ભારતમાં સોનું હંમેશાથી મૂડીરોકાણ કરવા માટે પહેલી પસંદ રહી છે જો કે હવે તેનું સ્થાન ધીમે ધીમે ડિજિટલ ગોલ્ડ કહેવાતી ક્રિપ્ટોકરન્સી લઇ રહી છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ અને ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં છેલ્લા એક વર્ષમં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણકારોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતીયો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ ડોલરથી વધીને 40 અબજ ડોલરે પહોંચી ગયુ છે. જો કે ભારતની મધ્યસ્થ બેન્ક ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા આકર્ષણથી ખુશ નથી અને તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. 32 વર્ષીય એક મહિલા રિચી સૂદ એવા રોકાણકારોમાં શામેલ છે, જેમણે સોનાના બદલે ક્રિપ્ટોકરન્સીમાં નાણાં…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધીને હવે અસહ્ય સ્તરે પહોંચી ગયા છે. આજે મંગળવારે દેશમાં ઇંધણના ભાવ ફરી વધ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 98.81 રૂપિયા અને ડીઝલની 89.18 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. તો ભોપાલમાં પેટ્રોલની કિંમત આજે 107 રૂપિયાને વટાવી ગઇ છે. 33 દિવસમાં 8.49 રૂપિયા પેટ્રોલ અને 8.39 રૂપિયા ડીઝલ મોંઘુ થયુ મે મહિનામાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. વિતેલ 4 મે, 2021 પછીના 33 દિવસમાં પેટ્રોલની કિંમતો 8.49…
મુંબઇઃ અદાણી ગ્રૂપના માલિક ગૌત્તમ અદાણીની નેટવર્થમાં સોમવારે 1.55 અબજ ડોલરનું ધોવાણ થયુ. આનું કારણ ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાંથી 3 કંપનીના શેર સોમવારે ઘટાડે બંધ થયા હતા. Bloomberg Billionaires Indexના મતે અદાણી ગ્રૂપની નેટવર્થ હાલ 62.2 અબજ ડોલર રહી ગઇ છે. તેની સાથે જ તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં 15માં સ્થાનેથી બે ક્રમની પીછેહઠ સાથે 17માં ક્રમે આવી ગયા છે. એક સમયે તેની નેટવર્થ 77 અબજ ડોલરે પહોંચી ગઇ હતી. ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં 28.4 અબજ ડોલરનો ઉમેરો થયો છે. અદાણી ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓમાંથી 3 કંપનીના શેર સોમવારે ઘટ્યા છે. અદાણી ગ્રીન એનર્જીનો શેર 2.9 ટકા, અદાણી ટ્રાન્સમિશન 2.52 ટકા…
