એબીપી ન્યૂઝ અને સીવોટરના તાજા સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યો છે કે, ઉત્તર પ્રદેશમાં જ્યાં ટૂંક સમયમાં ચૂંટણી થવાની છે. નવેમ્બર માટે સીવોટર ટ્રેકરે અનુમાન લગાવ્યો છે કે સત્તાધારી એનડીએ લગભગ 217 સીટો જીતી શકે છે, જે 2017ના પરિણામોથી 100 સીટો ઓછી છે, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતૃત્વવાળું ગંઠબંધન જેમાં રાષ્ટ્રીય લોક દળ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સામેલ છે, લગભગ 156 સીટો જીતી શકે છે. સર્વેમાં બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસને ખુબ જ પાછળ દર્શાવવામાં આવ્યા છે. બહુજન સમાજ પાર્ટીને 18 અને કોંગ્રેસને આઠ સીટો મળવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાતે છે કે, બીજેપી અને સમાજવાદી પાર્ટી વચ્ચેનો અંતર…
કવિ: Satya Day
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી છે. તે પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને પત્ર લખીને લખીમપુર હિંસા કેસમાં કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, મંત્રી અજય મિશ્રા ‘ટેની’ના પુત્ર દ્વારા ખેડૂતોને કચડી નાંખ્યા છે. આ ક્રૂરતા આખા દેશે જોઈ છે. આવા મંત્રીને હટાવવો જોઈએ. તમારા દ્વારા આવા મંત્રીઓ સાથે મંચ શેર કરવો લખીમપુર નરસંહારના કાતિલોને સંરક્ષણ આપવા સમાન છે. મોદીએ લખેલા પત્રમાં તેમને કહ્યું કે, જો ખેડૂતોને લઈને તમારી નિયત સાફ છે તો અમિત શાહ અને યોગી આદિત્યનાથ મંત્રી અજય મિશ્રા સાથે મંચ શેર ના કરે. તે પીડિત ખેડૂતોના પરિવારોનું અપમાન…
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવા માટે આયોજન હાથ ધરાયું છે. શહેરમાં ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ શાહિબાગ ખાતે આ માટેનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. રાજ્ય સરકારના નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત આ કેમ્પનું આયોજન શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન રાજ્યમાં કેટલાક પોલીસ કર્મીઓના મોત થયા હતા. તેમના પરિવારની હાલત અત્યંત દયનીય જોવા મળી હતી. જેને પગલે હવે સરકાર દ્વારા રાજ્યના પોલીસ કર્મીઓ અને પરિવારની સારસંભાળ લેવાય તે હેતુથી આરોગ્ય ચકાસણી માટે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…
PM નરેન્દ્ર મોદી આજે યૂપી પોલીસ હેડ ઓફિસમાં 10 કલાક સુધી રહેશે. તેઓ સવારે મુખ્યાલય પહોંચ્યા, જ્યાં અખિલ ભારતીય ડીજી કોન્ફ્રન્સ ચાલી રહી છે. વડાપ્રધાન કોન્ફ્રન્સમાં સામેલ અધિકારીઓને સંબોધિત કરશે. તે પછી દેશના ટોચના અધિકારીઓની સુરક્ષાને લઈને પોતાના સૂચનો રાખશે અને આંતરિક સુરક્ષાને લઈને કરવામાં આવતા પ્રયત્નોને લઈને પોતાના અનુભવ શેર કરશે. ગૃહ મંત્રી અમિત શાહ અને એનએસએ ચીફ અજીત ડોભાલ પણ વડાપ્રધાન સાથે છે. બધા પ્રદેશોના DGP શાનદાર પોલિંસિંગ અને ભવિષ્યના પડકારો પર પ્રજેન્ટેશન આપશે. બપોરે 12 વાગ્યા પછી લંચ બ્રેક થશે. તે પછી ફરીથી કોન્ફ્રન્સ શરૂ થશે. સાંજે સાત વાગે વડાપ્રધાન રાજભવન પરત ફરશે. યૂપીમાં પ્રથમ વખત આયોજિત…
અમદાવાદ: થલતેજની એવલોન હોટલના રૂમમાં દારૂ પીધેલી હાલતમાં રૂપલલના અને 3 યુવકો વચ્ચે ઝગડો થયો હતો. યુવકોએ રૂપલલનાને અસહ્ય માર માર્યો હતો. બૂમાબૂમ થતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે યુવતી દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સામે પક્ષે રૂપલલનાની ફરિયાદના આધારે 3 યુવકો સામે મારામારીનો ગુનો નોંધાયો હતો. થલતેજની એવલોન હોટલના રૂમમાંથી એક યુવતીએ બુધવારે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યું કે, 3 યુવકોએ તેને બહુ માર માર્યો છે. જ્યારે એવલોન હોટલના સ્ટાફે તે ત્રણેય યુવકોને ભગાડવામાં મદદ કરી છે. આ મેસેજના આધારે વસ્ત્રાપુર પોલીસ મહિલા કર્મીઓ સાથે હોટલે પહોંચી ત્યારે એક…
