અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર જિયોએ માર્ચ 2021માં 5.20 લાખ નવા મોબાઇલ ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા જારી કરવામાં આવેલા માર્ચ 2021ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાકીય અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અને દેશમાં જિયોએ સૌથી મોટા ઓપરેટરનું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતમાં જિયોના 5.20 લાખ યુઝર્સનો ઉમેરો થતાં ફેબ્રુઆરીમાં તેના કુલ ગ્રાહકો 2.56 કરોડ હતા તે વધીને માર્ચ મહિનામાં 2.61 કરોડ થયા છે. આ વૃદ્ધિ સાથે જિયોનો કસ્ટમર માર્કેટ શેર 37.68 ટકા થયો છે. ઘણા મહિનાઓ બાદ એવું બન્યું છે કે, તમામ ચારેય ટેલિકોમ ઓપરેટર્સે નવા ગ્રાહકોનો ઉમેરો કર્યો હોય. માર્ચ મહિનામાં ગુજરાતમાં…
કવિ: Satya Day
મોદી સરકાર જાહેર ક્ષેત્રની કંપનીઓ અને બેન્કો વેચવા અને ખાનગીકરણ કરવા માટે મક્કમ ગતિએ આગળ વધી રહી છે. હવે મોદી સરકારે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવા માટે પસંદગી કરી છે, કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેંક ઓફ ઇઁન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં રહેલો પોતાનો 51% હિસ્સો વેચી શકે છે. આ ખાનગીકરણ માટે સરકાર બેકિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર કરશે, આરબીઆઇ સાથે ચર્ચા અને કેટલાક અન્ય કાયદામાં ફેરફાર કરાશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, અત્રે ઉલ્લેખનિય છે કે નિતી પંચે આ જ મહિનામાં ખાનગીકરણ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇઁન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીસ બેંકનાં નામની ભલામણ કરી હતી. નિતી પંચને ખાનગીકરણ માટે…
દેશભરમાં વેક્સિનેશનના ‘સ્પોટ રજીસ્ટ્રેશન’ ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નવી ગાઇડલાઇન્સ મુજબ વેક્સિનેશન શરૂ થયાના પહેલા જ દિવસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સોમવારે એક જ દિવસમાં દેશમાં 82 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી. રાજ્યો પાસેથી તમામ ડેટા આવી ગયા બાદ આ આંકડો હજુ પણ વધવાની સંભાવના છે. ઓન ધી સ્પોટ વેક્સિનેશનના પહેલા જ દિવસ સોમવારે દેશભરમાં સૌથી વધુ વેક્સિનેશનમાં 2.81 કરોડ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા ક્રમે છે. તો ગુજરાતમાં પણ ઓન ધી સ્પોટ વેક્સિનેશનના પહેલા જ દિવસ સોમવારે રેકોર્ડ બ્રેક ચાર લાખ 87 હજાર વ્યક્તિઓએ કોરોના રસી લગાવી છે. આ…
કોરોના સંકટકાળમાં લોકોને આરોગ્ય વીમાનું મહત્વ સમજાયુ છે અને હવે મોટી સંખ્યામાં લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી રહ્યા છે. જો કે આરોગ્ય વીમાનું પોલિસી ખરીદતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. જેથી વીમાધારકોને યોગ્ય પોલિસી કવચ મળી છે. ચાલો જાણીયે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ… ક્લેમની રકમ વીમા પોલિસીમાં ગંભીર રોગ માટે ક્લેમની રકમ વધારે હોવી જોઇએ. બજારમાં ઉપલબ્ધ ઘણી વિમા કંપનીઓની પોલિસીમમાં કેટલીક ગંભીર રોગો પર ક્લેમની રકમ અપેક્ષા કરતા ઓછી હોય છે. ગ્રાહકોને વીમા પોલિસી લેતા પહેલા આ અંગે જાણી લેવુ જોઇએ. તેના માટે ગ્રાહકોને ગંભીર રોગની કવર લિસ્ટ તમામ દસ્તાવેજ સાવચેતીપૂર્વક વાચવા જોઇએ. વર્તમાન રોગ કવર…
જો તમને તમારા રાંધણ ગેસના ડિસ્ટ્રીબ્યૂટરની સર્વિસ પસંદ ન હોય તો તમે પોતાની રીતે ડિસ્ટ્રીબ્યૂટરની પસંદગી કરી શકશો. એટલે કે હવે LPGનો ઉપયોગ કરનારા ગ્રાહકો જાતે જ એ નક્કી કરી શકશે કે તેમને ક્યાં ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ગેસ રિફિલ કરાવવાનો છે. એટલે કે તેમણે પોતાની પસંદગીના ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરવાનો વિકલ્પ મળશે. આ સુવિધાને રિફિલ બુકિંગ પોર્ટેબિલિટી નામ આપવામાં આવ્યું છે અને દેશના પસંદગીના શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપમાં આગામી સપ્તાહમાં શરૂ થઈ શકે છે.શું છે સંપૂર્ણ યોજના, તેનાથી તમને શું ફાયદો મળશે? કેવી રીતે તમે ઘરે બેઠા તમારા ડિસ્ટ્રીબ્યુટર બદલી શકો છો? તમારા શહેરમાં આ યોજના લાગૂ થયા બાદ જ્યારે તમે નવા…
કરદાતાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. 1 જુલાઈથી કેટલાક કરદાતાઓએ વધુ કપાત (ટીડીએસ) ચૂકવવી પડી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે આઇટીઆર ફાઇલ ન કરનારાઓ માટે આવકવેરા વિભાગે નિયમો ખૂબ કડક બનાવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. નિયમો મુજબ જેમણે આઇટીઆર ફાઇલ નથી કર્યું તેમના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ) પણ વસૂલવામાં આવશે. નવા નિયમો અનુસાર, 1 જુલાઇ, 2021 થી, દંડનીય ટીડીએસ અને ટીસીએસ દર 10-20% હશે જે સામાન્ય રીતે 5-10% હોય છે. ટીડીએસના નિયમોમાં ફેરફાર ટીડીએસના નવા નિયમો અનુસાર, આવકવેરા અધિનિયમ 1961…
મુંબઇઃ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને કાર્લાઇલ જૂથ વચ્ચેની 4000 કરોડ રૂપિયાની ડીલને મોટો આંચકો લાગ્યો છે કારણ કે ભારતીય બજાર નિયામક સેબીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની કાર્લાઇલ સમૂહ સાથેની પ્રસ્તાવિત ૪૦૦૦ કરોડ રૃપિયાની સમજૂતીમાં શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.આ સાથે જ સેબીએ વધુમાં નિર્દેશ આપ્યા છે કે તે સંબધિત કાયદાકીય જોગવાઇઓ હેઠળ મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરે. આ સમજૂતી માટે ૨૨ જૂને શેરહોલ્ડરોનું વોટિંગ થવાનું હતું. જો કે સેબીએ હવે શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દેતા ૨૨ જૂને આ વોટિંગ શક્ય બનશે નહીં. એક પ્રોક્સી એડવાઇઝરી ફર્મ સહિતની કેટલીક સંસ્થાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા પછી સેબી અને આરબીઆઇ આ સમજૂતી…
દુબઈએ ભારત સહિત અન્ય કેટલાક દેશોથી આવતા પોતાના નિવાસીઓને યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપી છે. જોકે આવા લોકોએ ફરજિયાતપણે યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લેવા પડશે. દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સર્વોચ્ય સમિતિએ દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા અને ભારતથી આવતા મુસાફરોના સંબંધમાં દુબઈના યાત્રા પ્રોટોકોલ અદ્યતન થયાની જાહેરાત કરી છે. શેખ મંસૂર બિન મોહમ્મદ બિન રાશિદ મખ્તૂમે આ સમિતિની આગેવાની કરી હતી. આ નવા નિયમ અંતર્ગત ભારત, નાઈજીરિયા અને દક્ષિણ આફ્રિકાના રેસિડેન્ટ વીઝા ધરાવતા મુસાફરો પ્રવાસ ખેડી શકશે. જાહેરાત પ્રમાણે ભારતથી દુબઈ આવતા આવા મુસાફરો પાસે ફક્ત માન્ય રેસિડેન્ટ વીઝા હોય તે જ જરૂરી રહેશે. જોકે પ્રવાસીઓએ સંયુક્ત આરબ અમીરાત…
નાદારીના આરે ઉભેલી એક કંપનીના માર્કેટકેપમાં અધધધ… 1000 ટકાનો ઉછાળો આવતા કોર્પોરેટ સેક્ટરમાં સનસની મચી ગઇ છે. એક સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંથી દેવાળીયા બની ગયેલા અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની માર્કેટ કેપ ત્રણ મહિનાથી ઓછા સમયમાં ૧૦૦૦ ટકા વધીને રૂ. ૮,૦૦૦ કરોડ થઈ ગઈ છે. રિલાયન્સ જૂથની કંપનીઓમાં સકારાત્મક પરીબળોને પગલે કંપનીઓની માર્કેટ કેપમાં જબરજસ્ત ઊછાળો નોંધાયો છે. રિલાયન્સ જૂથની માર્કેટ કેપ માર્ચમાં રૂ. ૭૩૩ કરોડ હતી, જે મે મહિનામાં વધીને રૂ. ૩,૮૯૦ કરોડ અને ૧૮મી જૂન ૨૦૨૧ના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂ. ૭,૮૬૬ કરોડ થઈ હતી. અનિલ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ગૂ્રપની કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલની…
કોરોના કાળમાં લેભાગુ તત્વો બેફામ બન્યા છે અને હવે તો ઓનલાઇન ઠગી રહ્યા છે. કોરોના કાળમાં ઘરબેઠાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી એક કા ડબલ કૌભાંડ આચરી દેશના છ રાજ્યના પાંચ લાખથી વધુ લોકોના 250 કરોડ રૂપિયાથી વધુ નાણાં ઓળવી જવાયાં છે. પાવર બેન્ક સહિતની અડધો ડઝન જેટલી મોબાઈલ ફોન એપ્લિકેશનથી રોકાણો મેળવવામાં આવ્યાં. રોકાણ કરનારને મલ્ટીલેવલ માર્કેટિંગ એટલે કે ઓળખીતા-પાળખીતાના રોકાણ લાવી આપે તો કમિશનની લાલચ આપવામાં આવી. ચાર જ મહિનામાં 250 કરોડથી વધુ રકમની ઠગાઈ કરી ચાઈનીઝ કૌભાંડી ટોળકીએ આ એપ્લિકેશન આટોપી લીધી છે. દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડ સહિત અડધો ડઝન રાજ્યની પોલીસ આ કૌભાંડની ફરિયાદો નોંધી તપાસ કરી રહી છે.…