Author: Satya Day

tauktae cyclone in gujarat

તૌકતે વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે અસર વર્તાઇ રહી છે. ગુજરાતના પોર્ટ પર ગ્રેડ ડેન્જર સિગ્નલ કાર્યરત કરાયુ  છે. પોરબંદરના બંદરે આઠ નંબરનુ ખતરાનુ સિગ્નલ લગાવાયુ છે. ચક્રવાત અને ભારે વરસાદથી સમુદ્ર ગાંડોતૂર બનવાની પ્રબળ શક્યતા છે. દરિયામાં ત્રણ મીટરથી વધુ ઉંચા મોજાની પણ સંભાવના છે. લોકોએ ઘરમાં જ રહેવા અને તમામ ઘરવખરી રાખવાની તંત્રએ અપીલ કરી છે.  પોરબંદરના દરિયા કાંઠા વિસ્તારમાં લોકોને ના જવા અપીલ કરાઈ છે. માંગરોળના દરિયા કિનારે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધતા તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.જૂનાગઢના માંગરોળના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે. જેમ જેમ વાવાજોડું નજીક આવતું જાય છે તેમ તેમ…

Read More
israel attack on gaza

ઇઝરાઇલે ફરી ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો અને ગઈરાત્રે સતત 10 મિનિટ સુધી વિમાનથી બોમ્બનો વરસાદ કર્યો હતો. પેલેસ્ટાઇનના ગાઝા શહેર પર ઇઝરાયેલે 60 હવાઇ હુમલા કર્યા હતા. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે 8 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં હમાસે 3100 રોકેટ દાગ્યા છે. ઇઝરાઇલના ઘણા શહેરોમાં લોકોની છેલ્લી ઘણી રાત વિસ્ફોટોના અવાજ વચ્ચે પસાર થઇ રહી છે. ગાઝા શહેરથી હમાસ રોકેટ હુમલો કરે છે, ત્યારે ઇઝરાઇલ તેની વાયુ સંરક્ષણ પ્રણાલીથી આ રોકેટનો આકાશમાં નાશ કરે છે. હમાસના કેટલાક રોકેટ ઇઝરાઇલને નુકસાન પહોંચાડી રહ્યા છે. ઇઝરાઇલના જુદા જુદા વિસ્તારોમાં હમાસના હુમલાથી…

Read More
covid vaccine in india

કોરોના મહામારી સામે હાલ રસી એ એક માત્ર હાથવગુ ઉપાય છે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે અત્યંત આવશ્યક છે. જો કે જનમાનસમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે કોરોના રસી માટે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. આવા સંજોગોમાં તેમની પાસે આધાર કાર્ડ નથી તો શું તેમને કોરોનાની રસી નહી મળે? તેવા ઘણા પ્રશ્રનો લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. શું કોરોના રસી માટે આધારકાર્ડ જરૂરી છે? કોરોના રસી મૂકાવવા માટે આધાર કાર્ડ ન હોય તેમને વેક્સિન નહી મળી શકે તેવા પ્રચાર સામે યુનિક આઇડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આજે સ્પષ્ટતા આપી છે કે આધાર…

Read More
covid vaccine 2

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે તૌકતે નામનું મહાસંકટ આવી રહ્યુ છે. જેના લીધે કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરીર પણ પ્રભાવિત થઇ રહી છે. તૌકતે વાવાઝાડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 160 કેન્દ્રો પર રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 160થી વધુ વેક્સિનેશન સેન્ટરો છે જ્યાં આગામી બે દિવસ એટલે કે, સોમવાર અને મંગળવારે વેક્સિનેશન કાર્યક્રમ બંધ રાખવા સૂચના અપાઈ છે. આ બે દિવસ દરમિયાન 18થી 44 અને 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિન અપાશે નહીં. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના કારણે આ નિર્ણય લેવાયો હતો.

Read More
tauktae cyclone and covid patients

કોરોના મહામારી વચ્ચે હવે તૌકતે વાવાઝાડોનું મહાસંકટ આવી રહ્યુ છે. આ વાવાઝોડાના લીધે સામાન્ય લોકોથી લઇને કોરોના સંક્રમિત દર્દીઓના જીવન પર મોટું સંકટ સર્જાઇ રહ્યુ છે. વાવાઝોડાના લીધે ભારે વરસાદ અને ઝડપી પવન ફુંકાવાની આશંકા છે. જેના પરિણામે વિજ પુરવઠાની સપ્લાય ખોરવાઇ જવાની શક્યતા છે. તેના પરિણામે હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અને વેન્ટિલેટર્સ ઉપર રહેલા કોરોના સંક્રમિત દર્દીઓનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. અલબત્ત સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપ કેટલાંક પગલાંઓ લીધા છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત…

