આવકવેરા વિભાગ દ્વારા નવુ પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યુ છે. જો કે પોર્ટલ લોન્ચ થવાની સાથે જ ઠપ્પ થઇ ગયુ છે. આથી નાણાંપ્રધાન નિર્મલા સિતારમને અકળાયા હતા અને પોર્ટલ બનાવનાર ઇન્ફોસિસ કંપનીને ખામીઓ સુધારવા માટે નિર્દેશ આપ્યો છે. નવી વેબસાઇટ લોન્ચ થયા પછી વપરાશકારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતા તેમણે આ સંદર્ભમાં નાણા પ્રધાનને અનેક ફરિયાદો કરી હતી. નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે ઇન્ફોસિસ અને તેના ચેરમેન નંદન નિલેકણીને ઇન્કમટેક્સ વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટના વપરાશમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસને ૨૦૧૯માં ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માટેની નવી વેબસાઇટની રચના કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્સ…
કવિ: Satya Day
પેટ્રોલ-ડીઝલ ખરીદવુ દિવસે દિવસે મોંઘુ થઇ રહ્યુ છે. બે દિવસ બાદ ફરી આજે બુધવારે ઇંધણના ભાવ વધ્યા છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિલિટર 25- 25 પૈસાનો વધારો કર્યો છે. આજના ભાવવધારા સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 102 રૂપિયાની નજીક પહોંચી રહી છે. ગત 2 મેથી અ્ત્યાર સુધી 22 વખત ઇંધણના ભાવ વધ્યા છે. આ દિવસોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 6.34 રૂપિયા અને ડીઝલની કિંમત 5.69 રૂપિયા વધી ગઇ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ 13 ટકા જેટલુ મોંઘુ થઇ ગયુ છે. વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શહેર પેટ્રોલ ડીઝલ દિલ્હી 95.56 86.47 કલકત્તા 95.52…
નાદારીના કેસનો સામનો કરી રહેલા વીડિયોકોન ગ્રૂપના કેસમાં ચુકાદો આવી ગયો છે. વીડિયોકોન ગ્રૂપને હવે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ માત્ર 3000 કરોડ રૂપિયામાં ટેકઓવર કરશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે વીડિયોકોન ગ્રૂપ માટે વેંદાતા ગ્રૂપની ટ્વિનસ્ટાર ટેકનોલોજીસ દ્વારા રજૂ કરેલ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (આઇબીસી)નો કાયદો અમલમાં આવ્યા બાદ આ પહેલું કોન્સોલિડેટેડ ગ્રૂપ રિઝોલ્યુશન છે. વીડિયોકોન ગ્રૂપ સાથે જોડાયેલી 13 કંપનીઓ માટે વેદાંતા ગ્રૂપે 2962 કરોડ રૂપિયાની ઓફર કરી છે જે લેણદારોની અપેક્ષા કરતા ઘણી ઓછી છે. જો કે તે લિક્વિડેશન વેલ્યૂની તુલનાએ વધારે છે. ઉપરાંત કંપની પાસે રહેલી 500 કરોડની રકડ રકમ પણ બેન્કો-લેણદારોને…
ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓસરી રહ્યો છે. દેશમાં બે મહિનામાં પ્રથમ વખત એટલે કે ૬૬ દિવસ પછી કોરોનાના દૈનિક કેસ એક લાખથી ઓછા થયા છે જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૬૨ ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં મંગળવારે સમાપ્ત થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬,૪૯૮ કેસ નોંધાયા હતા, જે ૬૬ દિવસમાં સૌથી ઓછા છે. જે છેલ્લા બે મહિનાના સૌથી ઓછા કેસ છે. આ સાથે કુલ કેસ ૨.૮૯ કરોડથી વધારે થયા છે. વધુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૧૨૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૩.૫૧ લાખ થયો હતો. દૈનિક મોતનો આંક પણ છેલ્લા ૪૭ દિવસમાં સૌથી ઓછો છે. કોરોનાના…
કેન્દ્ર સરકાર દ્વારા Startups શરૂ કરવા માટે એક મોટી યોજના જાહેર કરવામાં આવી છે. જો કે આ Startups સ્કીમનો લાભ માત્ર વૃદ્ધ લોકોને જ મળશે. મંત્રાલયે વૃદ્ધો માટે કોઈ પણ કામ કરવા માટે 50 ટકા આર્થિક મદદ કરશે. આ મદદ લોન નહીં એક ઈક્વિટીના રૂપમાં આપવામાં આવશે. જેથી લોન વ્યાજ જેવો બોજો ન આવે, તે વેપારમાં શેરધારક હશે. જેના માટે મંત્રાલયે પોર્ટલ લોન્ચ કર્યુ છે. જેના પર અરજીઓ થઈ રહી છે. અરજી માટે કમિટી પણ બનાવી છે. જેના માટે સરકારે 100 કરોડની રાશિ આપી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતના જણાવ્યા અનુસાર સમિતીની ભલામણ પર વૃદ્ધોની દેખરેખ માટે સ્ટાર્ટઅપ…
