Author: Satya Day

covid outbreak in Gujarat 3

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે 19 મે, 2021 મંગળવારના રોજ 5246 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  જે 11 એપ્રિલ પછીના સૌથી ઓછા નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,71,447 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 9001 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,69,490 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 86.78 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 71 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં…

Read More
cyclone tauktae PM Modi Help

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર, અમરેલી, ઉના, ગીર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું હવાઈ નિરક્ષણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સીએમ વિજય રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક હાથ ધરી હતી. આ બેઠક બાદ સાંજે વડાપ્રધાન મોદીએ ગુજરાતને તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1,000 કરોડની સહાયની જાહેરાત કરી હતી. આગામી સમયમાં કેન્દ્રની ટીમ ગુજરાત આવશે અને વાવાઝોડાથી થયેલા નુકશાનનું ચોક્કસ આકલન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાયની જાહેરાત કરી હતી તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવા જણાવ્યું હતું. પીએમ…

Read More
cyclone Yaas

નવી દિલ્હીઃ ચક્રવાત તાઉતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તબાહી વેરી ગયું છે. તો ભારતીય હવામાન ખાતા(IMD)એ વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના ઉત્તર મધ્ય ઉપર લો પ્રેશર બની રહ્યું છે જેને લીધે 23-24 મેના રોજ આ સાયક્લોનમાં ફેરવાઈ જશે.આવનાર દિવસોમાં જો આ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો તેને ‘યસ’ (Yaas) કહેવામાં આવશે. આ નામ ઓમાને આપ્યું છે. આગામી સપ્તાહે બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણવાળો વિસ્તાર બનવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઇએમડીના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તાર વધીને સાયક્લોન બની શકે છે. IMDના સુનિતા દેવીના જણાવ્યા અનુસાર અમારા સીમાવિસ્તારમાં આવતા સત્તાવાર રીતે પૂર્વાનુમાનોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે.…

Read More
whatsapp privacy policy 1

નવી દિલ્હીઃ વોટ્સઅપની પ્રાઈવસી પોલિસી ફેબ્રુઆરી મહિનાથી વિવાદાસ્પદ બની છે. પ્રાઈવસી પોલિસીના નામે વોટ્સઅપ તેના યુઝર્સ સાથે દાદાગીરી કરી રહ્યું છે. અનેક દેશોએ વોટ્સઅપની નવી પોલિસી ચૂપચાપ સ્વિકારી લીધી છે, પરંતુ ભારત સરકાર તેની સામે લડત આપી રહી છે. પોલિસી પાછી ખેંચવા આપ્યું 7 દિવસનું અલ્ટિમેટમ કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વોટ્સઅપને 19 તારીખે આદેશ આપ્યો હતો કે તમારી આ પોલિસી પાછી ખેંચી લો. આ આદેશના અમલ માટે વોટ્સઅપ અને તેની માલિકી ધરાવતી કંપની ફેસબૂકને સરકારે સાત દિવસનો સમય આપ્યો છે. અત્યાર સુધી વોટ્સઅપ-ફેસબૂક તેના યુઝર્સને પોલિસીનો ધરાર સ્વિકાર કરવા માટે મુદત આપતી હતી. હવે ભારત સરકારે કંપનીને 25મી…

Read More
vijay mallya in uk

બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર અને ભારતમાં વિદેશ ભાગી જનાર ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યા પર નાદારીનો ગાળિયો દિવસને દિવસે વધુ મજબૂત થઇ રહ્યો છે. લંડનની કોર્ટે ભાગેડુ કારોબારી વિજય માલ્યાને મંગળવારે એક ઝાટકો આપ્યો છે. અહીંની કોર્ટમાં નાદારીની અરજી લગાવનાર વિજય માલ્યાને હારનો સામનો કરવો પડ્યો છે. કોર્ટે આ આદેશ આપ્યા બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માટે તેની સંપત્તિ વેચી પોતાની બાકી નીકળતી રકમ વસૂલ કરવાનો માર્ગ મોકળો બની જશે. લંડન હાઈકોર્ટે ભારતમાં માલ્યાની સંપત્તિ પર લાગુ કરવામાં આવેલી સિક્યોરિટી કવરને હટાવી દીધું છે. એનાથી SBIના વડપણ હેઠળની ભારતીય બેન્કોના કન્સોર્ટિયમ માલ્યા પાસેથી બાકી લેણાંની વસૂલાત કરવા માટે પ્રબળ…

