દુનિયાની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓમાં સ્થાન ધરાવતી માઇક્રોસોફ્ટ કંપનીએ પાછલા નાણાંકીય વર્ષમાં અભૂતપૂર્વ પડકારો વચ્ચે નિષ્ઠા સાથે કામકાજ કરનાર કર્મચારીઓને સમ્માનિત કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે કંપની તરફથી કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ લેવલથી લઇને નીચા લેવલ સુધીના તમામ કર્મચારીઓને 1500 ડોલરનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે. આ બોનસ એવા કર્મચારીઓને પણ મળશે જેઓ પાર્ટ ટાઇમ વર્કર્સ છે અથવા કલાકના દરે કંપની સાથે કામ કરી રહ્યા છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો બોનસની રકમ 1 લાખ રૂપિયાથી વધારે રકમ થાય છે. માઈક્રોસોફ્ટના ચીફ પીપલ ઓફિસર કેથલીન હોગનએ આ બોનસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે માઈક્રોસોફ્ટના દરેક કર્મચારી આ બોનસનો…
કવિ: Satya Day
કોરોના પ્રતિબંધોમાં છુટછાટ મળવાની સાથે જ મોટી સંખ્યામાં લોકો મનાલી ફરવા માટે પહોંચી રહ્યા છે. જેના પગલે ત્યાં કોરોના સંક્રમણ ફરી ફેલાવાની ચિંતા જાગી છે. લોકો કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન કરે અને માસ્ક પહેરે માટે મનાલીના સત્તાધીશો કડક નિયમો અને દંડની સાથે સાથે જેલમાં ધકેલી દેવાની જાહેરાત કરી છે. હવે મનાલીના સ્થાનિક વહીવટી તંત્રણે મોટો નિર્ણય કર્યો છે કે, મનાલીમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેને પાંચ હજાર રુપિયા દંડ અથવા તો આઠ દિવસની જેલની સજા થશે. હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે.જેના પગલે હવે રોજ અન્ય રાજ્યોની 18 હજારથી…
ભારતમાં નોકરીયાત વર્ગ માટે અત્યાર સુધી કંપની કે ફેક્ટરીમાં નોકરી-કામકાજનો સમય 8 કલાક હતો જો કે હવે તમારે વધારે સમય સુધી નોકરી કરવાની તૈયારી રાખવી પડશે. કારણ કે દેશમાં નોકરીનો સમય 8 કલાક થી વધીને 12 કલાક થઇ શકે છે અને તેની માટે મોદી સરકાર નવા શ્રમ કાયદા લાવી રહી છે જેની અસર નોકરીના કલાકો, પીએફ, ગ્રેજ્યુટી, ટેક હોમ સેલેરી અને હકરજાઓ ઉપર પડશે. જોકે મોદી સરકાર ઝડપથી લેબર કોડના નિયમોને લાગુ કરવા ઈચ્છે છે. નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટ સુધીના વધારાના કામકાજને પણ 30 મિનિટ ગણીને…
કોરોના સંકટમાં કરોડો લોકોએ નોકરી ગુમાવી છે જો કો આ મહામારી આઇટી પ્રોફેશનલ્સ માટે મોટી તક લઇને આવી છે. ટેકેનોલોજી અને વર્ક ફ્રોમ હોમ તેમજ ડિજિટલાઇઝેશનના પગલે આઇટી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરી છે અને નવી ભરતીઓ કરવાની ઘોષણા પર કરી છે. હવે દેશની અગ્રણી આઇટી કંપની એ પણ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ફ્રેશર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રૂપની અગ્રણી આઇટી કંપની ટીસીએસ એ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ફ્રેશર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે. TCSના એક અધિકારીના જણાવ્યા મુજબ કંપની નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાન કેમ્પસમાંથી 40 હજારથી વધુ નવોદીતોને નોકરી આપશે. TCS વૈશ્વિક માનવ સંસાધનના પ્રમુખ મિલિંદ લક્કડે…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 9 જુલાઇ, 2021ના રોજ 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,147 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 196 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,12,718 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.61 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં બે દિવસ બાદ ફરી બુધવારે કોરોના સંક્રમણથી એક દર્દીનું મોત થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં…
