કવિ: Satya Day

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે 20 રાજ્યોને જીએસટી ક્લેક્શનમાંમાં આવેલ ઘટાડાની ભરપાઇ કરવા માટે ખુલ્લા બજારમાંથી 68,825 કરોડ રૂપિયાનું દેવુ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનિય છે કે, જીએસટા કાઉન્સિલની સોમવારની બેઠકમાં આગામી સમયમાં જીએસટી ક્લેક્શનમાં પડેલા ઘટને સરભર કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ઋણ એક્ત્ર કરવા માટેના પ્રસ્તાવ પણ કોઇ સર્વસહમતિ બની શકી ન હતી.  ત્યારબાદ પછીના દિવસે આ નિર્ણય લેવાયો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીએસટી આવકમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ પડવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં રાજ્યોને બે વિકલ્પો આપ્યા હતા. જેમાં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી સ્પેશિયલ વિંડોમાંથી 97,૦૦૦ કરોડ રૂપિયા ઉધાર લેવા અથવા બજારમાંથી રૂ. 2.35…

Read More

વોશિંગ્ટનઃ વિમાન મેન્યુફેક્ચરિંગ કરતી કંપની બિંગ સપ્ટેમ્બરમાં એક પણ મેક્સ વિમાન વેચવામાં અસફળ રહી છે. 737 મેક્સ વિમાનોના અકસ્માતની ઘટનાઓથી તે પહેલાથી જ બોઇંગ મુશ્કેલીનો સામનો કરી રહી છે. કોવિડ-19 સંકટને પગલે પ્રવાસ પ્રતિબંધોના કારણે કંપની ચારેય બાજુથી મુશ્કેલીઓમાં ફસાઇ ગઇ છે. કંપનીએ કહ્યુ કે, સપ્ટેમ્બરમાં ત્રણ મેક્સ વિમાનોના ઓર્ડર રદ થયા. તો 48 અન્ય મેક્સ વિમાનોના ઓર્ડર પણ કેન્સલ થયા કારણ કે કંપની ગ્રાહકોના તેમની ખરીદીની ડિલ થવા અંગે અનિશ્ચિતતા છે. બોઇંગે ચાલુ વર્ષે 67 વિમાનનું ઓર્ડર બુકિંગ કર્યુ હતુ પરંતુ તેને 448 મેક્સ વિમાનોના ઓર્ડર રદ થવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ 602 જૂના…

Read More

યેરેવાનઃ આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે નાગોર્નો- કારાબાખને લઇને ચાલી રહેલી લડાઇમાં મરનાર લોકોની સંખ્યા 600ને વાટવી ચૂકી છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષ વિરામની ઘોષણા છતાં ચાલી રહેલી લડાઇમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યુ કે, મંગળવારે તેના 16 સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે. તેની સાથે જ 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી લડાઇમાં તેના 532 સૈનિકોના મોત થયા છે. અઝરબૈજાન છુપાવી રહ્યું છે મોતના વાસ્તવિક આંકડા અલબત, અઝરબૈજાને પોતાની સેના અને સૈનિકોના મોતના આંકડાઓની કોઇ માહિતી આપી નથી પરંતુ બંને પક્ષો તરફથી કરાયેલા દાવાઓને ધ્યાનમાં લઇ તો નુકસાની અને મોત સંખ્યા ઘણી વધારે હોવાની આશંકા છે. અઝરબૈજાને…

Read More

નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આજે મંગળવારે આશા વ્યક્ત કરી કે, આગામી જુલાઇ સુધી 20થી 25 કરોડ ભારતીયોને કોરોના વેક્સીનના 40-45 કરોડ ડોઝ આપવામાં આવી શકે છે. આગામી વર્ષની શરૂઆત સુધીમાં 1થી વધારે કોરોના વેક્સીન ઉપલબ્ધ થઇ જશે. સ હર્ષવર્ધને કહ્યુ કે, આગામી જુલાઇ સુધીમાં 20થી 25 કરોડ ભારતીયોને કોરોના વેક્સીનના 40થી 45 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે કોરોના વાયરસ સંબંધિત ઉચ્ચત સ્તરીય મંત્રીમંડળની 21મી બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ એક ટ્વિટમાં કહ્યુ કે, અમે દેશમાં રસીના સામુહિક વિતરણની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. હર્ષવર્ધનનું નિવેદન એવા સમયે…

