અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત કોરોના મહામારી બીજી લહેરમાં 119 દિવસ બાદ પહેલીવાર સંક્રમિત એક પણ દર્દીનું મોત ન થતા હાથકારો થયો છે. જો કે ત્રીજી લહેરની ચેતવણી આપેલી હોવાથી સાવધાની રાખવાની બહુ જરૂર છે. ગુજરાતમાં આજે 6 જુલાઇ, 2021ના રોજ 65 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,029 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 289 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,11,988 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.51…
કવિ: Satya Day
ચાલુ મહિને ભારતીય શેરબજારમાં ઓછામાં ઓછા 12 IPO આવવાની તૈયારીમાં છે. તેની શરૂઆતથી આજથી થઇ ગઇ છે. બુધવારે ક્લિન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સનો આઇપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ બંને કંપનીઓની આઇપીઓ મારફતે કૂલ 2500 કરોડ રૂપિયા એકત્ર કરવાન યોજના છે. આ બંને કંપનીના આઇપીઓ 9 જુલાઇના રોજ બંધ થશે. ક્લિન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો IPO સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી ક્લિન સાયન્સ એન્ડ ટેકનોલોજીની IPO મારફતે લગભગ 1547 કરોડ રૂપિયા એક્ત્ર કરવાન યોજના છે. ક્લિન સાયન્સનો IPO સંપૂર્ણપણે પ્રમોટર્સ સહિત હાલના રોકાણકારો દ્વારા ઓફર ફોર સેલ છે. IPO બાદ કંપનીમાં પ્રમોટરની હિસ્સેદારી 94.65 ટકાથી ઘટીને 78.51 ટકા રહી જશે.…
મુંબઇઃ ભારતીય બજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સુધારાની ચાલને મંગળવારે બ્રેક લાગી હતી અને બંને ઇન્ડાઇસિસ ઘટીને બંધ થયા હતા. મંગળવારે બેન્ચમાર્ક સેન્સેક્સ 18.82 પોઇન્ટ કે 0.04 ટકા ઘટીને 52,861.18 પર બંધ થયો. તો નિફ્ટી પર 16.10 પોઇન્ટ ઘટીને 15,818.25ન સ્તરે થયો હતો. કોઇ સકારાત્મક સંકેતના અભાવમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટી અને ઓટો સ્ટોકમાં નફાવસૂલીથી બજારમાં ઘટાડો આવ્યો હતો. ક્યાં સ્ટોકમાં છે સુધારાની શક્યતા મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સ કે એમએસીડી (MACD)ની રીતે મોરપેન લેબ્સ, ધનલક્ષ્મી બેન્ક, ટ્રિડેન્ટ, આઇસીઆઇસીઆ બેન્ક, સુમિતોમો કેમિકલ, એચડીએફસી બેન્ક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, એમએન્ડએમ ફાઇનાન્સિયલ સર્વિસિસ, અરવિંદ લિમિટેડ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ અને…
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે. આજે બુધવારે ફરી ઇંધણના ભાવ વધતા દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને ક્રોસ કરી ગઇ છે. આજે બુધવારે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 17 પૈસા પ્રતિ લિટર દીઠ વધાર્યા છે. જેને પગલે દિલ્હી અને કલકત્તા જા મેટ્રો શહેરોમાં આજે પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિલિટરની સપાટીને કુદાવી ગયા છે. આજે દિલ્હીમા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલ 100.21 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઇ રહ્યુ છે. તો ડીઝલ 89.53 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ…
કેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળનું બુધવારે વિસ્તરણ થવાનું છે જેમાં કેટલાંક નવા નેતાઓને સમાવેશ થશે અને કેટલાંક નેતાઓ પાસેથી જવાબદારી પરત લેવામાં આવશે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ મોદી સરકારે એક ઐતિહાસિક પગલુ ભરતા મંગલવારે એક નવુ મંત્રાલય બનાવ્યુ છે. તેનું નામ મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન રાખુ છે. સહકારથી સમૃદ્ધિનું સપનુ સાકાર કરવા માટે મોદી સરકારે આ નવા મંત્રાલયની રચના કરી છે. નવું મંત્રાલય દેશમાં સહકારિતા આંદોલનને મંજબૂત કરવા માટે અલગ સત્તામંડળ, કાયદા અને નીતિગત માળખું પુરુ પાડશે. તે સહકારી સમિતિઓને છેવાડા સુધી પહોંચવામાં મદદ કરશે. તે કો-ઓપરેટિવ લોકો સાથે ઉંડાણપૂર્વક જોડાશે. દેશમાં સહકાર આધારિત આર્થિક વિકાસનું મોડલ બહુ પ્રાસંગિક છે.…
