ગુજરાતમાં દેશનો પ્રથમ હાઇડ્રોજન ગેસ પ્લાન્ટ સ્થપાવા જઇ રહ્યો છે. ગ્રીન અને ક્લિન એનર્જી તરીકે ઓળખાતા હાઇડ્રોજન ગેસના ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ વડોદરા ખાતે આઇઓસીએલ-ગુજરાત રિફાઇનરીમા શરૃ થશે. આ ઉપરાંત અન્ય ૬ પ્રોજેક્ટો મળીને આઇઓસીએલ રૃ.૨૪૦૦૦ કરોડનું રોકાણ વડોદરામાં કરી રહ્યુ છે આ અંગે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર સાથે આઇઓસીએલ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટોથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૫,૦૦૦ લોકોને રોજગારી મળશે. આ પ્રસંગે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન વૈદ્યે કહ્યું હતુ કે, ગુજરાત રિફાઈનરી ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ શરૃ કરશે. ઉપરાંત ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઈનરીએ પોતાની ઉત્પાદન ક્ષમતા ૧૮ મિલિયન મેટ્રિક ટન…
કવિ: Satya Day
RBI એ બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેકને કૂલ 6 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે. આ બેંકો ઉપર માનદંડોનું ઉલ્લંઘન કરવાના આરોપસર દંડ ફટકારવામાં આવ્યો છે તેમાંથી એક ઉલ્લંઘન છેતરપીંડિના વર્ગીકરણ અને તેની સુચના આપવાના નિયમ સંબંધિત છે. બેંક ઓફ ઇન્ડિયા પર ચાર કરોડ રૂપિયાનો દંડ તથા પંજાબ નેશનલ બેન્કને બે કરોડ રૂપિયાનો દંડ કરાયો છે. રિઝર્વ બેન્કે એક નિવેદનમા કહ્યુ છે કે બેન્ક ઓફ ઇન્ડિયાના એલએસઇની માટે ફોરેન્સિક ઓડિટ 31 માર્ચ 2019ના રોજ કરાયો હતો. બેન્કે એક ખાતામાં છેતરપીંડિની જાણકારી મેળવવા માટે એક સમીક્ષા કરી અને એફએમઆર સોંપી. રિઝર્વ બેન્કે કહ્યુ કે, જોખમ મૂલ્યાંકન રિપોર્ટની તપાસથી જાણવા…
મુંબઇઃ ભારતીય શેરબજાર ફરી નવી ઊંચાઇ તરફ આગળ વધી રહ્યુ છે. સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલટાઇમ લેવલે બંધ થયા હતા. શું આ રેકોર્ડ તેજી ચાલુ રહેશે, ક્યાં શેર કરાવશે કમાણી ચાલો જાણીયે… આ સ્ટોકમાં રહેશે બુલરન મોમેન્ટમ ઇન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્ઝન્સ ડાઇવર્જન્સ કે એમએસીડીના મતે ઘણા સ્ટોકમાં મજબૂતી જોવા મળી રહી છે. તેમાં કોલ ઇન્ડિયા, વિપ્રો, એનટીપીસી, દ્વારકેશ સૂગર, વક્રાંગી, ભારતી એરટલે, એનએલસી ઇન્ડિયા, જિયોજિત ફાઇનાન્સિયલ, ફિલિપ્સ કાર્બન, ટોરન્ટ પાવર, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, વિપ્રો, આદિત્ય બિરલા મની, કે એમ સુગર વગેરે શામેલ છે. તે ઉપરાંત કોલ્ટે પાટીલ ડેવલપર્સ, ગતિ, સીઇએસસી, કેપીસી સુગર, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, કોચીન શિપયાર્ડ, અવધ સુગર, સ્ટાર સિમેન્ટ, શિલ્પા…
ભારતમાં કોરોના મહામારીના નવા દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે. આ સાથે મૃ્ત્યુઆંક પણ ઘટતા થોડીક રાહત થઇ છે. ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટીને હવે 1 લાખની નજીક આવી ગઇ છે. તો કોરોનાના એક્ટિવ કેસો પણ ઘટીને 14 લાખે પહોંચી ગયા છે. ભારતમાં સોમવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં જીવેલણ કોરોના સંક્રમણના નવા 1,00,636 કેસો સામે આવ્યા છે જે છેલ્લા 61 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લે 6 એપ્રીલે કોરોનાના નવા 96,982 કેસો સામે આવ્યા હતા. બીજી તરફ સોમવારે કોરોના સંક્રમિત વધુ 2427 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાની કુલ સંખ્યા 3.49 લાખે પહોંચી ગઇ છે. …
કોરોના વાયરસથી બચવા માટે હાલ સૌથી સરળ ઉપાય વેક્સિન છે. મહામારીને કાબુ રાખવા માટે સરકારે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન હાથ ધર્યુ છે. ભારતમાં હાલ સ્થાનિક સ્તરે વિકસીત કરાયેલી કોવિશિલ્ડ અને કોવેક્સીન મૂકવામાં આવી રહી છે. ઉપરોક્ત બંને રસી લીધા પછી તેની અસરનો તાગ મેળવવા હાથ ધરાયેલા દેશવ્યાપી સર્વેક્ષણમાં બંને રસી સલામત અને કાર્યક્ષમ જણાઈ છે. કોરોનાની રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધા પછી એન્ટીબૉડી પ્રતિભાવનો અંદાજ મેળવવા માટે વિવિધ વર્ગોને આવરી લેતો દેશવ્યાપી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 515 હેલ્થકેર વર્કર્સને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસ કોલકતાના ડો. એ. કે. સિંઘ, અમદાવાદના ડો.સંજીવ ફાટક, ધનબાદના ડો. એન…
