આસામાને પહોંચી ગયેલા ખાદ્યતેલોના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે અને તેનાથી ગૃહિણીઓને થોડીક રાહત થશે. સરકારે ક્રૂડ પામતેલ પરની આયાત જકાત ઘટાડીને 10 ટકા કરી દીધી છે. અન્ય પામતેલો પર તે 37.5 ટકા રહેશે. આ નિર્ણય આજથી અમલી બનશે અને 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. કેન્દ્ર સરકારે ક્રૂડ પામતેલ (સીપીઓ) પર લાગુ આયાત જકાત એટલે કે બેઝિક કસ્ટમ ડ્યૂટી 15 ટકા ઘટાડીને દસ ટકા કર દીધી છે. આ જકાતમાં ઘટાડો 30 જૂનથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. સોમવારે મોડી સાંજે એક પરિપત્રમાં આરબીડી, (રિફાઇન્ડ, બ્લીચ્ડ અને ડિયોડ્રાઇઝ્ડ) પામતેલ, આરબીડી પામોલિન અને આરબીડી પામ…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના મહામારીની બીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગરીબ લોકોને રાહત આપવા માટે આ વખતે પણ જુલાઇ જ નવેબરમ દરમિયાન મફત અનાજનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. તેની માટે કેન્દ્ર સરકારે 199 લાખ ટન જથ્થો ફાળવ્યો છે. સરકારે એક નિવેદનમાં કહ્યુ કે, કેન્દ્ર સરકારે પાછલા વર્ષે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની ઘોષણા કરી હતી. જેથી મહામારીને કારણે થયેલ આર્થિક નુકસાનમાં ગરીબોને પુરતુ ભોજન મળી શકે. બીજી લહેરના પ્રકોપ બાદ ચાલુ વર્ષે પણ મે અને જૂન મહિના માટે યોજના શરૂ કરવામાં આવી હતી તેને તાજેતરમાં સરકારે નવેમ્બર 2021 સુધી લંબાવી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર રાષ્ટ્રીય ખાદ્ય…
બેન્ક ઓફ બરોડાના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. બેન્ક તરફથી નવા IFSC કોડ જારી કરવામાં આવ્યા છે. હવે તમે ઘરે બેઠા સરળતાથી કોડ જાણી શકો છો. બેન્ક મર્જર થયા પછી ગ્રાહકોના કોડમાં ફેરફાર થઇ ગયો છે. હજુ સુધી બેન્ક તરફથી છૂટ આપવામાં આવી હતી કે તમે જુના કોડથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ 1 જુલાઈ 2021 પછી તમારા IFSC Code કામ નહિ કરે. તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા વર્ષ 2019માં વિજયા બેન્ક અને દેના બેન્કનું મર્જર બેન્ક ઓફ બરોડામાં કરવામાં આવ્યું હતું, જ્યારે પછી આ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અને વિજયા બેન્કના ગ્રાહકોના કોડ કામ કરવાનું…
મુંબઇઃ ક્રિપ્ટોકરન્સીનું નામ લેતા જ સૌથી પહેલા બિટકોઇન યાદ આવે છે. બિટકોઇન દુનિયાની સૌથી જૂની અને લોકપ્રિય મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી છે. આ કારણસર જ આજે તે ક્રિપ્ટોકરન્સીની પર્યાય બની ગઇ છે. પરંતુ આજે માર્કેટમાં એવી પણ ક્રિપ્ટોકરન્સી છે જે આગામી સમયમાં બિટકોઇન થી આગળ નીકળી શકે છે. તેમાં ઇથર, લિટેકોઇન, બિટકોઇન કેસ, ડાસ રિપ્પલ, Polygon (MATIC), Cardano (ADA), Polkadot (DOT) અને ઘણી બધી શામેલ છે. ચાલો જાણીયે રોકાણ માટે ક્રિપ્ટોકરન્સીની પસંદગી કરતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ… જાણકારોનું માનવુ છે કે કોઇ પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા તેની માર્કેટકેપ અને ટોટલ સર્ક્યુલેશન અંગે જાણકારી મેળવવી જોઇએ. સપ્લાયનો મતલબ છે માર્કેટમાં…
મુંબઇઃ ભારતીય શેરબજાર નિયામક સેબીએ વ્યક્તિઓને એક ઉદ્દભુત તક આપી છે જેમાં તમે 10 કરોડ રૂપિયા સુધીનું ઇનામ મેળવી શકો છે. સેબીએ પોતાના એન્ટી ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશનમાં સંશોધન કરી બાતમીદાર આપનારને મહત્તમ ચૂકવવા પાત્ર વળતર એટલે કે ઇનામની રકમ હાલના 1 કરોડ રૂપિયાથી 10 ગણી વધારીને 10 કરોડ રૂપિયા કરી છે. સેબીએ મંગળવારે પોતાની બોર્ડ ઓફ ડિરેક્ટરને મિટિંગ બાદ જણાવ્યુ કે, ઇનામની રકમ વધારવા અને તેની ચૂકવણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બોર્ડે નિયમોમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. સેબીએ કહ્યુ કે, ઇનસાઇડર ટ્રેડિંગના રેગ્યુલેશનના ઉલ્લંઘનની માહિતી આપનાર બાતમીદારને મહત્તમ વળતરની રકમ 1 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 29 જૂન, 2021ના રોજ 93 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,23,433 લાખ થઇ ગઇ છે. આજે 20 જીલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી જેમાં અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ કોર્પોરેટ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, તાપી, વલસાડનો સમાવેશ થાય છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 326 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,10,147 લાખે પહોંચી ગઇ છે.…
દિગ્ગજ સોશિયલમ ડિયા ફેસબુકની માર્કેટકેપ સોમવારે પહેલીવાર 1 લાખ કરોડ ડોલરને પાર ગયુ હતુ છે. માર્ક ઝુકરબર્ગના નેતૃત્વવાળી આ સોશિયલ મીડિયા કંપનીએ પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગુગલ બાદ આ સિદ્ધિ હાંસલ કરનાર ફેસબુક અમેરિકાની પાંચમી કંપની બની છે. ફેસબુક વિરુદ્ધ એન્ટીટ્રસ્ટ ફરિયાદ ફગાવી દેવામાં આવ્યા બાદ સોમવારે કંપનીનો શેર 4.2 ટકા ઉછળીને 355.64 ડોલરે પહોંચી ગયો હતો. યુએસ ફેડરલ ટ્રેડ કમિશન અને ઘમા રાજ્યોના એટર્ની જનરલે કંપની વિરુદ્ધ એન્ટી ટ્રસ્ટ સંબંધિત ફરિયાદ કરી હતી. ફેસબુકની બધી કમાણી જાહેરાતોમાંથી થાય છે જે ફેસબુક અને ઇન્સ્ટ્રાગામ યુઝર્સને જોવા મળે છે. આ ઉપરાંત કંપનીનો હાર્ડવેર બિઝનેસ પણ સારો…
મુંબઇઃ ભારતીય મૂડીબજાર નિયામક સેબીએ આદિત્ય બિરલા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઇપીઓની ઓફર પર પોતાનો અંતિમ નિર્ણય હાલ હોલ્ડ ઉપર રાખ્યો છે. એટલે કે કંપનીના આઇપીઓની મંજૂરી પર હાલ રોક લગાવી દીધી છે. સેબીની વેબસાઇટ પર આ પ્રસ્તાવ સંબંધિત સોમવારે અપલોડ કરેલી નવીન માહિતીમાં આ જાણકારી મળી છે. અલબત્ત સેબીએ આમ કરવા મામલે કોઇ વધારે જાણકારી આપી નથી. આદિત્ય બિરલા એએમસી એ આદિત્ય બિરલા ગ્રૂપ અને સનલાઇફ ફાઇનાન્સિયલનું સંયુક્ત સાહસ છે. આઇપીઓ ઓફર હેઠળ કંપની 3.88 કરોડ શેરનુ વેચાણ કરવા ઇચ્છે છે. તેમાં આદિત્ય બિરલા કેપિટલના 28.51 લાખ સુધીના પોતાના શેર અને સનલાઇફ એએમસી 3.68 કરોડ…
ભારતમાં સહકારી બેન્કો ઉઠી જવી કે ફડચામાં જવી ઘટનાઓ અનેક બની છે. આવી ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સહકારી બેન્કોને ડુબવાથી બચાવવા માટે RBI એ સહકારી બેન્કોમાં ધારાસભ્ય કે સાંસદ માટે નો-એન્ટ્રીનો નિયમ બનાવ્યો છે. એટલે કે હવે કોઇ પણ ધારાસભ્ય કે સાંસદ સહકારી બેન્કમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકશે નહીં. ભારતીય રીઝર્વ બેન્કના નવા નિયમ મુજબ રાજકીય નેતાઓ જેવાં કે સંસદસભ્યો, ધારાસભ્યો અથવા તો નગર નિગમના પ્રતિનિધિ અર્બન સહકારી બેન્કોમાં મેનેજીંગ ડાયરેક્ટર નહીં બની શકે. આ નિર્ણયની અસર ગુજરાતની અર્બન કો-ઓપરેટીવ બેન્કો (યુસીબી)ના માળખામાં પણ થવાની છે. રીઝર્વ બેન્કે આ પદ માટે ન્યૂનતમ યોગ્યતા…
ભારતની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ તેના 44 કરોડ ખાતાધરાકોને મોટો ઝટકો આપ્યો છે. બેન્ક એટીએમમાંથી ઉપાડ સહિત ઘણા નિયમો માં ફેરફાર કરી રહી છે જેનાથી ગ્રાહકોએ હવે 1લી જુલાઇથી ઉંચો ચાર્જ ચૂકવવો પડશે. SBI એ જણાવ્યુ છે કે, એટીએમમાં પૈસા ઉપાડવા અને ચેકબુકનો ઉપયોગ કરવા પર ગ્રાહકોને એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે. ગ્રાહક પહેલી તારીખ બાદ આ તમામ ટ્રાંઝેક્શન માટે વધારાના પૈસા આપવા પડશે. તો આવો જાણીએ ગ્રાહકો પર કેવી અસર પાડશે આ નિયમો. જો તમારી પાસે દેશની કોઈ સરકારી બેંકમાં બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ડિપોઝિટ (બીએસબીડી) એકાઉન્ટ છે, તો પછી આ બધા નવા નિયમો તમારા પર લાગુ થશે અને તમારે…