મુંબઇઃ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વધુમાં વધુ લોકોને રાહત દરે કોવિડ-19નો ચેપ લાગ્યો છે કે નહી તે જાણવા માટે આવશ્યક RTPCR ટેસ્ટની સુવિધા પુરી પાડવા માટે એક વિદેશી કંપનીએ સર્વિસ શરૂ કરી છે. આ કંપનીએ ભારતમાં માત્ર 299 રૂપિયામાં RTPCR ટેસ્ટ કરવાની પહેલ શરૂ કરી છે. ફ્રાન્સની કંપની પેથસ્ટોર (PathStore) એ ભારતમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. આ વિદેશી કંપની માત્ર 299 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરી રહી છે. કંપનીનો ઉદ્દેશ્ય દેશભરમાં પોતાની પહોંચ વધારવાનો છે. પેથસ્ટોર કંપનીએ આજે મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યુ કે, કંપનીના અત્યંત સસ્તા RT-PCR ટેસ્ટથી પ્રવાસન, ઉદ્યોગજગત અને…
મુંબઇઃ ભારત અને એશિયાના સૌથી મોટા ધનવાન વ્યક્તિના ભાઇ અને એક સમયના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે એક પછી એક નવી મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. હવે નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સનું લાઇસન્સ રિન્યૂ કરવા ટેલિકોમ વિભાગે)એ સ્પષ્ટ ઇન્કાર કરી લીધો છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સનુ પેમેન્ટ બાકી હોવાના લીધે લાઇસન્સ રિન્યૂ કરવા ટેલિકોમ વિભાગે ના પાડી છે. નાદાર ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુ. પર હાલ 26,000 કરોડ રૂપિયાનું દેવુ છે. ટેલિકોમ વિભાગનું કહેવું છે કે, જ્યાં સુધી તે પેમેન્ટ નહિં કરે ત્યાં સુધી તેનું લાયસન્સ રિન્યૂ કરવામાં નહિં આવે. જો કંપની આમ કરવામાં નિષ્ફળ જશે તો તેણે પોતાનું સ્પેક્ટ્રમ સોંપવું…
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં સોનાન કિંમતો 1800 ડોલરની વટાવી કુદાવી ગયા છે. વૈશ્વિક બજારમાં ભાવ વધતા ભારતમાં પણ સોના અને ચાંદીની કિંમતો વધી છે. હાલની પરિસ્થિતિને જોતા આગામી સમયમાં સોના-ચાંદીની હજી ઉંચે જવાની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદરમાં આજે મંગલવારે સોનું 400 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 49,500 રૂપિયા થયુ હતુ જે છેલ્લા ત્રણ સપ્તાહની ઉંચી સપાટી છે. તો સોનાની પાછળ ચાંદીમાં પણ સુધારો આવ્યો અને પ્રતિ કિગ્રાની કિંમત 500 રૂપિયા વધીને 71,000 રૂપિયા થઇ હતી. ભારતની રાજધાની દિલ્હીના ઝવેરી બજારમાં પણ આજે સોનું 389 રૂપિયા વધીને 46762 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતુ. તો ચાંદીની કિંમત 397…
મુંબઇઃ બેન્કો હવે વિવિધ સર્વિસ ચાર્જના નામે ખાતાધારકોને લૂંટવાની તૈયારીઓ કરી રહી છે. જેમાં હવે દેશની સૌથી મોટી ખાનગી બેન્ક ICICI બેન્ક પર જોડાઇ ગઇ છે. ICICI બેન્ક પણ આગામી ઓગસ્ટથી નવા નિયમો લાવી રહી છે, જેના પરિણામે આ બેન્કના ખાતાધારકોએ એટીએમમાંથી રોકડ ઉપાડ, ચેકબુક ઉપરાંત વિવિધ સર્વિસ મેળવવા માટે વધારે નાણાં ચૂકવવા પડશે. ICICI બેન્ક બેન્ક નવા નિયમો 1 ઓગસ્ટ 2021થી લાગુ પડશે. આ નિયમ બચત ખાતાના ટ્રાન્ઝેક્શન એટીએમના ઈન્ટરચેન્જ અને ચેકબુક સાથે જોડાયેલ છે. જો તમે પણ આઈસીઆઈસીઆઈ બેન્કના ગ્રાહકો હો તો તમારે આ નિયમો બાબતો જાણવું જરૂરી છે. જેથી તમારા પર કોઈ વધારાનો ચાર્જ ન લાગે. ICICI…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમા સપ્તાહ કરતા વધારે દિવસથી 100થી ઓછા દૈનિક કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે 6 જુલાઇ, 2021ના રોજ 69 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,23,964 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 208 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,11,699 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.51 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોના સંક્રમણથી માત્ર અમદાવાદમાં જ 1 દર્દીનું મોત થયું છે.…