કવિ: Satya Day

વિમાન મુસાફરો માટે રાહતજનક સમાચાર છે. હવે વિમાનમાં મુસાફરી કરતા લોકોને ફરજિયાત નેગેટિવ  RTPCR ટેસ્ટ રિપોર્ટમાં રાહત આપી છે. કેન્દ્ર સરકાર મુશ્કેલી વગરની ઘરેલુ હવાઇ મુસાફરીને સક્ષમ બનાવવા અને રસીના બંને ડોઝ લીધેલા મુસાફરોને ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટની સિસ્ટમને ખતમ કરવા વિચારી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું, “આરોગ્ય વિભાગ સહિત અનેક મંત્રાલયો અને હિતધારકોની સંયુક્ત ટીમ, રસીના બંને ડોઝ પ્રાપ્ત કરનારાઓને આરટી-પીસીઆર ટેસ્ટ વિના હવાઇ મુસાફરીની મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવા અંગેની ચર્ચા કરી રહી છે.” તેમણે કહ્યું કે આ નિર્ણય એકલું MoCA જ નહીં લે, સરકાર સાથે કાર્યરત આરોગ્ય નિષ્ણાતો સહિત નોડલ…

Read More

આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધા માટે સોમવારે એટલે આજથી તેનું નવું ઈ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. હવે ઇનકમ ટેક્સ રિટર્ન આઈટીઆર દાખલ કરવા સહિત બીજા તમામ જરૂરી કામ વિભાગના નવા પોર્ટલ www.incometax.gov.in પર સંચાલિત થશે. તેમા ઘણા ફિચર્સ હશે, જેનાથી કામમાં ઝડપ આવી શકશે. તેનાથી ઇનકમ ટેક્સ રિટર્નની તાત્કાલિક પ્રોસેસિંગ શરૂ થશે અને અને રિફંડની પ્રક્રિયા પણ ઝડપી બનશે. CBDTએ એક નિવેદન જારી કરતા જણાવ્યું કે અમે અમારા તમામ કરદાતાઓ અને શેરધારકોને ઇનકમ ટેક્સનું નવું પોર્ટ લોન્ચ થયા પછી શરૂઆતમાં શાંતિ જાણવવાની અપીલ કરીએ છીએ. આ ખૂબ જ મોટો ફેરફાર છે અને ટેક્સ પેમેન્ટની નવી સિસ્ટમ સહિત તેના અન્ય…

Read More

કોરોના મહામારીથી ભારતીય અર્થતંત્રને ગ્રહણ લાગ્યુ છે. વિકાસના મામલે ભારતની પીછેહઠ થઇ છે અને પછાત કહેવાતા દેશોથી પણ પાછળ ધકેલાઇ ગયુ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડે્ક્સ એટલેકે ટકાઉ વિકાસ સુચકાંકમાં ભારત એક વર્ષમાં બે ક્રમ પાછળ ધકેલાયું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૯૩ સભ્ય દેશોએ વર્ષ ૨૦૧૫માં, વર્ષ ૨૦૩૦ના એજન્ડાના એક ભાગરૃપે અપનાવેલા ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (ટકાઉ વિકાસ ઉદ્દેશ્યો)ના રેન્કિંગમાં ભારત ગત વર્ષે ૧૧૫માં ક્રમે હતું, જેને નવા રેન્કિંગમાં બે ક્રમ પાછળ એટલે ૧૧૭મું સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં ભારત કરતાં ભૂટાન, નેપાળ, શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ જેવા નાના દેશો પણ આગળ છે. ભારતના પર્યાવરણની રિપોર્ટ ૨૦૨૧માં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો…

Read More

મુંબઇઃ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. દેશના 136 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને વટાવી ગયા છે. માત્ર ચાલુ વર્ષની વાત કરીયે તો પેટ્રોલની કિંમત ત્યાર સુધી 13 ટકા વધી ગઇ છે. આજે પેટ્રોલ 26-31 પૈસા પ્રતિ લિટર વધી ગયા છે, જ્યારે ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લિટર સુધી વધી ગયા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ 72 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયા છે, જેનાથી આગામી સમયમાં ભાવ વધુ ઉંચે જેવાની આશંકા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે સોમવાર 7 જૂનના રોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાર જાહેર કર્યા છે. જેમાં પેટ્રોલની કિંમત 28 પૈસા અને ડીઝલની કિંમત 27 પૈસા પ્રતિ…

Read More

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. દૈનિક નવા કેસો ઘટવાની સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટવા લાગતા હવે હાંશકારો થયો છે. ભારતમાં રવિવાર 7 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા ઘટીને ૧.૧૪ લાખ થઈ હતી, જે છેલ્લા ૬૦ દિવસમાં સૌથી ઓછી હતી. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૮૮ કરોડ થઈ હતી. રવિવારે કોરોનાથી વધુ ૨,૬૭૭નાં મોત થયા છે, જે ૪૨ દિવસમાં સૌથી ઓછો છે. કુલ મૃત્યુઆંક ૩.૪૬ લાખ થયો હતો. એક્ટિવ કેસ પણ ઘટીને ૧૫ લાખથી ઓછા થયા છે. દરમિયાન હરિયાણામાં લૉકડાઉન ૧૪ જૂન સુધી લંબાવાયું છે જ્યારે ઉત્તર…

