હવે રિટેલ ઇન્વેસ્ટરો સરકારી બોન્ડમાં સીધું રોકાણ કરી શખશે. RBI સોમવારે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે એક ડેડિકેટેડ બોન્ડ પર્ચેઝ વિન્ડો ખોલ્યુ છે. તેનો ઉદ્દેશ્ય બેન્કો અને પુલ કરાયેલા સંશાધનો જેવા મ્યુ. ફંડના મેનેજરોથી ઉપર સરકારી ડેટ સિક્યોરિટીઝની માલિકીની લોકતાંત્રિક બનાવી છે. હવે રિટેલ ઇન્વેસ્ટર્સ સરકારી બોન્ડ્સના RBIના રિટેલ ડાયરેક્ટ ગિલ્ડ એકાઉન્ટ મારફતે ખરીદી અને વેચાણ કરી શકશે. RBIના મતે રિટેલ ઇન્વેસ્ટર્સની પાસે હવે RBIનીસાથે RDG એકાઉન્ટ ખોલવાની અને મેનેજ કરવી સુવિધા હશે. RDG એકાઉન્ટ્સને આ સ્કીમ માટે ઉપલબ્ધ કરાયેલા ઓનલાઇન પોર્ટ એટલે કે RBI રિટેલ ડાયરેક્ટ ઓનલાઇન પોર્ટલ મારફતે ખોલી શકાશે. ‘ઓનલાઇ પોર્ટલ’ રજિસ્ટર્ડ યુઝર્સને સરકારી જામીનગીરીના પ્રાયમરી ઇશ્યૂકર્તા સુધી પહોંચ…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ દિગ્ગજ મહિલા રોકાણકાર ડોલી ખન્નાએ જૂન ક્વાર્ટરમાં પોતાના સ્ટોક પોર્ટપોલિયોમાં 2 નવા સ્ટોક શામેલ કર્યા છે. જ્યારે 2 સ્ટોકમાં તેમણે પોતાન હિસ્સેદારી ઘટાડી છે. નવા ત્રિમાસિક શેરહોલ્ડિંગના ડેટા મુજબ તેમણે ફર્ટિલાઇઝર સેક્ટરની બે કંપનીઓ રામા ફોસ્ફેટ્સ અને એરીઝ એગ્રો કંપનીને પોતાના પોર્ટફોલિયોમાં શામેલ કરી છે. આ કંપનીઓના શેરહોલ્ડર્સમાં ડોલી ખન્નાનું નામ છે. કંપનીઓએ એવા શેરધારકોનું નામ જાહેર કરવુ પડે છે જેમની હોલ્ડિંગ 1 ટકાથી વધારે હોય છે. Trendlyneના ડેટા મુજબ 30 જૂન, 2021ના રોજ ડોલી ખન્ના પાસે રામા ફોસ્ફેટ્સના 312,509 ઇક્વિટી શેર એટલે કે 1.8 ટકા હિસ્સેદારી હતી. સોમવારે બંધ ભાવ મુજબ તેમના હોલ્ડિંગની વેલ્યૂ 8.7 કરોડ રૂપિયા…
ન્યુયોકઃ ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ એ ઇન્ટરનેટ સાયબર એટેક અંગે ચેતવણી આપી છે. શું સર્વિલન્સ પર આદારિત ઇન્ટરનેટનાં ચાઇનીઝ મોડલનું પ્રભુત્વ વધી રહ્યુ છે તેવા પ્રસ્નના ઉત્તરમાં તેમણે કહ્યુ કે, ફ્રી અને ઓપન ઇન્ટરનેટ પર એટેક થઇ રહ્યા છે. અલબત્ત તેમણે સ્પષ્ટ પણ ચીનનું નામ નથી લીધુ, પરંતુ કહ્યુ કે, અમારી કોઇ મુખ્ય પ્રોડક્ટ્સ કે સર્વિસ ચીનમાં નથી. ટેક્સના વિવાદિત મુદ્દે તેમણે કહ્યુ કે અમે સૌથી વધારે ટેક્સ ચૂકવનારોમાં શામેલ છીએ. જો પાછલા એક દાયકામાં સરેરાશ જોઇયે તો અમે 20 ટકાથી વધારે ટેક્સ ચૂકવ્યો છે. સુંદર પિચાઇ યે કહ્યુ કે, તેમની અંદર ઉંડે સુધી ભારત વસેલુ છે અને તેમના અસ્તિત્વમાં…
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાના શેરમાં આવેલી તેજીથી સોમવારે અમેરિકન શેરબજારમાં રેકોર્ડ હાઇ પર પહોંચી ગયો. જેથી એલન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 6.97 અબજ ડોલર એટલે કે લગભગ 51,928 કરોડ રૂપિયાનો વધારો થયો. આ સાથે જ તેની કૂલ સંપત્તિ 187 અબજ ડોલરે પહોંચી ગઇ છે. મસ્ક દુનિયાના ધનવાનોની યાદીમાં બીજા ક્રમે છે. ચાલુ વર્, તેની સંપત્તિ 17.4 અબજ ડોલર વધી છે. આ યાદીમાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનના માલિક જેફ બેઝોસ 213 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. તો ફ્રાન્સના બિઝનેસમેન અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moët Hennessyના ચેરમેન બર્નાર્ડ ઓરનોલ્ટ 172 અબજ ડોલરની સંપત્તિ…
નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા હાલ કોરોના મહામારીનો સામનો કરી રહી છે અને વાયરસના નવા વેરિયન્ટ્સને લઇને ચિંતા હજી વધી ગઇ છે. એવામાં જીનોમ સીક્વેસિંગની ટેકનિક વાયરસના અલગ-અલગ વેરિયન્ટ અને મ્યૂટન્ટને ઓળખવા માટે એક આવશ્યક ટૂબ બનાવાયુ છે. જીનોમ સીક્વેસિંગ એક એવી ટેક્નોલોજી છે, જે સામાન્ય લોકોમાં વાયરસના બદલાતા સ્વરૂપને સમજવા અને ઓળખી કાઢવામાં મદદ કરે છે. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના અને ડેલ્ટ પ્લસ વેરિયન્ટના જોખમને જોતા રાજધાની દિલ્હીમાં જીનોમ સીક્વેસિંગ લેબ શરૂ કરવામાં આવી છે. મહામારીની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે અત્યાર સુધી દિલ્હીની પોતાની બે જીનોમ સીક્વેસિંગ લેબની શરૂઆત કરી છે. જેમાંથી એક…
