Author: Satya Day

covid outbreak india 1

દેશમાં કોરોનાની બીજી લહેરની અસર હવે સ્પષ્ટપણે હળવી થતી જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના રિકવરી રેટ હવે 85.6 ટકા પર પહોંચી ગયો છે, જે 3 મેના રોજ 81.7 ટકા હતો. તે છેલ્લા 24 કલાક દરમિયાન 4,22,436 રિકવરી થઈ છે, જે આજ સુધીનો સૌથી મોટી આંકડો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે આ સ્પષ્ટ રીતે પોઝિટિવ ટ્રેન્ડ છે. મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, કેરળમાં 99,651 રિકવરી નોટ કરાઇ છે. તેમણે કહ્યું કે અમે રિકવરીમાં ક્લિયર પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8…

Read More
tauktae cyclone in ahmedabad 1

અમદાવાદઃ અમદાવાદ શહેર અને જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6થી 8 કલાક મહત્વના છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી તેમજ કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના બની છે. અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ તાઉ’તે સંકટની અસર  * ભારે પવન ફૂંકાવાના કારણે યુ.એન મહેતા…

Read More
covid vaccine india 1

કોરોના વાયરસને મ્હાત આપવા માટે દેશમાં વેક્સિનેશનનું કામ ચાલુ છે. આ વચ્ચે વેક્સીનની નીતિઓમાં સતત ફેરફાર થઇ રહ્યાં છે. હવે જો કોઇ વ્યક્તિને કોરોના વાયરસ થાય તો રિકવર થયાના આશરે 9 મહિના બાદ જ તેને રસી આપવામાં આવી શકે છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) તરફથી આ અંગે જલ્દી જ નિર્ણય લેવામાં આવી શકે છે, ગ્રુપે રિકવરીના નવ મહિના બાદ જ રસી લગાવવાની સલાહ આપી છે. જણાવી દઇએ કે તાજેતરમાં  જ આ સમયને 6 મહિના કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 9 મહિના સુધી વધારવામાં આવ્યો છે. એક્સપર્ટ ગ્રુપ તરફથી તથ્યોને ધ્યાનમાં લેતા આ અંગે સૂચન આપવામાં આવ્યું…

Read More
tauktae cyclone in gujarat

ચક્રવાત તાઉતે એ ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ઉનામાં ત્રાટક્યા બાદ વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ધમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર સુધી રાજસ્થાન પહોંચે પછી અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ-તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મહેસૂલ સચિવે કહ્યું હતું કે વાવાઝોડું ધીમું પડી રહ્યું છે રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે સ્ટેટ…

Read More
Heavy Rains

ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગરમાં તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે…આ વાવાઝોડું અમદાવાદ તરફથી આગળ વધી રહ્યુ છે..ત્યારે બગોદરા હાઈવે પણ ભારે પવન સાતે વરસાદ વરસી રહ્યો છે…અમદાવાદ જિલ્લાના ધોળકા, બગોદરા, વિરમગામ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે..અમદાવાદ જિલ્લાના બાવળા અને બગોદરામાં અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદ શરૂ અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર જોવા મળી છે. વાવાઝોડું બપોરના 12 વાગ્યા પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શ્યો છે. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જાઈ છે. તાઉ-તેએ સૌરાષ્ટ્રને ધમરોળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના…

Read More
power supply cut in tauktae cyclone

ચક્રવાત તાઉતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને અમેરિકા સહિત ઘણા જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. ચક્રવાતના લીધે ઝડપી પવન ફૂંકાતા અને ભારે વરસાદ પડી રહ્યો છે જેના લીધે ઘણા વિજ પુરવઠો ખોવાતા ઘણા જિલ્લાઓ અને ગામડાંઓમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઇ છે. આ વાવાઝોડાનાં કારણે 4 હજાર 231 ગામડાઓમાં વીજ પુરવઠો ખૌરવાયો હતો. જે પૈકી 1 હજાર 958 ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. રાજ્યના 3 હજાર 502 ગામડાઓમાં ફીડર, 1 હજાર 77 વીજ પોલ અને 25 ટ્રાસમીટર બંધ હાલતમાં છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અંધારપટ સમગ્ર સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાજોડાની તીવ્ર અસરને કારણે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં…

