કવિ: Satya Day

નવી દિલ્હીઃ ડુંગળીના વધી રહેલા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર પ્રયત્નશીલ છે. અગાઉ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, ત્યારબાદ સ્ટોક લિમિટ લાદયા બાદ પણ ભાવમાં કોઇ ખાસ ઘટાડો ન આવતા હવે સરકાર ડુંગળીના બિયારણની નિકાસ ઉપર પણ તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, ડુંગળી એ એક રાજકીય રીતે સંવેદનશીલ કૃષિ પાક છે તેના ભાવ વધારાની અસર સંસદ સુધી પહોંચી છે. કેન્દ્ર સરકારે ગૂરૂવારે ડુંગળીના બિયારણની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલી એક નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, આ પ્રતિબંધ તાત્કાલિક લાગૂ કરવામાં આવે. જણાવી દઈએ કે, દેશમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી રહી…

Read More

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 987 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,71,040 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1083 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,54,078 લાખે પહોંચી ગઇ છે. ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણથી વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 1, સુરત શહેરમાં 2 અને ગાંધીનગરમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3708 લોકોને…

Read More

મુંબઇઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ કોરોના વાયરસના કારણે સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાની માંગને પ્રતિકુળ અસર છે અને તેમાં જંગી ઘટાડો નોંધાયો છે. WGCના આંકડા મુજબ સોનાની વૈશ્વિક માંગ જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસકિ ગાળામાં વાર્ષિક તુલનએ 19 ટકા ઘટીને 892.3 ટન નોંધાઇ છે જે સપ્ટેમ્બર – 2009 પછીની સૌથી ઓછી માંગ છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં સોનાની માંગ 1100.2 ટન રહી હતી. સોનાની માંગ ઘટવાનું મુખ્ય કારણ તેના અતિશય ઉંચા ભાવ, કોરોના મહામારીને લીધે સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતાને અને ખાસ કરીને સૌથી મોટા ગ્રાહક ભારતમાં માંગ ઘટતા કુલ વેચાણમાં જંગી ઘટાડો થયો છે. સોનાની રોકાણલક્ષી માંગ 21 ટકા વધીને 494.6…

Read More

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારી બાદ આપેલા પહેલા ઇન્ટરવ્યૂહમાં કહ્યુ કે, દેશની અર્થવ્યવસ્થા ઝડપથી પારા પર આવી રહી છે. ભારત હજુ પણ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. જો કે સુધારવાદી પગલાં દુનિયાને સંકેત આપે છે કે, નવુ ભારત બજારની તાકાતો પર વિશ્વાસ કરે છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં મૂડીરોકાણ માટે ભારત મનપંસદ સ્થળ છે. દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 80 લાખે પહોંચી ગઇ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ ઇન્ટરવ્યૂહમાં દેશને આશ્વાસન આપતા કહ્યુ કે, કોરોના વેક્સીન બન્યા બાદ દરેક દેશવાસીને રસ મૂકવામાં આવશે. તેમણે કોરોના વેક્સીનના રસીકરણને લઇને પોતાની સરકારની…

Read More

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષે અત્યાર  સુધીમાં 39.14 લાખ કરદાતાઓને 1.26 લાખ કરોડ રૂપિયાથી વધુનું રિફંડ ચૂકવ્યુ છે. રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરની ઓફિસે ટ્વિટમાં આ માહિતી આપી છે. કૂલ ટેક્સ રિફંડમાં વ્યક્તિગત ટેક્સ રિફંડ 34,532 કરોડ રૂપિયા અને કોર્પોરેટ ટેક્સ રિફંડ 92,376 કરોડ રૂપિયા છે. ટ્વિટમાં જણાવ્યુ છે કે, 39.14 લાખ કરદાતાઓને 1,26,909 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કરાયુ છે. આ દરમિયાન 37,21,584 વ્યક્તિગત કરદાતાઓને 34,532 કરોડ રૂપિયા અને 1,92,409 કેસોમાં 92,376 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ કરવામાં આવ્યુ છે. આ આંકડા 27 ઓક્ટોબર, 2020 સુધીના છે. આવકવેરા વિભાગે ઘણા શહેરોમાં હવાલા ટ્રેડર્સ અને બોગસ બિલ બનાવાર ઉપર રેડ…

