નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચતા લોકો સસ્તા સીએનજી અને પીએનજી તરફ વળ્યા હતા. જો કે હવે સીએનજી અને પીએનજીથી સંચાલિત ગાડીઓ દોડાવવી પણ લોકોને મોંઘી પડશે. કારણ કે ગાડીમાં વપરાતા સીએનજી અને ઘરોમાં પાઇપલાઇન મારફતે પહોંચતા પીએનજી ની કિંમતોમં પણ વધારો થયો છે. દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 90 પૈસા પ્રતિ કિગ્રા દીઠ વધારો કરાયો છે. તો પીએનજીની કિંમત 1.25 રૂપિયા વધારવામાં આવી છે. સીએનજી અને પીએનજીની નવી કિંમતો આજે ગુરુવારથી લાગુ થઇ ગઇ છે. હવે દિલ્હીમાં સીએનજીની કિંમત 44.30 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ ગઇ છે જે પહેલા 43.40 રૂપિયા હતી. તો નોઇડા, ગ્રેટર નોઇડા…
કવિ: Satya Day
વિરામ બાદ બુધવારે ભારતીય શેરબજારમાં ફરી સુધારો જોવા મળ્યો અને સેન્સેક્સ – નિફ્ટી નવી ઉંચી સપાટીએ બંધ થયા હતા. જેમાં સેન્સેક્સ પહેલીવાર 193.58 પોઇન્ટ કે 0.37 ટકા ઉછળીને પહેલીવાર 53,000ની સપાટીની ઉપર 53,054.76ના રેકોર્ડ હાઇ લેવલ પર બંધ થયા. તેવી જ રીતે બેન્ચમાર્ક એનએસઇ પર 61.40 પોઇન્ટ કે 0.39 ટકાની તેજી સાથે 15,879.65ના ઓલટાઇમ હાઇ લેવલ પર બંધ થયા. હવે જૂન ક્વાર્ટરના કોર્પોરેટ રિઝલ્ટની સિઝન શરૂ થઇ ગઇ છે. ઉપરાંત મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ કેન્દ્ર સરકાર કેવી કામગીરી કરશે તેની ઉપર બજારની નજર રહેશે. આ સ્ટોકમાં રહેશે તેજીનો ટ્રેન્ડ મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ કે એમએસીડી મુજબ ટાટા…
પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ લોકોને દઝાડી રહ્યા છે. ઇંધણના ભાવ વધારી ઓઇલ કંપનીઓએ પણ નવા પેટ્રોલિયમ મંત્રીનું સ્વાગત કર્યુ છે. ગુરુવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 9 પૈસાનો વધારો કર્યો છે. તો બુધવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલમાં ૩૫ પૈસા જ્યારે ડીઝલમાં ૧૭ પૈસાનો વધારો કર્યો હતો. આ વિતેલા 38 દિવસમા સતત ભાવ વધારાના પગલે પેટ્રોલની કિંમત 10.24 રૂપિયા પ્રતિ લિટર વધી ગઇ છે. તો આ સમયગાળા દરમિયાન 36 દિવસમાં ડીઝલ પણ 8.83 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. પેટ્રોલના ભાવ હવે લગભગ મોટા ભાગના રાજ્યોમાં લિટરે રૂપિયા ૧૦૦ને પાર જતા રહ્યા…
આજે કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ છે. મંત્રીમંડળના આ વિસ્તણમાં 43 નવા સાંસદનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 5 સાંસદોને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. મંત્રીમંડળ માટે પસંદ કરાયેલા તમામ 43 નવા સભ્યોએ આજે રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લીધા હતા. ઉપરાંત મંત્રીમંડળના વિસ્તરણ સાથે તમામ નવા કેબિનેટ મંત્રીઓને તેમના વિવિધ વિભાગો અને ખાતાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદોને સ્થાન મળ્યુ છે. જેમા પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને માંડવિયાને પ્રમોશન મળ્યુ છે. સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યા આ સાથે…
કોરોના મહામારીથી બચવા હાલ વેક્સિન જ એક માત્ર ઉપાય છે. કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં વધુમાં રસીકરણ થાય તેવા પગલાં લેવા જોઇએ. જો કે ગુજરાતમાં સતત ત્રણ દિવસ સુધી રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જે હેઠળ આજે 7 જુલાઇ, 2021ના રોજ પણ સમગ્ર રાજ્યભરમાં રસીકરણ સદંતર બંધ રહ્યુ હતુ અને આગામી બે દિવસ 8 અને 9 જુલાઇના રોજ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં ચાલી રહેલ Covid-19 માટેનું રસીકરણ આગામી બે દિવસો એટલે કે…