Read More
tauktae cyclone in Ahmedabad

અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર જોવા મળી છે. વાવાઝોડું બપોરના 12 વાગ્યા પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શી શકે છે. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જાઈ છે. તાઉ-તેએ સૌરાષ્ટ્રને ધમરોળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે. ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધંધૂકામાં ભારે વરસાદ પડી રહ્યો છે.તૌક-તે વાવાઝોડા ને લઈ એએમસી તંત્ર સજ્જ બન્યું છે. બે થી ત્રણ કલાકમાં…

Read More
payment on petrol pump

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે. એક બાજુ આવકની અનિશ્ચિતતા અને બીજી બાજુ મોંઘા ઇંધણથી તેનું બજેટ બગડી રહ્યુ છે. જો કે એક નવી સ્કીમ આવી છે જેમાં પેટ્રોલ પુરાવવા પર મોટું કેશબેક મેળવી શકો છો. શું છે ઓફર  PhonePe તેના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઇને આવ્યો છે. જેમાં તમને પેટ્રોલ પૂરાવવા પર કેશબેક મળશે. ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત ગેસ જેવી કંપનીઓ તેમના ગ્રાહકો માટે આ ખાસ ઓફર લઇને આવી છે. ચાલો જાણીએ કેટલા રૂપિયા કેશબેક મળશે. તેમા ગ્રાહકોને 0.75 ટકા કેશબેક આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને એક ટ્રાન્જેક્શન પર મહત્તમ 45…

Read More
sensex up

મંગળવારનો દિવસ શેર માર્કેટ માટે મંગલમય રહ્યોં જેનું કારણ દેશમાં ઘટી રહેલા કોરોના કેસ છે. આજે દોઢ મહિના બાદ ભારતીય શેરબજારના સૂચકાંતો સેન્સેક્સ 50,000 અને નિફ્ટી 15,000ની સપાટીે પહોંચ્યા અને હાલ તેની ઉપર ટ્રેડ થઇ રહ્યા છે. આજે BSE સેંસેક્સ 553.51 અંક એટલે કે 1.12 ટકાના ઉછાળા સાથે 50,134.24ની ઉપર સ્તર પર ખુલ્યુ. સાથે જ નિફ્ટી 1.1 ટકા એટલે કે 164.05 અંકોના ઉછાળા સાથે 15,087.20ની ઉપરના સ્તર પર ખુલી. સેંસેક્સ અને નિફ્ટી બંને ઇંડેક્સમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તેની પહેલા સપ્તાહના પહેલા કારોબારી દિવસ સોમવારે બજાર મોટા ઉછાળા સાથે બંધ થયું હતુ. શરૂઆતના કારોબાર દરમિયાન સવારે 9.22માં…

Read More
tauktae cyclone 2

ચક્રવાત તાઉતે ગુજરાતમાં ભારે તારાજી સર્જ્યા બાદ નબળું પડ્યુ હોવાના સંકેત મળ્યા છે. 18 મે ભારતના હવામાન વિભાગે મંગળવારે જણાવ્યુ હતું કે, ચક્રવાત તાઉ તે સોમવારની મધરાતે સૌરાષ્ટ્રના દીવ અને ઉનાના બીચ તથા ગુજરાતના તટિય વિસ્તારમાં ટકરાયા બાદ વાવાઝોડુ નબળુ પડ્યુ છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યુ છે કે, તાઉતના કારણે કોઈ જાનહાનીના ખબર નથી, અને આ વાવાઝોડુ હવે થોડુ નબળુ પડ્યુ છે. રાજસ્થાન અને યુપીના વિસ્તારોમાં આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકની અંદર યુપી, હરિયાણા અને રાજસ્થાનના અમુક વિસ્તારમાં હલ્કાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાત માથે થોડી રાહત થઈ છે. જોધપુરમાં હાઈએલર્ટ, 117 લોકોને મકાન ખાલી કરાવા આદેશ…

Read More