નવી દિલ્હીઃ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. અમેરિકન શેરબજારમાં આવેલી તેજીની અસરે સ્થાનિક શેરબજાર પણ વધ્યા હતા. હવે ચાલુ સપ્તાહથી કોર્પોરેટ કંપનીઓના એપ્રિલથી જૂનના ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થઇ રહી છે.આથી વિવિધ કંપનીઓના શેરમાં સ્ટોક સ્પેસિફિક અસર જોવા મળશે. કઇ કંપનીના શેરથી થઇ શકે છે કમાણી સોમવારે તમને જૈન ઇરિગેશન, એનસીસી, ટાટા કમેકિલ્સ, ગ્રીવ્સ કોટન, એનઆઇઆઇટી, જ્યોતિ લેબ્સ, વેદાંતા, મેક્સ હેલ્થકેર, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને સીસીએલના શેરમાં તેજી જોવા મળી શકે છે. તે ઉપરાંત રૂટ મોબાઇલ, જેબી કેમિકલ અને એચએફસીએલના શેરમાં વૃદ્ધિની સંભાવના છે. ક્યાં સ્ટોકમાં સાવધાની રાખવી સપ્તાહના પહેલા દિવસે ટાટા સ્ટીલ, રેલ વિકાસ નિગમ,…
કવિ: Satya Day
નવ દિલ્હીઃ કેન્દ્ર સરકારે જથ્થાબંધ વિક્રેતાઓ, છુટક વિક્રેતાઓ અને મિલ માલિકો અને આયાતકારોની માટે મગને બાદ કરી તમામ દાળ પર સ્ટોક લિમિટ લગાવી દીધી છે જેથી તેની કિંમતો નીચે આવી શકે, જે માર્ચથી છુટક બજારોમાં વધી રહી છે. આ સ્ટોક લિમિટડ આજે 2 જુલાઇથી તાત્કાલિક અસરે લાગુ થઇ ગઇ છે. ખાદ્ય મંત્રાલય દ્વારા જારી આદેશ અનુસાર 31 ઓક્ટોબર સધી જથ્થાબંધ વેપારી તમામ કઠોળનો કૂલ મહત્તમ 200 ટન સ્ટોક પોતાન પાસે રાખી શકે છે, જેમાં એક વેરાયટી 100 ટનથી વધારે હોવી જોઇએ નહીં. રિટેલ વિક્રેતાઓની માટે સ્ટોકની લિમિટ 5 ટન નક્કી કરાઇ છે. મિલ માલિકોની માટે આ લિમિટ પાછલા ત્રણ મહિના…
વિરાટ કોહલી એક ક્રિકેટર હોવાની સાથે સાથે ઇન્વેસ્ટર્સ પણ છે. તેણે એક સ્ટાર્ટઅપ્સમાં જંગી મૂડીરોકાણ કર્યુ છે અને હાલ આ સ્ટાર્ટઅપ્સ તેની વેલ્યૂએશનના મામલે ચર્ચામાં આવ્યુ છે. આ સ્ટાર્ટઅપ્સનું નામ છે ફિનટેક સ્ટાર્ટઅપ ડિજિટ (Digit)ની ફ્રેશ ફંડિંગ રાઉન્ડ બાદ વેલ્યૂએશન 3.5 અબજ ડોલરે પહોંચી ઘઇ છે. તેનાથી કંપનીને મોબાઇલ ટેકનોલોજી મારફતે ઇન્સ્યોરન્સ કસ્ટમર એક્ત્ર કરવા માટે મૂડી મળી ગઇ છે. કંપનીએ શુક્રવારે કહ્યુ કે, તે Sequoia Capital India, હાલના રોકાણકાર Faering Capital Pvt અને અન્ય રોકાણકારો પાસેથી 20 કરોડ ડોલર એક્ત્ર કરી રહી છે. દેશના વીમા બજારમાં હાલ તેજીનો માહોલ છે અને તેમાં ડિજિટની હરિફાઇ એમેઝોનનું મૂડીરોકાણ ધરાવતી Acko સાથે…
ઉત્તરાખંડના રાજકારણમાં અફરાતફરી ચાલી રહી છે. હાલના મુખ્યમંત્રી તીરથ સિહેં આજે શુક્રવારે રાજ્યના સીએમ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. સુત્રોના મતાનુસાર તેમણે આ મામલે બીજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામું આપવાની રજૂઆત કરી છે. આ પાછળનું કારણ સંવૈધાનિક સંકટ ગણાવ્યુ છે. રાજ્યના રાજકારણ વચ્ચે રાવતે જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તો દેહરાદૂનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે રાવતને રાજીનામાં અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે મૌન સેવ્યુ હતુ. તીરથ સિંહ રાવતે પત્રમાં લખ્યુ છે કે આર્ટિકલ-164-એ મુજબ તેમને મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવાનું હતુ. પરંતુ આર્ટિકલ-151 કહે છે કે જો…
નવી દિલ્હીઃ કોરોના મહામારી દરમિયાન મોંઘવારી બેફામ બની છે. હોસ્પિટલો અને દવાઓ પાછળનો ખર્ચ વધ્યો છે તેવા કટોકટીના સમયે મોદી સરકારે એક નિષ્ઠુર નિર્ણય લીધો છે જેનાથી લોકોની મુશ્કેલીઓ અનેક ગણી વધી છે. સરકારે આજે ત્રણ દવાઓની કિંમતમાં એક સાથે 50 ટકાનો વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કાર્બામાઝેપાઇન (Carbamazepine), રેનિટીડિન (Ranitidine) અને ઇબુપ્રોફેન (Ibuprofen) સહિત ઘણી દવાઓની કિંમતોમાં 50 ટકા સુધીનો તોતિંગ વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ કાર્બામાઝેપાઇનનો ઉપયોગ વાઇની સારવાર માટે કરાય છે, તો રેનિટીડિનનો ઉપયોગ પેટ અને આંતરડાં બિમારી ઉપરાંત આંતરડાંની અલ્સરની બિમારી મટી ગયા બાદ આ…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમા સતત પાંચમાં દિવસે 100થી ઓછા દૈનિક કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે 2 જુલાઇ, 2021ના રોજ 80 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,23,687 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 228 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,10,979 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.46 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 2 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં…
મુંબઇઃ મોટાભાગના લોકો પોતાના ટેક્સની ગણતરી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કરે છે. એવા તેમને ખબર પડ છે કે તેની ટેક્સ જવાબદારી તેના કરતા ઘણી વધારે છે, જેટલી તેમણે વિચારી હતી. એવામા ટેક્સ બચાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ તે પુરતુ નથી.આજે અમે તેમને 3 ટેક્સ સેવિંગ ટિપ્સ વિશે જણાવીશુ જે તમને ટેક્સની જવાબદારીઓ ઘટાડવામાં મદદ કરશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇનને સ્માર્ટ રીતે બુક ક રો મોટાભાગના લોકો મ્યુ. ફંડ કે શેરબજારમાંથી પ્રોફિટ બુક કરતા સમયે એક જ સમયે સમગ્ર નફો બુક કરી લેતા હોય છે. જેમ કે 4-5 વર્ષ બાદ જ વારમાં જંગી પ્રોફિટ બુકિંગ કરે છે.…
કોરોના મહામારીના સંટકાળ દરમિયાન અમેરિકાની દિગ્ગજ ઇલેક્ટ્રીક કાર ઉત્પાદક કંપનીને આકર્ષવા માટે ગુજરાત સરકારે લાલ જાજમ બિછાવી છે. ઈલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ યુનિટે પોતાના રાજ્યોમાં સ્થાપિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કચ્છ તટે આવેલા મુંદ્રામાં ટેસ્લાને 1,000 હેક્ટર જમીન ઓફર પણ આપી દેવામાં આવી છે. ગુજરાતાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યુ હતું કે, તેઓ નક્કી નથી કરી શકતા કે, તેમણે ગુજરાતમાં આવવુ જોઈએ કે, બેંગલુરૂમં જ રહેવુ જોઈએ. તેઓ ગુજરાત અને કર્ણાટક બંને સરકારો સાથે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે. આ વર્ષે જ 8 જાન્યુઆરીના રોજ કંપનીએ બેંગલુરૂમાં ટેસ્ટા ઈંડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટર કરાવ્યું હતું. ઉલ્લેખનિય…
ભારતના સૌથી મોટા પંજાબ નેશનલ બેન્કના 14,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં ભારતને મોટી સફળતા મળી છે. આ કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ લોન ડિફોલ્ટર નીરવ મોદીના બહેન પૂર્વ મોદી ઉર્ફે પૂર્વી મહેતાએ પોતાના બ્રિટનના ખાતામાંથી 17 કરોડ રૂપિયા ભારત સરકારને પરત મોકલી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની શરતે પૂર્વી મહેતા અને તેમના પતિ મયન્ક મહેતાને આ કેસમાં માફી આપવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડ (પીએનબી કૌભાંડ) કેસમાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ તેના બ્રિટનનાં બેંક ખાતામાં પડેલા રૂ. 17.25 કરોડ ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ માહિતી આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)…
મુંબઇઃ ભારતીય શેરબજાર ગુરુવારે પણ ઘટીને બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 164 પોઇન્ટ તૂટીને 52,318.60ના સ્તર પર બંધ રહ્યો. તો તો બેન્ચમાર્ક નિફ્ટી 15700ના ક્રુશિયલ લેવલની નીચે બંધ થયો. જે ડેલી ચાર્ટ પર મંદીના સંકેત આપે છે. આમ હાલના સમયમાં રોકાણકારોએ શેરબજારમાં સાવચેતી રાખવાની જરૂર છે. જાણો શુક્રવારે ક્યા કંપનીના શેરમાં દેખાશે તેજી… ક્યાં કંપનીના શેર વધશે… મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાયવર્ઝન્સ એટલે કે MACDની રીતે જે શુક્રવારે જૈન ઇરિગેશન, જિંદાલ શો, સુઝલોન એનર્જી, ડાબર ઇન્ડિયા, એચબીએલ પાવર સિસ્ટમસ, મન્નાપુરમ ફાઇનાન્સ, વેલસ્પન ઇન્ડિયા, ઓરોબિંદો ફાર્મા, સાકાર હેલ્થ, એરિસ લાઇફ સાયન્સિસ, હેરિટેજ ફૂડસ, મેમેન બેરિંગ્સ, સ્ટાર સિમેન્ટ, ડિવિસ લેબ, જીએસએસ…