નવી દિલ્હીઃ શુક્રવારે ભારતીય શેરબજાર તેજીની સાથે બંધ થયા. સ્ટોક માર્કેટની તેજીમાં બેન્ક અને મેટર સ્ટોકની ભાગીદારી વધારે હતી. એનાલિસ્ટોનું કહેવુ છે કે જો નિફ્ટી 15900નું લેવલ તોડી દે તો સ્ટોક માર્કેટમાં વધુ તેજી જોવા મળી શકે છે. નિફ્ટી ઇન્ડેક્સ એ એક અચોક્કસ કેન્ડલ બનાવ્યુ છે જેને હૈંગિગ મેન પેટર્ન કહેવાય છે. આજે ક્યાં સ્ટોક કરાવશે કમાણી મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ કે એમએસીડીની રીતે વોડાફોન- આઇડિયા, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, ઉષા માર્ટિન, ટેક મહિન્દ્રા, શોપર્સ સ્ટોપ, મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસિસ, બીપીએલ, ગુજરાત અપોલો ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે. તેની સથે જ એમએમટીસી, એસબીઆઇ લાઇફ, શ્રીરામ ઇપીસી, એચએસઆઇએલ,…
મુંબઇઃ સામાન્ય રીતે વિમાન ભાડા જૂન અન જુલાઇમાં નીચા રહે છે પરંતુ ચાલુ વર્ષે વિમાન ભાડાં ઉંચા છે કારણ કે સરકારે જૂન-જુલાઇમાં વિમાન ભાડા માટે લઘુતમ ટિકિટ ભાડાની મર્યાદા 15 ટકા વધારી દીધ છે. કોરોના મહામારીના કેસ ઘટતા ફરી લોકો વિમાન પ્રવાસ કરતા થયા છે અને તેના પગલે મુંબઇ-દિલ્હીની ફ્લાઇટનું ભાડું 10,000 રૂપિયાએ પહોંચી ગયુ છે. પરંતુ ઓગસ્ટ માટે મુંબઇ-દિલ્હી ફ્લાઇટની માટે રિટર્ન ટિકિટનું સૌથી ઓછુ ભાડુ 4600 રૂપિયા છે. વિમાન ભાડામાં આવા પ્રકારનો ઘટાડો મોટાભાગે ડોમેસ્ટિક સેકટરોમાં જોવા મળી શકે છે. કેટલીક એરલાઇન્સ કંપનીઓએ સેલ શરૂ કર્યો અને કેટલીક કંપનીઓએ સેલ ઓફર વગર જ ઓગસ્ટ થી ઓક્ટોબરના વિમાન ભાડાં…
નવી દિલ્હીઃ ઇસ્લામિક સ્ટેટ (ISIS) કે દાએશ એ ઇરાક અને સીરિયામાં હુમલા માટે ડ્રોનનો ભરપૂર ઉપયોગ કર્યો. તેણે નાના નાના ડ્રોન અને ક્વાડકોપ્ટરોને હથિયારથી લેસ કર્યા અને ઓછા ખર્ચમાં દુશ્મનોનો ખાતમો બોલાવ્યો. ભારતમાં પણ તાજેતરમાં આર્મી ઉપર કાશ્મિરમાં ડ્રોન વડે પહેલો હુમલો થયો છે. શું કોઇ મોટા હુમલાની તૈયારી કર્યુ છે પાકિસ્તાની આતંકી સંગઠન? સદનસીબે કાશ્મિરમાં વાયુ સેનાના એરબેસ પર વિસ્ફોટ ભરેલા ડ્રોન એટેકમાં કોઇ મોટુ નુકસાન થયુ નથી. પરંતુ ચિંતાની વાત એ છે કે 2019ના મધ્યથી જ હથિયાર, વિસ્ફોટક અને ડ્રગ્સ પાકિસ્તાની સીમાથી પંજાબ અને જમ્મુ- કાશ્મિરની અંદર પહોંચાડવામાં ડ્રોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. એવામાં ભારતમાં આતંકીઓ દ્વારા…
અત્યાર હેલ્થ ઇન્સ્યોરન્સના નિયમો હેઠળ જો વીમા પોલિસીધારક હોસ્પિટલમાં દાખલ થાય તો જ તેને વીમા કવચ પ્રાપ્ત થાય. જો કે હવે ઘરે સારવાર લઇ રહેલા વ્યક્તિઓ જેમની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી તેને પણ વીમા કવચ મળશે. એટલે કે હવે ઘરે કોઇ બિમારીની સારવાર લઇ શકાય તેવી વીમા પોલિસીઓ આવશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળ (ઈરડા)એ વીમા કંપનીઓને આવા પ્રકારની ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ તૈયાર કરવા માટે જણાવ્યુ છે. કોરોનાકાળમાં ઘરે સારવાર મામલે ઇન્સ્યોરન્સ કવરેજની સફળતાને જોયા બાદ ઇરડાએ નવી રીતે ઘર પર બિમારીઓની સારવાર માટે કંપનીઓને આવી વીમા પોલિસીઓ રજૂ કરવા માટે જણાવ્યુ છે. વીમા કંપનીઓને ઈરડા દ્વારા મોકલેલા પરિપત્રમાં એવું…
