Author: Satya Day

covid patients in india

ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે અત્યાર સુધી પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા પ્લાઝ્મા થેરાપી અંગે મોટો નિર્ણય લેતા કોરોનાના દર્દીને આપવામાં આવી રહેલી પ્લાઝ્મા થેરાપીને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલથી હટાવી દેવામાં આવી છે. AIIMS અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની નેશનલ ટાસ્ક ફોર્સ તથા હેલ્થ મિનિસ્ટ્રીની જોઈન્ટ મોનિટરીંગ ગ્રુપે શનિવારે આ અંગે જાહેરાત કરતા રિવાઈઝ્ડ ક્લિનિકલ ગાઈડન્સ જાહેર કરી હતી. ICMRનું માનવું છે કે દુનિયાભરમાં દર્દીઓના સારવારના આંકડા પ્લાઝ્મા થેરાપીને અસરકારક થવાના સાબિત કરતા નથી. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર 2020માં ICMRએ તેના સ્ટડીમાં કહ્યું હતું કે પ્લાઝ્મા થેરાપી…

Read More
tauktae cyclone rains

ગાંધીનગરઃ ચક્રવાત તાઉતે એ ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે. ગઇકાલ સોમવારે મોડી રાત્રે ચક્રવાત ગુજરાતમાં ત્રાટક્યુ હતુ અને હવે આગળ વધી રહ્યુ છે. ચક્રવાતના લીધે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના બનાસકાંઠા સુધીના 450 કિલોમીટરના પટ્ટા પરથી પસાર થનારૂં વાવાઝોડું આસપાસના 100 કિલોમીટરના ઘેરાવામાં અસર કરનાર છે. વાવાઝોડાનું કેન્દ્રબિંદુ એટલે કે ‘આઈ’ 30 કિલોમીટર આસપાસનો ઘેરાવો ધરાવે છે. આઈ આસપાસનો કિલોમીટરનો વિસ્તાર મળી કુલ 40 કિ.મી.ના વિસ્તારમાં અત્યંત જોખમી સ્થિતિ સર્જાવાની છે. જ્યારે, 50 અને 100 કિ.મી.ના બફર ઝોન દર્શાવીને સરકારી તંત્રએ વાવાઝોડાથી થનારી જાન-માલની નુકસાની સામે કાર્યવાહી કરવાના આયોજન કર્યાં છે. વાવાઝોડાંની…

Read More
tauktae cyclone 1

અમદાવાદઃ તાઉ’તે વાવાઝોડાના ધમાકેદાર કહેરની શરૂઆત થઇ ગઇ છે ત્યારે તેની અસર હવે ઠેર-ઠેર જોવા મળી રહી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે ચારે બાજુ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે તો ક્યાંક ભારે પવન પણ ફુંકાવા લાગ્યો છે. આવી સ્થિતિમાં વાત કરીએ તાઉ-તે વાવાઝોડાની તો તાઉ-તે વાવાઝોડું દીવથી માત્ર 80 કિમીના અંતરે જ દૂર છે. એટલે કે રાત્રિના 11 વાગ્યા સુધીમાં તાઉ-તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાતા લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાના પગલે 4 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દરિયાઇ વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો…

Read More
night curfew in gujarat

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી એ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે    ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને હાલ ની  સંભવિત વાવાઝોડા સહિત ની પરિસ્થિતિમાં  તેમજ કોરોના ની સ્થિતિમાં  સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૮ મે-ર૦ર૧ થી તા.૨૦ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬…

Read More
tauktae cyclone rain

તૌકતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયુ છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ ગણાવ્યુ છે. વાવાઝોડું દીવથી માત્ર 130 કિલોમીટર દૂર છે. તાઉ-તે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લાં છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. તાઉ-તે વાવાઝોડું આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડું 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. ગુજરાતમાં 30 મીમીથી 300 મીમિ વરસાદ પડવાની સંભાવના છે. સાયક્લોનના ટ્રેક પર 100થી 300 મીમી. અને ટ્રેકની આસપાસ 30થી 100 મીમિ…

Read More
Covid Case in Gujarat 1

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 17 મે, 2021 શુક્રવારના રોજ 7135 વા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 14 એપ્રિલ પછીના સૌથી ઓછા નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,59,754 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 12342 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,50,932 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 85.68 ટકાના સ્તરે પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 81 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર…