Read More
covid patients 1

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો હોય તેવા સંકત મળી રહ્યા છે. કારણ 26 દિવસ બાદ દેશમાં પહેલીવાર દૈનિક 3 લાખથી ઓછા નવા કોરોના કેસ નોંધાયા છે. જો કે સાવધાની રાખવાની હજી જરૂર છે. ભારતમાં ગત રવિવારે છેલ્લા 24 કલાકમાં 2 લાખ 81 હજાર 683 લોકોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે છેલ્લા 26 દિવસમાં આ પહેલી ઘટના છે જ્યારે એક દિવસમાં 3 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ અગાઉ 20 એપ્રિલના રોજ કોરોનાના 2.94 લાખ નવા કેસ નોંધાયા હતા. જોકે કોરોનાને કારણે થયેલાં મોતની ગતિ ધીમી પડવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે 4,092 લોકો મૃત્યુ પામ્યા…

Read More
Toukte cyclone

કોરોના મહામારી વચ્ચે હવે કુદરત પણ પોતાનો કહેર માનવજાત પણ વરસાવી રહી છે. ગુજરાત, સહિત દરિયા કિનારો ધરાવતા ઘણા રા્જ્યોમાં હાલ તૌકતે વાવાઝોડુંનું મહાસંકટ આવી રહી છે. આ તૌકતે વાવાઝોડુ ગુજરતામાં ભારે તારાજી સર્જશે તેવી શક્યતા છે.  તૌકતે હાલ વાવાઝોડું દિવથી 250 કિલોમીટર અને ગુજરાતના વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. જ્યારે ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે આશરે 155થી 165 કિમીની ઝડપે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક…

Read More
ac and refrigerator sales

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાં એસી, ફ્રિજ, કુલર જેવા કુલિંગ કેટેગરીનુ માર્કેટ સતત બીજા વર્ષે ઠંડુ રહેવાની આશંકા છે. ગતવર્ષની પેન્ટ-અપ ડિમાન્ડના પગલે આ વર્ષે દોઢગણાથી બમણા સુધી વેચાણો થવાનો આશાવાદ હતો. પરંતુ ગરમીની સિઝન શરૂ થવાની સાથે દેશના મોટાભાગના હિસ્સામાં લોકડાઉન લાદવામાં આવ્યુ હતું. જેના પગલે વેચાણો સામાન્ય કરતાં પણ અડધા થયા છે. આ વર્ષની શરૂઆતમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે, એપ્રિલ બાદ એસી-ફ્રિજના ભાવોમાં 10થી 15 ટકા વૃદ્ધિ નોંધાશે. જેને જોતાં રિટેલર્સ અને શોરૂમના સંચાલકોએ ફેબ્રુઆરી-માર્ચમાં જ મોટાપાયે સ્ટોક જમા કર્યો હતો. ભોપાલના એક મોટા ઈલેક્ટ્રોનિક્સ શોરૂમના માલિક અનુસાર, એપ્રિલ અને મેમાં ફ્રિજ અને એસીના સૌથી વધુ…

Read More
covid in Gujarat 1

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 15 મે, 2021 શુક્રવારના રોજ 9061 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સતત બીજા દિવસે નવા કોરોના કેસની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,44,409 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 15076 દર્દીઓ સાજા થયા છે જે નવો રેકોર્ડ છે. આમ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત નવા દર્દી કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,24,107 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ…

Read More
Anil Ambani with wife and sons

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે નવી મુશ્કેલી સર્જાઇ શકે છે. વાત જાણે એમ છે કે, સ્વિસ ફેડરલ કોર્ટે અનિલ અંબાણી, તેની પત્ની ટીના અંબાણી અને તેમનાં બે સંતાનોનાં બેન્ક અકાઉન્ટની વિગતો ભારત સરકારને આપવા સહમતી દર્શાવી છે. આ અંગેનો એક અહેવાલ સ્વિસ પબ્લિકેશન ગોથામ સિટીએ પ્રસિદ્ધ કર્યો છે. ફોરેન ટેક્સ અને રિસર્ચ ડિવિઝને કોર્ટે આ અંગેનો આદેશ એપ્રિલ 29ના રોજ કર્યો હતો. સ્વિસ કોર્ટે ભારતના ફાઈનાન્સ મિનિસ્ટ્રીના ફોરેન ટેક્સ અને રિસર્ચ ડિવિઝન દ્વારા કરાયેલી આ અરજીને ગ્રાહ્ય રાખી હતી. ડિવિઝને અનિલ અંબાણીના એપ્રિલ 2011થી સપ્ટેમ્બર 2018 સુધીની બેન્ક અકાઉન્ટ્સની વિગતો ચકાસણી કરવા માટે માગી હતી. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું…

Read More