એક સમયે સોફ્ટવેર ઉદ્યોગની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટના માલિક અને તાજેતરમાં પત્ની સાથેના છુટાછેડાના કારણે વિવાદમાં આવેલા બિલ ગેટ્સની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. હવે તેમની ધરપકડ કરવાની પણ માંગ ઉઠી છે. દુનિયામાં બિલ ગેટ્સ ફાઇવ જી ટેકનોલોજી દ્વારા લોકોના જીવનને નિયંત્રિત કરવા માંગે છે અને કોરોના મહામારી એ તેનું વસ્તી ઘટાડવા માટેનું કાવતરૂ છે અને તેની ધરપકડ કરવી જોઇએ એ પ્રકારની રોજ અસંખ્ય કોન્સપિરસી પોસ્ટ સોશ્યલ મિડિયા પર ફરે છે. હાલ દુનિયામાં બિલ ગેટ્સના વિરોધીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. ભવિષ્યમાં બિલ ગેટ્સ કેટલો મહાન ગણાશે તે એક સવાલ છે. વોલ સ્ટ્રીટ જર્નલે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે…
કવિ: Satya Day
ભારતીય શેરબજારમાં તેજીના માહોલ વચ્ચે કંપનીઓ વચ્ચે આઇપીઓ લાવવાની હોડ જામી છે. મોટી કંપનીઓ બાદ હવે નાની અને મધ્યમ કદની કંપનીઓ પણ શેરબજારમાં લિસ્ટેડ થવા પ્રયત્નશીલ બની છે. પ્રાઈમરી માર્કેટમાંથી આ વર્ષે 60થી વધુ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ આઈપીઓ મારફત ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ગત કેલેન્ડવર્ષમાં રૂ. 159.10 કરોડના 27 એસએમઈ આઈપીઓ યોજાયા હતા. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મમાં અત્યારસુધી 400 પ્રોસ્પેક્ટ્સ ફાઈલ થયા છે. જેમાંથી 337નુ લિસ્ટિંગ થઈ ચૂક્યુ છે. બાકીના 63 આગામી એક વર્ષમાં લિસ્ટિંગ કરાવશે. એસએમઈ કંપનીઓ આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બિઝનેસ વિસ્તરણ, મૂડીગત ખર્ચ તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ ગોલ્સ પૂર્ણ કરવા માટે કરે…
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ રહ્યુ છે પરંતુ નવા કેસોની સંખ્યા ઘટી રહી છે જે સારી વાત છે. જો કોરોના મહામારીની બીજી લહેરમાં હજી સાવધાની રાખવાની બહુ જરૂર છે કારણ કે મહામારી ફરી ઉથલો મારી શકે છે. ભારતમાં બુધવારે સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન ફરી એક વાર 2 લાખથી વધારે કેસો આવ્યા છે. જ્યારે 3842 લોકોના મોત થયા છે. આ અગાઉ બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં 2.08 લાખ નવા કેસ આવ્યા હતા અને 4157 દર્દીઓના જીવ ગયા હતા. 24 કલાકમાં 211553 નવા કેસ આવ્યા છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 2 લાખ 11 હજાર 553 નવા કેસ…
દેશમાં કેટલાક દિવસથી એક દિવસ બાદ રિટેલ ઇંધણના ભાવમાં વધારો થયો છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો, ત્યારબાદ બુધવારે ભાવ સ્થિર રહ્યા હતા. પરંતુ ગુરુવારે આજે કિંમતોમાં ફરી વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 24 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. મંગળવારે પેટ્રોલ 23 અને ડીઝલ 27 પૈસા મોંઘુ થયું છે. અમદાવાદ અને વડોદરામાં કેટલા રૂપિયા મોંઘુ થયું ઈંધણ ? પેટ્રોલ-ડીઝલના સતત ભાવવધારાથી અમદાવાદીઓ ત્રસ્ત થયાં છે. થોડી રાહત બાદ અમદાવાદમાં આજે પેટ્રોલમાં 23 પૈસા જયારે ડીઝલમાં 31 પૈસા વધ્યા છે. આમ શહેરમાં પેટ્રોલનો ભાવ 90.70 રૂપિયા પ્રતિ…
પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે મેહુલ ચોક્સીને ડોમિનિકામાં શોધી કાઢવામાં આવ્યો છે. ત્યાંની પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને હવે ડોમિનિકા એડમિનિસ્ટ્રેશનનો પણ એન્ટિગુઆ પોલીસ વતી સંપર્ક કરવામાં આવ્યો છે. ચોક્સી છેલ્લાં કેટલાંક દિવસોથી એન્ટિગુઆથી ગાયબ હતો. એવું કહેવામાં આવતું હતું કે તેણે પોતાનું સ્થાન બદલી નાખ્યું છે. પરંતુ હવે ડોમિનિકા પોલીસે તેને પકડી લીધો છે અને ટૂંક સમયમાં તેને એન્ટીગુઆ પોલીસને સોંપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઇએ કે, પંજાબ નેશનલ બેંક ગોટાળાનો આરોપી અને ભાગેડુ જાહેર થયેલો મેહુલ ચોક્સી…
