કવિ: Satya Day

સિંગતેલ અને સિંગદાણાના ભાવ વધુ ઉંચે જવાની શક્યતા છે. કારણ કે મગફળીના બિયારણની કિંમતોમાં તોતિંગ વધારો થતા ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ વધશે તેની સીધી અસરે સિંગદાણા અને સિંગતેલના ભાવ વધુ ઉંચે જેવાની શક્યતા છે. ખરીફ સિઝન શરૃ થઇ રહી છે આવી સ્થિતિમાં મગફળીના બિયારણમાં મણ દીઠ ૨૦૦ થી ૫૦૦ રૃપિયાનો ભાવ વધારો થતાં ખેડૂતોનું બજેટ ખોરવાઇ ગયું છે. વિવિધ જાતની મગફળીના બિયારણ કે જે ૧૮૦૦થી ૨૮૦૦ રૃપિયા સુધી મળતાં હતાં આ તમામ જાતના મગફળીના બિયારણમાં રૃપિયા ૨૦૦થી ૫૦૦નો વધારો થયો છે. જેની અસર વાવેતર વિસ્તાર ઉપર પણ પડશે તેમ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ખરીફ સિઝન દરમિયાન કુલ ૧૩ હજાર…

Read More

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સૌથી બેસ્ટ ઓપશન્સ છે. જેને ટુંકમાં SIP કહેવાય છે, મોટી સંખ્યામાં નાના રોકાણકારો SIP મારફતે મ્યુ. ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ દેશમાં મ્યુ.ફંડ્સના ફોલિયોની કુલ સંખ્યા 10 કરોડના સિમાચિહ્નને વટાવી ગઇ છે અને તે મે મહિનાના અંતે 10,04,36,145 થઇ છે. કોરોના સંકટકાળ વચ્ચે નાના રોકાણકારોમાં SIPમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખ્યુ છે. મે મહિનામાં સિપ મારફતે રોકાણકારોએ 8818.90 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે જે એપ્રિલના 8596.25 કરોડના ઇનફ્લો કરતા 222.65 કરોડ રૂપિયા વધારે છે. નાના રોકાણકારોમાં સિપ મારફતે મ્યુ. ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. SIPના…

Read More

કેન્દ્ર સરકારે સોનાના વેચાણ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં માત્ર હોલમાર્ક કરેલુ  સોનું જ વેચાશે અને તેનો અમલ આગામી 15 જૂનથી શરૂ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યરૂપથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમય મર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી. મતલબ કે, 15 જૂન બાદ ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનાના આભૂષણો વેચવાની જ મંજૂરી મળશે. BIS એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે. હાલ આશરે 40 ટકા સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ થઈ રહ્યું છે. એક વ્યક્તિના કહેવા પ્રમાણે આ નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે.…

Read More

કોરોના સંક્રમિત બાળકોની સારવાર અંગે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.  કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈનમાં સ્પષ્ટ કર્યુ છે કે, સંક્રમિત બાળકોને એન્ટી વાયરલ રેમડેસિવિર આપવુ નહીં. આ સાથે જ એવુ પણ કહ્યુ છે કે, બાળકોને સ્ટેરોયડ આપવાથી પણ બચવુ જોઈએ. આ ગાઈડલાઈનમાં બાળકોને શારીરિક ક્ષમતાને જોતા 6 મીનિટ વોક ટેસ્ટ લેવાની પણ સલાહ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને મોટી સંખ્યામાં ચેપ લાગવાની સંભાવના છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે સ્ટીરોઇડ્સ વધુ ગંભીર દર્દીઓ માટે જ આપવી જોઈએ. મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને આંગળીમાં પલ્સ ઓક્સિમીટર મૂકીને 6…

Read More

રિલાયન્સ જિયો દ્વારા વોટ્સએપ થકી રિચાર્જની શરૂઆત કરવામાં આવી છે. જિયોના યુઝર્સ હવે જિયો ચેટબોટ પર વોટ્સએપનો ઉપયોગ કરીને રિચાર્જ તથા પેમેન્ટ કરી શકશે, સવાલોના જવાબ મેળવી શકશે અને ફરિયાદ પણ કરી શકશે. તેના ઉપર કોવિડ-19 વેક્સિનેશનની ઉપલબ્ધતા વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. Now Recharge your Jio Number via WhatsApp. Send ‘Hi’ to 70007 70007. Get started now: https://t.co/3xKBfLaVsK#JioTogether #JioDigitalLife #Recharge #Whatsapp #Userfriendly #JioRecharge #RelianceJio pic.twitter.com/9oVFXfvkI2 — Reliance Jio (@reliancejio) June 9, 2021 આ નવી સેવા થકી લોકોને કોવિડ-19 વેક્સિનની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવવા માટે વન-ટાઇમ પાસવર્ડ મેળવવાનો રહેશે. આ સેવાઓ માટે 700770007 નંબર ઉપર “Hi” લખવાનું રહેશે. અન્ય…

