કવિ: Satya Day

હીરો ફિલ્મોના એક્ટર સલમાન ખાન અને વિવાદો વચ્ચે બહુ જૂનો  સંબંધ છે. સલમાન ખાન ફરી એક નવા વિવાદને લઇને હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે તો સલમાન ખાનની સાથે તેની બહેન અલવીરા ખાનનું પણ આ વિવાદમં નામ ઉછળ્યુ છે. સમગ્ર કેસની વાત કરીયે તો ચંદીગઢની પોલીસે હિન્દી ફિલ્મ એ્ક્ટર સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન સહિત અન્ય સાત લોકોને સમન્સ બજાવ્યા છે. ચંદીગઢના એક બિઝનેસ મેન અરૂણ ગુપ્તાએ સલમાન ખાન સહિત આ લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ  કર્યો છે. ચંડીગઢની પોલીસે માહિતી આપતા ગુરુવારે જણાવ્યું કે. સલમાન ખાન અને તેની બહેન  ઉપરાંત જેમને વ્યક્તિઓને પૂછપરછ માટે ફરમાન મોકલવામાં આવ્યુ છે તેમાં…

Read More

પટના- બિહારના નેતા લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ નેતાગીરીની સાથે સાથે હવે બિઝનેસ મેન પણ બની ગયા છે. તેઓ હમેશા કંઇક નવુ કરીને ચર્ચા રહે છે. આ વખતે તેજ પ્રતાપે અગરબત્તીનો બિઝનેસ શરૂ કર્યો છે અને તેના લીધે હાલ ચર્ચામાં છે. તેજ પ્રતાપે ગુરુવારે L R નામ અગરબત્તી લોન્ચ કરી છે. તેજપ્રતાપના મતે આ અગરબત્તીને બનાવવામાં ોઇ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, તેમાં માત્ર ફુલોનો જ ઉપયોગ કરાયો છે. તેજ પ્રતાપ કહે છે કે હું લાબા સમયથી પૂજા કરી રહ્યો છે અને અગતબત્તીથી લગાવ છે. હુ દિલ્હીના એક દોસ્તથી પ્રેરિત થયો છુ જે પોતાની ફેક્ટરીમાં ફુલોમાંથી અગરબત્તી બનાવે…

Read More

બેન્કો તેમના ખાતાધારકોને વિવિધ સુવિધા અને લાભો આપતી હોય છે જો કે કેટલા બેનિફિટ્સ એવા હોય છે જેના વિશે ખાતાધારકોને ઓછી માહિતી હોય છે. આજે અમે તમને એસબીઆઇના સેલેરી એકાઉન્ટના વિવિધ લાભો વિશે જણાવીશું. દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIમાં તમારુ સેલરી એકાઉન્ટ હોય તો બેંક તમને અનેક પ્રકારની સુવિધાઓ અને ઑફર્સ મળે છે. તેમાં ઝીરો બેલેન્સ, 30 લાખ સુધીનું ઇન્શ્યોરન્સ, ઓવરડ્રાફ્ટ સહિત અન્ય સુવિધાઓ સામેલ છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ કોર્પોરેટ કર્મચારીઓના સેલરી એકાઉન્ટ વાળાને ચાર પ્રકારમાં વિભાજિત કરે છે. આ એકાઉન્ટ ટેક હોમ સેલરીના આધારે થાય છે. એટલે કે ટેક્સ અને પીએફ તથા અન્ય મેડિકલ સુવિધાઓ બાદ…

Read More

મુંબઇઃ કોરોના સંકટકાળમાં મોટા કરદાતાઓ, વેપારીઓ અને ઉદ્યોગોને નાણાંકીય રીતે મદદ કરવા માટે ગત વર્ષે કેન્દ્ર સરકારે પેન્ડિંગ ટેક્સ રિફંડ જલ્દીથી કરવાની કવાયત હાથ ધરી હતી જે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન પણ ચાલી રહી છે. સરકારી વિભાગ દ્વારા જારી માહિતી મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ ગત 1 એપ્રિલ, 2021 થી 5 જુલાઈ, 2021 દરમિયાન 17.92 લાખ કરદાતાઓને 37,050 કરોડ રૂપિયાથી વધુનું આઇટી રિફંડ જારી કર્યું હતું. બોર્ડે માહિતી આપી છે કે 16,89,063 કરદાતાઓને 10,408 કરોડ રૂપિયાનું આવકવેરા રીફંડ આપવામાં આવ્યું છે. તે જ સમયે, 1,03,088 કોર્પોરેટ કરદાતાઓને 26,642 કરોડ રૂપિયાનું રિફંડ જારી કરાયું હતું. જો આઇટી રિફંડ નથી…