શ્રીનગરઃ કાશ્મીરમાં ભારત વિરોધી સુત્રોચાર અને પાકિસ્તાનનો ઝંડો લહેરાવવા જેવી ઘટનાઓ સામાન્ય છે જો કે હવે તો વાત ભારત સરકાર પાસેથી પગાર લઇને દેશ સાથે ગદ્દારનો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે જે બહુ જ ચિંતાજનક બાબત છે. આરોપીઓ સાથે સંબંધ રાખનાર સરકારી નોકરી કરનાર આ દેશદ્રોહીઓને સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. જમ્મુ-કાશ્મીરની સરકારે 11 સરકારી અધિકારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે. આતંકરી સૈયદ સલાઉદ્દીનના બે પુત્રો સૈયદ અહમદ શકીલ અને શાહિદ યૂસુફને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકોને ભારતીય સંવિધાનની કલમ-311 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કલમ હેઠળ આરોપોની કોઇ તપાસ નથી…
કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી જે કેન્દ્રીય કર્મચારીઓએ પોતાનુ લીવ ટ્રાવેલ કન્સેશન (LTC Special Cash Package) નથી કર્યુ તેમને મોદી સરકાર ક્લેઇમ કરવા માટે વધુ એક તક આપી રહી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સ્પષ્ટીકરણ અનુસાર તમામ વિભાગ અને મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે એટીસી સેટલમેન્ટ સંબંધિત ક્લેઇમ અંગે 31 મે, 2021ને આગળ પણ વિચારણા કરવામાં આવે. ખરેખર, સરકારની આ મુક્તિનો હેતુ એ હતો કે કેન્દ્રીય કર્મચારી, જે કોરોનાવાયરસ ચેપને કારણે બિલ જમા કરીને દાવો કરી શકતા નથી, તેઓ હવે બિલ જમા કરીને દાવો કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે એલટીસી નો ક્લેમ કરવાની છેલ્લી…
કોરોના સંકટકાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવા છતાં લોકોને ના છુટકે મોંઘુ ખરીદવુ પડે છે. કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટ્યા બાદ સરકારે પ્રતિબંધોમાં છુટછાટ આપ્યા બાદ લોકોની અવરજવર અને આર્થિક ગતિવિધિઓ વધતા પેટ્રોલ-ડીઝલની માંગ વધી છે. જેના પગલે બે મહિના બાદ ફરી જૂનમાં ઇંધણની માંગમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ જૂન 2021માં વાર્ષિક તુલનાએ ઇંધણની માંગ 1.5 ટકા વધીને 1.63 કરોડ ટને પહોંચી ગઇ છે, જે ચાલુ વર્ષે માર્ચ બાદ ઇંધણની માંગમાં પ્રથમ માસિક વૃદ્ધિ છે. જૂનમાં પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 5.6 ટકા વધીને 24 લાખ ટન થયુ છે. તો ગત…
મુંબઇઃ ભારતમાં બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સની ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે જો વિદેશમાં પ્રતિબંધ ન હોવાથી કેટલાક ભારતીયો વિદેશમાં નાણાં મોકલી તેનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમા કરી રહ્યા હોવાના અહેવાલ છે. આવી પ્રવૃત્તિને ડામવા માટે બેન્કોએ પણ કડક લેવાનું શરૂ કરી દીધુ છે. ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી આઇસીઆઇસીઆઇ બેન્કે તેના ખાતાધારકોને વિદેશમાં મોકલેલ નાણાંનું ક્રિપ્ટોકરન્સીમા રોકાણ ન કરવા પર ચેતવણી આપી છે. બેન્કે તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, જ્યારે પણ તેઓ વિદેશમાં પૈસા મોકલશે ત્યારે તેણે જણાવવું પડશે કે તેનું રોકાણ ક્રિપ્ટોમાં નહિં કરે. તેના માટે બેન્કે પોતાના રિટેલ આઉટવર્ડ્સ રેમિટેન્સ એપ્લીકેશન ફોર્મમાં ફેરફાર કર્યો છે. તે પ્રમાણે, ગ્રાહકોને આઉટવર્ડ્સ રેમિટેન્સ અરજી…
મુંબઇઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક તમને એપ્લિકેશન વડે ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. આ એકાઉન્ટમાં ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધા મળે છે. તેમાં થર્ડ પાર્ટી પેમેન્ટ, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવુ, પીપીએફ કે સુકન્યા સમૃદ્ધ યોજનામાં યોગદાન શામેલ છે. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધ યોજનામાં તમે યોગદાન ત્યારે જ કરી શકો છો જ્યારે આ બંને સ્કીમો તમારા પોસ્ટ ઓફિસમાં ખોલાવી હોય. ભારતનો 18 વર્ષથી મોટી વયનો કોઇ પણ નાગરિક ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ખાતુ ખોલાવી શકે છે. તેની પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. જે-તે વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોન પર આઇપીપીબી મોબાઇલ બેન્કિંગ એપ ડાઉનલોન કરવી પડશે.…