Author: Satya Day

covid variants 2

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં વાયરસનું નવુ વેરિયન્ટ બહુ જ ભયંકર છે અને તેના સતત બદલાતા સ્વરૂપે ભારે કહેર મચાવ્યો છે. ભારતમાં કહેર મચાવનાર કોરોનાનું આ વેરિયન્ટ બહુ જ ભયંકર છે અને તેના સંક્રમણની શક્યતા અત્યંત વધી છે. કારણ કે આ કોરોના વેરિયન્ટના કણો હવામાં હવામાં 10 ફુટ સુધી ફેલાઇ શકે છે જે જ્યારે પહેલી લહેરમાં જૂનો વેરિયન્ટ 6 મીટર સુધી જ ફેલાવાની આગાહી હતી. સરકારના મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકારના કાર્યાલયના કહેવા પ્રમાણે એરોસોલ અને ડ્રોપલેટસ કોરોના વાયરસ ફેલાવાના મુખ્ય બે કારણો છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ હવામાં બે મિટર સુધી જઈ શકે છે. જ્યારે એરોસોલ આ ડ્રોપલેટસને 10 મિટર સુધી…

Read More
covid case in india

ભારતમાં જીવલેણ  કોરોના મહામારીનો કહેર યથાવત રહ્યો છે. ભારતમાં ગુુરુવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 2.76 લાખ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે દૈનિક મૃત્યુઆંક ઘટીને 4000ની નીચે પહોંચી ગયો છે. અને કુલમૃત્યુઆંક હવે વધીને 2.87 લાખે પહોંચ્યો છે. 24 કલાકમાં કોરોનાથી 3874 લોકોના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસો પણ વધુ ઘટીને 31.29 લાખે પહોંચી ગયો છે જે કુલ ઇંફેક્શનના 12.14 ટકા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અિધકારીઓને કહ્યું છે કે બાળકો અને યુવાઓમાં કોરોના વાઇરસની અસર કેવી થઇ રહી છે અને કેવી રીતે આ વયના લોકોમાં વાઇરસ ફેલાઇ રહ્યો છે તેનો રેકોર્ડ રાખવામાં આવે. જિલ્લા મેજિસ્ટ્રેટ્સ…

Read More
mig 21 crash today

પંજાબના મોગામાં મોડી રાતે એક વાગ્યાની આસપાસ ફાઇટર જેટ મિગ 21 (MiG-21) ક્રેશ થઇ ગયુ. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનિંગના પગલે પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ 21(MiG-21)થી ઉડાન ભરી હતી, જે બાદ આ વિમાન ક્રેશ થઇ ગયું. તેવી પણ માહિતી મળી રહી છે કે પાયલટ અભિનવ જેટમાંથી બહાર નીકળી ગયાં હતાં, તેમની તલાશ કરવામાં આવી રહી છે. પાયલટની તલાશ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસબા બાઘાપુરાનાના ગામ લંગિયાના ખુર્દ પાસે મોડી રાતે એક વાગે ફાઇટર જેટ મિગ 21 (MiG-21) ક્રેશ થઇ ગયું. ઘટના સ્થળે પ્રશાસન અને સેનાના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે,…

Read More
mushroom farming in gujarat

ગુજરાતના વૈજ્ઞાનિકોએ સૌથી મોંઘું મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે. એક કિલો મશરૂમની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. વૈજ્ઞાનિકોએ આ મશરૂમની કિંમત 1.50 લાખ રૂપિયા અંદાજી છે. વૈજ્ઞાનિકોએ 90 દિવસની અંદર લેબમાં નિયંત્રિત વાતાવરણમાં 35 હજારમાં મશરૂમને ઉગાડ્યુંછે. આ પ્રયોગ કચ્છના ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝર્જ ઈકોલોજી સંસ્થાનના વૈજ્ઞાનિકોએ પરિણામ મેળવ્યું છે. મશરૂમની પ્રજાતિ Cordyceps Militaris નું ઐતિહાસિક રૂપથી ચીની ભાષા અને તિબેટની પ્રાકૃતિક દવાઓમાં ઉપયોગની ખબર પડી છે. સંસ્થાના ડાયરેક્ટર વી વિજયકુમારે કહ્યું કે, Cordyceps Militaris હિમાલયી સોનું કહેવાય છે. એમાં હેલ્થ માટેના અનેક ફાયદા રહેલા છે. અને તે જીવનશૈલી સાથે જોડાયેલી કેટલીય બીમારીઓમાં દવા તરીકે કામ આવે છે. સંસ્થાએ આ…

