ગુજરાતમાં સતત ઘટતા જતા કોરોનાના કેસો વચ્ચે રાત્રિ કરફ્યુના સમયમાં પણ ઘટાડો કરાયો છે. તો વેપારીઓને પણ બપોરના 3 વાગ્યા સુધી છૂટછાટ અપાઇ છે. એવામાં રાજ્યમાં મંગળવારેના રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે તો નવા 22 દર્દીઓનાં આજે મોત નિપજ્યાં છે. તદુપરાંત 4869 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. ત્યારે આજ રોજ રાજ્યમાં સાજા થવાનો દર 95.21 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,71,860 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9855 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 1 લાખ 96 હજાર 793 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજ…
કવિ: Satya Day
કોરોના વેક્સીન માટે બજેટમાં ફાળવેલ નાણાંનો ખર્ચ કરવામાં મોદી સરકાર ભારે ઉદાસીન રહી છે. નાગપુરના એક RTI એક્ટિવિસ્ટને RTI એક્ટ હેઠળ મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે રસીની ખરીદી માટે રૂપિયા 35 હજાર કરોડની કુલ બજેટ જોગવાઈમાંથી માત્ર 4,488.75 કરોડનો ખર્ચ કર્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં કોવિડ રસીકરણ અભિયાન માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી. એક્ટિવિસ્ટ મોહનીશ જબલપુરેની RTIના જવાબમાં જાણવા મળ્યું છે કે રસીકરણની બજેટ જોગવાઈનાં 13 ટકાથી પણ ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે અને 87.18 ટકા નાણાં હજી ખર્ચવામાં આવ્યા નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મોહિનીશને…
કોરોનાકાળના આ મુશ્કેલીના સમયમાં કર્મચારીઓને રાહત આપવાના ઉદ્દેશથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ મોટી પહેલ કરી છે. આ અંતર્ગત સબ્સક્રાબર્સને પૈસાની જરૂરિયાત પડવા પર તેઓ પોતાના પીએફ એકાઉન્ટ (PF Account) માં 3 મહીનાની જમા રકમને એડવાન્સમાં નીકાળી શકે છે. ગઇ વખતે પણ સરકારે ઇપીએફ સબ્સક્રાઇબર્સને એડવાન્સ લેવાની સુવિધા આપી હતી. ઇપીએફઓ તરફથી પીએફ કર્મચારીઓને બીજી વાર નોન-રિફન્ડેબલ કોવિડ એડવાન્સ પેમેન્ટની સુવિધા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત વ્યક્તિ પીએફ એકાઉન્ટમાં જમા રકમના 75 ટકા અથવા તો ત્રણ મહીનાની સેલરી (બેસિક અને ડીએ) ના બરાબર રકમમાં જે ઓછી હોય તેના સમાન રકમનો ઉપાડ કરી શકો છો. આવા ગાળામાં શ્રમ મંત્રાલયએ…
મુંબઇઃ વિદેશની જેમ હવે ભારતમાં પણ કામના કલાકોની હિસાબે કર્મચારીને પગારની ચૂકવણી કરવામાં આવશે. દેશની સૌથી સસ્તી લો કેરિયાર એરલાઈન્સે તેના કર્મચારીઓને કોરોનાના કહેરને કારણે હવે કામના કલાકોને આધારે પગાર ચૂકવવાનું નક્કી કર્યું છે. આવકમાં ઘટાડો થતા કંપનીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નવી પદ્ધતિ અપનાવી છે. કોરોનાકાળમાં વિશ્વભરમાં અનેક એરલાઈન્સો બંધ થવાના દ્વારે પહોંચી છે અને મુખ્યત્વે તમામ એરલાઈન્સે કર્મચારીઓને છુટા કર્યા છે અને પગાર કાપ કર્યો છે પરંતુ, આ કપરાકાળમાં પણ કર્મચારીઓ અને કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને અમે 92% કર્મચારીઓને શક્ય તેટલો પગાર ચૂકવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ કોરોનાની માર લાંબો સમય ચાલી છે તેથી હવે કંપનીએ નવા સેલરી…
કોરોના મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાને મરણતોલ ફટકો માર્યો છે. નાણાંકીય વર્ષ 2021માં ભારતનો વિકાસદર -7.3 ટકા રહ્યો છે. જે છેલ્લા 4 દશકથી વધુ સમયમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. સરકારી આંકડા મુજબ નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 40 વર્ષનો સૌથી ખરાબ વાર્ષિક વિકાસદર છે. જો કે રાહતની વાત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થાના નાણાંકીય વર્ષ 2020-21માં ચોથા ત્રિમાસિકમાં પોઝીટીવ મોડ પર આર્થિક વ્યવસ્થા આવી છે. જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વિકાસદર 1.6 ટકા નોંધાયો છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથરેટ 1. 6 ટકા થયો ઈકોનોમીમાં કોરોના સંક્ટ છતાં ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથરેટ…