Read More

ભારતમાં કોરોનાના દૈનિક કેસો હવે લાખની અંદર જતા રહ્યા છે. ભારતમાં બુધવારે સમાપ્ત થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૨,૫૯૬ કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૨.૯૦ કરોડને પાર પહોંચી ગઇ છે. જે સાથે જ એક્ટિવ કેસો પણ ઘટીને ૧૨ લાખે આવી ગયા છે. જ્યારે ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૨૧૯ લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મૃત્યુઆંક વધીને ૩.૫૩ લાખે પહોંચી ગયો છે. દેશમાં રીકવરી રેટ હવે વધીને ૯૪.૫૫ ટકાએ પહોંચી ગયો છે. મંગળવારે કોરોનાના ૧૯.૮૫ લાખે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો ૩૭ કરોડે પહોંચી ગયો છે. અત્યાર સુધી કોરોનાને…

Read More

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા પ્રજા આર્થિક રીતે પાયમાલ થઇ રહી છે તો બીજી બાજુ ઇંધણ પરની જંગી એકસાઇઝ ડ્યૂટી થી કેન્દ્ર સરકાર પોતાની તિજોરીઓ ભરી રહી છે.  કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવ વધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી લૂંટ ચલાવી રહી છે.કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો જેટલો મોટો ભાવ વધારો ઝીંકી દીધો છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં સબસીડી રૂપે ૨૦૦૪-૨૦૦૫ થી વર્ષ ૨૦૧૯-૨૦ એટલે કે, ૧૫ વર્ષના ૧૦,૯૯,૨૩૪ કરોડની સામે હિન્દુસ્તાનના નાગરિકો પાસે ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂા. ૨૦,૯૦,૭૭૭ કરોડ જેટલી…

Read More

ભારતીયોમાં શેરબજારમાં રોકાણ કરીને ધનવાન બનવાની ઇચ્છાઓ પ્રબળ થઇ રહી છે. તેમાંય કોરોના સંકટમાં ઘરે બેઠાં સ્ટોક ટ્રેડિંગનો ચસ્કો લાગ્યો છે. જેને પગલે ભારતમાં સ્ટોક ટ્રેડિંગ કરનાર લોકોની સંખ્યા 7 કરોડને વટાવી ગઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના યુનિટ ક્લાયન્ડ કોડમાં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા 7 કરોડથી (કુલ 7,01,71,154) વધુ ગઇ છે અને તેમાં વાર્ષિક ધોરણે 39 ટકાની વૃદ્ધિ થઈ છે. માત્ર 139 દિવસમાં એક્સચેન્જ ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા 6 કરોડથી વધીને 7 કરોડે પહોંચી ગઇ છે. ભારતીય શેરબજારમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટરોની સંખ્યા થાઈલેન્ડની કુલ વસ્તી જેટલી છે. ભારતમાં રાજ્ય પ્રમાણ બીએસઇમાં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા જોઇએ તો શેરબજારમાં ટ્રેડિંગ કરનાર લોકો…

Read More

જીમ્નેશિયમને રાજ્ય સરકાર તરફથી પ્રોપર્ટી ટેક્સ અને ફિક્સ વીજચાર્જમાંથી રાહત આપવામાં આવી છે પરંતુ આ જીમ અને યોગ કેન્દ્રો ફરી ખોલવા અંગે કોઇ નિર્ણય ન થતા આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. કોરોનાની બીજી લહેરના કારણે ગુજરાતમાં છેલ્લાં ત્રણ મહિનાથી જીમ અને યોગ કેન્દ્રો સહિતની જગ્યાઓ બંધ છે. ૨૦૨૦માં પણ કોરોનાા કારણે જીમ છ મહિના બંધ રહ્યા હતા. બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે ત્યારે હજુ સુધી જીમ-યોગ કેન્દ્રો ખોલવા અંગે નિર્ણય ન થતાં ફિટનેસ ઉદ્યોગ પર મરણતોલ ફટકો પડયો છે.  અમદાવાદમાં અત્યારે ૩૦૦થી ૪૦૦ જીમ છે અને તેની સાથે જોડાયેલા ૧૫થી ૨૦ હજાર કર્મચારીઓની આજીવિકા અત્યારે નહીંવત્ છે.…

Read More

ક્રિપ્ટો કરન્સીમાં મંદીનો તીવ્ર આંચકો આવતાં બજારમાં 10થી 15 ટકાનો ભાવ કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ટૂંકા ગાળામાં ઝડપથી ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. નવું બાઈંગ ધીમું પડયું હતું. ચીનમાં સરકાર દ્વારા ક્રિપ્ટો માઈનર્સ પર દબાણ વધારવામાં આવ્યાના સમાચાર હતા. અમેરિકામાં સરકાર દ્વારા હાલ જે હળવી નાણાંનિતી અનુસરવામાં આવી રહી છે તે હવે પછી કડક બનાવવામાં આવશે એવા નિર્દેશોની પણ બજાર પર નેગેટીવ અસર જોવા મળી હતી તથા બજારમાં ગભરાટભરી વેચવાલી નિકળી હતી. બિટકોઈનના ભાવમાં દસ દિવસનો સૌથી મોટો ભાવ ઘટાડો 10થી 11 ટકાનો નોંધાયો હતો. બિટકોઈનના ભાવ ઉંચામાં 36165થી 36166 ડોલર થયા પછી ઝડપી ગબડી નીચામાં ભાવ…

Read More