Read More
private jet in Covid time

ભારતમાં જીવલેણ કોરોના મહામારીની બીજી લહેર ભંયકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. એક બાજુ શ્રમિકો અને મંજૂરો પોતાના વતન કે ઘરે પરત ફરવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી બાજુ ધનિકો પણ ભારતમાંથી પલાયન કરી વિદેશમાં જવા અધીરા થયા છે. હવે તો ધનિક લોકોને પણ કોરોનાનો ડર વધારે સતાવી રહ્યો છે. દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે માત્ર કામદારો જ દિલ્હી છોડીને ભાગી નથી રહ્યા પણ ધનિકો પણ દિલ્હી છોડીને ભાગી રહ્યા છે. ફરક એટલો છે કે, કામદારો અથડાતા-કૂટાતા પોતાના વતન પહોંચવા ફાંફાં મારી રહ્યા છે જ્યારે ધનિકો પ્રાઈવેટ જેટ અને ચાર્ટર્ડ પ્લેનમાં વિદેશ અથવા તો ભારતમાં જ સલામત સ્થળે…

Read More
Bill gets

Microsoftના કો-ફાઉન્ડર બિલ-ગેટ્સ વિરુદ્ધ કંપનીએ તપાસ કરી હતી અને તેમના પર Microsoftની એક મહિલા કર્મચારી સાથે સંબંધો રાખવાનો આરોપ હતો. માઈક્રોસોફ્ટએ ગત વર્ષે જ નક્કી કરી લીધું હતું કે ગેટ્સનું હવે બોર્ડમાં રહેવું યોગ્ય યોગ્ય નથી. કારણ કે કંપનીની એક મહિલા કર્મચારી સાથે તેઓ રોમાન્ટિક રિલેશનશિપમાં હતા. એક રીપોર્ટ મુજબ ૨૦૧૯માં બોર્ડે ગેટ્સ સામે તપાસ કરવા માટે એક લો ફર્મને કામગીરી સોંપી હતી. આ પહેલા ૨૦૧૯ માં Microsoftની એક એન્જીનીયરએ એક ચિઠ્ઠી લખી ખુલાસો કર્યો હતો કે તેના ગેટ્સ સાથે કેટલાંક વર્ષોથી સંબંધો રહ્યા છે. જોકે, આ મામલે બોર્ડની તપાસ પૂરી થાય તે પહેલા જ ગેટ્સએ રાજીનામું આપી દીધું હતું.…

Read More
qr code scanner for payment

ડિજીટલ પેમેન્ટની દુનિયામાં ક્વિક રિસ્પોન્સ કોડ (QR Code) દ્વારા પેમેન્ટ કરવાની પદ્ધતી સૌથી નવી છે. થોડાક વર્ષો પહેલા જ મોબાઇલ વોલેટ કંપનીઓએ ક્યૂઆર કોડ દ્વારા પેમેન્ટની પદ્ધતિ રજૂ કરી હતી. પરંતુ યૂપીઆઈ પેમેન્ટના આ સમયમાં તે ખૂબ જ પોપ્યુલર થઇ છે. શક્ય છે કે તમે પણ ક્યૂઆર કોડ મારફતે પેમેન્ટ કરતા હશો. પરંતુ હવે તેને લઇ સતર્ક રહેવાની પણ જરૂર છે. હકીકતમાં ઠગોએ તેમાં પણ છેતરપિંડી કરી લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું છે. આ ઠગ સૌથી વધુ ઓનલાઇન સેલર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. માની લો કે તમે કંઈક ઓનલાઇન વેચી રહ્યા છો અને તેના માટે તમે ક્લાસિફાઇડ એડ મૂકી છે.…

Read More
moon eliscape

વર્ષ ૨૦૨૧નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ આગામી તારીખ ૨૬ મેમી, બુધવારના રોજ છે. પૂર્વીય ભારતના વિસ્તારોમાં આંશિક ગ્રસ્તોદિત ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો બનવાનો છે. પરંતુ ગુજરાતમાં આ ગ્રહણનો અવકાશી નજારો જોવા નહીં મળે.. સંવત ૨૦૭૭ વૈશાખ શુક્લ પક્ષ પૂનમના ૨૬ મેના રોજ અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિમાં થનારા ખગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વીય ભારતના ભાગોમાં આંશિક ગ્રસ્તોદિત દેખાશે જ્યારે પૂર્વ એશિયા, પેસિફિક, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં અલૌકિક નજારો જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ૧૫ કલાકને ૧૪ મિનિટ, ગ્રહણ મધ્ય ૧૬ કલાક ૪૮ મિનિટ, ગ્રહણ ઉન્મીલન ૧૬ કલાક ૫૭ મિનિટ, ગ્રહણ મોક્ષ ૧૮ કલાકને ૨૨ મિનિટના છે જ્યારે પરમ ગ્રાસ ૧.૦૧૬ રહેશે. ભારતમાં…

Read More