કવિ: Satya Day

ગુજરાતમાં આજે સોમવારથી 18થી 44 વય સુધીના લોકોનું ઝડપી રસીકરણ થાય માટે રજિસ્ટ્રેશનની ઝંઝટ દૂર કરી વોક-ઇન વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યુ છે.  રાજ્ય સરકારના ના આ નિર્ણયને પગલે લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનથી છૂટકારો મળશે અને રસીકેન્દ્ર પર તરત જ નોંધણી કરાવીને રસી મૂકાવી શકશે. રાજ્યમાં આજ રોજ તા. 21 જૂનથી 18થી 44 વર્ષના લોકોને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી રસી આપવામાં આવશે. વિશ્વ યોગ દિને સવારે નવ વાગ્યાથી રાજ્યના પાંચ હજાર રસીકેન્દ્રો પર વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ થશે. ટૂંકમાં સોમવારે ગુજરાતમાં 1025 રસીકેન્દ્રો પર  વેકસીન ઉત્સવ યોજાશે. કોરોનાની ત્રીજી લહેર અગાઉ રસીકરણને વેગવાન બનાવવા અને વધુ લોકો રસી લે તે માટે રાજ્ય સરકારે…

Read More

કોરોના મહામારીમાં લોકોને આર્થિક મદદ કરવા માટે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ આજે ​​’kavach personal loan’ ને લોન્ચ કરી છે. તેનો ફાયદો માત્ર કોરોનાના દર્દીઓ પોતાના અને પોતાના પરિવારજનોની સારવાર માટે લઈ શકે છે. આ પર્સનલ લોન 5 લાખ સુધીની હોઇ શકે છે અને વ્યાજ દર ફક્ત 8.5% હશે. કવચ પર્સનલ લોન એસ.બી.આઇ.ના પ્રમુખ દિનેશ ખારાએ લોન્ચ કરી છે. આ લોન 25 હજારથી 5 લાખ સુધીની હશે અને લોનની મુદત 5 વર્ષની હોઈ શકે છે. વ્યાજ દર ફક્ત 8.5 ટકા રહેશે. તેમાં ત્રણ મહિનાની મુદત પણ શામેલ છે. મુદત અવધિ દરમિયાન ઇએમઆઈ જમા નહીં કરવા બદલ બેંક…

Read More

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટી રહ્યો છે. ભારતમાં સતત ચોથા દિવસે એક લાખથી ઓછા દૈનિક નવા કોરોના કેસ નોંધાયા છે. ભારતમાં 11 જૂન, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 91702 નવા કેસો નોંધાયા છે અને વધુ 3403 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ દૈનિક પોઝિટિવિટી રેટ 4.49 ટકા રહ્યો છે. કુલ કેસોનો આંકડો પણ વધીને 2.92 કરોડે પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ કેસો વધુ ઘટીને 11.21 લાખે આવી ગયા છે. દેશમાં હવે એક્ટિવ કેસો કુલ સંક્રમિત કેસોના માત્ર 3.83 ટકા છે. રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટ વધીને 94.93 ટકાએ આવી ગયો છે. કોરોના ટેસ્ટિંગ…

Read More

શેર બજારમાં ઘણી એવી તક આવે છે, જ્યારે કંપનીના શેરોની પરફોર્મન્સ હેરાન કરી દે છે. એવી જ એક કંપની છે Magma Fincorp. મુંબઈ બેઝ્ડ આ non banking financial companyએ તેના રોકાણકારોને માત્ર એક વર્ષમાં જ 919 ટકા રિટર્ન આપ્યું છે. Magma Fincorpના શેરના ભાવ આજથી એક વર્ષ પહેલા 8 જૂન 2020ના રોજ 15.30 રૂપિયા પ્રતિ શેર હતા. BSE પર બુધવારે તે 156.25 રૂપિયા સુધી ઉછળ્યા અને 155.80 પર બંધ થયા. આ કંપનીએ માત્ર એક વર્ષમાં 900 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. એટલે જો કોઇએ એક વર્ષ પહેલા Magma Fincorpના સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે, તો તેની પાસે આજે…

Read More

હવે ATMમાંથી રોકડ નાણા ઉપાડવા પર તમારે વધારે ચાર્જ ચૂકવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ આજે ગુરૂવારના રોજ લગભગ 9 વર્ષ બાદ ATM ટ્રાનઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની પરવાનગી આપી છે. RBI એ તમામ બેંકોને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ભાવ વધારવાની પરવાનગી આપી છે. RBI એ જણાવ્યું કે, ‘ગ્રાહકો માટે એટીએમનો 5 વખત ફ્રીમાં ઉપયોગ કરવાની સુવિધા જળવાઇ રહેશે, પરંતુ ત્યાર બાદ બિન આર્થિક વ્યવહાર માટે 6 રૂપિયાનો ચાર્જ લાગશે. આ સાથે નાણાંકીય લેણદેણ એટલે કે, નાણાં ઉપાડવા માટે લાગતો ખર્ચ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લગભગ…

