કવિ: Satya Day

જો તમે બચત ખાતાથી મોટી કમાણી કરવા માંગો છો તો આજે અમે તમને તેના શ્રેષ્ટ વિકલ્પ વિશે જણાવીશુ. જો તમે સેવિંગ એકાઉન્ટ ઓપન કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા જાણી લો કે ક્યાં સૌથી વધારે વ્યાજ મળે છે SBI કે પોસ્ટ ઓફિસ. આવશ્યક લઘુત્તમ બેલેન્સની રકમ અને તેના નિયમો ક્યા ક્યા છે. ચાલો જાણીયે ક્યાં સૌથી વધારે ફાયદો મળશે… ક્યાં કેટલુ વ્યાજ મળશે… SBI કે અન્ય બેન્કમાં સેવિંગ એકાઉન્ટમાં 2.70 ટકાના દરે વ્યાજ મળે છે, તો પોસ્ટ ઓફિસના ખાતમાં 4 ટકાના દરે વ્યાજ મળે છે. જાણાં ફાયદાઓ… બેન્કની સાથે સેવિંગ એકાઉન્ટ ખોલાવશો તો એટીએમ કાર્ડ 10પાનાની ચેકબુક અને પાસબુક મળે…

Read More

પેન્શનધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તેમને બેન્ક એકાઉન્ટમાં પેન્શનની રકમ આવવાની માહિતી WhatsApp પર પણ મળશે. કેન્દ્રસરકારે બેન્કોને આ નિર્દેશ આપ્યો છે. સરકારે કહ્યુ કે, બેન્ક એકાઉન્ટમાં પેન્શનની રકમ અંગેની માહિતી તેઓ એસએમએમ અને ઇમેલ ઉપરાંત WhatsApp જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પેન્શનધારકોને તેમની પેન્શનની રિસિપ્ટ મોકલી શકો છો. એક સત્તાવાર આદેશમાં આ વાત કહી  છે. આદેશ મુજબ પેન્શનધારકોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે. પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ તરફથી જારી કરાયેલ આદેશમાં કહેવાયુ છે કે, બેન્કો એસએમએસ, અને ઇમેલ ઉપરાંત WhatsApp જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સનો પણ ઉપયોગ કરી શકે છે. પાછલા મહિને પેન્સન આપનાર…

Read More

મોદી સરકાર દેશના જાહેર ક્ષેત્રની કંપનીઓ અને બેન્કોના ખાનગીકરણ માટે ઘણા પ્રયત્નશીલ છે અને આ દિશામાં મક્કમ ગતિએ આગળ વધી રહી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે દેશની તમામ સરકારી બેન્કોનું ખાનગીકરણ કરી દેવામાં આવશે. આ અહેવાલ બાદ લોકોમાં દહેશત વધી ગઇ છે. કારણ કે હજી પણ ભારતીય લોકોને ખાનગી બેન્કો કરતા સરકારી બેન્કો પર વધારે વિશ્વાસ છે. દેશના નાણા સચિવ ટી.વી. સોમનાથને જણાવ્યું કે સરકાર લગભગ જાહેર ક્ષેતરની તમામ બેંકોનું ખાનગીકરણ કરશે. સોમનાથને 13 જુલાઈના રોજ ઇન્ડિયા પોલિસી ફોરમ 2021માં જણાવ્યું કે સરકાર સરકાર તેની જાહેર કરેલી નીતિ મુજબ આ ક્ષેત્રમાં ફક્ત નજીવી હાજરી જાળવશે. તેમણે સ્પષ્ટતા કરી…

Read More

અમદાવાદઃ વૈશ્વિક બુલિયન બજારની હૂંફે સ્થાનિક બજારમાં પણ સોનું એક મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યુ છે. અમદાવાદના બુલિયન બજારમાં ગુરુવારે સોનાની કિંમત 275 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 50,000 રૂપિયાની સપાટીને સ્પર્શી છે, જે 16 જૂન પછીનો સૌથી ઉંચો ભાવ છે. સોના માટે 50,000 રૂપિયાની સપાટી મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક લેવલ છે. ચાંદીની વાત કરીયે તો આજે 700 રૂપિયા વધી અને પ્રતિ 1 કિગ્રા દીઠ 71,000 રૂપિયા થઇ હતી. દિલ્હીના ઝવેરી બજારમાં આજે સોનાની કિંમત 177 રૂપિયા વધીને 47,443 રૂપિયા થઇ હતી. તો ચાંદી માત્ર 83 રૂપિયા સુધરીને પ્રતિ એક કિગ્રા દીઠ કિંમત 68,277 રૂપિયા થઇ હતી. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની…

