કવિ: Satya Day

કોરોના સંકટ વચ્ચે મગફળીમાં મજબૂત માંગ, નિકાસ 13 ટકા વધી મુંબઇઃ કોરોના સંકટ વચ્ચે પણ ભારતમાં કૃષિ પેદાશોની નિકાસ એકંદરે મજબૂત રહી છે. જેમાં મગફળીની નિકાસ વિતેલા એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન વાર્ષિક તુલનાએ 13 ટકા વધી છે અને હજી પણ નવા એક્સપોર્ટ ઓર્ડર મળતા નિકાસ વધવાના ઉજળા સંજોગો છે. ભારતમાં ઓગસ્ટમાં 34535 ટન મગફળીની નિકાસ કરી છે જે એક વર્ષ પૂવેના સમાન મહિનામાં 19225 ટન હતી. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મગફળીની નિકાસ 13 ટકા વધીને 174610.53 ટને પહોંચી ગઇ જેનું મૂલ્ય 1571.61 કરોડ રૂપિયા છે. આ દરમિયાન ઇન્ડિયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઇઓપીઇપીસી)ના મે ભારતમાં ચાલુ વર્ષે મગફળીનું કૂલ ઉત્પાદન…

Read More

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે જો કે સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા એકંદરે ઘટી રહી છે. ગુજરાત રાજ્યમાં આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,64,121 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1201 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,46,308 લાખે પહોંચી ગઇ છે. ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 3, છોટા ઉદેપુરમાં 1, રાજકોટમાં 2 અને સુરત શહેરમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે.…

Read More

નવી દિલ્હીઃ કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક તંગી અને અતિશય ઉંચા ભાવના લીધે હાલ સોના-ચાંદીમાં ઘરાકીનો અભાવ છે. આજે દિલ્હી ખાતે સોનાનો ભાવ 54 રૂપિયાના નજીવા ઘટાડે 51,312 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદી આજે 543 રૂપિયા સસ્તી થઇ હતી અને 1 કિગ્રાનો ભાવ 62,720 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં પણ બંને કિંમતી ધાતુઓ સોના-ચાંદીના ભાવ એકંદરે સુસ્ત હતા. જેમાં સોનું 1900 ડોલર અને ચાંદી 24.20 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા. તેવી જ રીતે પ્લેટિનમ 885.75 ડોલર અને પેલેડિયમ 2382.15 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયા હતા. ઉંચા ભાવ ઘરાકીનો અભાવ અને અમેરિકામાં નજીકના સમયગાળામાં સ્ટિમ્યુલસ પેકેજ અંગે અનિશ્ચિતતાથી…

Read More

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 77 લાખને વટાવી ગઇ છે અને હજી સુધી અસરકારક વેક્સીન શોધાઇ નથી. જો કે સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી ઉપલબ્ધ થાય તે માટે સંભવ પ્રયાસો કરશે. એક પ્રથામિક અંદાજ ભારત સરકાર દેશના દરેક નાગરિકો કોરોનાની રસ ઉપલબ્ધ થાય તે માટે અંદાજ રૂ. 50,000 કરોડની જોગવાઇ કરી રહી છે. અમેરિકન ચલણમાં આ રકમ લગભગ 7 અબજ ડોલર જેટલી થાય છે. કોરોનાથી અર્થતંત્રને ફટકો અને તેમાંય કોરોના વેક્સીન માટે આટલી જંગી રકમની જોગવાઇ કરવી ભારત સરકાર માટે મોટી મુશ્કેલી બની શકે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ છે અને…

Read More

નવી દિલ્હીઃ ભારત પણ પોતાની સૈન્ય સુરક્ષાને મજબૂત કરવા સતત પ્રયત્નશીલ છે અને આજે સુરક્ષા દ્રષ્ટીએ સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ભારત દ્વારા આજ રોજ સવારે રાજસ્થાનના પોખરણમાં નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યો હતો.રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત આ સ્વદેશી મિસાઈલનું પરીક્ષણ પોખરણ રેન્જમાં ગુરુવાર સવારે 6.45 કલાકે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નાગ મિસાઈલ સંપૂર્ણ રીતે દેશી છે, અને આ પ્રકારની તમામ મિસાઈલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે, નોધનીય છે કે DRDO તરફથી આ મિસાઈલનું સતત આ વર્ઝનનું અલગ-અલગ પ્રકારે પરિક્ષણ…

