કવિ: Satya Day

કોરોના મહામારી વચ્ચે દેશમાં વિમાન મુસાફરોની સંખ્યા છે તેમ છતાં હવે જૂનની શરૂઆતથી એરલાઇન્સનું ટિકિટ ભાડું વધી રહ્યુ છે. બીજી શબ્દોમાં કહીયે તો હવે વિમાન મુસાફરી મોંઘી થશે. હકિકતમાં સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 13થી 16 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. આની પહેલા માર્ચમાં સિવિસ મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો હતો. ફેબ્રુઆરીમાં લોઅર પ્રાઈસ બેન્ડમાં 10 ટકા અને હાયર બેન્ડમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. વિમાની મુસાફરીમાં આ વૃદ્ધિ એક જૂનથી અસરમાં આવી રહી છે. વિમાની ભાડાની ઉંચી મર્યાદાને જો કે પૂર્વવત રાખવામાં આવી છે. સરકારના આ પગલાથી એરલાઈન્સ કંપનીઓની મદદ મળશ. કોવિડ…

Read More

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ક્રમશ: ઘટી રહ્યો છે. દેશમાં શુક્રવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના એક દિવસમાં 1.86 લાખ કેસ નોંધાયા હતા, જે 44 દિવસમાં સૌથી ઓછા કેસ હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 3660નાં મોત નીપજ્યાં હતાં.આ સાથે કોરોનાના કુલ કેસ 2.75 કરોડ નોંધાયા હતા તેમજ કુલ મૃત્યુઆંક 3.18 લાખ થયો હતો. દેશમાં કોરોનાના કેસ ઘટતા સતત 15 દિવસથી કોરોનાના નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 9 ટકા થયો હતો, જે સતત ચોથા દિવસે 10 ટકાથી નીચે રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 10.42…

Read More

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 43મી બેઠક યોજાઇ હતી. લગભગ 7 મહિનાના અંતરે યોજાયેલી આ બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસના પડકારને ધ્યાનમાં રાખી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાંમંત્રી અને કેન્દ્ર તેમજ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. આ બેઠક બાદ નાણાં પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સ આપી કાઉન્સિલના નિર્ણયો વિશે માહિતી આપી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારામને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોવિડ -19 ની સારવાર અને સંચાલનમાં જરૂરી નિર્ણાયક ઉપકરણોની ઉપલબ્ધતા વધારવા માટે જીએસટી કાઉન્સિલે શુક્રવારે કોવિડ સંબંધિત ઉપકરણોની આયાત પરની જીએસટી મુક્તિને 31 ઓગસ્ટ 2021 સુધી વધારવાનો નિર્ણય કર્યો…

Read More

બેન્કોમાં રહેલી તમારી મહામૂલી થાપણો સંપૂર્ણપણે સુરક્ષિત છે તેની હવે કોઇ ખાતરી નથી. કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા જમા થાપણ અંગેના વીમા કવચ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. આથી જો કોઇ બેન્ક ફડચામાં જાય તો તેના થાપણદારો માટે પોતાની રકમ મેળવવાનો એક માત્ર રસ્તો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) દ્વારા આપવામાં આવતું થાપણ વીમા કવચ છે. આ થાપણ વીમા કવચ છેલ્લે 4, ફેબ્રુઆરી 2020ના રોજથી 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું. રિઝર્વ બેન્કના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ, માર્ચ 2021ના અંતે બેન્કોમા સંપૂર્ણપણે સુરક્ષિત એકાઉન્ટની સંખ્યા 247.8 કરોડ હતી, જે કુલ 252.6 કરોડ બેન્ક એકાઉન્ટના…

Read More

કોરોના મહામારી સામે હાલ વેક્સીન જ સૌથી અસરકારક સુરક્ષા કવચ હોવાનું મનાય છે તેમ છતાં ઘણા લોકો રસી મૂકાવવા ઇનકાર કરે છે. આવી પરિસ્થિતિમાં અવનવી લાલચ આપીને લોકોને વેક્સિન સેન્ટર સુધી લાવવાનો પ્રયત્ન થતો હોય છે. ભારતમાં ઘણી જગ્યાઓએ એવી ઓફર આપવામાં આવી હતી કે જે પણ વેક્સિન લેશે તેને સોનુ મળશે અને કેટલીક જગ્યાએ તેમની ગાડીને ફ્રી સર્વિસ કરી આપવામાં આવશે. કોરોના વેક્સિનને લઇને જાગૃતતા ફેલાવવા માટે અમેરિકાના ઓહીયોના ગવર્નર માઇક ડેવિને આ પ્રકારની લોટરીને લોન્ચ કરી છે. જે પણ આ વેક્સિન લેશે તેને લોટરીમાં 7 કરોડ રૂપિયા જીતવાની તક આપવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર લોટરી જીતનારા બધા લોકોને 10…