Read More

કોરોના મહામારી અને લોકડાઉનના લીધે દેશમાં કરોડો લોકોની નોકરી છુટી ગઇ છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ પણ સરકાર મહેરબાન થઇ રહી છે. કેન્દ્ર સરકારે લોકડાઉનમાં નોકરીએ ન ગયેલા કર્મચારીઓને પણ સંપૂર્ણ પગાર ચૂકવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે  તમામ કરાર, કેઝ્યુઅલ અને આઉટસોર્સ સ્ટાફને સંપૂર્ણ પગાર ચૂકવશે. લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થા સહિતના કામો પણ પ્રભાવિત થયા છે. લોકડાઉન લાદવામાં આવતાં ઘણા કર્મચારીઓ કામ પર જઇ શક્યા નથી. આવી સ્થિતિમાં તેમને પગારમાં ઘટાડો થવાનો ભય છે, પરંતુ કેન્દ્ર સરકારે તેમને રાહત આપી છે. સરકારના નવા નિયમ હેઠળ, તમામ કરાર, કેઝ્યુઅલ અને આઉટસોર્સ સ્ટાફને સંપૂર્ણ પગાર આપવામાં આવશે. ઓફિસના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે…

Read More

હવે હોટેલ કે રેસ્ટોરન્ટ્સનું ભોજન ખરાબ આવે તો ગ્રાહકો માટે ફરિયાદ કરવી સરળ બનશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) એ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ માટે 1 ઓક્ટોબરથી બિલમાં FSSAI લાયસન્સ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો અનિવાર્ય કરી દીધો છે. FSSAI એ આ સંબંધે એક મહત્વનો આદેશ તાજેતરમાં રજૂ કર્યો છે. આ પગલાંથી એવાં ગ્રાહકોને મદદ મળશે કે જે FSSAI નંબરનો ઉપયોગ કરીને કોઇ વિશેષ ફૂડ બિઝનેસ વિરૂદ્ધ ઓનલાઇન ફરિયાદ દાખલ કરી શકે છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટરએ ગુરૂવારના રોજ એક આદેશ જારી કર્યો છે કે, પ્રત્યેક ફૂડ બિઝનેસ ઓપરેટરને ફૂડ બિઝનેસ શરૂ કરતા પહેલાં FSSAI લાયસન્સ અથવા તો રજિસ્ટ્રેશન…

Read More

નાના ખાતાધારકો પાસેથી છાશવારે દંડ વસૂલીત સરકારી બેન્ક SBI મોટા ઉદ્યોગપતિઓ પણ કેટલી મહેરબાન છે તે જગજાહર છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. SBI એ દેવાદાર અને લોન ડિફોલ્ટર અનિલ અંબાણી વિરોધ છેતરપીંડિનો કેસ પરત ખેંચવાની સાથે સાથે ફ્રોડનો ટેગ હટાવી લેવાનો નિર્ણય લીધો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીની નાદાર થયેલ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના ટેલિકોમ ટાવર યુનિટ રિલાયન્સ ઇન્ફ્રાટેલ સામે છેતરપિંડીના આરોપો પાછા ખેંચવાની વિનંતી કરી છે. બેંકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં આ સંદર્ભમાં સોગંદનામું દાખલ કર્યું છે. એસબીઆઈએ આપેલ સોંગદનામાથી સંબંધિત એક બેંક અધિકારીએ જણાવ્યું છે કે એસબીઆઈના મતે રિલાયન્સ ઇન્ફ્રાટેલ પરના છેતરપિંડીના ટેગથી…

Read More

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે તેેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર છટછાટ આપવાની તૈયારી કરી રહી છે. ગુજરાતમાં આજે ગુરુવાર 10 જૂન, 2021ના રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 544 નવા કેસ નોંધાયા છે તો નવા 11 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 1505 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.23 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,976 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 68 હજાર 485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજ રોજ રાજ્યમાં…

Read More

ડિજીટલ પેમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યો છે, તેની સાથે જ ઓનલાઇન સ્કેમ પણ વધી રહ્યા છે. કોરોના મહામારીમાં ઘણા લોકો ઓનલાઇન સ્કેમના શિકાર થયા છે. એરટેલ સીઈઓ ગોપાલ વિટ્ટલે તાજેતરમાં જ તમામ ટેલિકોમ ઓપરેટર્સને સાઇબર ફ્રોડથી બચવા માટે ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતુ કે વર્તમાનમાં હેકિંગ ખૂબ જ વધી છે, તેથી ઓટીપી સ્કેમથી સાવચેત રહો. સિક્યોરિટી રિસર્ચર્સ પણ કહી ચુક્યા છે કે એપ્સ દ્વારા યુઝર્સના ડેટાની ચોરી થઇ રહી છે. ટેલિકોમ ઓપરેટર્સને હવે KYC વેરિફિકેશન સંબંધિત ઘણા મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં સ્પષ્ટ લખેલું હોય છે કે જો યુઝર્સ કેવાઈસી પૂર્ણ નહીં કરે તો 24 કલાકની અંદર…

Read More