કેન્દ્ર સરકારે રસીની અછત દૂર કરવા અને રસીકરણને વધુ તીવ્ર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જુલાઈનાં અંત સુધીમાં, સરકારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રસીના 20-25 કરોડ ડોઝ અને 30 કરોડ ડોઝ ખરીદવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારી સુત્રોએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જૂન મહિનામાં સરકારને કોવિશીલ્ડ રસીના 10-12 કરોડ ડોઝ પ્રદાન કરશે. 10 લાખથી વધુ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અપાયા આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે બિહાર, દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 18-44 વર્ષની વય જૂથના 10 લાખથી વધુ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે હંગામી રિપોર્ટ મુજબ…
કવિ: Satya Day
કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. 24 કલાકમાં છેલ્લા 46 દિવસમાં સૌથી ઓછા 1.65 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 3460 લોકોના મોત નિપજ્યા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 3.25 લાખે પહોંચી ગયો છે. અને કુલ કેસોની સંખ્યા પણ વધીને 2.78 કરોડે પહોંચી ગઇ છે. પોઝિટિવિટી રેટ ઘટીને 9.36 ટકાએ પહોંચ્યો છે. એક જ દિવસમાં કોરોનાના કુલ 20.63 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો પણ વધીને 34.31 કરોડે પહોંચ્યો છે. એક્ટિવ કેસો ફરી ઘટીને 21 લાખે પહોંચ્યા છે જે કુલ કોરોના કેસોના 7.58 ટકા છે. રીકવરી રેટ વધીને 91.25 ટકાએ…
દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કોરોના મહામારાથી અનાથ થયેલા બાળકોની માટે વડાપ્રધાન પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમની જાહેરાત કરી છે. આવા બાળકોનો ભણવાનો ખર્ચ પણ PM કેર ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે. કોરોનાની બીજી લહેરમાં દેશભરના 577થી વધુ બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા આ અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રિપોર્ટનો અભ્યાસ કરીને જણાવ્યું હતું કે દેશમાં 1 એપ્રિલથી લઇને અત્યારસુધી કાળમુખો કોરોના 577 બાળકોના માતા-પિતાને ભરખી ગયો છે. જેના…
કોરોના સમયમાં ઓનલાઇન પેમેન્ટમાં વૃદ્ધિ તો થઇ, પરંતુ લોકોને કેશ પર સૌથી વધુ ભરોસો રહ્યો છે. લોકડાઉન દરમિયાન સમય સમયની જરૂરીયાત માટે લોકોએ બેંકમાં કેશ કાઢવા પર પોતાની પાસે રાખવાનું ઉચીત સમજ્યું. જેના કારણે નાણા વર્ષ 2020-21માં નોટોના સરક્યુલેશન સરેરાશની નજીક 17 ટકા વધુ રહ્યું. ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2020-21ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. રિપોર્ટના જણાવ્યા અનુસાર, નાણાવર્ષમાં સરક્યુલેશનમાં ઉપસ્થિત બેન્ક નોટનું મૂલ્ય 16.8 ટકા, જ્યારે તેની સંખ્યા વધી 7.2 ટકા વધી ગઇ છે. રિઝર્વ બેન્કે જણાવ્યું કે મહામારીની શરૂઆતની સાથે હવે અર્થવ્યવસ્થામાં કેશની વધુ માગ વધી તો તેઓએ બેન્કમાં નોટોની વધતી માગને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો…
કોરોના વાયરસ અંગે વધુ એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. વિયેતનામમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે જે હવામાં રોકેટ ગતિએ ફેલાય છે. વિએતનામમાં તો હાઈબ્રિડ કોરોના વાયરસ મળ્યો છે જે હવા દ્વારા ઝડપથી ફેલાય છે તથા તે ભારતીય અને બ્રિટીશ વેરિયન્ટનું મિશ્રણ છે. વિએતનામના હેલ્થ મિનિસ્ટર ગુયેન થાન્હે લોંગે જણાવ્યું કે દેશમાં ભારતીય અને યુકે સ્ટ્રેનનો નવો હાઈબ્રિડ વેરિયન્ટ મળ્યો છે. આ હાઈબ્રિડ વાયરસ હવામાંથી અત્યંત ઝડપી ગતિએ ફેલાવાની વિશેષતા ધરાવે છે. આ વાયરસ ખાંસી કે છીંક દ્વારા અત્યંત ઝડપી ગતિએ ફેલાય છે.દેશમાં હાલમાં કોરોનાના સાત સ્વરુપોની ભાળ મળી છે. ચીનની વુહાન લેબમાંથી આવ્યો છે કોરોના કે પછી જાનવરોમાંથી આવ્યો…