કોરોના મહામારી સામે લડવા માટે હાલ વેક્સીન જ એક હથિયાર છે. મોદી સરકારે ફરી વાર કોરોના વેક્સીનની કિંમતોમાં ફેરફાર કર્યો છે. આ વખતે વેક્સીન ઉપર 5 ટકા જીએસટી પણ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે વિવિધ કોરોના વેક્સીનની નવી કિંમતો પણ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રાઇવેટ હોસ્પિટલો માટે કોરોના વેક્સિનના ભાવ નક્કી કરી દીધાં છે. એ માટે કોવિશીલ્ડનો ભાવ 780 રૂપિયા પ્રતિ ડોઝ હશે, જો કે, કોવેક્સિનનો ભાવ 1410 રૂપિયા પ્રતિ ડોઝ રહેશે. જ્યારે સ્પુતનિક-V નો ભાવ પ્રાઇવેટ હોસ્પિટલો માટે 1145 પ્રતિ ડોઝ હશે. સરકાર વેક્સિન પર પણ GST લઇ રહી છે. દરેક એક વેક્સિન માટે 5% GST લેવામાં…
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ભીષણ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં અંદાજે 15 લોકોના મૃત્યુ થયા છે. તમને જણાવી દઇએ કે, સચેંડીમાં બસ અને લોડર વચ્ચે જોરદાર ટક્કર થઇ, જ્યારે બસ બાદમાં પલટી ગઇ. બસ કાનપુરથી અમદાવાદ જઇ રહી હતી એ જ સમયે આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. મળતી જાણકારી મુજબ, બસ શતાબ્દી ટ્રાવેલ્સની હતી, જે ખૂબ જ સ્પીડમાં હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યાં છે. કાનપુરના સચેંડીમાં થયેલી દુર્ઘટના પર સીએમ યોગી આદિત્યનાથએ શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ ઘટનાસ્થળે પહોંચવાનો આદેશ કર્યો છે. જ્યાં શક્ય મદદ કરવાનો…
રિઝર્વ બેન્કે વ્યાજદર ઘટા્ડ્યા નથી પરંતુ બેન્કો પોતાની રીતે લોનના વ્યાજદર ઘટાડી સસ્તી લોન આપવાનો પ્રયત્ન કરી રહી છે. કેનેરા બેંકનો દાવો છે કે તે ગ્રાહકોને સૌથી ઓછા દરે લોન આપી રહી છે. જો તમે હોમ લોન અથવા કાર લોન લેવાનું પણ વિચારી રહ્યાં છો, તો તમે કેનેરા બેંકનો સંપર્ક કરી શકો છો. કેનેરા બેંકનું કહેવું છે કે હવે તે સસ્તા દરો પર લોન આપી રહી છે. કેનેરા બેંકે ટ્વિટર દ્વારા તેના લોનના દર વિશે માહિતી આપી છે. કેનેરા બેંક MCLR (Marginal Cost of Funds Based Landing Rate) આધારિત લોન 7.35 ટકા પર આપી રહી છે. જ્યારે RLLR (Repo Linked Lending…
EPFOના 6 કરોડ Subscribers માટે જરૂરી સમાચાર છે. સંગઠને એક નિયમમાં ફેરફાર કર્યો છે, જેથી નોકરિયાત વર્ગને મુશ્કેલી થઇ શકે છે. હકીકતમાં સંગઠને PF ખાતાના Universal account number (UAN)ને આધાર કાર્ડ સાથે લિંક ફરજિયાત કરી દીધું છે. તેના માટે EPFOએ Social Security code 2020ના સેક્શન 142માં ફેરફાર કર્યા છે. તેનાથી Electronic Challan cum Return (ECR) ફાઇલિંગ પ્રોટોકોલ બદલી ગયો છે. EPFOએ તેની ટ્વીટમાં જણાવ્યું કે Employer 1લી જૂન 2021 પછી એ જ કર્મચારીનું ECR ફાઇલ કર શકશે, જેનું UANથી આધાર લિંક હશે. જેમનું આધાર અપટેટ નથી, તેમનું ECR અલગથી ભરવામાં આવશે. તેઓ બાદમા કર્મચારીનું UAN આધાર સાથે લિંક કરી શકે…
ગુજરાત હવે કોરોના મહામારીના ભરડામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યુ છે. રાજ્યમાં દૈનિક કોરોનાના નવા કેસોની સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. ગુજરાતમાં મંગળવારે સમાપ્ત થયેલા છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે. જે છેલ્લા 90 દિવસ પછી માર્ચ બાદના સૌથી ઓછા કેસ છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત 11 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 2122 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 96.98 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,955 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 58…