મુંબઇઃ આગામી સમયમાં તમે ટુ-વ્હિલર ખરીદવા માટે કોઇ કંપનીના શો-રૂમમાં જાઓ તો તમને મોટો ઝટકો લાગી શકે છે. એવુ પણ બની શકે કે, તમને ઓટો લોન લેવામાં મુશ્કેલી પણ પડે. બેન્કો સતત વધી રહેલી એનપીએના લીધે લોન આપવામાં વધારે સાવચેતી થઇ ગઇ છે. ડિફોલ્ટર્સની સંખ્યા વધી બેન્કો વધી રહેલી એનપીએથી ચિંતિત છે અને તેને પગલે તેઓ કોમર્શિયલ વાહનો બાદ હવે ટુ-વ્હિલર માટેની લોન આપવામાં વધારે સાવધાની વર્તી રહી છે. તેના પગલે આ સેગમેન્ટમાં લોન ન ચૂકવનાર લોકોની સંખ્યા વધી રહીછે. પાછલા કેટલાંક મહિનાથી રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરવાની વાત કરી રહી છે પરંતુ બેન્કો ઘટેલા વ્યાજદરનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવાની ઇચ્છા…
કવિ: Satya Day
અમદાવાદઃ ભારતીય બજારમાં સોના-ચાંદીમાં મક્કમ વલણ રહેતા સપ્તાહના પ્રથમ દિવસે જ ભાવ ઉંચકાયા હતા. જેમાં અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 52,700 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો. જો ચાંદીમાં 500 રૂપિયાનો સુધારો જોવા મળ્યો અને 1 કિગ્રાનો ભાવ રૂ. 63,000ની સપાટીએ પહોંચી ગયા હતા. દિલ્હી બુલિયન બજારમાં સોનું 236 રૂપિયાની તેજીમાં 51,558 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતું. તો 1 કિગ્રા ચાંદીનો ભાવ વધીને 62,775 રૂપિયા થયો છે જે શનિવારની તુલનાએ ભાવમાં 376 રૂપિયાનો વધારો દર્શાવે છે. અમેરિકામાં સ્ટિમ્યુલસ પેકેજ અને ભારતમાં આગામી તહેવારોની સિઝનમાં સિઝનલ માંગ નીકળવાની અપેક્ષા સોના-ચાંદીના ભાવમાં મજબૂત વલણ જોવા મળ્યુ હતુ. ઉલ્લેખનિય છે…
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વડા મોહન ભાગવતે કહ્યુ કે, ભારતીય મુસલમાનો દુનિયામાં સૌથી વધુ સંતુષ્ટ છે કોઇ પણ પ્રકારના અલગાવવાદ માત્ર એવા લોકો દ્વારા ફેલાવવામાં આવે છે, જેમનો વ્યક્તિગત સ્વાર્થ સમાયેલા હોય. એક ઇન્ટરવ્યૂહમાં સંઘ વડાએ કહ્યુ કે, જ્યારે ભારતીયતાની વાત આવે છે તો તમામ ધર્મોના લોકો એક સાથે ઉભા થઇ જાય છે. મેવાડના રાજા મહારાણા પ્રતાપની સેનામાં ઘણા મુસ્લિમ મુઘલ શાસક અકબર વિરુદ્ધ લડ્યા હતા. ભાગવતે કહ્યુ કે, ભારતની એ પરંપરા રહી છે કે જ્યારે દેશની સંસ્કૃત પર હુમલા થયા છે, તો તમામ ધર્મોના લોકો એકજૂથ થઇ જાય છે. ભાગવતે એ વાત પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે, શુ…