Read More

Apple છેવટે પોતાની હાઇસ્પીડ ઇવેન્ટની શરૂઆત કરી દીધી છે જેમાં કંપની પોતાના લેટેસ્ટ આઇફોન-12 સીરિઝનું લોન્ચિંગ કરવાની છે. આ સીરિઝ હેઠળ ચાર નવા આઇફોન લોન્ચ થવાના છે. નવા આઇફોન્સમાં હાઇ પર્ફોર્મન્સની માટે A14 ચિપસેટ અને અપગ્રેડેડ કેમેરા મળશે. કિંમતની વાત કરીયે તો આઇફોન-12 સીરિઝની આરંભિક કિંમત 699 ડોલરથી 1099 ડોલર (પ્રો મોડલ) હોઇ શકે છે. Apple iPhone 12  લોન્ચ ઇન્વેન્ટ લાઇવ અપડેટ્સ iPhone 12માં મળી શકે છે આ ફિચર્સ એપલે પોતાના iPhone 12ને 6.1 ઇંચની OLED ડિસ્પ્લે, ડ્યુઅલ રિયર કેમેરા, ફ્રન્ટમાં સિંગલ કેમેરા, A14 બાયોનિક ચિપસેટ અને iOS 14 વગેરે ફિચર્સની સાથે લઇને આવી શકે છે. ઇન્વેન્ટની શરૂઆત એપલના સીઇઓ…

Read More

શ્રીનંગરઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને 14 મહિના બાદ નજરકેદમાંથી મુક્ત મળી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પહેલાથી જ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. એક વર્ષથી પણ વધારે સમય નજરકેદમાં રહ્યા બાદ હવે મહેબૂબા મુફ્તીને રાહત મળી છે અને તેમને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના એડમિનિસ્ટ્રેશને મહેબૂબા મુફ્તીને આજે છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટ 2019માં મહેબૂલા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઓગસ્ટ 2020માં તેમની કેદ ત્રણ મહિના લંબાવવામાં આવી હતી. તો વળી પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઉમર અબ્દુલાએ પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે.…

Read More

નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે તહેવારો દરમિયાન લોકોને તેમના ઘર કે વતનમાં પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગે નવી વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કરી રહી છે. જેથી મુસાફરોને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી જાય અને મુસાફરી દરમિયાન કોઇ મુશ્કેલી ન પડે. ભારતીય રેલ્વેએ આજે તહેવારોની સીઝન માટે 192 જોડી એટલે કે 392 વિશેષ ટ્રેનોની યાદી બહાર પાડી છે. આ ટ્રેનોનું નામ Festival Special રાખવામાં આવ્યું છે. આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે દોડાવવામાં આવશે. રેલ્વેના જણાવ્યા મુજબ આ ટ્રેનો ઓછામાં ઓછી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનોના ભાડા અંગે રેલ્વેએ કહ્યું છે કે, તેમનું ભાડુ…

Read More

મુંબઇઃ કોરોના વાયરસના લીધે ભારત સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરો પડી રહી છે. જેના પગલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતીય અર્થતંત્ર સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘટવાની આગાહી કરી છે. IMFએ ભારતના ચાલુ વર્ષ 2020-21 માટેના અંદાજીત વિકાસદર ઘટાડીને -10.3 ટકા કર્યો છે. જ્યારે તેણે જૂનમાં ભારતીય અર્થતંત્રમાં 4.5 ટકાના સંકોચનની આગાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ભારતનો વિકાસદર માત્ર 4.2 ટકા રહ્યો છે જે છેલ્લા બે દાયકાનો સૌથી નીચો વૃદ્ધિદર છે. અગાઉ ભારતીય રિઝર્વ બેન્ક ઉપરાંત વૈશ્વિક સ્તરની વિવિધ સંસ્થાઓએ પણ ભારતીય અર્થતંત્રના વિકાસદરમાં વ્યાપક ઘટાડાની આગાહી કરી છે. જેમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતીય અર્થતંત્રના વિકાસદરમાં…

Read More

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ ઘટતા નવા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પણ ઘટી ગઇ છે. ગુજરાતમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1158 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1.53 લાખને વટાવી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1375 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1.35 લાખથી વધારે છે. ગુજરાતમાં મંગળવારે કોરોના સંક્રમણથી વધુ 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3587 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા…

Read More

નવી દિલ્હીઃ કોરોના મહામારીના સંકટ વચ્ચે દિલ્હીમાં પ્રાણવાયુ હવે જીવલેણ બની રહ્યો છે જેનું કારણે હવામાં વધી રહેલા પ્રદૂષણનું પ્રમાણ. આજે દિલ્હીની હવામાં પ્રદૂષણનું ચાલુ સીઝનમાં સૌથી વધુ નોંધાયુ હતુ. દિલ્હીમાં મગંળવારે સુવારે હવા, હવાની ગુણવત્તાનું સ્તર ‘અત્યંત ખરાબ’ શ્રૈણીમાં જતુ રહ્યુ હતુ. આવું ચાલુ સીઝનમાં પ્રથમવાર બન્યુ છે. જેના કારણે હવાની મધ્યમ ગતિ અને તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સમસ્યા ગંભીર બની રહી છે. પંજાબ રિમોટ સેંસિંગ સેન્ટર (પીઆરએસસી)ના એક અધિકારીએ પરાળ સળગાવવાના લઇને આંકડાઓ રજૂ કર્યા છે, તે કોઇના પણ હોશ ઉડાવવા માટે પુરતા છે. પીઆરએસસીના મતે ચાલુ વર્ષે 21 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન પરાળ બાળવાની…

Read More