નવી દિલ્હીઃ ભારત સહિત ઘણા દેશોમાં આજે સાંજે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરની સર્વિસ અચાનક ડાઉન થઈ ગયુ છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દુનિયાભરના કેટલાય યુઝર્સ ટ્વીટર સેવા ઠપ્પ થતાં પરેશાન થયા છે. ભારતમાં સાંજે લગભગ 8 કલાકની આસપાસ ટ્વીટરની સોશિયલ સાઈટ ઠપ્પ થઈ હતી. યુઝર્સ સાઈટનું હોમ પેજ લોડ નહીં કરી શકતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર એક્સેસ કરવામાં સમસ્યા ભારત સહિત મલેશિયા, ઈંડોનેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ અને મ્યાંનમાર સહિતના દેશોમાં પણ જોવા મળી છે. લોકો એકબીજાને જણાવી રહ્યા છે કે, ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ સહિતની જગ્યાઓ પર ટ્વીટરમાં આ પ્રકારની ખામીઓ આવી રહી છે. લોકોનું કહેવુ છે કે,…
કવિ: Satya Day
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તેમના દિકરા બૈરનને કોરોના સંક્રમણ માત્ર 15 મિનિટ થયુ અને ત્યારબાદ મટી ગયુ હતુ. પેનિસિલ્વેનિયાના માર્ટિન્સબર્ગમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે આ દાવો કર્યો છે. ટ્રમ્પે પોતાનું ઉદાહરણ આપીને દેશમાં શાળાઓ ફરી ખોલવાને નિર્ણય યોગ્ય ઠરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શિક્ષક સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને તેમને સંક્રમણની ઝપટમાં આવવાનો ડર છે. ’15 મિનિટમાં કોરોના મટી ગયો’ ટ્રમ્પે રેલીમાં કહ્યુ કે, ખરેખર બૈરનને કોરોના થયો હતો. બૈરન તેમનો 14 વર્ષનો દિકરો છે. ટ્રમ્પ ઉપરાંત તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા અને બૈરન ચાલુ મહિનાની શરૂઆતમાં કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ હતુ.…
નવી દિલ્હીઃ તહેવારોની મોસમમાં રાજધાની દિલ્હી શું કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ઝપટમાં છે? આના સંકેત કોરોના પોઝિટિવ કેસના આંકડા આપી છે. આજે બુધવારે પ્રથમવાર દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના 5 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા જ નીતિ આયોગના સભ્ય વીકે પાલે જણાવ્યુ હતુ કે કેરળ અને પશ્ચિમ બગાળ કોરોના સંક્રમણના ત્રીજા પીક તરફ જઇ રહ્યા છે. સીએમ કેજરીવાલે બીજી લહેરનો દાવો કર્યો હતો દિલ્હીમાં કોરોનાના નવા કેસ જુલાઇમાં ઘટવા લાગ્યા હતા. એક સમયે તો એક્ટિવ કેસોની સંખ્યા 10 હજારથી પણ નીચે જતી રહી હતી. ત્યારબાદ કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઇ. ચાલુ મહિનાની શરૂઆતમાં દિલ્હીના સીએમ…
નવી દિલ્હીઃ નવરાત્રી દરમિયાન હોમ એપ્લાયન્સિસ અને કન્ઝઅયુમર ઇલેક્ટ્રોનિક્સ બનાવતી કંપનીઓના વેચાણમાં ડબલ ડિજિટનો ગ્રોથ નોંધાયો છે. ઉપરાંત તેના કુલ વેચાણમાં ઇ-કોમર્સ કંપનીઓની હિસ્સાદારી પણ વધી છે. સોની, એલજી અને પેનાસોનિક જેવી અગ્રણી કંપનીઓના વેચામાં નવરાત્રી દરમિયાન વાર્ષિક સરખામણીએ 30 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. પેનાસોનિક ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રમુખ તેમજ સીઇઓ મનીષ શર્માએ કહ્યુ કે, ચાલુ વર્ષ તહેવારોની મોસમની શરૂઆત સારી રહી છે. પાછલા વર્ષની તુલનાએ એર કન્ડિશનર, ફ્રિજ, વોશિંગ મશીન અને માઇક્રોવેવ વગેરેના વેચાણમાં અમે 30 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ઉપરાંત એલઇડીની માંગ, સપ્લાય કરતા વધારે રહી છે. શર્માએ કહ્યુ કે, બદલાતી પરિસ્થિતિઓમાં ગ્રાહક સંપર્ક રહિત ડિલિવરીને પ્રાથમિકતા…
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવાની હરકત કરી રહ્યુ છે અને ઘણી વખત પોતાનો દાવો કરી ચુક્યુ છે. અલબત પાકિસ્તાનની આ નાપાક હરકતોનો ભારતે હંમેશા જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે કથિત રીતે ભારતીય હેકરે ફરી પાકિસ્તાની વેબસાઇટ હેક કરીને ‘શ્રી રામ’ના નારા લગાવ્યા છે. ખાસ વાત એ છે કે, આ વખતે કાશ્મીર મુદ્દે જ ચાલી રહેલા એક ઇન્ટરનેશનલ સેમિનારને કથિત રીતે ભારતીય હેકરોએ હેક કરી લીધુ. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાની અધિકારી એખ ઇન્ટરનેશનલ સેમિનાર કરી રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ સાઇટ ઝૂમ પર આ સેમિનાર ચાલુ રહ્યુ હતુ. આ દરમિયાન વચ્ચે જ કંઇક ગીત સંભળાવવા લાગ્યુ. સામાન્ય રીતે આ ગીત ભગવાન…
નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારી દરમિયાન દેશમાં ‘આરોગ્ય સેતુ’ એપ ની ચારેય બાજુ ચર્ચા થઇ હતી. કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન દેશમાં તમામ વ્યક્તિઓ અને વિદેશમાંથી આવતા મુસાફરો માટે તેમના મોબાઇલમાં આ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અપીલ કરી હતી. જો કે આરોગ્ય સેતુ એપ કોણ બનાવી છે તે સરકારી મંત્રાલયોમાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ છે. વડા પ્રધાન મોદીએ લોકોને વારંવાર આ એપ ડાઉનલોડ કરવા અપીલ કરી છે. જોકે હવે આ એપ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સરકારી વેબસાઈટોની ડિઝાઈન કરનારા નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરે કહ્યું છે કે, ‘આરોગ્ય સેતુ એપ કોણે બનાવી તે તેને ખબર નથી.’ અંતે આ બાબત સામે…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આજે બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 980 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,70,053 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1107 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,52,995 લાખે પહોંચી ગઇ છે. ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણથી વધુ 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 3, સુરત શહેરમાં 2 અને રાજકોટમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3704 લોકોને…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના વીજ વપરાશકારોને સુખદ આંચકો આપ્યો છે. આ વખતે રાજ્યની રૂપાણી સરકારે ઉદ્યોગજગતને રાહત આપતા સમાચાર આપ્યા છે. જ્યાં સરકારે હવે યુનિટદીઠ વીજદરમાં ઘટાડો કર્યો છે. આ અંગે અગાઉ મોરબીના ઉદ્યોગકારોએ વીજઘટાડાની માગ સરકાર સામે રાખી હતી, જેને ધ્યાને રાખી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભમંત્રીએ આ અંગે જાહેરાત કરતા રાજ્યમાં હવે વીજદરમાં યુનિટદીઠ 19 પૈસાનો ઘટાડો કર્યો છે. સાથે ફ્યુઅલ સરચાર્જમાં પણ ઘટાડો કર્યો છે. જે અંતર્ગત હવે 3 માસ માટે વીજળીનાં દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટાડાનો લાભ રાજ્યના 1.40 કરોડ ગ્રાહકોને થશે, જેનાથી કુલ 356 કરોડનો ફાયદો…
નવી દિલ્હીઃ વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં મક્કમ વલણ અને ડોલર સામે રૂપિયો નબળો પડવાથી આજે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવ સુધર્યા હતા. દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે આજે સોનું 188 રૂપિયા અને ચાંદી 342 રૂપિયા મોંઘી થઇ હતી. જેના પગલે આજે 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 51,220 રૂપિયા અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 62,712 રૂપિયા થયો હતો. જ્યારે પાછલા વર્ષે બંને કિંમતી ધાતુઓના ભાવ અનુક્રમે 51,032 રૂપિયા અને 62,370 રૂપિયા બોલાયા હતા. વૈશ્વિક બજારની અસર ઉપરાંત ભારતમાં આગામી તહેવારોની સિઝનમાં રિટેલ માંગ વધવાની અપેક્ષા એ બંને કિંમતી ધાતુઓના ભાવ એકંદરે મજબૂત રહ્યા છે. જેમાં અમદાવાદ ખાતે આજે સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 52,700…
કોચીઃ અત્યાર સુધી દેશમાં અનાજ-કઠોળ જેવા કૃષિ પાકોના જ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) નક્કી કરવામાં આવતા હતા. જો કે કેરળ રાજ્યે આ દિશામાં એક ડગલુ આગળ વધીને ખેડૂતોના હિત માટે સમગ્ર દેશમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. કેરળે ફળ અને શાકભાજી માટે પણ લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કર્યા છે અને આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે. કેરળ સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરેપુરૂ વળતર મળે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કુલ ૨૧ જેટલી ચીજવસ્તુઓની એમએસપી નક્કી કરવામાં આવી છે. જેમાં વિવિધ અનાજ તેમજ ફળો અને શાકભાજીનો પણ સમાવેશ કરાયો છે. જે તે જણસનો પાક લેવા પાછળ ખેડૂતોને જે ખર્ચ…