મુંબઇઃ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કે ટ્રાન્ઝેક્શન કરનાર કસ્ટમરોને ભારતીય બેન્કોએ ચેતવણી આપી છે. દેશની કેટલીક મોટી બેન્કોએ પોતાના કસ્ટમરોને બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં ડિલિંગ ન કરવાની સલાહ આપી છે. એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાના કસ્ટમરોને આ અંગે ઇ-મેલ પણ મોકલ્યા છે. અલબત્ત આ ઇ-મેલ કેટલાંક પસંદગીના કસ્ટમરોને જ મોકલવામાં આવી રહ્યા છે. આ ઇ-મેલમાં કસ્ટમરોને ક્રિપ્ટોકરન્સી સંબંધિત ટ્રાન્ઝેક્શન અંગે પૂછવામાં આવ્યુ છે અને આવા ટ્રાન્ઝેક્શનથી બચવાની સલાહ આપવામાં આવી છે. બેન્કોએ કસ્ટમરોને ચેતવણી આપી છે કે આ સલાહને જો નહીં માનશો તો તેમનું કાર્ડ પણ કેન્સલ કરવામાં આવી શકે છે. HDFC બેન્કે ઇ-મેલમાં કહ્યુ છે કે,…
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM-Kisan Scheme) નો 8 મો હપ્તો થોડાંક દિવસ પહેલાં જ દેશના 9.5 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા નાખી દીધા છે. નાના અને સીમાંત ખેડૂતોની આર્થિક મદદ માટે શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દર 4 મહીનામાં 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાયતા ડાયરેક્ટ તેમના બેંક ખાતાઓમાં આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 8 હપ્તાઓ મોકલવામાં આવી ચૂક્યાં છે. કેટલાંક ખેડૂતોને હજુ સુધી આ યોજનાનો ફાયદો નથી મળ્યો. આવાં ખેડૂતો એક સાથે બે હપ્તાઓનો ફાયદો પણ ડાયરેક્ટ લઇ…
નાણાં મંત્રાલયે હાલમાં જ નવા ઈન્કમ ટેક્સ પોર્ટલને શરૂ કરવાની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે તાજેતરમાં જણાવ્યું કે 7 જૂનથી, આવકવેરાની વિગતો ભરવા માટેનું એક નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરાશે. નવા પોર્ટલનો હેતુ કરદાતાઓ માટે સુવિધા વધારવાનો છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ મોબાઇલ દ્વારા તેનો ઉપયોગ કરવો સરળ બનશે અને તેના પર અગાઉથી ભરવામાં આવેલા આવકવેરાની વિગતો, આઈટીઆર આવકવેરા ફોર્મ અને સરળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આવકવેરા વિભાગ 7 જૂન, 2021એ નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in શરૂ કરશે. આ પોર્ટલ હાલની http://incometaxindiaefiling.gov.inની જગ્યાએ કામ કરશે. વિભાગે કહ્યું છે કે આ નવા પોર્ટલમાં એક નવી…
જો તમે લોન વધુ સસ્તી થવાી આશા રાખી રહ્યા છો તમને નિરાશા મળી શકે છે કારણ કે રિઝર્વ બેન્ક વ્યાજના હાલના દર જાળવી રાખે તેવી શક્યતા છે. વધતી મોંઘવારી અને કોરોનાને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને પગલે રિઝર્વ બેન્ક આવો નિર્ણય લે તેવી શક્યતા છે. બેન્કની આગામી તા. 2 જૂનથી 4 જૂન દરમિયાન યોજાનારી નાણાંકીય નીતિની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકનું અધ્યક્ષ સ્થાન રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિદાસ સંભાળશે. એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજદરમાં કોઈ ઘટાડો કરાયો નહોતો. રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા યથાવત્ રખાયો હતો. રેટિંગ એજન્સી ઈકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયર કહે છે કે કોરોનાના…
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, મ્યુકોર્માઇકોસિસના કેસમાં વધારો થતાં ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં મ્યુકોર્માઇકોસિસના કેસ સૌથી વધુ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંકટ હળવું થયું છે જો કે, મ્યુકોર્માઇકોસિસના દર્દીઓમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. આ રોજ એવા દર્દીઓને થઈ રહ્યો છે જેઓ પહેલા કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. મ્યુકોર્માઇકોસિસને લીધે સૌરાષ્ટ્રમાં ચિંતા વધી છે, ખાસ કરીને રાજકોટ અને જામનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટમાં મ્યુકોર્માઇકોસિસના કુલ દર્દી 636 નોંધાયા છે. જ્યારે જામનગરમાં મ્યુકોર્માઇકોસિસના 137 કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે. કોરોના બાદ…