પનામા પેપર્સના અહેવાલના આધારે ભારતમાં જાહેર ન કરાયેલી એટકે કે અઘોષિટ સંપત્તિઓને ઓળખી કાઢવામાં આવી છે. પનામા પેપર્સ દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના નાણાં કરચોરાના સ્વર્ગ ગણાતા દેશોમાં તેમના નાણાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું કરે છે. પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન પનામા પેપર્સમાં જાહેર થયેલી વિગતોને આધારે ભારતીય કરવેરા અધિકારીઓએ કરેલી તપાસમાં વીસ હજાર કરોડ રૃપિયા કરતાં વધારે રકમની અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કરવામાં આવેલી એક અરજીનો જવાબ આપતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ-સીબીડીટી-એ જણાવ્યું હતું કે જુન ૨૦૨૧ સુધીમાં આ તપાસને અંતે દેશ અને વિદેશમાં ૨૦,૦૭૮ કરોડ રૃપિયાની અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં…
કવિ: Satya Day
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ધીમો પડ્યો છે અને સરકારો દ્વારા પ્રતિબંધોમાંથી છુટછાટ અપાતા લોકો ફરી પહેલાની જેમ બેફિકર બની ફરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી છે. તેમ છતાં લોકો જાણી જોઇને લાપરવાહી રાખી મુશિબતને આમંત્રણ આપી રહ્યા છે. તાજેતરમાં એક રિસર્ચ રિપોર્ટમાં ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે ચિંતાજનક ભવિષ્યવાણી કરવામાં આવી છે. SBI રિસર્ચ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં ‘કોવિડ -19 ધ રેસ ટુ ફિનીશિંગ લાઈન’ માં કહેવામાં આવ્યું છે કે રોગચાળાને રોકવાનું એકમાત્ર સાધન રસીકરણ છે. વૈશ્વિક આંકડા દર્શાવે છે કે ત્રીજી લહેરના આત્યંતિક કેસો બીજી લહેર કરતા લગભગ…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીના નવા કેસો સતત ઘટી રહ્યા છે જો કે સાવધાની રાખવી બહુ જ આવશ્યક છે કારણ કે વૈજ્ઞાનિકોએ કોરોના મહામારીની બીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. ભારતમાં 5 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકની અંદર કોરોના સંક્રમણના નવા 34,703 કેસો સામે આવ્યા છે. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી ઓછા દૈનિક કોરોના કેસ છે. તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીથી 553 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 4,64,357 લાખ થઇ છે જે છેલ્લા 101 દિવસમાં સૌથી ઓછા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત 51864 દર્દીઓ સાજા થયા…
મુંબઇઃ વેદાંતા ગ્રૂપ પોતાની કંપની સ્ટરલાઇટ પાવર ટ્રાન્સમિશનનો આઇપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. ચાલુ વર્ષના ત સુધી આ આઇપીઓ આવી શકે છે. કંપનીએ આ પ્રસ્તાવ અંગે પોતાના શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે. કંપનીની IPO લાવવાની યોજનાથી ગ્રે માર્કેટમાં સ્ટરલાઇટ પાવરના શેરને લઇને હલચલ મચી ગઇ છે. ગ્રે માર્કેટમાં એવા સ્ટોકનં ખરીદવેચાણ થાય છે, જે શેરબજારમાં લિસ્ટેડ હોતા નથી. કંપની 2000 કરોડ રૂપિયાના શેર ઇશ્યૂ કરી શકે છે. IPOના અહેવાલ બાદથી ગ્રે માર્કેટમાં સ્ટરલાઇટ પાવરના શેરની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. એક સપ્તાહ પહેલા આ શેરની કિંમત 550- 560 રૂપિયા હતી, હવે હાલ વધીને 780-800 રૂપિયા પર પહોંચ ગઇ છે. ગ્રે…
અમદાવાદઃ સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજાર વધીને બંધ થયા. સોમવારે સેન્સેક્સ 395.33 પોઇન્ટ કે 0.75 ટકાની વૃદ્ધિ સાથે 52,880 પોઇન્ટ અને નિફ્ટી 112.15 પોઇન્ટ કે 0.71 ટકાની વૃદ્ધિ સાથે 15,834.35ના સ્તરે બંધ થયા. હજી પણ શેરબજાર ઉપર જશે કે કરેક્શન આવશે તે અંગે અનિશ્ચિતતાનો માહોલ છે આ દરમિયાન રોકાણકારોએ શેરબજારમાં ટ્રેડિંગ વખતે સાવધાની રાખવી જોઇએ. ક્યાં સ્ટોકમાં તેજીની અપેક્ષા? મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેઝ કન્વર્ઝેન્સ ડાયવર્જન્સ ક એમએસીડીની રીતે સુબેક્સ, ઓનમોબાઇલ ગ્લોબલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, ટાટા કોફી, એલટી ફૂડ્સ, કેનેરા બેન્ક, ડેલ્ટા કોર્પ, અવંતી ફિડ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રેડિંગ્ટન ઇન્ડિયા, સ્પેન્સર રિટેલ, એક્સિસ બેન્ક, પૂર્વાંકારા, મહિન્દ્રા હોલીડે, ઓરિયન્ટ સિમેન્ટ, કોફી ડે…
