અમદાવાદઃ ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડા તરફી ચાલ રહી હતી. જેમાં અમદાવાદ ખાતે આજે સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 52,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તો ચાંદીમાં આજે 1000 રૂપિયાનો કડાલો બોલાયો હતો અને ભાવ ઘટીને 62,000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા થયા હતા. દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ 133 રૂપિયા અને ચાંદીનો ભાવ 875 રૂપિયા ઘટ્યા હતા. આજના ઘટાડાને પગલે દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51,989 રૂપિયા થયો હતો. તો ચાંદીનો ભાવ 63,860 પ્રતિ 1 કિગ્રા બોલાયો હતો. ઉલ્લેખનિય છે કે, આગામી તહેવારોની સીઝન દરમિયાન માંગ વધવાની અપેક્ષા હાલ ભારતમાં સોનાના ભાવ પ્રીમિયમમાં બોલાવા લાગ્યા છે. કિંમતી પીળી…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ ભારતીયનો સોના પ્રત્યેનો મોહ વિશ્વપ્રસિદ્ધ છે. જો કે હાલ ભાવ અતિશય વધી રહેતા લોકો સોનુ ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે અને તેને પગલે દેશમાં સોનાની આયાત પણ ઘટી રહી છે. કોરોના સંકટકાળમાં આવકની અનિશ્ચિતતા અને કિંમતી ધાતુના ઉંચા ભાવના લીધે ભારતમાં સોનાની આયાત સપ્ટેમ્બરમાં ઘટી છે. નામ જાહેર ન કરવાની શરતે માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, વિશ્વમાં સોનાના સૌથી મોટા ગ્રાહક એવા ભારત દેશમાં સપ્ટેમ્બરમાં માત્ર 8.4 ટન સોનાની આયાત કરવામાં આવી છે જે વાર્ષિક તુલનાએ સોનાની આયાતમાં 38 ટકાનો ઘટાડો દર્શાવે છે. સોનાના ભાવ અતિશય વધી જતા દેશમાં સોનાની માંગ ઓછી રહેવાના કારણે આયાત ઘટી રહી છે. અલબત…
નવી દિલ્હી : લોન મોરેટોરિયમની મુદ્દત 31 ઓગસ્ટે સમાપ્ત થઇ ગઇ છે. કેટલાંક લોનધારકોએ આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જોકે હાલ એવા અહેવાલો આવી રહ્યા છે કે, RBIની માર્ગદર્શિકા હોવા છતાં મોરેટોરિયમનો લાભ લીધા બાદ ઘણા લોન લેનારાઓના ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થયો છે. આ અંગે સિબિલના પ્રવક્તાએ જણાવ્યું કે, મોટાભાગની નાણાંકીય સંસ્થાઓ ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ કરતી વખતે મેરેટોરિયમની સુવિધા લેનાર ગ્રાહકોનો ઉલ્લેખ કરતા નથી, જેના કારણે ક્રેડિટ બ્યુરોઝ જાણતા નથી કે કયા ગ્રાહકોએ મોરેટોરિયમનો લાભ લીધો છે અને કોણે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ મેરેટોરિયમની સુવિધા આપી વખતે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ચુકવણી ન કરનાર લોન લેનારના…
મુંબઇઃ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઇ)એ પોતાની સપ્ટેમ્બર મહિનાની રિપોર્ટમાં પાક વર્ષ 2019-20 (ઓક્ટબોર – સપ્ટેમ્બર)માં દેશમાં કપાસનો ઉત્પાદન અંદાજ 360 લાખ ગાંસડી અંદાજ્યો છે. જ્યારે અગાઉ તે અંદાજ 354.50 લાખ ગાંસડી ( પ્રતિ ગાંસડી 170 કિગ્રા) હતો. નોંધનિય છે કે, નવું કોટન वर्ष 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. તેનું ઉત્પાદન વર્ષ 2018-19માં 312 લાખ ગાંસડી હતુ. સીએઆઇના મતે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી કોટનની કૂલ સપ્લાય 407.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જ્યારે ઓપનિંગ સ્ટોક 32 લાખ ગાંસડી હતુ. દેશમાં આ સીઝનમાં કોટનની આયાતનો અંદાજ 15.50 લાખ ગાંસડી મુકાયો છે. ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020માં કૂલ ઘરેલુ સપ્લાય 250 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. સીએઆઇ ના મતે…
નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે LTC (લીવ ટ્રાવેલ કન્સેશન) કેશ વાઉચર સ્કીમની જાહેરાત કરી છે. આ પાછળ સરકારની વિચારણા કોરોનાથી પીડિત અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે ગ્રાહક માંગને પ્રોત્સાહન આપવાની છે. આ યોજનાની સફળતા માટે સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર નિર્ભર કરે છે. આવા પ્રકારની મોટાભાગની યોજનાની જેમ આ યોજના પણ સરકારી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સરકાર અપેક્ષા રાખી રહી છે કે, ખાનગી કંપનીઓ પણ આવું અનુકરણ કરે. ખાનગી ક્ષેત્રમાં લીવ ઇનકેશમેન્ટની સાથે એલટીએનો નિયમ નથી. સરકારી કર્મચારીઓની માટે આ એક ભેટ છે કારણ કે પ્રવાસ કર્યા વગર એલટીસીનો ક્લેઇમ કરી શકાય નહીં. તેનાથી ઉલટુ ખાનગી…