Read More
covid patients in india 1

દેશમાં કોરોના સંક્રમણની સારવારને લઈને હવે ઘણા નવા સંશોધન બહાર આવી રહ્યા છે. દેશમાં લાંબા સમયથી પ્લાઝ્મા થેરેપી જે કોરોના સંક્રમણ સામે લડવામાં અસરકારક હોવાનું માનવામાં આવી, જે બાદ હવે રેમડેસિવીર પણ કોરોનાની સારવારમાંથી હટાવવાનું માનવામાં આવી રહ્યું છે. કોરોનાની સારવારમાંથી પ્લાઝ્મા થેરેપીને દૂર કરવાના નિર્ણય પછી, ટૂંક સમયમાં જ રેમડેસિવીર ઇન્જેક્શનને દૂર કરવાનો નિર્ણય લઈ શકાય છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલનાં અધ્યક્ષ ડો.ડી.એસ.રાણાએ મંગળવારે કહ્યું હતું કે, કોરોના ટ્રીટમેંટમાંથી રેમડેસિવીરને પણ જલ્દી જ દૂર કરવાની વિચારણા ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ પર તેની સારી અસર વિશે કોઈ પુરાવા બહાર આવ્યા નથી. તેથી, આ દવા અસરકારક ગણી શકાય નહીં. આઇસીએમઆરની…

Read More
covid outbreak india 2

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમો પડ્યો છે અને નવા સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા ઘટી રહી છે તો સામે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે. જો કે દરરોજ 4000થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓના મોત હજી  ચિંતાનો વિષય છે. કોરોના વાયરસને કારણે દેશમાં મંગળવારે પૂરાં થયેલા છેલ્લા 24 કલાકમાં દેશમાં એક જ દિવસમાં 4329 લોકોના મોત નિપજ્યા છે.  જ્યારે એક જ દિવસમાં કોરોનાના નવા 2.63 કેસો નોંધાયા છે જે છેલ્લા 28 દિવસમાં સૌથી નીચલા સ્તર પર છે. છેલ્લે આટલા ઓછા કેસ 20મી એપ્રીલે નોંધાયા હતા જે બાદ આંકડો ત્રણ લાખ અને પછી ચાર લાખને પાર ગયો હતો. જ્યારે…

Read More
cyclones

અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક…

Read More
pm modi aerial inspection

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ  આજે બપોરે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરશે. દીવનું પણ હવાઈ નિરીક્ષણ પીએમ મોદી, બીજી તરફ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. સીએમ રૂપાણીએ માહિતી આપતા કહ્યું કે અમદાવાદ જિલ્લામાંથી વાવાઝોડું મહેસાણા તરફ આગળ વધ્યું છે. આ સાથે સીએમે  આગોતરા આયોજનના કારણે મોટી દુર્ઘટના અને જાનહાની ટળી હોવાની વાત કરી..સીએમે સમગ્ર રાજ્યમાં કુલ 13 લોકોના મોત થયા હોવાની વાત કરી છે. સીએમે 5551 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની વાત કરી સાથે જ 2101 ગામમાં પુનઃ વીજ…

Read More
covid outbreak in Gujarat 2

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે સાથે મૃત્યુદર પણ નીચે આવ્યો છે. ગુજરાતમાં આજે 18 મે, 2021 મંગળવારના રોજ 6447 વા પોઝિટિવ કેસ નોંધાયા છે.  જે 13 એપ્રિલ પછીના સૌથી ઓછા નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,66,201 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 9557 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,60,489 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 86.20 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 67 દર્દીઓના…

Read More