યુરોપીયન યુનિયને જર્મન દેશની ચાર દિગ્ગજ કાર ઉત્પાદકો કંપનીઓને એક અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ એમિશન-કંટ્રોલ સિસ્ટમ્સના વિકાસને મર્યાદિત કરવાનું કાવતરું ઘડવા બદલ તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. દંડિત કરાયેલી આ કંપનીઓમાં ડેઈમલેર, બીએમડબલ્યુ, ફોક્સવેગન, ઑડી અને પોર્શે નો સમાવેશ થાય છે. તેમણે પેટ્રોલ અને ડીઝલ પેસેન્જર કાર્સમાંથી પ્રદૂષણને નિયંત્રિત કરતી ટેક્નોલોજી પર સ્પર્ધા કરવાનું ટાળ્યું હોવાનું ઈયુના એક્ઝિક્યુટિવ કમિશને જણાવ્યું હતું. ડેમલેરે યુરોપીયન કમિશન સમક્ષ આ કાવતરું ઉઘાડું પાડયું હોવાથી તેને દંડ કરાયો નહોતો. યુરોપીયન કમિશને ભાવ નિશ્ચિત કરવા જેવી પરંપરાગત પદ્ધતિથી અલગ ટેકનિકલ ડેવલપમેન્ટનો ઉપયોગ અટકાવી રાખવાનું કાવતરું ઘડવા બદલ સૌપ્રથમ વખત ઓટો કંપનીઓને દંડ ફટકાર્યો હતો.…
તમારા બેન્ક સંબંધિત જે પણ કામકાજ હોય તે આજે પતાવી લેજો કારણ કે ચાલુ મહિને 11 દિવસ સુધી બેન્કોમાં ઘણી રજાઓ આવી રહી છે. જેના લીધે તમારા બેન્કો સંબંધિત કામકાજ અટકી જશે અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ મહિને જૂલાઈમાં કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. તેથી આવનારા અઠવાડીયામાં બેંક રજાઓ આવી રહી છે. આવતી કાલ એટલે કે શનિવારથી આગામી અમુક દિવસો સુધી અલગ અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે. જણાવી દઈએ કે, બીજો શનિવાર હોવાથી બેંકોમાં આવતીકાલે એટલે કે 10 મી જુલાઈની રજા છે અને રવિવાર હોવાને કારણે 11 અને 18 જુલાઇના રોજ બેંકો બંધ રહેશે.…
દેશમાં ફરી એકવાર સ્માર્ટફોન, લેપટોપ અને ટીવીની અછત સર્જાઇ શકે છે. તેનું કારણ છે દુનિયાભરમાં સેમીકન્ડક્ટર ચિપ્સ અને કમ્પોનન્ટ્સની ભારે તંગી. સેમસંગ ઇન્ડિયાની સ્માર્ટપોન ટીમે રિટેલર્સને કહ્યુ કે, જુલાઇમાં સપ્લાયમાં 70 ટકા સુધીની ઘટ આવી શકે છે. ઘણા રિટેલર્સનું કહેવુ છે કે અપલ, એચપી, ડેલ, શાયોમી, વન પ્લસ અને રિયલમી જેવી બ્રાન્ડ્સની સપ્લાય પણ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. દુનિયામાં ચિપ અને કમ્પોનન્ટની તંગીનું સંકટ વધી રહ્યુ છે. તેનાથી દેશમાં સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ ટેલિવિઝન અને ઇન્ટરનેટ કનેક્ટેડ એપ્લાયન્સિસની સપ્લાય એક વાર ફરી ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. પાછલા વર્ષે પણ ઇન્ડસ્રીઝે આવી સ્થિતિનો સામનો કર્યો હતો. કાર બનાવતી કંપનીઓ પણ…
નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર બાદ લોકડાઉન અને પ્રતિબંધોમાં આપેલી છુટછાટ હવે ભારે પડી રહી છે. ભારતમાં 55 દિવસ બાદ પહેલીવાર સાજા થનાર દર્દીઓની તુલનાએ નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી ગઇ છે. ભારતમાં 8 જુલાઇ, 2021 ગુરુવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના 45,892 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 44,291 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 55 દિવસ બાદ આ પહેલી ઘટના છે જ્યારે કોરોનાના કેસોની સંખ્યા રિકવર થના દર્દીઓની તુલને વધારે રહી છે. ભારતમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 45,892 નવા કેસ સામે આવ્યા હતા દેશમાં હવે સંક્રમિતોની કૂલ સખ્યા…
મુંબઇઃ ગુરુવારે ભારતીય બજાર ઓલટાઇમ હાઇ લેવલથી તૂટ્યા હતા. ગુરુવારે સેન્સેક્સમાં 485.82 પોઇન્ટનો કડાકો આવ્યો અને 52,568.94ની સપાટી પર બંધ થયા. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ 151.75 પોઇન્ટ કે 0.96 ટકા ગગડીને 15,727.90ની સપાટી પર બંધ થયા. માર્કેટ એનાલિસ્ટનું કહેવુ છે કે નિફ્ટી એ શુક્રવારે 15680ના લેવલથી ઉપર ટકી રહેવુ જરૂરી છે કારણ કે આ લેવલની નીચે ક્લોઝિંગ આવતા બેરિશ સેન્ટિમેન્ટનો માહોલ સર્જાઇ શકે છે. રોકાણકારોએ હાલ શેરબજારમાં ટ્રેડિંગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. સપ્તાહના છેલ્લા દિવસે આ સ્ટોકમાં રહેશે તેજી શુક્રવારે હાથવે કેબલ, ટેક્સમાકો રેલ, અંબુજા સિમેન્ટ, ગેબ્રિયલ ઇન્ડિયા, સન ફાર્મા એડવાન્સ્ડ, બ્રિગેડ એન્ટરપ્રાઇસ, વીઆરએલ લોજિસ્ટિક્સ, બીએસઇ, એફડીસી,…