સેદારી રહેશે અને આ…
મુંબઇઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાનને સ્પર્શી રહી છે. આજે 17 જુલાઇ, 2021 શનિવારના રોજ ફરી ઇંધણના ભાવ વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર દીઠ 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જો કે ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ સાથે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર દીઠ વધીને 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. પેટ્રોલની કિંમતો દેશમાં હાલ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ છે. મધ્યપ્રદેશના બાલાઘાટ ખાતે પેટ્રોલની કિંમત 112.41 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. શહેરનું નામ પેટ્રોલ ડીઝલ દિલ્હી 101.84 89.87 મુંબઇ 107.83 97.45 ચેન્નઇ 102.49 94.39 કલકત્તા 102.08…
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સતત મોંઘુ થઇ રહ્યુ છે. અલબત્ત આજે શુક્રવારે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. તેની પહેલા ગત ગુરુવારે પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલનમાં 15 પૈસા પ્રતિલિટર દીઠ ભાવ વધ્યા છે. દિલ્હીમાં શુક્રવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત 101.54 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર હતી. વૈશ્વિક બજારમા ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ઓઇલની કિંમત 71.93 ડોલર અને બ્રેન્ડ ક્રૂડની 73.62 ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહી છે. ભારતમાં વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. 4 મે, 2021 બાદથી અત્યાર…
નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ગુરુવારે સારી તેજી જોવા મળી. શેરબજારના ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. જેમાં નિફ્ટી 16000ની નજીક પહોંચી ગયો અને બીએસઇ 53000નું લેવલ ક્રોસ કરી ગયો. દેશમાં કોરોના વાયરસના કેસો ઘટવાથી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યુ છે. અલબત્ત કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવતા ડરનો માહોલ યથવત છે. સપ્તાહના છેલ્લા દિવસે ક્યાં સ્ટોકમાં છે કમાણીની તક જાણો… આ સ્ટોકમાં છે કમાણીની તક શુક્રવારે વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, પીટીસી ઇન્ડિયા ફાઇનાન્સિયલ, જેએસડબ્લ્યુ એનર્જી, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, ડીસીબી બેન્ક, એલએન્ડટી ટેકનોલોજી, પીસી જ્વેલર, યુપીએલ અને હિન્દુસ્તાન ઝિંકના શેરમાં તેજીની અપેક્ષા છે. મૂવિંગ એવરેજ કન્વઝર્ન્સ ડાયવર્ઝન્સથી તેના સંકેત મળ્યા છે. તે…
નવી દિલ્હીઃ સ્માર્ટ સિટી મિશનના મામલે ગુજરાત, મહારાષ્ટ્ર ને પછાડી ઓછું વિકસીત ગણાતુ રાજ્ય રાજસ્થાન દેશભરના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે આવ્યુ છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓનલાઇન રેન્કિંગમાં રાજસ્થાનને દેશમાં પ્રથમ ક્રમ મળ્યો છે. અગાઉ રાજસ્થાન બીજા સ્થાને હતું. સ્માર્ટ સિટી મિશન હેઠળ 15 જુલાઇની સ્થિતિ અનુસાર, રાજસ્થાન રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે. દેશના 100 શહેરોની રેન્કિંગમાં ઉદયપુર પાંચમા, કોટા 10મા, અજમેર 22મા અને જયપુર 28મા ક્રમે છે. સ્માર્ટ મિશનના કામોનું યોગ્ય દેખરેખ રાખીને કામગીરી હાથ ધરીને રાજસ્થાને આંધ્રપ્રદેશ અને ગુજરાત કરતા વધારે માર્ક્સ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. સ્માર્ટ સિટી…
SBIની ડિજિટલ બેન્કિંગ સેવાઓ 16 અને 17 જુલાઇના રોજ બંધ રહેવાની છે. આગામી બે દિવસ માટે SBIની બેન્કની ડિજિટલ બેન્કિંગ સર્વિસ 150 મિનિટ માટે પ્રભાવિત રહેશે. તેનું કારણ બેન્કના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મના અપગ્રેડેશનું પ્રસ્તાવિત કાર્ય છે. અલબત્ત બેન્કનિ ડિજિટલ બેન્કિંગ રાતે પ્રભાવિત થવાની છે. SBI એ ટ્વિટ મારફતે પોતાના ગ્રાહકોને આ માહિતી આપી છે. બેન્કે ટ્વિટમાં લખ્યુ કે, અમે મેઇન્ટેનન્સ સંબંધિત કામગીરી 16 અને 17 જુલાઇના રોજ રાત્રે 10.45થી 1.15 વાગ્યા સુધી કરીશું. આ દરમિયાન ઇન્ટરનેટ બેન્કિં, યોનો, યોનો લાઇટ, યુપીઆઇ સર્વિસ ઉપલબ્ધ થશે નહીં. અમે ગ્રાહકોને થનાર મુશ્કેલી બદલ દિલગીર છીએ અને તમારા સહયોગની અપેક્ષા છે. SBI ઘણી વખત…
નવ દિલ્હીઃ દેશભરની 7000 કૃષિ મંડીઓ અને એપીએમસી તેમજ 12 હજાર દાળ મિલો આવતીકાલ 16 જુલાઇ, શુક્રવારના રોજ બંધ રહેશે. સરકાર દ્વારા કઠોળના સંગ્રહ ઉપર સ્ટોક મર્યાદા લાગુ કરવાના વિરોધમાં આ તાળાબંધી કરવામાં આવશે. બંધનું આ આહ્વાન ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દ્વારા કરવામાં આવ્યુ છે. કૃષિ પેદાશોનું વેચાણ અને હરાજી ન થવાથી પ્રાથમિક અંદાજ મુજબ દૈનિક 600 કરોડ રૂપિયાનો વેપાર પ્રભાવિત થઇ શકે છે, 5 લાખથી વધારે શ્રમિકોની રોજગારીને પણ અસર થશે. . કઠોળમાં સરકારે સ્ટોક લિમિટ લાગુ કરતાં ભાવમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતોએ કઠોળના ભાવ જોઈ ખરીફમાં વાવેતર કર્યું છે. રવી સિઝનનો પણ સ્ટોક પડ્યો છે ત્યારે…
મુંબઇઃ જો તમારું સહકારી બેન્કમાં ખાતુ છે તો તમારે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા નબળી સહકારી બેન્કોનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યુ છે. RBI દ્વારા ફરીવાર એક સહકારી બેન્કનું લાઇસન્સ રદ કર્યુ છે. આ વખતે RBI મહારાષ્ટ્રની ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યુ છે. RBIના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી સહકારી બેન્કની નબળી નાણાંકીય સ્થિતિને કારણ કરવામાં આવી છે. લાઇસન્સ રદ કરવાની સાથે જ સહકારી બેન્કોના ખાતાધારકો માટે થાપણ ઉપાડવા અને જમા કરવા પર મનાઇ ફરમાવી દીધી છે. સહકારી બેન્કનું લાઇસન્સ રદ થતા જ થાપણદારો તેમના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકશે નહીં. ડો.…