Read More

ન્યુયોર્કઃ અમેરિકામાં નેટવર્ક માર્કેટિંગ કંપનીની આડમાં દુષ્કર્મના આરોપીને 120 વર્ષની સજા આપવામાં આવી છે. તે પોતાની સાથે જોડાયેલી મહિલાઓને ગુલામ બનાવીને તેમનું શારીરિક શોષણ કરતો હતો. તેના નેટવર્કથી ઘણા કરોડપતિ અને હોલીવુડ અભિનેતા જોડાયેલા છે. અદાલતની સજા બાદ 60 વર્ષના કેનેથ રેનેરને આજીવન જેલમાં રહેવુ પડશે. સજા સંભળાવનાર ડિસ્ટ્રીક્ટ જજ નિકોલસ ગ્રાફુઇસે કથિત માર્કેટિંગ ગુરુ રેનેરેને હેવાન અને બેશરમ કહ્યો. તે એનએક્સઆઇવીએમ નામની નેટવર્કિંગ કંપની ચલાવતો હતો. તેની મારફતે જ તે મહિલાઓ અને યુવતીઓને પોતાની જાળમાં ફસાવીને તેનું શારીરિક શોષણ કરતો હતો. તે પાંચ દિવસના એક કોર્સની માટે લોકો પાસેથી 5 હજાર ડોલરની વસૂલાત કરતો હતો. તે અશ્લીલ ફોટો અને…

Read More

સમગ્ર દુનિયામાં જીવલેણ કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી રાખ્યો છે અને લાખો લોકોના મોત નિપજ્યા છે ત્યારે ફ્રાન્સમાં વાયરસનું સંક્રમણ ફરી વધતા ત્યાં વધુ એક વખત કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમાનુએલ મૈક્રોએ પહેલી ડિસેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા છે. ફ્રાંસમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ છે. જેને ધ્યાનમાં રાખી સરકારે કડક નિર્ણય લેવાની શરૂઆત કરી છે. સરકારે લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન  નિકળવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં જીવલેણ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં…

Read More

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે? સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલા એ આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમનું માનવુ છે કે, કોરોના વિરુદ્ધ લડવા માટે ચાલુ વર્ષે ડિસેમ્બર સુધી વેક્સીન તૈયાર કરવાની સંભાવનાછે. સંભવતઃ વેક્સીન તૈયાર થવાની મહત્તમ શક્યતા બ્રિટનના ટેસ્ટિંગ અને ડીસીજીઆઇની મંજૂરી પર નિર્ભર કરશે. પૂનાવાલાએ કહ્યુ કે,  ભારતમાં ચાલુ વર્ષના અંત સુધી કોરોના વેક્સીન આવી શકે છે. પરંતુ તેની માટે બ્રિટન પર ઘણું બધુ નિર્ભર છે. બ્રિટનમાં વેક્સીનનું એડવાન્સ ટ્રાયલ ચાલી રહ્યુ છે. જો બ્રિટનને માહિતી શેર કરી તો ઇમર્જન્સી ટ્રાયલની માટે આરોગ્ય મંત્રાલયમાં અરજી કરાશે.મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા બાદ તેનું ટેસ્ટિંગ ભારતમાં પણ…

Read More

મિઝોરમઃ છેલ્લા સાત મહિનાથી દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીથી હાહકાર મચાવી રાખ્યો છે અને લાખો લોકોના મોત નિપજ્યા છે. કોરોનાનું સંક્રમણ જ્યારે પીક ઉપર હતુ ત્યારે દેશનુ એક માત્ર એવુ રાજ્ય જ્યાં સંક્રમણથી એક પણ મોત થયુ ન હતુ. હવે દેશમાં કોરોના વાયરસથી મોત ઘટી રહ્યા છે, ત્યારે બુધવારે આ રાજ્યથી માઠા સમાચાર આવ્યા છે. અહીંયા કોરોનાથી પ્રથમવાર કોઇ દર્દીની મોત થઇ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યુ કે, મિઝોરમમાં 66 વર્ષીય વ્યક્તિએ આઇઝોલની નજીક એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો છે.તે કોરોના સંક્રમિત હતો અને વિતેલા દસ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. ડો. એચસી લાલદીનાએ કહ્યુ કે, દર્દીની…

Read More

અમદાવાદઃ દરેક માતા પોતાના બાળકો માટે હેલ્ધી રેસિપી શોધ છે. જો તમે પણ આવી રેસિપી શોધ રહ્યા છો જે પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે -સાથે બાળકોને એનર્જી પણ આપે તો આની વિશે આજે અમે તમને જણાવીશુ. અહીંય અમે તમને એક એવી રેસિપી વીશે જણાવીશું જે બાળકોના મગજને તેજ કરવાની સાથે-સાથે તેમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખશે. હેલ્ધી અને એનર્જી ડ્રિંક બનાવવાની રીતે ( ચાર વ્યક્તિઓ માટે) સામગ્રીઓ એક ચમચી મગજતરીના બીયાં અખરોટ- 6 નંગ બદામ – 6 નંગ કાળા મરી – 3થી 4 દાણા એક નાની એલચી એક ચમચી વરિયાળી એક ચમચી ખસખસ એક કપના ચોથા ભાગ જેટલુ દૂધ હેલ્ધી ડ્રિંક બનાવવાની…

Read More