કવિ: Satya Day

કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો તોટાઇ રહ્યો છે અને તેનાથી બચવા લોકો કોરોના વેક્સીન મુકાવવા માટે પડાપડી કરી રહ્યા છે જો કે ગુજરાતમાં રસીનો જથ્થો ઓછો પડી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. કારણ કે ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકારે રસીકરણ કાર્યક્રમ અંગે મોટો નિર્ણય લેતા  રાજ્યમાં સપ્તાહ દરમિયાન બે દિવસ રસીકરણ બંધ રાખવાનુ નક્કી કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી સ્પષ્ટતા મુજબ હવે ગુજરાતમાં સપ્તાહના બે દિવસ બુધવાર અને રવિવારે કોરોના રસીકરણ અભિયાન સંપૂર્ણપણે બંધ રહેશે. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એમ સળંગ ત્રણ દિવસ રાજ્યમં રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યુ હતુ. કોરોના મહામારી કારણે…

Read More

નવી દિલ્હીઃ મોદી સરકારે સસંદના ચોમાસુ સત્રમાં રજૂ કરવા માટે 17 નવા ખરડાની યાદી તૈયાર કરી લીધી છે. ઉલ્લેખનિય છે કે, સંસદનુ ચોમસા સત્ર 19 જુલાઇના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સરકાર તરફથી શરૂ થનાર આ 17 ખરડામાંથી ત્રણ વિધેયક અધ્યાયદેશોના સ્થાને લેવાના છે. હકિકતમાં સંસદનું સત્ર શરૂ થતા અધ્યાદેશને પ્રસ્તાવના રૂપમાં સંસદની મંજૂરી મેળવવાની હોય છે, કારણ કે 42 દિવસ કે છ સપ્તાહમાં તેના અસરકારકતા રહેવાની સમયસીમા સમાપ્ત થઇ જાય છે. સરકાર તરફથી 30 જૂને એક વટહુકમ લવાયો હતો જે આવશ્યક રક્ષા સેવાઓ સાથે સંકળાયેલા લોકોના આંદોલન કે હડતાળ પાડવા પર રોક સંબંધિત છે. આયુધ કારખાના…

Read More

ખાનગી સેક્ટરમાં બેથી ત્રણ વર્ષમાં નોકરી બદલવાનો ટ્રેન્ડ છે. પરંતુ નોકરી બદલવાની સાથે જન કંપનીના પીએફ એકાઉન્ટમાં જમા બધી રકમ ઉપાડી લેવી તમારી માટે ખોટનો સોદો બની શકે છે. તેનાથી તમારા ભવિષ્યની માટે બની રહેલું નાણાંકીય ભંડોળ અને બચત સમાપ્ત થઇ જશે. આ સાથે જ પેન્શનનું સાતત્ય જળવાશે નહીં. આવી સ્થિતિમાં સારુ રહેશે કે નવી કંપનીમાં જોડાવો ત્યારે જૂની કંપનીનું પીએફ એકાઉન્ટર લિંક કરી દો અથવા મર્જ કરી લો.  નિવૃત્તિ બાદ પણ જો તમને નાણાંની જરૂર નથી તો કેટલાંક સમય માટે પીએફ જમા રહેવા દો. નિષ્ણાંતો છે કે જો કર્મચારી નોકરી છોડી દે અથવા કોઇ કારણસર નોકરીમાંથી છુટો કરવામાં આવે…

Read More

મુંબઇઃ સરકારી અને ખાનગી બેન્કો બાદ હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક પણ તેની વિવિધ સર્વિસના ચાર્જ વધારી રહી છે. હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કે પણ ડોરસ્ટોપ બેન્કિંગ માટે સર્વિસ ચાર્જ વસૂલવાની તૈયારી કરી લીધી છે. આથી હવે ખાતાધારકોએ 1લી ઓગસ્ટથી આ સુવિધાનો લાભ લેવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જાણો હવે કઇ સર્વિસ પર કેટલો ચાર્જ ચૂકવવો પડશે IPPBના એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા પલ્સ જીએસટી ચૂકવવો પડશે. જો અન્ય બેન્ક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરશો તો તેના પર 20 રૂપિયા પલ્સ જીએસટી લાગશે. સેન્ડ મની સર્વિસ એટલે કે રૂપિયા મોકલવા માટે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ, પીઓએસબી સ્વીપ ઇન અને પીઓએસબી…