Read More

ભારતીય શેરબજારમાં હાલ તેજીનો માહોલ છે અને આ તકનો લાભ ઉઠાવવી રોકાણકારો પાસેથી નાણાં એક્ત્ર કરવા કંપનીઓ આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓમાં લોકપ્રિય ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપનીનું પણ નામ જોડાઇ ગયુ છે. ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો પણ આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. ઝોમેટો કંપનીનો પબ્લિક ઇશ્યૂ આગામી 14 જુલાઈએ ખુલશે અને 16 જુલાઈએ બંધ થશે. ભારતીય શેરબજાર નિયામક સેબીના નિયમો પ્રમાણે, ઝોમેટો કંપનીનો શેર આ ચાલુ મહિનાના અંત સુધીમાં શેરબજારમાં લિસ્ટેડ થઇ જશે. ઝોમેટો કંપનીએ તેના આઇપીઓ માટે શેરદીઠ પ્રાઈસ બેન્ડ 72થી 76 રૂપિયા રાખવામાં આવી છે. ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર વચ્ચે માંગને જોતા કંપનીએ પોતાના આઈપીઓનું કદ…

Read More

વિદેશી કંપની કેઇર્ન એનર્જી સાથેનો ટેક્સ વિવાદ ભારત સરકાર સામે મોટી મુશ્કેલી બની રહ્યો છે. કારણ કે આ ટેક્સ વિવાદના પગલે પેરિસમાં રહેલી ભારત સરકારની માલિકીની સંપત્તિઓ જપ્ત થવાનું જોખમ ઉભુ થયુ છે. વાત જાણે એમ છે કે, ભારત સાથે ટેક્સ વિવાદમાં ફ્રાંસની કોર્ટે બ્રિટનની કેયર્ન એનર્જીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે અને કંપનીને પેરિસમાં રહેલી ભારત સરકારની માલિકીની સંપતિઓ જપ્ત કરવાની પરવાનગી આપી છે.આર્બીટ્રેશન કોર્ટે કેઇર્નને 1.7 અબજ અમેરિકન ડોલરનો દંડ વસૂલવાનો અધિકાર આપ્યો હતો. આ આદેશ હેઠળ એક ફ્રાંસની એક અદાલતથી ફ્રાંસમાં આવેલ 20 ભારતીય સરકારી સંપતિઓને જપ્ત કરવાની મંજૂરી આપી છે. સૂત્રોએ ગુરૂવારે આ જાણકારી આપી છે. ફ્રાંસની…

Read More

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છેલ્લા ઘણા દિવસથી બેન્કો દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ તોતિંગ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ફરી એક વાર રિઝર્વ બેન્કે સપાટો બોલાયો છે અને 14 બેન્કોને ભારે ભરખમ નાણાંકીય દંડ કર્યો છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 14 બેંકોનેઅનેક રેગુલેટરી નિયમોના ઉલ્લંઘન માટે દોષી ઠેરવીને કુલ 14.5 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે, જેમાં 2 કરોડ રૂપિયાની સૌથી મોટી પેનલ્ટી બેંક ઑફ બરોડાને કરી છે. ત્યારબાદ 1 કરોડ રૂપિયાની પેનલ્ટી બંધન બેંક, બેંક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ ઇઝી, ઇન્ડિય બેંક, ઇંડસઇંડ બેંક, કર્ણાટક બેંક, કરૂર વેશ્ય બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, ધ…

Read More

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર સમાપ્ત થયા બાદ હવે મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામં આવી રહી છે. આથી પાણી પહેલા પાળ બાંધવાનું યોગ્ય સમજી મોદી સરકારે કોરોના મહીમારીની ત્રીજી લહેરનો સામનો કરવા માટે તોતિંગ રૂપિયાનું હેલ્થ ઇમર્જન્સી પેકેજની જાહેરાત કરી છે. આજે મંત્રીમંડળના વિસ્તરણ મોદી કેબિનેટના પ્રથમ બેઠક મળી હતી. જેમા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.  જેમાં નવા નિમાયેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભવિષ્યમાં મહામારીનો સામનો કરવા માટે 23,123 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. ઉપરાંત દેશના તમામ 736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક કેર યૂનિટ બનાવવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક રાજ્યમાં 10 હજાર લિટર ઓક્સિજન સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવશે.…

Read More

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 8 જુલાઇ, 2021ના રોજ 62 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,091 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 534 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,12,522 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.60 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયુ નથી. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો…

Read More

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તણ સાથે મોદી સરકાર દ્વારા મહત્વપૂર્ણ ઘોષણાઓ કરવામાં આવી છે.  આજે ગુરુવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સહિત કૃષિ મંડીઓને મજબૂત કરવાની સાથે સાથે નારિયેળ બોર્ડ એક્ટમાં સંશોધન કરવાનું નક્કી કરાયુ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કૃષિ મંડીઓનું અસ્તિત્વ સમાપ્ત થશે નહીં, પરંતુ તેમને વધુ મજબૂત કરાશે. એપીએમસી પણ હવે 1 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત દેશના એક મોટા વિસ્તારમાં નારિયેળની ખેતી થાય છે. નારિયેળનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોને સુવિધા આપી શકાય તે માટે 1981માં નારિયેળ બોર્ડ એક્ટક બનાવ્યુ હતુ. તેમાં હવે સંશોધન કરવામાં આવશે. બોર્ડના અધ્યક્ષ…

Read More