Read More
govt pension scheme

લોકો કેન્દ્ર સરકારની પેન્શન યોજના, અટલ પેન્શન યોજનામાં સતત જોડાઇ રહ્યા છે. વૃદ્ધાવસ્થામાં લોકોએ કોઈના પર આર્થિક આધાર રાખવો પડતો નથી, આ હેતુ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે દર મહિને આ પેન્શન યોજનામાં એક નિશ્ચિત રકમ જમા કરવાની રહેશે. હકીકતમાં, અટલ પેન્શન યોજના સરકારે મે 2015 માં શરૂ કરી હતી. લોકોએ આ સરકારી પેન્શન યોજનાને હાથો-હાથ લીધી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના છેલ્લા ડેટા તેના પુરાવા છે. અટલ પેન્શન યોજના સાથે સંકળાયેલા રોકાણકારોની સંખ્યા એપ્રિલ -2021 ના ​​અંત સુધીમાં વધીને 2.82 કરોડ થઈ ગઈ છે. અગાઉ, ફેબ્રુઆરી -2021 સુધી બે…

Read More
market

અમદાવાદઃમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસો ઘટતા રાજ્ય સરકારે ઉદ્યોગ-ધંધા અને વેપારીઓને મોટી રાહત આપી છે. જેમાં આવતીકાલથી ઉદ્યોગ-ધંધા, લારી-ગલ્લા, દુકાનો ખોલવાની છુટછાટ આપી છે. જો કે આ બધુ જ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. આજે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો કે રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. જો કે…

Read More
bank branch 1

કોરોનાકાળમાં દેશના બીજા ક્ષેત્રોની જેમ બેન્કિંગ સેક્ટરની કામગીરી પર પણ ભારે અસર પડી છે. દેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે બેન્કોમાં પણ કામગીરી પ્રભાવિત થઈ છે. જોકે લોકોની સુવિધા માટે બેન્કો પચાસ ટકા સ્ટાફ સાથે ચાલુ રખાઈ છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસને જોતા બેન્કોના સંગઠન ઈન્ડિયન બેન્કસ એસોસિએશને સવારે 10 થી 2 વાગ્યા સુધી બેન્કોમાં કામગીરી કરવાની સલાહ આપી છે અને દેશના સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ નિયમ લાગુ પણ કરી દીધો છે. 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ કામગીરી થશે એસબીઆઈની તમામ બ્રાન્ચમાં સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ કામગીરી થશે. ગ્રાહકોને…

Read More
Coronavirus outbreak in Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 20 મે, 2021 મંગળવારના રોજ 4773 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  જે 10એપ્રિલ પછીના સૌથી ઓછા નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,76,220 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 8308 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,77,798 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 87.32 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 64 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો…

Read More
Shop open in Lockdown in Gujarat

આવતીકાલથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે. સાથે લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. આવતીકાલથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આ આંશિક લોકડાઉન 27 મે સુધી લગાવવામાં આવ્યું છે. જે બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે. રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.…

Read More
mango in market

તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવતા કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના બીજા દિવસે જમીન પર ખરી પડેલી 17130 ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓમાં લાઈન લગાવી હતી. વાવાઝોડા પહેલા જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને 1100 થી 1400 રૂપિયા મણ મળતો હતો તે વાવાઝોડા બાદ 200થી 400 રૂપિયા મણ મળતા ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. સુરત એપીએમસીમાં 8 હજાર ટન કેરીનો જથ્થો ઠલવાયો સુરત જિલ્લામાં 3063 હેકટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો. વાવાઝોડાના કારણે કેરી ખરી પડતા બીજા દિવસે ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં કેરી વેચવા માટે લાઈન…

Read More