Read More

કોરોના મહામારીનો સૌથી વધુ માર એરલાઇન્સ સેક્ટરને થયો. લોકડાઉન અને અવરજવર પર પ્રતિબંધથી વિમાન કંપનીઓની આવક ઘટી ગઇ છે. જો કે હાલ સરકારે નિયમો હળવા કરતા વિમાન કંપનીઓ પણ મુસાફરોને આકર્ષવા નવીન ઓફર લાવી રહી છે. તાજેતરમાં સ્પાઇસ જેટ કંપનીએ જેમને અગાઉ કોરોના વાયરસનું સંક્રમણ થયુ છે તેવા મુસાફરો માટે ઓફર લાવી છે. આ ઓફર કોવિડ-19થી સંક્રમિત થનાર લોકો માટે શરૂ કરવામાં આવી છે, જે લોકોએ સ્પાઇસજેટની ફ્લાઇટ ટિકિટ બુક કરી હતી અને યાત્રા પહેલા જો તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે. હવે તે લોકો આ ઓફરનો લાભ લઇ શકે છે અને નિશ્વિત તારીખ ઉપરાંત કોઇ અન્ય દિવસે કોઇ…

Read More

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું DA 11 ટકા વધારીને 28 ટકા કરવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ ખુશ છે પરંતુ તેમને DAમાં વૃદ્ધિનો લાભ એક સાથે મળશે નહીં. કારણ કે સરકારે DAની ચૂકવણી એક સાથે કરવાના બદલે ત્રણ તબક્કામાં કરવાનો નિર્ણય લીધો છે. એવામા જે કર્મચારી સપ્ટેમ્બરમાં વધેલા DA અને એરિયરની સાથે સપ્ટેમ્બરમાં બમ્પર સેલેરીની આશા રાખી રહ્યા છે, તેમને મોટો ઝટકો લાગશે. જાણો કેટલી આવશે DA 7માં પગારપંચ હેઠળ પગાર ગણતરી માટે માની લો કે એક કર્મચારીની બેઝિક સેલેરી 20,000 રૂપિયા છે. હવે DA વધેલુ 28 ટકા મળશે તો તેને 2200 રૂપિયા પહેલા કરતા વધારે…

Read More

મુંબઇઃ જેવી રીતે પારસમણીને અડતા જ લોખંડ સોનું બની જાય છે તેવી જ ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો સાથ મળતા જ એક સામાન્ય કંપનીની કિસ્મત બદલાઇ ગઇ છે. અમે વાત કરી રહ્યા છે ડિટેક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ (Detect Technologies Pvt. Ltd.)ની. એક સમયે નાણાંકીય કટોકટીનોસામનો કરી રહેલી આ કંપનીમાં મુકેશ અંબાણીએ એ લાખ ડોલરનું મૂડીરોકાણ કરતા મોટો સપોર્ટ મળ્યો અને આ આજે આ કંપની જંગી નફો કરતી થઇ ગઇ છે. દેશના સૌથી મોટા શ્રીમંત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ અંબાણીએ 2014માં મિશ્રાના સાહસમાં એક લાખ ડોલરનું રોકાણ કર્યું હતું. 32 વર્ષના મિશ્રાએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી એડોપ્શનની…

Read More

એટીએમમાંથી રોકડ ઉપાડ માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર કંપની ઉપર રિઝર્વ બેન્ક દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે હાલ જે લોકો પાસે આ કંપનીના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે તેઓ ચિંતામાં મુકાયા છે કારણ કે તેમને ડર છે કે ક્યાં તેમનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ બંંધ ન થઇ જાય… સમગ્ર ઘટનાની વાત કરીયે તો RBIએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર માસ્ટરકાર્ડ ઉપર નવા કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આથી હવે બેંક નવા અથવા જૂના ગ્રાહકોને માસ્ટર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી નહીં કરી શકે. RBIનો આ નિર્ણય 22 જૂલાઈના રોજથી લાગૂ થશે. રિઝર્વ…

Read More

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 14 જુલાઇ, 2021ના રોજ 41 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,346 લાખ થઇ ગઇ છે. ગુજરાતમાં ફરી કોરોના રસીકરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યુ છે. રાજ્યમાં આજે બુધવારે એક પણ વ્યક્તિને વેક્સીન મૂકવામાં આવી નથી. આ પહેલા ગત સપ્તાહે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એમ સળંગ ત્રણ દિવસ રસીકરણ બંધ રહ્યુ હતુ. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 71 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,13,583 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ…

Read More

શેરબજારમાં હાલ તેજીનો માહોલ છે અને ઘણી કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારી રહી છે. આજે ઓનલાઇન ફૂડ ડિલિવરી ઝોમેટોનો આઇપીઓ ખુલ્યો છે અને  સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે વધુ એક કંપનીનો પબ્લિક ઇશ્યૂ લાવી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે આ આઇપીઓ ગુજરાતની ફાર્મા કંપનીનો છે. ગુજરાતની દવા કંપની તત્વ ચિંતન ફાર્મા કેમને સેબી પાસેથી 500 કરોડ રૂપિયાનો આઈપીઓ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ આઈપીઓ 16 જુલાઈએ ખુલીને 20 જુલાઈએ બંધ થશે. માહિતી મુજબ, આ આઈપીઓની પ્રાઈસ બેન્ડ 1073-1083 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. આ પહેલા કંપનીના DRHPમાં આઈપીઓના ઓફર ફોર સેલની સાઈઝ 225 કરોડ રૂપિયા જણાવાઈ…

Read More