ગણપત મકવાણા, પંંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી અને પૂનમના પાવન દિવસ નિમિત્તે ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી દોઢ લાખ ઉપરાંત માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઊમટયા હતા. જ્યાં પાવાગઢની તળેટી ચાંપાનેરથી લઇ માચી અને ડુંગરપર માતાજીના મંદિર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ ઊભરાયું હતું. શુક્રવારે વહેલી સવારથી જ મહાકાળી માતાજીના ધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ઘસારો અવિરત પણે શરૂ થયો હતો. જેમાં સાંજ સુધી દોઢ લાખ ઉપરાંત માઇભકતોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું. શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડીના રહેવાસી અને હાલ હિંમતનગર ખાતે વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના પરમભક્ત બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી મંદિર ખાતે ઇતિહાસનું આજદિન…
ઝારખંડના ધનબાદમાં અસામાજિક તત્વોએ બ્લાસ્ટ કરીને રેલ ટ્રેક ઉડાવી દીધો છે. બ્લાસ્ટથી પાટા તૂટી જવાના કારણે એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું. જોકે, આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. આ ઘટના ટોરી-લાતેહાર રેલ સેક્શન પર રિચુગુટા અને ડેમૂ સ્ટેશનો વચ્ચે ઘટી છે. જાણકારી અનુસાર બ્લાસ્ટલ રાતના પૌણા એક વાગે થયો હતો. આનાથી રેલવે ટ્રેકનો ખુબ જ નુકશાન થયું છે. જોકે, હાલમાં તે સેક્શનમાં ટ્રેનોની અવર-જવરને બંધ કરી દેવામાં આવી છે અને બ્લાસ્ટ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી દીધી છે. પીએમ મોદી તરફથી નવા કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત પછી સૌથી મોટો પ્રશ્ન તે છે કે ખેડૂતોના ધરણા ક્યારે ખત્મ થશે? ખેડૂત નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સરકારી ટીવીથી જાહેરાત થઈ છે. તેમને કહ્યું કે, કાલે વાતચીત કરવી પડે તો કોના સાથે કરીશું. રાકેશ ટિકૈતે કહ્યું કે વડાપ્રધાનને આટલું મીઠું પણ ના હોવું જોઈએ. તેમને કહ્યું કે, 750 ખેડૂત શહીદ થયા, 10 હજાર કેસ છે. વાતચીત કર્યા વગર કેવી રીતે જતા રહીએ. વડાપ્રધાને એટલી મીઠી ભાષાનો ઉપયોગ કર્યો કે મધને પણ ફેલ કરી દીધો.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રાષ્ટ્રને સંબોધન દરમિયાન ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. લગભગ 358 દિવસ પહેલા, 26 નવેમ્બર 2020 ના રોજ ખેડૂતો વિવાદાસ્પદ કાયદાનો વિરોધ કરવા રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર એકઠા થયા હતા. પીએમ મોદી અનુસાર સારી નિયતથી લાવવામાં આવેલા આ કાયદાને 17 સપ્ટેમ્બરે પાસ થવા અને 19 નવેમ્બર 2021માં આને પરત લેવા વચ્ચે ખેડૂતોનો સંઘર્ષ, સરકાર સાથે મુલાકાતો થકી વાતચીત અને ક્યારેક ઠંડી તો ક્યારેક ભીષણ ગરમી, ક્યારેક ગાડીઓની નીચે કચડાઈને મરનારા ખેડૂતોના મૃત્યુની ટાઈમલાઈન છે. આવો નાખીએ તેના પર એક નજર… જૂન 5, 2020: કેન્દ્ર સરકારે પ્રથમ વખત ત્રણ કૃષિ બિલ રજૂ…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધએ ત્રણ કૃષિ કાયદાઓને પરત લીધા પછી ખેડૂતોના નામે એક પત્ર લખ્યો છે. તે પત્રમાં તેમને ખેડૂતોના ખુબ જ વખાણ કર્યા છે. તેમના સંઘર્ષને સલામ કરી છે અને આને સરકારની એક હાર ગણાવી છે. પત્રમાં તેમને તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, લડાઈ હજું ખતમ થઈ નથી અને સંઘર્ષને આગળ ચાલું રાખવાનો છે. રાહુલનો ખેડૂતોને પત્ર રાહુલ લખે છે કે તમારુ તપ, સંઘર્ષ અને બલિદાનના દમ પર ઐતિહાસિક જીત માટે ખુબ-ખુબ શુભેચ્છા. પૌણા બાર મહિના કંપાવનાર ઠંડી, ભીષણ ગરમી, વરસાદ તમામ મુશ્કેલીઓ અને અત્યારો છતાં ત્રણ ખેતી વિરોધ કાળા કાયદાઓને ખત્મ કરવાનો જે સત્યાગ્રહ તમે જીત્યો…