મુંબઇઃ લિકર કિંગ તરીકે કુખ્યાત ભાગેડુ અને લોન ડિફોલ્ટર વિજય માલ્યાની મુશ્કેલી દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. વિજય માલ્યા પાસેથી બાકી લોનની વસૂલાત માટે બેન્કો હવે તેની કંપનીના શેર પોતાના કબજામાં લઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વિજય માલ્યાની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝના 5600 કરોડ રૂપિયાની મૂલ્યના ઇક્વિટી શેર ડેટ રિકવરી ટ્રિબ્યુનલના રિકવરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ (યુબીએલ)ના 5600 કરોડ રૂપિયાની મૂલ્યના 4.13 કરોડ શેર ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)ના રિકવરી ઓફિસરના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. ભાગેડુ અને લોન ડિફોલ્ટર વિજય માલ્યની કંપનીએ આજે આ માહિતી આપી છે. સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ…
સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.’ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી કે,‘ઘણા રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર હાલમાં કોરોનાકાળમાં આવક ગુમાવી રહી છે આ સમયે પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સમાં છૂટ આપવી પોષાય તેમ નથી. કોરોના મહામારીના છેલ્લા 13 મહિનામાં પેટ્રોલ 25.72 રૂપિયા અને ડિઝલ 23.93 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. પેટ્રોલ-ડિઝલમાં રેકોર્ડ વધારા માટે ક્રૂડ ઓઈલની કિંમતો નહીં પરંતુ મોદી સરકારે વધારેલો ટેક્સ જવાબદાર છે.’ દેશમાં છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે પ્રતિ લીટર રૂ. ૪.૬૯ અને રૂ. ૫.૨૮નો …
કોરોના મહામારીથી ભારનતા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇસીસને સૌથી વધુ નુકસાન થઇ રહ્યુ છે. આ MSME સેક્ટર હજી પણ મહામારીના પડેલા ફટકાથી બેઠું થઇ શક્યુ નથી. મહામારીના લીધે આર્થિક સંકટમાં મુકાયેલા ભારતના MSME સેક્ટરને ટેકો આપવા માટે વર્લ્ડ બેન્ક આગળ આવી છે. વર્લ્ડ બેન્ક ભારતના MSME સેક્ટરને આર્થિક ટેકો આપવા માટે 50 કરોડ ડોલરનું પેકેજ લઇને આવી રહી છે. વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરએ આજે ભારત સરકારની દેશવ્યાપી પહેલને સમર્થન આપવા 500 મિલિયન ડૉલર સહાયની જાહેરાત કરી છે. આ અંતર્ગત, લગભગ 555,000 MSMEs ના પ્રદર્શનમાં સુધારો લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય સરકારના રેઝિલિએન્સ એન્ડ રિકવરી પ્રોગ્રામ…
ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ઓછો થઇ રહ્યો છે. જેમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવતા વાયરસનું સંક્રમણ રોકવામાં મદદ મળી રહી છે. ગુજરાતના દૈનિક કોરોના કેસોની વાત કરીયે તો સોમવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં 778 કેસ નોંધાયા છે જે છેલ્લા 3 મહિનાના સૌથી ઓછા કેસ છે. તો સોમવારે કોરોના સંક્રમિત 11 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 2613 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 96.80 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,90,906 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,944 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં…
કેન્દ્ર સરકારે દેશમાં નવા શ્રમ કાયદા એટલે કે લેબર કોડનો અમલ કરવાનું નક્કી કર્યુ છે. આ નવા લેબર કોડથી કર્મચારીની ટેક હોમ સેલેરરી, પીએફ અને ગ્રેજ્યુઇટીની રકમમાં ફેરફાર થશે. હવે કેન્દ્રએ લેબર કોડના કાયદાઓને લાગુ કરવા તરફ આગળ વધવાનું નક્કી કર્યું છે. આનાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં ઘટાડો થશે અને કંપનીઓની પ્રોવિડન્ટ ફંડની જવાબદારીમાં વધારો થશે. એકવાર વેતન કોડ લાગુ થયા પછી, કર્મચારીઓનાં બેઝિક પે અને પ્રોવિડન્ટ ફંડની ગણતરી કરવાની રીતમાં મોટા ફેરફાર થશે. શ્રમ મંત્રાલયે 1 એપ્રિલ, 2021 થી ઇન્ડસ્ટ્રીયલ રિલેસન્સ, વેજ, સોશિયલ સિક્યોરિટી, અને ઓક્યૂપેશનલ હેલ્થ સેફ્ટી પરના ચાર કોડને લાગુ કરવાની વિચારણા કરી હતી. મંત્રાલયે પણ ચાર…