ભારતમાં છેલ્લા સપ્તાહથી કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોની સંખ્યા 2 લાખની આસપાસ નિયંત્રણમાં રહે છે. જો કે ઉંચો મૃત્યુદર હજી ચિંતાનો વિષય છે. ભારતમાં ગુરુવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 2.11 લાખ કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો 2.73 કરોડે પહોંચી ગયો છે. ફરી રીકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ 24 કલાકમાં વધુ 3847 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3.15 લાખે પહોંચી ગયો છે.એક જ દિવસમાં કોરોનાના 21 લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો 33.70 કરોડે પહોંચ્યો છે. એક્ટિવ કેસો હવે 24 લાખે આવી…
કવિ: Satya Day
રાજ્યો કોરોનાની રસીની અછતની ફરિયાદો કરી રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકાર હવે અમેરિકાની ફાઇઝર સહિતની વિદેશી રસીઓની આયાતની તૈયારી કરી રહી છે, આ માટે કેટલાક નિયમોને પણ હળવા કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર ફાઇઝર, જેએન્ડજે અને મોડર્ના રસીની આયાત અંગે વિચારી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે અમે ગયા વર્ષે મધ્યમાં જ ફાઇઝર, મોડર્ના અને જેએન્ડજે રસીની આયાત અંગેના પ્રયાસો કરી રહ્યા હતા અને તેને બને તેટલી વહેલી તકે ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મીથ એન્ડ ફેક્ટ્સ ઓન ઇન્ડિયાસ વેક્સિનેશન પ્રોસેસ નામના ટાઇટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સરકારે કહ્યું હતું કે વિદેશથી રસીની આયાત…
છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આજે આ લેખમાં તમે ભારતના પ્રથમ ક્રિપ્ટો અબજોપતિને ઓળખવા જઇ રહ્યા છો. તેમનું નામ જયંતી કાનાણી, સંદીપ નેલવાલ અને અનુરાગ અર્જુન છે. ત્રણેય બ્લોકચેન પ્લેટફોર્મ Polygonના સહ-સ્થાપક છે. Polygon, જે અગાઉ Matic તરીકે જાણીતું હતું, તેની સ્થાપના 2017 માં કરવામાં આવી હતી. Polygonએ દેશમાં સંપૂર્ણ વિકસિત બ્લોકચેન ટેક્નોલોજી છે. 2017 માં તે મેટિક નેટવર્ક નામથી લોન્ચ કરવામાં આવી હતી જે ઇથેરિયમ બ્લોકચેન પર આધારિત છે. આની મદદથી, decentralized apps તૈયાર છે. ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ હાલમાં વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી છે. ક્વૉઇન ડેસ્કની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તે હાલમાં 2805…
ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં ગુજરાત સરકારનું ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત પરામર્શ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે આજે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ અને ઑમ્નિ BRx ટેકનોલોજી સાથે મળીને ગુજરાતમાં વેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટિક લિમિટેડ સાથે એમઓયુ કર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત કૉવેક્સિનના ઉત્પાદનમાં અત્યંત મહત્વના ડ્રગ સબસ્ટાન્સનું ઉત્પાદન કરીને ભારતમાં વેક્સિન ઉત્પાદન અને વિસ્તરણમાં મહત્વનું યોગદાન આપશે. ભારત સરકારે સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ સહયોગ સાથે સમર્થન આપ્યું છે એટલું જ નહીં, આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં ભારત સરકારના બાયોટેકનોલોજી…
કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના હવાલાથી મળતી ખબર મુજબ આ વર્ષે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીનું પ્રીમિયમ નહિ વધે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓને કડક નિર્દેશો આપ્યા છે કે મહામારીને કારણે આ વર્ષે વીમા કંપનીઓ પ્રીમિયમ નહીં વધારે. તેનો અર્થ એમ થયો કે જો આ વર્ષે તમારી પોલિસી રીન્યુ થવાની છે અથવા તો તમે કોઈ નવી પોલિસી ખરીદો છો તો તમારે વધારે પ્રીમિયમ નહિ ભરવું પડે. જોકે, કોરોના મહામારીને કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં જોરદાર વધારો થયો છે અને કંપનીઓ પર પ્રીમિયમ વધારવાનું પણ દબાણ છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને IRDAIએ પ્રીમિયમ…