ગુજરાતમાં સતત કોરોનાના કેસો પણ ઘટી રહ્યાં છે તો બીજી બાજુ મોતની સંખ્યા પણ હવે ઘટી ગઇ છે. એવામાં રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નવા 3085 કેસ નોંધાયા છે તો માત્ર 36 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 10,007 દર્દીઓએ કોરોનાને માત આપી છે. એટલે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.82 ટકાએ પહોંચ્યો છે. એટલે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને હવે 100 ટકાએ પહોંચવા આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,701 નોંધાયો છે. રાજ્યમાં આજે કુલ 2 લાખ 19 હજાર 913 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે રસીકરણના…
કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશમાં હાહાકાર છે. એવામાં પરિસ્થિતિને જોતા લગભગ તમામ બેંકો પોતાના ગ્રાહકોને ઓનલાઇન સુવિધા આપી રહી છે, જેથી તેઓએ બ્રાન્ચ જવું ન પડે. જૂનમાં બેન્ક 9 દિવસ બંધ રહેશે. આ છુટ્ટીઓની લિસ્ટ જોઈ તમે પોતાનું કામ પૂરું કરી શકો છો. તો આઓ જાણીએ જૂનમાં ક્યારે ક્યારે બેન્ક બંધ રહેશે. રાજ્યો મુજબ રજાઓમાં ફેરફાર… રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી બેંકોની રજાઓની લિસ્ટતૈયાર તૈયાર કરવામાં આવે છે. એમાં રાજ્યોના હિસાબથી તમામ બેંકોની રજા નક્કી થાય છે. RBI તરફથી જારી છુટ્ટીઓ અનુસાર, સાપ્તાહિક છુટ્ટીઓ અને હોલીડે મળીને જૂન મહિનામાં લગભગ 9 દિવસ બેન્ક બંધ રહેશે. જુન માસમાં આ વખતે…
કોરોના મહામારી દરમિયાન ખાદ્યતેલોના ભાવમાં બેફામ બમણો વધારો થયો અને લોકોને ઘર ખર્ચ ચલાવવુ ભારે પડી રહ્યુ છે. જો કે ખાદ્યતેલોના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે અસરકારક પગલાં ભરવા મજબૂર બની છે. જો કેટલાંક પગલાંઓ લેવામાં આવે તો લોકોને સસ્તુ ખાદ્યતેલ મળી શકે છે. કેન્દ્ર સરકારે રાજ્યો સહીત તમામ ભાગીદારો પાસે ખાદ્યતેલોમાં મોંઘવારી પર કાબુ મેળવવા તત્કાલ રૂપથી પગલા ભરવા કહ્યું છે. ખાદ્ય તેલોના બેકાબુ થઇ ગયેલા ભાવ માટે કેન્દ્રીય ઉપભોક્તા મામલાના મંત્રાલયે તમામ ભાગીદારો સાથે બેઠક કરી. બેઠક અંગે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે, ભાગીદારો પાસે મળેલ સૂચનો ઉપભોક્તા સુધી વાજબી ભાવમાં ખાદ્ય તેલ પહોંચાડવામાં કેન્દ્ર સરકારના પ્રયાસોમાં…
ભારતમાં કોરોના મહામારીી બીજી લહેરથે ભયંકર તારાજી સર્જી છે. કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે સરકાર લડી રહી છે ત્યારે એવામાં યુપીની રાજધાની લખનઉમાં પાણીમાંથી કોરોના વાયરસ મળી આવતા લોકોમાં ભારે હડકંપ મચી ગયો છે. લખનઉની પીજીઆઈ (Lucknow PGI) એ પાણીના સેમ્પલની તપાસ કરી હતી. જેમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટી થઈ છે. પીજીઆઈ માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ (HOD) ડૉ. ઉજ્જવલા ઘોષાલે જણાવ્યું કે, ‘આઇસીએમઆર-WHO દ્વારા દેશમાં પાણીના સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી. જેમાં યૂપીમાં પણ ગટરના નમૂના લેવામાં આવ્યાં હતાં.’ એસજીપીઆઇ લેબમાં ગટરના નમૂનાના પાણીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, લખનૌના ખડરાના રૂકપુર, ઘંટઘર અને માછલી મોહાલની ગટરમાંથી ગટરના…
બંગાળમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે અને તેનાથી સામાન્ય વર્ગના લોકોને મોટી મુશ્કેલી પડી છે. આજે 26મી મે, 2021ના રોજ ઓઇલ માર્કેટિંગ કપનીઓ દ્વારા ફરી ઇંધણના ભાવ વધારવામાં આવ્યા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 23 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવતા મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. 100ની નજીક પહોંચી ગયો છે. આજે કરાયેલો ભાવવધારો ચાલુ મહિનાનો 13મો ભાવવધારો હતો. જેના પગલે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ નવી ટોચે પહોંચી…