Read More

કોરોના મહામારી દરમિયાન દેશમાં ખાદ્યતેલોના ભાવ બેફામ વધ્યા છે અને તેનાથી સામાન્ય લોકોને ઘર ખર્ચ ચલાવવુ મોંઘુ બની ગયુ છે. પામ તેલની રિટેલ કિંમત 138 રુપિયા પ્રતિ કિલોગ્રામ છે. એક વર્ષ પહેલા કિંમત 85 ટકા પ્રતિ કિંલો હતી. એટલે કે એક વર્ષમાં 62 ટકા વધી છે. પામ તેલના ભાવ વધારા પાછળ ઈન્ડોનેશિયા દ્વારા લગાવવામાં આવેલા ટ્રેક્સમાં અચાનક વધારો નોંધાયો છે. ઈંન્ડોનેશિયાથી આયાત થનારી પામ આયલ પર હવે 400 ડૉલર પ્રતિ ટન ટેક્સ વસૂલી રહ્યુ છે. તેમણે પામ ઓઈલ પર નિર્યાત કરી એપ્રિલના 116 ડોલરથી વધીને 140 ડોલર પ્રતિ ટન કરી દીધો છે. એટલુ જ નહીં નિકાસ લેવી પણ 55 ડોલર પ્રટિ…

Read More

દેશના સૌથી મોટા ધનવાનોમાંથી એક મુકેશ અંબાણીને રીટેલ સેક્ટરમાં કાંટાની ટક્કર આપવા માટે હવે ટાટા ગ્રુપે નવો પ્લાન બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા ગ્રુપની Curefitના ફાઉન્ડર મુકેશ ભંસલ સાથે વાત ચાલી રહી છે. તેમને ટાટાના આ નવા બિઝનેસ માટે ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. બંસલ ઓનલાઈન ફેશન રિટેલર મિંત્રાના કો-ફાઉન્ડર પણ છે. પાછલા 5 વર્ષથી તે Curefitની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે ફ્લિપકાર્ટના સીનિયર એઝ્યુક્યુટિવ અંકિત નાગોરીની સાથે આ બેંચર લોન્ચ કરી હતી. એક સૂત્રએ માહિતી આપી છે કે બંસલને ટાટા ના આ નવા બિઝનેસમાં ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે હજુ આ મામલે ફાઈનલ…

Read More

વિશ્વ આરોગ્ય સંસ્થાના સાપ્તાહિક અહેવાલ અનુસાર ભારતમાં પ્રથમ ઓળખાયેલો બી.1.617 કોરોના વેરીઅન્ટ હવે 53 દેશોમાં મળી આવ્યો છે. બી.1.617ને ત્રણ પેટા લાઇનેજ પણ છે. બી.1.617.1 કોરોના વેરીઅન્ટ 41 દેશોમાં,બી.1.617.2 વેરીઅન્ટ 54 દેશોમાં અને બી.1.617.3 વેરીઅન્ટ છ દેશોમાં મળી આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વેરીઅન્ટ વધારે ચેપી જણાયો હોવાથી તેને વેરીઅન્ટ ઓફ કન્સર્ન જાહેર કરેલો છે. હાલ આ વેરીઅન્ટની પ્રસરણ ક્ષમતા અને તેને કારણે થતાં રોગની વિષમતા વિશે તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં ગયા સપ્તાહમાં  કોરોનાના નવા કેસોની સંખ્યામાં 23 ઘટાડો થયો હતો પણ આ નવા કેસોની સંખ્યા હાલ દુનિયામાં સૌથી વધારે છે. નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ…

Read More

અમેરિકાના પ્રખ્યાત સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોનો સરકાર દ્વારા જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી 14 ગણા વધુ લોકો માર્યા ગયા છે. એટલે કે ન્યૂયોર્ક ટાઇમ્સે કેન્દ્ર સરકારના કોરોના અંગેના આંકડાઓ સાચા ન હોવાનો દાવો કર્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના એનાલિસીસના આધારે દાવો કર્યો છે કે ભારતમાં 70 કરોડથી પણ વધુ લોકોને કોરોના થયો છે જ્યારે 42 લાખથી પણ વધુ લોકો કોરોનાથી માર્યા ગયા છે. અત્યંત ખરાબ સ્થિતિમાં અનુમાન લગાવાયુ કે કોરોના સંક્રમણનો આંકડો વાસ્તવિક આંકડાથી 26 ગણો વધુ છે, સાથે જ કોરોનાથી 70 કરોડ લોકો સંક્રમિત થયા છે અને 42…

Read More

કોરોના સંકટના પાછલા નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર અંદાજે આઠ ટકા ઘટયો હોવા છતાં ઘરેલું શેરબજારોમાં આવેલી તેજી એક જોખમી પરપોટા જેવી છે, એમ રિઝર્વ બેન્ક દ્વારા ગુરૂવારે જારી કરાયેલા તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું હતું.  શેર બજારની તેજી શું વ્યવહારૂ છે? એવા એક અભ્યાસમાં રિઝર્વ બેન્કે નોંધ્યું છે કે, ખરી આર્થિક પ્રવૃત્તિમાં રિકવરી અને એસેટના ભાવમાં વધારો  આ બન્ને વચ્ચે સુસંગતતા નથી જે ચિંતાનો વિષય કહી શકાય. અર્થતંત્ર પાટે ચડવા સાથે અને કોરોનાની લહેર એક વખત થંભી ગયા બાદ સ્ટીમ્યુલ્સને તબક્કાવાર પાછા ખેંચવાની પણ રિઝર્વ બેન્ક દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. 15મી ફેબુ્રઆરીના રોજ બીએસઈ સેન્સેકસ 52154ની રેકોર્ડ સપાટીએ…

Read More