Read More

નવી દિલ્હીઃ કોરોના વેક્સીન Covaxinના અંતિમ તબક્કાનું ટ્રાયલ આગામી મહિનાની શરૂઆતમાં થઇ શકે છે. ભારત બાયોટેકને દવા નિયામક તફરથી ફેઝ-3ના ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. ડીસીજીઆઇની એક્સપર્ટ કમિટીની મંગળવારે મિટિંગ થઇ હતી. તેમાં વેક્સીનના અંતિમ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઇ એ પ્રોટોકોલમાં થોડાંક ફેરફાર કર્યા છે. ભારતમાં વેક્સીનની ટ્રાયલમાં 25 હજારથી વધારે લોકો શામેલ થવાની સંભાવના છે. તેમને 28 દિવસના અંતરે વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. શરૂઆતની ટ્રાયલમાં વેક્સીનના પરિણામોએ અપેક્ષા જગાડી છે. Covaxin પહેલી સ્વદેશી કોરોના વાયરસની વેક્સીન છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની સાથે મળીને બનાવી છે. ટ્રાયલ પ્રોટોકોલમાં શું ફેરફાર કરાયા કમિટીની એક મિટિંગમાં…

Read More

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત નવા કેસોની સંખ્યા એકંદરે ઘટી રહી છે તેની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારના સત્તાવાર મુજબ ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કૂલ 77 લાખ થી વધુ પોઝિટિવ કેસો નોંધાયો છે. જો હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 7.15 લાખ જેટલી રહી છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,16,616 લોકોના મોત નિપજ્યા છે. ભારતમાં કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધીમાં 77 લાખ લોકો આવી ચૂક્યા છે. જેમાં વિતેલા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કુલ 55,838 નવા કેસ નોંધાયા છે અને 702 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. ICMRના આંકડાઓ મુજબ દેશમાં ગત 21મી…

Read More

અમદાવાદઃ જગતજનની માતા આદ્યશક્તિના નવ સ્વરૂપો એટલે નવ દુર્ગાની નવરાત્રી દરમિયાન ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ સમર્પણ કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી…

Read More

લંડનઃ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોન વાયરસ સાથે આપણં જીવતા શિખવુ પડશે, કારણ કે આ જીવલેણ વાયરસ ક્યારેય ખત્મ થવાનો નથી એવો દાવો બ્રિટનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ દાવા બાદ તમામ લોકોની ચિંતા વધી ગઇ છે. કોરોના વાયરસની મહામારીને લઇને રચાયેલ બ્રિટિશ સરકારના સાયન્ફિટિક એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમર્જન્સી (SAGE)ના એક સિનિયર વૈજ્ઞાનિકો કહ્યુ કે, કોરોના વાયરસને ક્યારેય પણ ખત્મ કરી શકાશે નહીં. તે માનવજાત વચ્ચે હંમેશા રહેશે. તેમણે કહ્યુ કે, અલબત્ત એક વેક્સીન પ્રવર્તમાન સ્થિતિને થોડીક સારી બનાવવામાં મદદ જરૂર કરશે. યુરોપના અન્ય દેશોની જેમ હવે બ્રિટન પણ કોરોના વાયરસની બીજી લહેરના ઝપેટમાં આવી ગયો છે. દેશમાં પ્રતિબંધો લાગુ કરવામાં…

Read More

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસનો આંકડો એકંદરે 1200ની નીચે અને સંક્રમણથી મરનાર દર્દીઓની સંખ્યા પણ એકંદરે સ્થિર રહી છે. ગુજરાત રાજ્યમાં આજે બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1137 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં સતત બીજા દિવસે 1100થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,62,985 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1279 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,39,149 લાખથી વધારે છે. ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 2,…

Read More