જયપુરઃ રાજસ્થાનના કરોલી જિલ્લામાં બૂકના ગામમાં મંદિરની જમીનને લઇને બે પક્ષો વચ્ચે થયેલા વિવાદમાં પૂજારીને પેટ્રોલ છાંટીને જીવતો સગળાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પુજારીની સારવાર દરમિયાન મોત થઇ ગઇ. પોલીસે પુજારી પર પેટ્રોલ છાંટનાર મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકાર મૃદુલ ક્છવાએ જણાવ્યુ કે, આરોપીની ધરપકડ કરાઇ છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. આગથી ગંભીર રીતે દાઝેલા પુજારીની જયપુરના એસએમએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થઇ ગઇ. પોલીસે જણાવ્યુ કે, મૃતક પુજારી બાબૂલાલ વૈષ્ણવે મરણોત્તર નિવેદનમાં કહ્યુકે, મારો પરિવાર 15 વીધા મંદિર માફી જમની પર ખેતી કરે છે. આરોપી કૈલાશ. શંકર અને નમો…
નવી દિલ્હીઃ ભારતીય નાગરિકો અને કંપનીઓના સ્વિસ એકાઉન્ટની બીજી યાદી ભારતને મળી ગઇ છે. સ્વિત્ઝર્લેન્ડની સાથે આ માહિતીના ઓટોમેટિક એક્સચેન્જને લઇને થયેલી સમજૂતી હેઠળ ભારતને જાણકારી મળી છે. કાળા નાણાં વિરુદ્ધ સરકારની લડાઇમાં તેને મોટી સફળતા તરીકે જોવામાં આવે છે. સ્વિત્ઝર્લેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (એફટીએ)એ ચાલુ વર્ષે એઇઓઆઇ (ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન) ફ્રેમવર્ક હેઠળ ભારત સહિત 86 દેશોના એકાઉન્ટ સંબંધિત આંકડા આપ્યા હતા. ભારતને તે હેઠળ સપ્ટેમ્બર 2019માં પ્રથમવાર સ્વિસ એકાઉન્ટ સંબંધિત આંકડા પ્રાપ્ત થયા હતા. તે સમયે સ્વિસ FTAએ 75 દેશોને માહિતી આપી હતી. FTA તરફથી આજે શુક્રવારે જારી કરાયેલા નિવેદનમાં જણ વાયુ છે કે, ઇન્ફોર્મેશન એક્સચેન્જ હેઠળ ચાલુ…
અમદાવાદઃ આગામી તહેવારોની સીઝનમાં માંગ વધવાની અપેક્ષા સોના-ચાંદીમાં ફરી આજે રિકવરી જોવા મળી રહી છે. આજે અમદાવાદ બુલિયન બજારમાં સોનાના ભાવ રૂ.500 વધ્યા હતા અને પ્રતિ 10 ગ્રામ દીઠ કિંમત રૂ. 52,500 થઇ હતી. તો ચાંદીમાં સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રહી હતી. આજે શુક્રવારે ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા દીઠ રૂ. 61,500 થયા હતા જે ગઇકાલની સરખામણીએ ભાવમાં રૂ.1000નો ઉછાળો દર્શાવે છે. ગત ગુરુવારે ચાંદીનો ભાવ રૂ. 60,500 હતો. આમ છેલ્લા બે દિવસમાં ચાંદીમાં રૂ.2000ની રિકવરી આવી છે. ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલર અને ચાંદી 24 ડોલરની ઉપર ક્વોટ થઇ રહ્યા છે. જે અમેરિકાન અર્થતંત્રમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને…
મુંબઇઃ ભારતીય શેરબજારમાં સળંગ સાતામાં દિવસે બુલરન ચાલુ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી સતત સાતમાં દિવસે પોઝિટિવ ઝોનમાં બંધ રહ્યા હતા અને તેના પ્રતાપે માર્કેટકેપ નવા ઉચ્ચત્તમ સ્તરે પહોંચી હતી. આ સાથે ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર સપ્તાહનો સૌથી મોટો સાપ્તાહિક સુધારો પણ જોવા મળ્યો હતો. જે સેન્સેકસ અને નિફ્ટીમાં તેજીની આગેકૂચ ચાલુ રહેવાના સંકેત આપે છે. માર્કેટકેપ રૂ. 160.68 લાખ કરોડની ટોચે, સેન્સેક્સ 326 પોઇન્ટ વધ્યો આજે શુક્રવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ 326 પોઇન્ટના સુધારામાં 40,509ના સ્તરે બંધ થયો હતો. જેના પગલે બીએસઇની કુલ માર્કેટકેપ વધીને રૂ. 160.68 લાખ કરોડને આંબી ગઇ હતી. હાલ સેન્સેક્સ તેના ઓલટાઇમ હાઇ લેવલ 42,272થી માત્ર…