અમેરિકાની પ્રખ્યાત જોન્સન એન્ડ જોન્સન કંપનીને કોરોના વાયરસની વેક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ રોકવી પડી છે. ટ્રાયલમાં શામેલ એક વોલિયેન્ટરમાં કેટલીક અજાણી બિમારી દેખાયા બાદ ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવાયો છે. કંપનીની કોશીશ હતી કે ટ્રાયલમાં લગભગ 60 હજાર વોલિયેન્ટર્સ શામેલ કરવામાં આવે. નોંધનિય છે કે, કંપનીનો દાવો છે કે, તેની વેક્સીનની માત્ર એક ડોઝ જ કોરોના વાયરસ પર અસરકારક સાબિત થઇ શકે છે. અજાણી બિમારી દેખાતા રોક્યુ ટ્રાયલ કંપનીએ એક નિવેદન જારી કરીને આ માહિતી છે. જેમાં જણાવ્યુ કે, એક વોલિયેન્ટરમાં કેટલીક અજાણી બિમારીઓ દેખતા અમને હાલ પોતાની કોવિડ-વેકસીન કેન્ડિડેટનું ક્લિનિકલ ટ્રાયલ અટકાવી દીધુ છે. જેમાં ENSEMBLE ટ્રાયલનો ત્રીજો તબ્કકો શામેલ…
નવી દિલ્હીઃ બાકી GST કોમ્પન્સેશન અને GST સેશ અંગે આજે GST કાઉન્સિલની વધુ એક યોજાઇ હતી જો કે તેમાં કોઇ નક્ક સમાધાન મળ્યુ નથી. કેન્દ્ર સરકારે GST કોમ્પન્સેશનની ચૂકવણી માટે સુચવેલ પ્રસ્તાવને 12 રાજ્યોની સરકારોએ સ્વીકાર્યો છે જ્યારે વિપક્ષનું શાસન ધરાવતા 9 રાજ્યોની સરકારોએ નકાર્યો છે. તેમની માંગણી પર વિચારણા કરવા માટે નાણાંમંત્રી નિર્મલા સિતારમને સમય માંગ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક ખતમ થઈ ગઈ છે. આ બેઠકમાં જીએસટી કલેક્શનમાં થયેલા ઘટાડાના કારણે રાજ્યોને રાજસ્વ નુકસાનની ભરપાઈ માટે ચુકવણા સંબંધિત કોઈ નિર્ણય થયો નથી. હકીકતમાં જોઈએ તો, ક્ષતિપૂર્તિ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને આપેલા બે વિકલ્પ…
ન્યુયોર્કઃ અમેરિકન સરકારે તાઇવાન આર્મ્સ ડીલને મંજૂરી આપી છે. લગભગ 513 અબજ રૂપિયાની આ ડિફેન્સ ડીલને યુએસ કોંગ્રેસની પણ લીલી ઝંડી મળી ગઇ છે. જે મારફતે અમેરિકા ઘણા પ્રકારની એડવાન્સ મિસાઇલો અને સેન્સર્સ તાઇવાનને આપશે. એવું કહેવાય છે કે, આ અમેરિકા અને તાઇવાન વચ્ચે થયેલી બીજી સૌથી મોટી ડિલ છે. તેની પહેલા ચીન તરફથી વધી રહેલા જોખમને જોતા 2019માં તાઇવાને અમેરિકા સાથે 587 અબજ રૂપિયાની ડિલ કરી હતી. આ ડીલને લઇને અમેરિકન વિદેશ વિભાગે એક પરિપત્ર જારી કર્યુ છે. જેમાં તાઇવાનને એફ-16 ફાઇટર જેટની માટે એડવાન્સ સેન્સર, સમુદ્રમાં દુશ્મનના યુદ્ધજહાજોને બરબાદ કરવા માટે સુપરસોનિક લો એલ્ટિટ્યૂડ મિસાઇલ અને હેમર્સ રોકેટ આપશે.…
નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ ચાલી રહેલા નાદારીના કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીની એક અપીલ પર કેન્દ્ર સરકાર અને ભારતીય સ્ટેટ બેન્ક પાસેથી આજે પ્રત્યુતર માંગવામાં આવ્યો જેમાં તેમણે તેમની બે કંપનીઓ વિરુદ્ધ 1200 કરોડ રૂપિયાની લોનની વસૂલાત માટે ચાલી રહેલા નાદારીના કેસમાં ચીનની લેણદાર બેન્કોને શામેલ કરવાની વિનંતી કરી છે. આ ચાઇનીઝ બેન્કોએ લંડનની એક અદાલતથી અંબાણી વિરુદ્ધ 71.7 કરોડ ડોલરની વસૂલાતનો આદેશ મેળવ્યો છે. તેની સાથે જ અદાલતે અંબાણીની સંપત્તિઓ વેચીને વસૂલી કરવા પર મુકેલી રોક હાલપુરતી ચાલુ રાખી છે. અંબાણીને આ રાહત નાદારી…
અમદાવાદઃ ગુજરાતમાં કોરો વાયરસનું ટેસ્ટિંગ ઘટવાની સાથે-સાથે નવા પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. ગુજરાતમાં લગભગ બે મહિના બાદ સતત બીજા દિવસે 1200થી ઓછા નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1169 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 1442 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનના કારણે કુલ 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3577 પર પહોંચી ગયો છે. તો હાલમાં 78 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 13,3752 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 50,979 ટેસ્ટ કરવામાં આવ્યા…