Read More

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 16 જુલાઇ, 2021ના રોજ 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,384 લાખ થઇ ગઇ છે. ગુજરાતમાં હવે સપ્તાહમાં બે દિવસ બુધવારે અને રવિવારે કોરોના રસીકરણ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 3,86,712 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18થી 45 વર્ષ સુધીના 1,71,690 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 8,627 વ્યક્તિઓને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. તો 45થી વધુ વયના કુલ 1,23,902 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 71,190 વ્યક્તિઓને બીજા…

Read More

ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતની ક્રિકેટ ટીમ પર કોરોના વાયરસે હુમલો કર્યો છે અને બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ  ઇંગ્લેન્ડ ટૂર પર ગયેલી ટીમ ઈન્ડિયાના બે સભ્ય કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી સામે આવ્યા પછી, ખેલાડી આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. જો કે, કોરોનાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આપને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ત્રણ અઠવાડિયાના વિરામ પર છે. આ દરમિયાન, ખેલાડીઓ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના વિવિધ શહેરોની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન, પ્લેયરને વાયરસના સંક્રમણમાં આવ્યા હોવાની સંભાવના છે.…

Read More

કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ભારતમાં ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી રહી છે અને તેના સંકેત પણ મળવા લાગ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધી છે અને દૈનિક કેસોનો આંકડો 41,000 ને વટાવી ગયો છે. ભારતમાં બુધવાર, 14 જુલાઇ 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન  કોરોના વાયરસના સંક્રમણના નવા 41, 806 કેસો નોંધાયા છે. ત્યાર બાદ હવે કુલ પોઝિટીવ કેસની સંખ્યા 3,09,87, 880 થઈ ગઈ છે. 581 નવા મોતના આંકડા બાદ કુલ મોતની સંખ્યા પણ વધીને હવે 4,11,989 થઈ ગઈ છે. તો વળી 39,130 નવા ડિસ્ચાર્જ બાદ કુલ સાજા થનારા લોકોની સંખ્યા…

Read More

નવી દિલ્હીઃ બે દિવસની શાંતિ બાદ ફરી ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત વધીને 101.54 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.87 રૂપિયા થઇ ગઇ છે. 11.22 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ મે મહિનામાં વિધાન સભાની ચૂંટણીઓ સમાપ્ત થયા બાદ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. 4 મે, 2021 બાદ અત્યાર સુધીમા પેટ્રોલની કિંમતમાં સરકાર દ્વારા પ્રતિલિટર દીઠ 11.22 રૂપિયાનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. તેવી જ તે…

Read More

મુંબઇઃ ભારતીય શેરબજારમાં બુધવારે ઘણી વધ-ઘટ જોવા મળી  જો કે અંતમાં ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યા હતા. શેરબજારનું સેન્ટિમેન્ટ હાલ મજબૂત છે અને અમેરિકન બજારો તરફથી સપોર્ટ મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે જો કે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કોર્પોરેટ પરિણામની સિઝન શરૂ થઇ ગઇ છે આથી હાલ સ્ટોક પેસિફિક સારી કમાણી થઇ શકે છે. આ સ્ટોકમાં થશે કમાણી ગુરુવારે આઇટીસી, ઉત્તમ ગાલ્વા, એનટીપીસી, મધરસન સુમી, મેક્સ ઇન્ડિયા, એલએન્ડટી, યુએફઓ મૂવીઝ. સન ફાર્મા, જાગરણ પ્રકાશન, વોલ્ટાસ અને મિંડા કોર્પોરેશનના શેરમાં આજે રોકાણથી સારી કમાણી થઇ શકે છે. મૂવીંગ…

Read More

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસ નામની મહામારીએ સમગ્ર દુનિયામાં હાહકાર મચાવી રાખ્યો છે. મહામારીથી તણામ કે ટેન્શનમાં આવી લોકો ડ્રગ્સ અને માદક પદાર્થોના સેવનના રવાડે ચડ્યા છે અને તેના લીધે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અમેરિકાની સરકારે બુધવારે જણાવ્યુ કે, પાછલા વર્ષે કોરોના મહામારી દરમિયાન દેશમાં માદક પદાર્થોના વધારે પડતા સેવનથી રેકોર્ડ 93,000 લોકોના મોત થયા છે. આંકડાઓ મુજબ મૃત્યુની આ સંખ્યા તેની અગાઉના વર્ષે ડ્રગ્સના ઓવરડોઝથી થયેલી 72,000 લોકોની મોત કરતા ઘણો મોટો આંકડો છે. ડ્રગ્સના ઓવરડોઝના કેસો પર ઝીણવટભરી નજર રાખનાર બ્રાઉન યુનિવર્સિટીના જન આરોગ્ય સંશોધનકર્તા બ્રાન્ડ માર્શલે કહ્યુ કે, આ જાનહાનીનો મોટો કિસ્સો છે. દેશ ડ્રગ્સ…

Read More