Read More

5G ટેસ્ટિંગ અંગે હાઇકોર્ટમાં અરજી કરવી અભિનેત્રી જુહી ચાવલાને ભારે પડી ગઇ છે. જૂહી ચાવલા તરફથી દિલ્હી હાઈકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેક્નોલોજીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી રદ્દ થઈ ગઈ છે.  ઉપરાંત  કોર્ટે 20 લાખ રૂપિયાનો તોતિંગ દંડ પણ ફટકાર્યો છે. જસ્ટિસ જેઆર મિધાની પીઠે આ મામલામાં પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, અરજીકર્તાએ પૂરી કોર્ટ ફી જમા કરાવી નથી જે દોઢ લાખથી ઉપર છે. તેને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, આ અરજી લીગલ એડવાઇઝ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય રાખવામાં આવ્યા નથી. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો. આ વાત…

Read More

આજે રિઝર્વ બેન્કની ધિરાણનીતિ જાહેર થવાની છે. આ વખતે પણ લોન સસ્તી થવાની શક્યતા ઓછી છે. કારણ કે હજી પણ મોંઘવારીનું જોખમ રહેલુ છે. પણ ખાડે ગયેલા અર્થતંત્રને વેગ આપવા માટે નાણાંકીય પ્રોત્સાહન આપવુ જરૂરી બની ગયુ.

Read More

મુંબઇઃ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ હવે લોકોને દઝાડી રહ્યા છે. બે દિવસના વિરામ બાદ આજે શુક્રવારે ફરી ઇંધણના ભાવ વધ્યા છે. પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા બાદ હવે ડીઝલ પર તે દિશામાં આગળ વધી રહ્યુ છે.  રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર 98 રૂપિયા થઇ ગઇ છે. છેલ્લા 19 દિવસમાં ઇંધણ પ્રતિ લિટર દીઠ 4 રૂપિયા મોંઘુ થયુ છે. તો વર્ષ 2021માં પણ ઇંધણની કિંમત પ્રતિ લિટર 12 રૂપિયા વધી ગયા છે. બે દિવસની રાહત બાદ આજે શુક્રવાર ફરી પેટ્રોલ અને ડીઝલ બજારમાં ઉછાળો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 27 પૈસા અને ડીઝલમાં 28…

Read More

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોરોનાની વર્તમાન લહેરમાં સરકાર, પોતાના કર્મચારી અને સામાન્ય લોકોની મદદ કરી રહી છે. સાથે જ હવે રિલાયન્સે સેનેટાઇઝર્સ અને ટેસ્ટિંગ કિટમાં પણ પ્રવેશ કર્યો છે. કંપનીએ ભારતમાં વણસતી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા પૂરતી તૈયારી કરી લીધી છે જેથી ભવિષ્યમાં લોકોની મદદ કરી શકાય. રિલાયન્સ R&D ટીમે માર્કેટ ખર્ચના 20 ટકા પર WHO સ્પેસિફિકેશન્સને અનુરૂપ સેનિટાઇઝર બનાવવા માટે એક પ્રક્રિયા તૈયાર કરી છે. સાથે જ હવે કંપની જલ્દી જ કોરોનાની દવા પણ લઇ શકે છે. કંપનીએ કોવિડ-19 વિરુદ્ધ સંભવિત દવાના રૂપે Niclosamideની અરજી માટે એક પ્રપોઝલ સબમિટ કર્યુ છે. રિલાયન્સની ટીમ અહીં નેક્સર પોલીમરને પ્રમાણિત…

Read More

મુંબઇઃ કોરોના સંકટમાં ખાદ્યતેલોના ભાવમાં તોતિંગ વધારાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવ ઘટે તે માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકે છે. ભાવવધારાને ધ્યાનમાં રાખી સરકાર હવે ખાદ્યતેલો પરની આયાત જકાત ઘટાડવા અંગે વિચારણા કરી શકે છે જેથી લોકોને સસ્તુ તેલ ઉપલબ્ધ થઇ શકે. નોંધનિય છે કે, કોરોના મહામારી દરમિયાન દેશમાં ખાદ્યતેલોનો કુલ વપરાશ અને માંગ ઘટ્યા હોવા છતાં સોયાતેલ, સનફ્લાવર અને પામતેલના ભાવમાં બમણાંથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. સરકારી અધિકારીઓના જણાયા મુજબ વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાતકાર દેશ જકાત ઘટાડી શકે છે. જકાત ઘટતા સ્થાનિક સ્તરે ખાદ્યતેલોના ભાવ ઘટશે અને વપરાશ વધતા…

Read More