જો તમે નવી કાર કે બાઇક- એક્ટિવ ખરીદવાનું વિચારી રહ્યા છે તો જલ્દી ખરીદી લેજો કારણ કે ઓટો કંપનીઓ વાહનોના ભાવ વધારી રહી છે. હવે દિગ્ગ્જ કાર કંપની હોન્ડાએ ભારતમાં તેની કારની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દરો ઓગસ્ટથી લાગુ થશે. કારની કિંમતો વધારવા મુદ્દે હોન્ડા કંપનીએ મોંઘા થઇ રહેલ સ્ટીલ સહીતની અન્ય ધાતુઓને જવાબદાર ઠેરવી છે. હોન્ડા કાર્સ ઈન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) રાજેશ ગોયલે જણાવ્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ સહિત અન્ય ધાતુઓની કિંમતોમાં વધારાને કારણે કારના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મોંઘી ધાતુઓથી અમારો ખર્ચ ઘણો વધી રહ્યો…
ભારતના સૌથી મોટા ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહી છે. આ નવો બિઝનેસ શરૂ કરવા માટે મુકેશ અંબાણી એક-બે નહીં 7 નવી કંપનીઓ બનાવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ગ્રીન એનર્જી બિઝનેસમાં પ્રવેશવા જઇ રહી છે. તેની માટે બે કંપનીઓ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી નામની બે નવી કંપની બનાવી છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીને આ બંને કંપનીઓમાં ડિરેક્ટર બનાવ્યો છે. રિલાયન્સે 24જૂને પોતાની એજીએમમાં ગ્રી એનર્જી બિઝનેસમાં પ્રદાર્પણની ઘોષણા કરી હતી. આ બંને કંપનીઓની રચના થોડાંક દિવસ પહેલા જ કરવામાં આવી છે. અંનત…
અગ્રણી ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. સેબી ઝોમેટોને આઈપીઓ લાવવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી પછી ઝોમાટો આઇપીઓ દ્વારા 1.2 અબજ ડોલર એકત્ર કરશે. નિષ્ણાતોના મતે ચાઇનીઝ એન્ટ ગ્રુપ દ્વારા સમર્થિત કંપની ઝોમેટોના આઇપીઓની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. કંપનીએ એપ્રિલમાં આઈપીઓ માટે સેબીને અરજી કરી હતી, જેને સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બાબતના જાણકારી રાખતા એક સૂત્રએ જણાવ્યું હતું કે ઝોમેટોના ઇશ્યૂને સોમવાર સુધીમાં મંજૂરી આપી શકાય છે. કંપની 8.7 અબજ ડોલરના વેલ્યુએશનની અપેક્ષા રાખી રહી છે. આ હોંગકોંગની ડિલિવરી પ્લેટફોર્મ Meituanમાં ઝોમેટોની લિસ્ટિંગ કરતાં વધુ છે. ઝોમેટો દ્વારા…
એર ઇન્ડિયાના એક મુસાફરે તાજેતરમાં 45 લાખ પ્રવાસીઓના ખાનગી ડેટા લિક થયા બાદ એરલાઇન્સ પાસે વળતર માંગ્યુ છે. જેમાં તેમનો અને પતિનો ડેટા પણ શામેલ હતો. મુસાફરના વકીલે કહ્યુ કે રિતિકા હાડું એ રવિવારે એરઇન્ડિયા મેનેજમેન્ટને એક કાયદાકીય નોટિસ મોકલી જેમાં તેમણે કહ્યુ કે, એરલાઇન્સે 1 જૂનના રોજ તેમનો ડેટા લિક થયાની માહિતી આપી હતી. પ્રવાસીએ તેને ભૂલી જવાનો અધિકાર અને માહિતી સંબંધી-સ્વાયતત્તાનું ઉલ્લંઘન ગણાવતા 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યુ હતુ. એર ઇન્ડિયા દ્વારા મોકલેલ આ ઇ-મેલમાં જણાવાયુ છે કે એર ઇન્ડિયાના પેસેન્જર સર્વિસ સિસ્ટમ પ્રોવાઇડર એસઆઇટીએ એ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં એક કથિત સાયબર હુમલા થયાની પૃષ્ટિ કરી હતી જેના…
અમદાવાદઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધારવામાં આવી રહી છે અને તેના પગલે લોકોએ હાલના સંકટ સમયમાં પણ ના છુટકે મોંઘુ ઇંધણ ખરીદવુ પડી રહ્યુ છે. આજે ઘરેલુ બજારમાં સરકારી ઓઇલ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 35 પૈસા પ્રતિ લિટર વધારી છે જો કે ડીઝલની કિંમતો સ્થિર રાખી છે. ગઇકાલ રવિવારે પેટ્રોલ 35 પૈસા ને ડીઝલ 18 પૈસા પ્રતિલિટર મોંઘુ થયુ હતુ. આ સાથે દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પેટ્રોલ પંપ પર પેટ્રોલની કિંમત ઉછલીને 99.86 રૂપિયા અને ડીઝલની કિંમત 89.36 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. મે મહિના બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધી રહી છે. 4 મે,…