નવી દિલ્હીઃ સરકાર ડુંગળી ઉત્પાદક ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે સરકારે ડુંગળીની જાત બેંગ્લોર રોઝ અને કૃષ્ણાપુરમ્ વેરાયટીની મર્યાદિત નિકાસને મંજૂરી આપી છે. સરકારે શરતી છુટછાટ માટે ઉપરોક્ત બંને પ્રકારની ડુંગળીની 31 ટકા 2021, સુધી 10-10 હજાર મેટ્રિક ટન નિકાસ કરવાની મંજૂરી આપી છે. ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અમિત યાદવે એક નિવેદનમાં આ માહિતી આપી છે. ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય પીયુષ ગોયલે કહ્યુ કે, સરકારના આ નિર્ણયથી ખેડૂતોનું સશક્તિકરણ થશે અને તેમની આવકમાં વૃદ્ધિ થશે. દેશમાં ડુંગળીના ભાવને વધતા અટકાવવા માટે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. બેંગ્લોર રોઝ ડુંગળીની નિકાસની મંડૂરી માત્ર ચેન્નઇ…
મુંબઇઃ રિઝર્વ બેન્કે ફરી એક વખત વ્યાજદર સ્થિર રાખીને લોકોને નિરાશ કર્યા છે. આજે જાહેર થયેલ ધિરાણનીતિમાં આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બેઠકના તારણોની જાણકારી આપી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે રેપો રેટ 4% પર સ્થિર રહ્યો છે. RBIના ગવર્નરે કહ્યુ કે, વધી રહેલી રાજકોષીય ખાધ રાહતો – પ્રોત્સાહન અને ઘટી રહેલી કરઆવકનું પરિણામ છે. બોન્ડ ખરીદતા સમયે માર્કેટ પાર્ટિસિપેટ્સને RBIના સંકેતો સમજવા જોઇએ. અમને વિશ્વાસ છે કે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી વધશે અને ત્રીજા તેમજ ચોથા ક્વાર્ટરમાં તેમાં સુધારો જોવા મળશે. અલબત્, માંગનું પરિદ્રશ્ય એકંદરે નરમ રહ્યુ છે.…
ન્યુયોર્કઃ કોરોના વાયરસની મહામારીથી સમગ્ર વિશ્વનું અર્થતંત્ર પડી ભાંગવાની કગાર છે અને તેની અસરોથી કોઇ પણ દેશનું અર્થતંત્ર બચી ચુક્યુ નથી. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાએ વિતેલા નાણાકીય વર્ષમાં રેકોર્ડ બજેટ ખાધ નોંધાવી છે. તાજેતરમં જાહેર થયેલા આંકડા મુજબ અમેરિકાની બજેટ ખાધ 3.1 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ છે જે બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી બજેટ ખાધ છે. કોરોના વાયરસથી પીડિત લોકોને રાહત આપવા માટે કરાયેલા જંગી ખર્ચના કારણે અમેરિકાની બજેટ ખાધ પાછલા વર્ષની તુલનાએ 3 ગણી વધી ગઇ છે. અમેરિકાની બજેટ ઓફિસે ગુરુવારે અનઓફિશિયલ આંકડાઓ જારી કર્યા હતા. તે મુજબ અમેરિકાની બજેટ ખાધ તેના અર્થતંત્રના લગભગ 15 ટકા જેટલી…