મુંબઇઃ પેટ્રોલ-ડીઝલના રોજેરોજ વધી રહેલા ભાવ લોકોના ખિસ્સા ખાલી રહ્યા છે અને સરકારી તિજોરી ભરી રહ્યા છે. આજે શુક્રવારે ફરી ઇંધણના ભાવમાં ભડકો થયો છે. ઓઇલ માર્કેટિગ કંપનીઓ દ્વારા દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર દીઠ 35 પૈસા અને કલકત્તામાં 40 પૈસા વધારી છે. આ સાથે દિલ્હીમાં આજે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર પેટ્રોલ વધીને 99.16 રૂપિયા પ્રતિલિટર થયુ હતુ. જો કે ડીઝલ 89.19 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે સ્થિર હતુ. ઉલ્લેખનિય છે કે, 4 મે, 2021 બાદથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલની કિંમત વિતેલા 34 દિવસમાં 8.84 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. તેવી જ રીતે વિતેલા 33 દિવસમાં ડીઝલ…
કવિ: Satya Day
ભારતીય શેરબજારમાં જુલાઇ મહિના દરમિયાન ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઇપીઓનો વરસાદ થશે. શેરબજારમાં તેજીથી આકર્ષાઇય ઘણી કંપનીઓએ આઇપીઓ લાવવાની તૈયારી કરી લીધી છે. પ્રાથમિક અંદાજ મુજબ જૂલાઇ મહિનામાં 18 કરોડ રૂપિયાના 11 પબ્લિક ઇશ્યૂ પાઇપલાઇનમાં તૈયાર છે. જેમાં ઝોમેટો સૌથી મોટો આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. ચાલુ વર્ષે જીઆ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, શ્રીરામ પ્રોપર્ટીઝ, ક્લિન સાયન્સ અને ટેકનોલોજી, ઝોમેટો, કારટ્રેડ, એક્સિસ કેપિટલ, પાવર ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીસ, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ, ઉત્કૃષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ, રોલેક્સ રિંગ્સ લિમિટેડ, આરોહન ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ અને સેવન આઇસલેન્ડ્સ સ્પિનિંગ લિમિટેડના આઇપીઓનો સમાવેશ થાય છે. આમ છેલ્લા 11 મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે એક જ મહિનામાં…
મહામારીના આ સંકટકાળ વચ્ચે મોબાઇલ યુઝર્સ માટે એક માઠા સમાચાર આવી શકે છે. આગામી સમયમાં મોબાઇલ યુઝરોએ ઉંચા ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે અને અંગે ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે સંકેત આપી દીધા છે. ભારતી એરટેલના પ્રમુખ સુનિલ મિત્તલે કહ્યુ કે, ટેલિકોમ ઉદ્યોગ વધારે દબાણ હેઠળ છે. તેમને અપેક્ષા છે કે ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ બજારમાં રહે અને ભારતનું ડિજિટલ સેક્ટરનું સપનું પુરુ થાય તેની ખાતરી સરકાર કરશે. સુનીલ મિત્તલે સ્વીકાર્યુ કે ટેલિકોમ ચાર્જિસ વધારવાની અત્યંત જરૂર છે અને એરટેલ આ મામલે અચકાશે નહીં. પરંતુ તેમણે એવુ પણ કહ્યુ કે, આ પગલું એકતરફી રીતે લઇ શકાતુ નથી. ભારતી એરટેલના ચેરમેને…
જીવલેણ કોરોના વાયરસથી બચવા હાલ વેક્સિન એક માત્ર ઉપાય છે. વધુમાં વધુ લોકો ઝડપથી કોરોના વેક્સિન મૂકાવે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. જો કે હજી પણ કેટલાંક લોકો વેક્સીન મુકાવવા આનાકાની કરી રહ્યા છે. વેક્સિન ન લેનાર નોકરિયાત અને પગારદાર લોકો સામં કંપનીઓ કડક પગલાં લેવા વિચારી રહી છે. હવે ઓફિસો પણ શરૂ કરવા માટે કંપનીઓએ તૈયારી કરી લીધી છે અને તે માટે કેટલાંક નિયમો નક્કી કર્યા છે. જેમાં વેક્સિન લેનાર કર્મચારીઓને ઓફિસ બોલાવવાનું નક્કી કર્યુ છે. કોર્પોરેટ સેક્ટરમાં પણ રસીકરણ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ હેઠળ હવે કંપનીઓ અનેક પ્રકારની ઘોષણા કરી રહી છે. જેમાં…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમા સતત ચોથા દિવસે 100થી ઓછા દૈનિક કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે 1 જુલાઇ, 2021ના રોજ 84 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,23,607 લાખ થઇ ગઇ છે. આજે 18 જીલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 300 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,10,751 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.44 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં…
મુંબઇઃ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો બુધવારે પર ચાલુ રહ્યો. તેનાથી ગ્રૂપના ચેરમેન ગૌત્તમ અદાણીની સંપત્તિમાં 1.49 અબજ ડોલરનો ઘટાડો આવ્યો. Bloomberg Billionaires Indexના મતે અદાણીની નેટવર્થ હવે 59.7 અબજ ડોલર રહી ગઇ છે. તેની સાથે તેઓ વિશ્વના ટોપ-20 ધનિકોની યાદીમાં બહાર જતા રહ્યા છે. વિશ્વના ધનપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી અત્યાર સુધી 19માં ક્રમે હતા જો કે હવે 21માં ક્રમે આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ધનિકોની યાદીમા તેનું સ્થાન 6 ક્રમ નીચે આવ્યુ છે. અદાણી ગ્રૂપની તમામ 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં બુધારે ઘટાડો આવ્યો. અદાણી ગ્રીન એનર્જીનો શેર .09 ટકા, અદાણી ટ્રાન્સમિશનનો 5 ટકા, અદાણી ટોટલ ગેસ નો 5…
મુંબઇઃ સહકારી ક્ષેત્રની બેન્કો સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કડક વલણ અપનાવતા ચાર બેન્કોને કુલ 112.50 કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેમાં એક સહકારી બેન્ક અમદાવાદની છે. આ દંડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે. RBIના જણાવ્યા મુજબ અમદાવાદની સહકારી બેન્ક ધી અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કને તોતિંગ 62.50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે, આ ચારેય સહકારી બેન્કોને ફટકારેલ સૌથી મોટો દંડ છે. રિઝર્વ બેન્કે કહ્યુ કે, અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક પર જમા થાપણ પરના ઈન્ટરેસ્ટ રેટના નિયમોનું પાલન નહીં કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક મુંબઈની એસવીસી સહકારી બેન્કને 37.50 લાખ રૂપિયા તેમજ મુંબઈની…
ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે રેડ ઝોનમાં બંધ થયા છે. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ મનોવૈજ્ઞાનિક લેવલ તોડીને તેની નીચે જતા રહ્યા છે. બુધવારે સેન્સેક્સ 67 પોઇન્ટ ઘટીને 52,482.71 અને નિફ્ટી 26.95 પોઇન્ટ ઘટીને 15,721.50 લેવલ પર બંધ થયા. જાણો આજે ગુરુવારે ક્યાં સ્ટોકમં કમાણીનો મોકો મળશે… આ સ્ટોક પર નજર રાખવી આજે ગુરુવારે મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેઝ કન્વર્ઝન્સ ડાયવર્જન્સ એટલે કે MACDની રીતે સ્પાઇસ જેટ, પીએનસી ઇન્ફ્રાટેક, કેએનઆર કન્સ્ટ્રક્શન્સ, યુફ્લેક્સ, ઝી મીડિયા, ટાઇમ ટેકનોપ્લાસ્ટ જેવા સ્ટોકમાં મજબૂતીના સંકેત છે. ઉપરાંત કેમલિન ફાઇન સાયન્સ, સન ફાર્મા, આદિત્ય બિરલા ફેશન, કેપીઆઇટી ટેક, ઝેનસાર ટેક, દિલિપ બ્લિડકોન, સુમિત વુડ્સ, એસબીઆઇ લાઇફ, મોરારજી ટેક્સટાઇલ, ડાલમિયા…
1લી જુલાઇથી ઘણા ફેરફારો થઇ રહ્યા છે જે સીધી રીતે તમને નાણાકીય રીતે અસર કરશે. જેમાં એટીએમમાંથી રોકડ ઉપર લાગતા ચાર્જ સહિત ટીસીએસ અને એલપીજી ગેસ સંબંધિત બાબતો છે. જાણો કેવા ફેરફારો થશે… SBI SBIના બેઝિક સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ ખાતાધારકોની માટે એક જરૂર ખબર છે. બેન્કે 1લી જુલાઇથી નવા સર્વિસ ચાર્જ લાગુ કર્યા છે. હવે એટીએમમાંથી રોકડ ઉપાડ અને ચેકબુક ઉપર નવા ચાર્જ લાગુ થશે. 1લી જુલાઇથી હવે ATM માંથી BSBD ખાતાધારકો ચાર વખત કોઇ ચાર્જ વગર રોકડ ઉપાડી શખશે ત્યારબાદના ઉપાડ પર ચાર્જ લાગશે. જેમા બ્રાન્ચ ચેનલ કે એટીએમમાં પ્રતિ રોકડ ઉપાડ પર 15 રૂપિયા + જીએસટી નક્કી કરાયુ…
મુંબઇઃ ભારતીય શેરબજારમાં પાછલા બે દિવસમાં સતત નબળાઇ જોવા મળી છે. સોમવાર બાદ ગત મંગળવારે પણ શેરબજાર રેડ ઝોનમાં બંધ થયા હતા. ખાનગી બેન્કો અને આઇટી સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ ઘટ્યુ હતુ. નાણાંપ્રધાન દ્વારા વધુ એક જંગી આર્થિક રાહત પેકેજની જાહેરાત કરાઇ હોવા છતાં માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યુ નથી. બુધવારે શેરબજારની ચાલ કેવી રહેશે શેરબજારના જાણકારોનું કહેવુ છે કે નિફ્ટી 15700ના લેવલની નીચે આવે તો આગામી દિવસોમાં વધારે નબળાઇ જોવા મળી શકે છે. નિફ્ટી 15700ના અંકની નીચે આવે તો શેરબજાર નબળાઇ દેખાડશે અને જો તેની ઉપર ટકી જાય તો 15900 સુધીનો સુધારો જોવા મળી શકે છે. આજે ક્યા સ્ટોક કરાવશે કમાણી? MACD…