નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં રેલવે વિભાગે ટ્રેનમાં મુસાફરો માટે નવા નિયમો જાહેર કર્યા છે. માસ્ક ન પહેરવું, કોવિડ-19 સંબંધિત નિયમોનું પાલન કરવુ અને કોરોના ટેસ્ટિંગમાં પોઝિટિવ આવ્યા બાદ પણ ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો પર રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવશે, તેમને દંડ ભરવો પડશે અને જેલની સજા પણ થઇ શકે છે. રેલ સુરક્ષા બળે આજે બુધવારે આ માહિતી આપી છે. આરપીએફે વિશેષ રીતે આગામી તહેવારોની સીઝન સબંધિત વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે. આવો કરશો તો જશો જેલ રેલવે વિભાગે પ્રવાસીઓને રેલ પરિસરોમાં કેટલી ગતિવિધિઓ ન કરવા આદેશ કર્યો છે. તેમાં માસ્ક પહેર્યા વગર ફરવું અથવા યોગ્ય રીતે…
કવિ: Satya Day
મુંબઇઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યુ કે, કોરોના સંકટરને કારણે ખર્ચ વધતા ભારતના જાહેર દેવાનો ગુણોત્તર એટલે કે ડેટ-ટુ જીડીપિ રેશિયો 17 ટકા વધીને કુલ જીડીપીના 90 ટકાના સ્તર સુધી પહોંચી જશે. જે છેલ્લા એક દાયકાથી જીડીપીના 70 ટકાની આસપાસ ટકેલો છે. આઇએમએફના અધિકારી વિટોર ગૈસપરે કહ્યુ કે, કોરોના કટોકટી કાળમાં જાહેર ખર્ચમાં વૃદ્ધિ અને ઓછી કર આવક તથા આર્થિક ગતિવિધિઓમાં ઘટાડાને કારણે અમારા અંદાજ મુજબ ભારતનું જાહેર દેવું 17 ટકા વધીને જીડીપીના 90 ટકાની આસપાસ પહોંચી જશે. જે વર્ષ 2021માં સ્થિર રહેવાનો અંદાજ છે અને અંદાજીત સમયગાળા 2025ના અંત સુધી ધીમે ધીમે ઘટશે. જોવા જઇએ તો ભારતમાં જાહેર દેવાનું જે…
લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાવદ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા. તેમની પત્ની સાધનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તવાર ટ્વિટર હેન્ડલ પર આ વાતની પુષ્ટિ કરવામા આવી છે. નોંધનિય છે કે, મુલાયમ સિંહ યાદવમાં કોરોનાના એક પણ લક્ષણ દેખાયા નથી. અલબત તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ હોસ્પિટલ સ્ટાફની દેખરેખ હેઠળ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને જણાવ્યુ કે, તેમના પિતાની હાલ સ્થિર છે. કોરોના પોઝિટિવ થયા બાદ તેમના તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ હાલ સિનિયર…
અમૃતસરઃ પંજાબ સરકારે આજે મહિલાના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતા હેઠળ આજે યોજાયેલ પંજાબ મંત્રીમંડળની બેઠકમાં મ મહિલા શક્તિકરણની દિશામાં મોટો નિર્ણય લઇ સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે. પંજાબ સીએમ ઓફિસ તરફથી જારી કરાયેલી માહિત મુજબ મંત્રમંડળે પંજાબ સિવિલ સર્વિસિસની સીધી ભરતી પ્રક્રિયામાં મહિલાઓને 33 અનામતની મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત મુખ્યમંત્રીએ સ્ટેટ રોજગાર યોજના, 2020-22ને પણ મંજૂરી આપી છે, જે હેઠળ વર્ષ 2020 સુધી પ્રદેશના એક લાખથી વધારે યુવાઓને રોજગાર આપવાની કામગીરી કરાશે. આ યોજના હેઠળ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપથી નવી નિમણુંક કરવામાં…
ન્યુયોર્કઃ વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે તેની રસી શોધવાના મામલે વધુ એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. જેમાં અમેરિકાની ફાર્મા કંપની Eli Lilly એ કોરના વાયરસ એન્ટિબોડી દવાનું ટ્રાયલ અટકાવી દીધુ છે. સુરક્ષાના કારણોસર કંપની દવાનું ટ્રાયલ રોક્યુ છે. અલબત કંપનીએ આ બાબતે કોઇ માહિતી નથી આપી કે કઇ બાબતે જોખમ આવ્યુ છે અને કેટલાં વોલિયન્ટર્સ પ્રભાવિત થયા છે. Eli Lilly એવા પ્રકારની એન્ટિબોડી થેરાપી ઉપર સંશોધન કરી રહી છે જેવી સારવાર Regeneron એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પને આપી હતી. કંપનીને કોરોના દવા ટ્રાયલ માટે સરકાર તરફથી નાણાંકીય સહાય પણ મળી રહી છે. એક રિપોર્ટ મુજબ કંપનીએ…
નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ ચાલુ રહેતા છેલ્લા બે દિવસમાં ઘણા ભાવ ઘટી ગયા છે. દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવ આજે 631 રૂપિયા ઘટ્યા હતા, અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 51,367 રૂપિયા થયો હતો. તેવી જ રીતે ચાંદીમાં આજે 1681 રૂપિયાનો કડાકો બોલાતા પ્રતિ 1 કિગ્રાનો ભાવ 62,158 રૂપિયા થયો હતો. આમ વિતેલા બે દિવસમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 764 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ 1 કિલો દીઠ 2556 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આવી જ રીતે અમદાવાદ ખાતે પણ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. જેમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 500 રૂપિયા ઘટીને 52,300…
ગાંધીનગરઃ ગુજરાતમાં સતત ચોથા દિવસે 1200ની અંદર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1175 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,55,098 લાખ થઇ ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1414દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1.36 લાખથી વધારે છે. ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 4, સુરતમાં 3, ગાંધીનગર, પાટણ, રાજકોટ અને વડોદરામાં 1-1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં…
કોરોના સંકટકાળમાં મોંઘવારી બેકાબુ બની ગઇ છે. સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ મોંઘવારીદર વધીને 1.3 ટકા થયો છે. એક બાજુ કોરોના સંકટકાળમાં લોકોની આવક ઘટી રહી છે તો બીજી બાજુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. આજે સરકારી વિભાગે જારી કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (જથ્થાબંધ મોંઘવારીદર – WPI) વધીને 1.32 ટકા થયો છે જ્યારે ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર 0.16 ટકા અને વર્ષ પૂર્વ સપ્ટેમ્બર 2020માં 0.33 ટકા નોંધાયો હતો. વેપાર અને વાણિજ્ય વિભાગના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ફૂડ આર્ટીકલ્સમાં મોંઘવારી દર વધીને 8.17 ટકા…
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો ધરાવતા દેશોમાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે પરંતુ રાહતના સમાચાર એ છે કે, ભારતમાં પ્રતિ 10 લાખ વસ્તી દીઠ સંક્રમણની ઝપેટમાં આવતા લોકો અને તેનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સરેરાશ સંખ્યા અન્ય મુખ્ય દેશોની તુલનાએ ઘણી ઓછી છે. કેન્દ્રીય પરિવાર અને આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ પ્રતિ 10 લાખની વસ્તી દીઠ સંક્રમણની ઝપેટમાં આવનાર વ્યક્તિઓની સંખ્યા સરેરાશ 4894 છે અને મૃત્યુઆંક 138 છે. સંક્રમણથી પ્રતિ 10 લાખ વસ્તી દીઠના આધારે સર્વાધિક પ્રભાવિત બ્રાઝિલમાં 23911 સરેરાશ કેસ છે અને ત્યાં આટલા વસ્તીંમાં વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા સૌથી વધુ 706 છે.…
મુંબઇઃ નેગેટિવ સેન્ટિમેન્ટના પેનિકને પગલે ભારતીય શેરબજારનું આજે નેગેટિવ ઓપનિંગ થયુ હતુ. જેમા બેન્ચમાર્ક સેન્સેક્સ સોમવારના ક્લોઝિંગ 40,625ની સામે આજે 40,623ના સ્તરે ખુલ્યુ હતુ. જો કે બેન્કિંગ અને આઇટી સ્ટોકમાં ભારે વેચવાલીને પગલે બજારમાં મંદી વધી હતી અને સેન્સેક્સ પાછલા બંધથી 300 પોઇન્ટ જેટલો તૂટીને નીચામાં 40,299 ક્વોટ થયો હતો. નિફ્ટી બેન્ચમાર્ક સેન્સેક્સને 30 બ્લુચિપ સ્ટોકમાં એનટીપીસી, ઓએનજીસી, પાવરગ્રીડ, આઇટીસી, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, કોટક બેન્ક, આઇસીઆઇસીઆ બેન્ક, અલ્ટ્રાટેક, ટીસીએસ, મહિન્દ્રા- મહિન્દ્રા, એસબીઆઇ, લાર્સન-ટુબ્રો જેવા શેર અડધાથી સાડા ત્રણ ટકાના ઘટાડે ટ્રેડ થઇ રહ્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટી આજે 11917ના સ્તરે ખુલ્યો હતો અને નીચામાં 11827 થયો…