સેન્સેક્સમાં બુધવારે સુધારો ટકી શક્યો નહીં અને 283 પોઇન્ટ ઘટીને બંધ થયો. સેન્સેક્સ બુધવારે 283 પોઇન્ટ ઘટીને 52,306.08 અને નિફ્ટી 85.80 પોઇન્ટ ઘટીને 15,686.95ના સ્તરે બંધ થયો. જાણો આજે શેરબજારમાં ક્યાં સ્ટોક કમાણી કરાવશે અને ક્યાં શેરમાં ખરીદી કરતી વખતે સાવધાની રાખવી… આ સ્ટોકમાં જોવા મળી શકે છે તેજી આ શેરબજારમાં Bharat Electronics, Infibeam Avenues, Tata Motors, Texmaco Rail & Engineering, Godrej Agrovet, ITI, HUDCO, Jain Irrigation, Aditya Birla Fashion, Liberty Shoes, Ramco Systems, Max Healthcare, Godrej Industries, Nesco, Dhani Services, ABB India, Worth Peripherals, Ramco Industries, Vinati Organics, SIL Investments, Xelpmoc Design, Vindhya Telelink, RPG Life Sciences, Mold-Tek Packaging,…
નવી દિલ્હીઃ જુલાઇ મહિનામાં જો તમારે બેન્કના કામકાજ પતાવવાના છે તો તમારે રિઝર્વ બેન્ક દ્વારા જારી કરેલ બેંકોની રજાઓની યાદી પર એક વાર નજર કરવી જોઇએ. રિઝર્વ બેન્કની યાદી મુજબ જુલાઈ મહિનામાં આ વર્ષે બેંકોમાં કુલ મળીને 9 જેટલી રજાઓ છે. જેમાં કેટલીક કોમન રજાઓ છે જેમાં સમગ્ર દેશમાં બેંકો એક સાથે બંધ રહેશે. તો ક્યાં રાજ્યોના હિસાબે રજાઓ છે. આ સિવાય 6 દિવસ શનિવાર રવિવારના બંધ રહેશે. જેને પગલે જુલાઈ મહિનામાં લગભગ 15 દિવસ રજાઓ પડશે. જુલાઇમાં રથયાત્રા, બકરી ઇદ જેવા તહેવારો પણ આવી રહ્યા છે અને તે નિમિતે બેન્કોમાં રજા રહેશે. જુલાઇમાં બેન્કો કઇ-કઇ તારીખે બંધ રહેશે 12…
નવેમ્બર 2016માં સરકારે અચાનક નોટબંધી જાહેર કરીને મોટા મૂલ્યની ચલણી નોટો અર્થતંત્રમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. નોટબંધી દરમિયાન બેન્ક ખાતામાં અઢી લાખ રૂપિયાથી વધારે રોકડ જમા કરનાર ગૃહિણીઓને રાહત આપતો આદેશ ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે એક કેસમાં આપ્યો છે. ટ્રિબ્યુનલના આંદેશ મુજબ જે ગૃહિણીઓએ નોટબંધી દરમિયાન પોતાના બેન્ક ખાતાંમાં અઢી લાખ રૂપિયા સુધીની રોકડ જમા કરી છે તેના પર ટેક્સ લાગશે નહીં. આવી રકમને આવક કે કમાણી માની શકાય નહીં. વાત જાણે એમ છે કે, લિયરની એક ગૃહિણી ઉમા અગ્રવાલે નાણાકીય વર્ષ 20216-17ના તેના ઇનકમ ટેક્સ રિટર્નમાં કુલ રૂ. 1,30,810 રૂપિયાની આવક જાહેર કરી હતી, જ્યારે તેણે તેના બેંક ખાતામાં …