રાજ્યમાં એક તરફ કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યાં તો હજુ ખરેખર ચોમાસાની શરૂઆત પણ નથી થઇ ત્યાં તો વરસાદનું પણ આગમન થઇ ગયું છે. રાજ્યમાં આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડા દરમ્યાન વરસેલા વરસાદ બાદ હજુ પણ ક્યાંક ક્યાંક વરસાદ મન મૂકીને વરસતો જોવા મળી રહ્યો છે. એવામાં વાત કરીએ તો રાજ્યમં એક બાજુ ઉનાળાની અસહ્ય ગરમી પડી રહી છે તો બીજી બાજુ મહેસાણાના ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ઊંઝા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતોને બાજરી સહિતના પાકો તેમજ ઘાસચારાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તમને જણાવી…
અમેઝોનના સીઈઓ જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામુ આપવાની તારીખની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે તે 5 જુલાઈ 2021ના રોજ સીઈઓના પદ પરથી રાજીનામુ આપશે. જેફ બેઝોસ પછી અમેઝોનના એક્ઝિક્યૂટીવ એન્ડી જેસી આ પદને સંભાળશે. ઉલ્લેખનીય છે કે આજથી 27 વર્ષ પહેલા જેફ બેઝોસે આ કંપનીની શરૂઆત ઇન્ટરનેટ પર કેટલીક પુસ્તક વેચવાની સાથે કરી હતી અને કંપનીને આ મુકામ પર પહોંચાડવામાં તેમની ખૂબ જ મોટી ભૂમિકા છે. બેઝોસે બુધવારે આ અંદે જાણકારી આપતા જણાવ્યું કે મે આજથી 27 વર્ષ પહેલા 1994માં 5 જુલાઈના રોજ મારી કંપનીની સ્થાપના કરી હતી અને 5 જુલાઈ 2021ના રોજ હુ મારા પદ પરથી…
તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં કોરોના રસીકરણ દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી તે આરોગ્ય તંત્રની લાપરવાહી દર્શાવે છે. આરોગ્ય કર્મીએ એક જ વ્યક્તિને અલગ અલગ કંપનીની કોરોના રસી મૂકી દીધી. જેમાં એક ડોઝ કોવિશિલ્ડ અને બીજો ડોઝ કોવેક્સિનનો હતો. આ ઘટના બહાર આવ્યા બાદ લોકોમાં અલગ અલગ કંપનીની કોરોના રસી મૂકવાથી શરીર પર ગંભીર અસર થવાની ચિંતા સચાવિત રહી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ખુલાસો કરતા જણાવ્યુ કે, કોરોના વેક્સિનના બંને ડોઝ એક જ વેક્સિનના હોય તે માટે લોકોએ જાગૃક્ત રહેવું જોઈએ. પરંતુ જો કોઈ કારણોસર બંને ડોઝ અલગ વેક્સિનના લાગે તો લોકોએ ડરવાની જરૂર નથી. તેની આડઅસર અંગે કોઈ આશંકા નથી.’…
ગુજરાતમાં જીવલેણ કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ગુજરાતમાં 27મી મે, 2021, ગુરુવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં 2900થી ઓછા નવા કોરોના કેસ નોંંધાયા છે જે છેલ્લા 54 દિવસના સૌથી ઓછા કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યાનો આંકડો 8 લાખને પાર થયો છે. તો એક દિવસ બાદ ફરી 10 હજારથી ઓછા એટલે કે 9 હજાર 302 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 64 દિવસ એટલે કે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 33 થયો છે. આમ સતત 23મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ…
દરેક વ્યક્તિની સરકારી નોકરી મેળવવાની ઇચ્છા હોય છે કારણ કે તેમાં ઉંચા પગારની સાથે ઘણા બધા ભથ્થાઓ મળતા હોય છે. સરકારી નોકરી મેળવવાની ઇચ્છા રાખનાર લોકો માટે એક સારી તક આવી છે. LIC જીવન વીમા નિગમએ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (HFL) માં અનેક પદો પર ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત પસંદ કરવામાં આવેલા ઉમેદવારો વાર્ષિક 9 લાખ વેતન પ્રાપ્ત કરી શકશે. આ ભરતી અંતર્ગત એસોસિએટની 6 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. મહત્વની તારીખો… ઓનલાઇન અરજી કરવાની તારીખ – 24 મે 2021 ઓનલાઇન અરજીની અંતિમ તારીખ – 7 જૂન 2021 વેતન આ 6 પદો પર પસંદ કરવામાં આવેલા ઉમેદવારોનું…