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નજીકના ભવિષ્યમાં 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ નોટો પર વાર્નિશનુ કોટિંગ કરેલુ હશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર ચલણમાં મુકવામાં આવશે અને એ પછી મોટા પાયે તેને બજારમાં ઉતરાવની બેન્કની તૈયારી છે.વાર્નિશ કોટિંગ કરવાનુ કારણ નોટોને વધારે ટકાઉ અને સુરક્ષિત બનાવવાનુ છે. હાલની 100ની નોટ બહુ જલ્દી ખરાબ થઈ જાય છે અને ફાટી પણ બહુ જલ્દી જાય છે. રિઝર્વ બેન્કે દર વર્ષે આવી લાખો કરોડો રૂપિયાની નોટો બદલવી પડતી હોય છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ હટાવવી પડે છે અને તેની પાછળ પણ મોટી રકમ ખર્ચાય છે. આ સમસ્યાથી છુટકારો…
ભારત સરકારે કોરોના વાયરસથી પ્રભાવિત બાળકો માટે પીએમ કેયર્સમાંથી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. મોદી સરકારના 7 વર્ષ પુરા થવાની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારા બાળકોને 18 વર્ષ થાય ત્યાં સુધી માસિક ભથ્થુ આપવામાં આવશે. કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવનારા બાળકોની મદદ કરવા માટે આજે વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ બેઠકની અધ્યતા કરી હતી. બેઠકમાં આ બાબતોનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોનાથી પ્રભાવિત બાળકોના સમર્થનમાં મદદ મળે. બેઠકમાં પીએમ મોદીએ હાલમાં કોરોના મહામારીથી પ્રભાવિત બાળકોને લાભ આપવાની જાહેરાત કરી છે. આ ઉપાયોની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ ભાર આપ્યો હતો કે, બાળકો ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે…
લક્ઝરી કાર બનાવતી કંપની રોલ્સ રોયસે દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. આ કારનું નામ બોટ ટેઈલ છે અને તેની કિંમત 20 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 200 કરોડ રૂપિયા છે. આ કારને રોલ્સ રોયસે ચાર વર્ષની મહેનત પછી તૈયાર કરી છે. રોલ્સ રોયસ બોટ ટેઈલ ચાર સીટની લક્ઝરી કાર છે અને તે 19 ફૂટ લાંબી છે. આ પહેલી રોલ્સ રોયસ કાર છે જે લક્ઝરી કાર ઉત્પાદકના નવા કોચબિલ્ડ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી છે. આ કાર રોલ્સ રોયસની સ્વેપ ટેઇલ કારથી પ્રેરિત છે. સ્વેપ ટેઇલ, બોટ ટેઇલ પહેલા રોલ્સ રોયસની સૌથી મોંઘી કાર હતી. સ્વેપ ટેલને રોલ્સ રોયસે 2017…
કોરોના મહામારીથી તમામ ઉદ્યોગો- વેપાર – ધંધામાં મંદીનું ગ્રહણ લાગ્યુ છે. કોરોનાએ હોટેલ, રેસ્ટોરન્ટ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ગાર્મેન્ટ, FMCG સહિતના ધંધા પર માઠી અસર થતા કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું તેવામાં સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને તેના કારણે કોમર્શિયલ પ્રોપર્ટી ખાલી થવા લાગી છે તેમજ ભાડાંમાં પણ 10-15% જેવો ઘટાડો થયો છે. રિયાલ્ટી એડવાઇઝર એ કે, ઘણી કંપનીઓ 5000 કે તેનાથી વધારે મોટી ઓફિસમાં હતી તેઓ હવે 2000-2500 સ્ક્વેર ફૂટની ઓફિસમાં શિફ્ટ થઈ રહી…
નવા સોશિયલ મીડિયા નિયમો અંગે ગૂગલ, ફેસબુક અને વોટ્સએપ અને ટ્વિટર સહિતની સોશિયલ મિડિયા કંપનીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠનો ઉકેલ આવતો જોવા મળી રહ્યો છે, સરકારી સૂત્રોએ ખુલાસો કર્યો છે કે ગૂગલ, ફેસબુક અને વોટ્સએપે સોશિયલ મીડિયાના નવા નિયમો સ્વીકાર્યા છે. આ અંગેની માહિતી સરકારને પણ આપવામાં આવી છે. જ્યારે, ટ્વિટર નવા નિયમોનું પાલન કરી રહ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્વિટર સિવાય ગૂગલ, ફેસબુક અને વોટ્સએપે નવા સોશિયલ મીડિયા નિયમો હેઠળ માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે વિગતો શેર કરી છે. ઉલ્લેખનિય છે કે આ માહિતી સુત્રો પાસેથી આવી રહી છે. આવી સ્થિતિમાં, અન્ય તમામ લોકોએ સરકારના આઇટી નિયમ પર…