વેપારીઓ-ધંધાર્થીઓ અને ઉદ્યોગોને જીએસટી રિટર્ન ફાઇલ મામલે સરકારે વધુ એક તક આપી છે. કોરોના મહામારી અને તે સંબંધિત પ્રતિબંધોને લીધે ઘણા વેપારીઓ સમયસર રિટર્ન ફાઇલ કરી શક્યા નથી આથી સરકારે આવા કરદાતાઓને રાહત આપતા GST ફાઇલ કરવાની વધુ એક તક આપી રહી છે. સરકાર તેના માટે એક માફી યોજના ચલાવી રહી છે, જેના હેઠળ વેપારી 1 ઓગ્સ્ટ પહેલા ટેક્સ ભરી શકે છે. ત્યારબાદ તેમને 10000 માસિક દંડ થઇ શકે છે. હકીકતમાં દેશમાં લાખો વેપારીઓએ અત્યાર સુધી GST રિટર્ન નથી ભર્યુ અથવા એક બે વખત ભરીને છોડી દીધુ. ભારત સરકારે તેના માટે એક સ્કીમની જાહેરાત કરી છે. એવા વેપારી જેમણે વર્ષ 2017થી…
મુંબઇઃ ભારતમાં દાનવીરોની કોઇ અછત નથી. જ્યારે જ્યારે દેશમાં કોઇ આપત્તિ કે સંકટ આવ્યુ છે ત્યારે દાન અને ઉદારતા ધરાવતા લોકોએ અઢળક દાન કર્યુ છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને હોસ્પિટલ સહિતની પુરતી સુવિધાઓ મળી રહે તે માટે આ ભારતીય ઉદ્યોગપતિએ અબજ રૂપિયા દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. કોરોનાની આ સંકટની ઘડીમાં અનેક ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે. એકવાર ફરી આઇટી કંપની વિપ્રોએ કોરોના સામે લાડવા માટે રૂપિયા 1000 કરોડનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. આ પૈસાનો વેક્સિનેશન કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવશે. વિપ્રો આ પહેલા કોરોના સામે દેશની જંગમાં 1125 કરોડ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે. વિપ્રોના…
મુંબઇઃ કોરોના મહામારી બીજી લહેર બાદ દેશભરમાં કુટુંબોની નાણાંકીય સદ્ધતા પર અસર થઇ છે. તેને પગલે સસ્તા સ્માર્ટફોન અને ટીવી જેવી પ્રોડક્ટોનું વેચાણ ઝડપથી વધી રહ્યુ છે. ચાલુ વર્ષે સ્માર્ટફોનનાં કુલ વેચાણમાં 10,000 રૂપિયાથી ઓછા મૂલ્યના સ્માર્ટફોનની હિસ્સેદારી 54 ટકા છે. પાછલા વર્ષે આ હિસ્સેદારી 51 ટકા હતી. માર્કેટ રિસર્ચ ફર્મ આઇડીસી એ આ માહિતી આપી છે. વર્ષ 2016થી 2019 દરમિયાન સ્માર્ટપોનના કુલ વેચાણમાં સસ્તા મોડલની હિસ્સેદારીમાં ઝડપી ઘટાડો આવ્યો હતો. પાછલા વર્ષે કુલ વેચાણમાં સસ્તા સ્માર્ટફોનની હિસ્સેદારી એકંદરે સ્થિર રહી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીની બીજી લહેર બાદ સસ્તા સ્માર્ટફોન ખરીદવા પર લોકો વધારે ભાર આપી રહ્યા છે.…
SBI એ પોતાના ગ્રાહકો માટે ચેતવણી જારી કરી છે. એક ટ્વિટ મારફતે બેન્કે લોકોને ચૂનો લગાવવાની એક મોડસ ઓપરેન્ડીનો ઉલ્લેખ કર્યો છે જેમાં લોકો સ્કેમરની ચાલમાં ફસાઇ પોતાનું એકાઉન્ટ ખાલી કરવા બેસે છે. જો કોઇ વ્યક્તિનું SBIમાં બેન્ક એકાઉન્ટ હતુ અને તેની મૃત્યુ થઇ જાય તો ડેથ ક્લેઇમ ફાઇલ કરતા પહેલા તેના પરિવારજનોએ બે બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ. સૌથી પહેલી વાત એ કે શું SBIમાં એકાઉન્ટ જોઇન્ટ એકાઉન્ટ છે કે સિંગલ હોલ્ડિંગ એકાઉન્ટ હતુ. બીજી વાત એ છે કે શું SBIના બેન્ક એકાઉન્ટમાં નોમિની એટલે કે વારસદારના નામનો ઉલ્લેખ છે કે નહીં. જો કોઇ SBI ખાતાધારકનું મોત થઇ જાય તો…
નવી દિલ્હીઃ મોદી સરકારના દ્વારા કેન્દ્રીય મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યુ છે. મંત્રીમંડળના વિસ્તરણમાં આજે 43 નવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના 5 સાંસદોને સ્થાન આપવામાં આવ્યુ છે. આજે તમામ સાંસદોએ રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લીધા હતા. ત્યારબાદ મંત્રીમંડળમાં શામેલ કરાયેલા 43 નેતાઓને ફાળવેલા વિવિધ વેિભાગોની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં દેશના નવા આરોગ્ય પ્રધાનની જાહેરાત પણ થઇ ગઈ છે. નવા શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનની અને નવા આરોગ્ય મંત્રી તરીકે ગુજરાતના સાંસદ મનસુખ મંડાવિયાની પસંદગી કરવામાં આવી છે. તો સાથે સાથે કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગ પણ મંડાવિયા પાસે રહેશે. હરદીપ પૂરીને નવા પેટ્રોલિયમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. Narendra…