સુરતઃ સુરત શહેર પોલીસ દ્વારા પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી કાલિલેદાદ કામગીરીને બદલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સાંસદ શ્રી સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહરાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે. કોરોના કપરા કાળ દરમિયાન પોલિસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર…
કવિ: Satya Day
ગાંધીનગર: અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા આજે 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. આ 32 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. નવા 18 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેના આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી…
આગામી વર્ષ 2022માં યોજાનારી “વાઇબ્રન્ટ સમિટ” માં મહત્તમ એમ.ઓ.યુ થાય તેવી લાગણી અમદાવાદ શહેરમાં આયોજિત NAREDCO (Nationl Real Estate Development council) કોન્કલેવ- 2021ના ઉદબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વ્યક્ત કરી હતી. NAREDCO કોન્કલેવ- 2021 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના બાંધકામક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને આર્થિક ઉપાર્જનની સાથે જનકલ્યાણના પણ કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી. દેશમાં કૃષિક્ષેત્ર પછી ઉધોગ અને બાંધકામ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોવાનું જણાવી રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને સાહસિક પ્રવૃત્તિઓને વેગ આપવા ગુજરાત સરકારે અનેકવિધ પગલાં હાથ ધર્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. જેના પરિણામ સ્વરૂપ જ છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં બેરોજગારી દર ખૂબ જ નીચો રહ્યો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાતે મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. આખરે સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) પર આવો યુ-ટર્ન કેમ ન લીધો. કૃષિ કાયદાની જેમ CAAનો પણ વ્યાપક વિરોધ થયો હતો. જો કે, આ બે પ્રસંગોની સરખામણી કરવી ખોટી છે. પરંતુ તેમ છતાં સલામતી ખાતર કહી શકાય કે બંને આંદોલનો ખૂબ જ જોરદાર હતા અને ભારતનું સૌથી મોટું સામૂહિક પ્રદર્શન હતું. શક્ય છે કે યુપી ચૂંટણી જીત્યા પછી અથવા 2021 માં ફરીથી ચૂંટણી પછી, મોદી સરકાર કૃષિ કાયદાનું બદલાયેલ ફોર્મેટ લાવે પરંતુ આ વખતે તેણે સંપૂર્ણ અને જાહેર સ્તરે યુ-ટર્ન લીધો છે. પરંતુ કૃષિ કાયદાઓથી વિપરીત, તેણે…
કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ છે જેના કારણે પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ હતી જે હવે નિયમિત કરવાનો ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે જેથી હવે વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે. હવે PG કોર્ષના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે, એટલે કે વિદ્યાર્થી પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે. 24 નવેમ્બરથી ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થશે કોરોનાને કારણે માર્ચ 2020થી શિક્ષણ ક્ષેત્રમાં ઘણા પરિવર્તન આવ્યા છે, જેમાં પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર થયા છે. કોરોના દરમિયાન ઓફલાઇન પરીક્ષા શક્ય ન હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જે બાદ કેસ ઘટતા ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા…
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી મહિલાને પતિ તેમજ સાસરિયાઓ દહેજની ડિમાન્ડ કરી મહિલાને ત્રાસ આપતા હતાં. મહિલાનો પતિ અન્ય મહિલા જોડે મોબાઈલમાં વાતો કરતો તો પતિ કહેતો તારી સોતન સાથે વાત કરું છું કહીને માર મારતો હતો. પતિના સસરાએ લાવેલું એસી જોઈને જમાઈની આંખો અંજાઈ જતી અને બાદમાં પત્નીને એસી લાવી આપવા પિતાના ઘરેથી લાવાનું કહી ત્રાસ આપતો હતો. મહિલાએ પતિ, સાસુ સસરા અને મામા સસરા સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના એક વર્ષ સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી હતી જુહાપુરામાં રહેતી 23 વર્ષીય પરિણીતાના વર્ષ 2017માં ચિલોડામાં રહેતા યુવક સાથે મહિલાના લગ્ન થયા હતાં. લગ્નના એક વર્ષ…
અમદાવાદ: ધોરણ 10 પછી ઘણા વિધાર્થીઓ એન્જિનિયરિંગના ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મેળવીને પોતાની કારકિર્દી બનાવતા હોય છે. પરંતુ સરકારના એક મોડા લેવાયેલા નિર્ણયના કારણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સરકારી કોલેજોમાં (Diploma Engineering course in Government Colleges) 5300 બેઠકોમાંથી 300 જ બેઠકોમાં રજિસ્ટ્રેશન ભરાઈ છે અને 5 હજાર બેઠકો ખાલી રહી છે. ઓછી સીટો ભરાતા આ વખતે કેટલાક કોર્ષ બંધ કરવા પડે તેવી પણ પરિસ્થિતિ ઉભી થઈ છે. સરકારના ઢીલા નિર્ણયના ખાનગી કોલેજોને ફાયદો થયો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં સરકારી કોલેજ ખાલી રહી છે તો બીજી તરફ ખાનગી કોલેજોને વધુ વિદ્યાર્થીઓ મળ્યા છે.ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં 35% ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી મોડી…
અમદાવાદઃ રાજ્યમાં ભરશિયાળામાં વાતાવરણમાં પલટો આવતા માવઠું થઇ રહ્યું છે. જેના કારણે સવારં ઠંડી, બપોરે ગરમી અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ રાજ્યમાં ઠંડી અંગેની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતા જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ઠંડીના ચમકારામાં વધારો થઇ શસાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા થોડા દિવસ દરમિયાન શનિવારે ગુજરતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં હળવ આ થી પણ ભારે વરસાદ નોંધાયો…
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાની નવી જિંદગીની શરૂઆત થઈ છે અને હવે સૌની નજર કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન પર છે જે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. ત્યારે જાણવા મળ્યા મુજબ આમિર ખાન પણ ત્રીજી લગ્ન કરવાનો છે. આમિર ખાને થોડા સમય પહેલા અચાનક જ પોતાની પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા હતા. તેમણે બંનેએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે, ‘હવે અમે બંને પતિ-પત્ની નથી પરંતુ અમે કો-પેરેન્ટ્સ અને એકબીજાના પરિવાર તરીકે રહીશું. આમિર અને કિરણના આ સ્ટેટમેન્ટથી લોકોને ચોંકાવી દીધા છે. આમિર ખાન ત્રીજી લગ્ન કરવાના પ્લાનિંગમાં છે અને…
અમદાવાદ: શહેરમાં 13 વર્ષના માસુમને મામા તથા માસીએ માર માર્યાની ઘટના સામે આવી છે. જેમાં મામાએ છોકરાને હાથમાં લોખંડનો સળિયો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું. જ્યારે આ વાતની ફરિયાદ કરવા છોકરાએ પોતાના નાનાને ફોન કર્યો તો તેમણે પણ નાજુક બાળકને માસુમને ફોનમાં ધમકાવ્યો હતો, જેથી આખરે તેણે પોતાના પિતાને ફોન કરીને સમગ્ર સાચી ઘટના જણાવી હતી. જેથી પિતાએ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈને પોલીસમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગતો મુજબ, શહેરના સીટીએમ વિસ્તારમાં રહીને ફર્નિચરનું કામ કરતા કમલેશભાઈ (નામ બદલ્યું છે)ના 15 વર્ષ પહેલા મોહિની (નામ બદલ્યું છે) સાથે પ્રેમ લગ્ન થયા હતા. સંતાનમાં તેમને ત્રણ બાળકો છે…