કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ એક વ્યક્તિને જેની સૌથી વધારે ચર્ચા થઇ રહીછે, તે છે મુલ્લા અબ્દુલ ગની બરાદર. બરાદર હાલ દોહા સ્થિત તાલિબાનના રાજકીય ઓફિસનો પ્રમુખ છે. એવુ કહેવાય છે કે બરાદર જ અફઘાનિસ્તાનનો નવા રાષ્ટ્રપતિ બની શકે છે. તાલિબાનના સહ-સંસ્થાપક અને મુલ્લા ઉમરના સૌથી વિશ્વાસપાત્ર કમાન્ડોમાંથી એક મુલ્લા અબ્દુલ ગની બરાબરની 2010માં પાકિસ્તાનના કરાચીમાં ઘરપકડ કરવામાં આવી હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અને તાલિબાન સાથેની ડીલ થયા બાદ પાકિસ્તાને તેને 2018માં મુક્ત કર્યો હતો. ત્રણ વર્ષ પહેલા જ જેલમાંથી છુટ્યા બાદ તાલિબાની નેતા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી ચાલી રહેલા યુદ્ધના નિર્વિવાદ વિજેતા બનીને ઉભરી આવ્યો છે.…
કવિ: Satya Day
કાબુલઃ અફઘાનિસ્તાન ફરી એકવાર વિનાશના પંથ પર છે કારણ કે રાજધાની કાબુલ હવે સંપૂર્ણપણે તાલિબાનીઓનો કબજામાં આવી ગયુ છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી અન્ય દેશમાં ભાગી ગયા છે. આ કટોકટી ભરી પરિસ્થિતિમાં ઉઝબેકિસ્તાનની અંદર અફઘાન સૈન્યનું વિમાન ક્રેશ થયું હોવાના ચિંતાજનક સમાચાર આવ્યા છે. આ બાબતની જાણકારી મધ્ય એશિયાઈ દેશના રક્ષા મંત્રાલયે આપી છે. ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બોખ્રોમ ઝુલ્ફિકારોવે સોમવારે આ સમાચારની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની સરહદ ગેરકાયદેસર રીતે પાર કરી હતી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. માધ્યોમના અહેવાલો અનુસાર આ ઘટના રવિવારે દક્ષિણ પ્રાંતના સુરખોંદારિયોમાં બની હતી.…
મુંબઇઃ સરકારી માલિકીની નવરત્ન ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ લિમિટેડ એ દેશભરના હોંશિયાર બાળકોની માટે સ્કોલરશિપ શરૂ કરવાની ઘોષણા કરી છે. આ સ્કોલરશિપ દેશના 30 રાજ્યો અ કેન્દ્રીય શિક્ષણ બોર્ડના ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ટોપ કરનાર હોશિયાર વિદ્યાર્થીઓને મળશે. આ સ્કોલરશિપ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપવામાં આવશે. ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈધે કહ્યુ કે, દેશના 75માં સ્વતંત્રતા દિવસના પ્રંસગે યોજાઇ રહેલા આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક રાજ્ય બોર્ડ અને કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાંથી 75 હોશિયાર વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. ઇન્ડિયન ઓઇલની આ સીએસઆર- પહેલથી એવી 2250 કન્યાઓને લાભ મળશે જેઓ 2020/2021 ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં શામેલ થયા હતા. આ પહેલ હેઠલ…
મુંબઇઃ દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીની કંપની એવન્યૂ સુપરમાર્ટ્સ (ડીમાર્ટની માલિકી કંપની)નો શેર આજે સોમવારે સ્ટોક એક્સચેન્જ બીએસઇ ખાતે ટ્રેડિંગ સેશન દરમિયાન નવી રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયો. તેની સાથે કંપની માર્કેટ વેલ્યૂએશનની દ્રષ્ટિએ એક્સિસ બેન્ક અને લાર્સન-ટુબ્રોને પછાડી આગળ નીકળી ગઇ. આ સાથે જ એવન્યૂ સુપરમાર્ટ્સ હવે દેશની 16મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે. કંપનીનો શેર આજે કામકાજ દરમિયાન 1.73 ટકાની તેજી સાથે 3655.95 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. સેશનના અંતે આ શેર 1.11 ટકાની વૃદ્ધિ સથે 3633.50 રૂપિયાના સ્તરે બંધ થયો. આમ કામકાજના અંતે એવન્યૂ સુપરમાર્ટ્સની માર્કેટ વેલ્યૂએશન 235368 કરોડ રૂપિયાએ પહોંચી ગઇ. તો આ દરમિયાન એક્સિસ બેન્કની માર્કેટ…
મુંબઇઃ જો તમે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટવાની આશા રાખી રહ્યા છો તો તમને માત્રને માત્ર નિરાશા જ મળશે કારણ કે મોદી સરકારે સ્પષ્ટ શબ્દોમા કહી દીધુ છે કે અમે ઇંધણની કિંમત ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યૂટીમાં કોઇ કાપ મૂકીશુ નહી. ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતો રોજેરોજ વધીને હાલ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઇ છે તો ડીઝલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગઇ છે. કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં પૈસાનો પણ ઘટાડો કરવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. દેશના…
કાબુલઃ અફઘાનિસ્તાનમાં હાલ ચારેય બાજુ તાલિબાની રાજ છે ત્યારે તેના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ અને પ્રજા સાથે ગદ્દારી કરીને વિદેશી ભાગી ગયા છે. તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયેલા અશરફ ગની રોકડ નાણાંથી ભરેલી ચાર કાર અને એક હોલિકોપ્ટરની સાથે કાબુલની દેશમાંથી ભાગી ગયા છે. રશિયન ન્યૂઝ એજન્સી અને કેટલાંક પ્રત્યક્ષ દર્શીઓના હવાલે આ એજન્સીએ કહ્યુકે, અશરફ ગનીને થોડાક નાણા છોડીને જ જવુ પડ્યુ કારણ તેઓ તેને સાથે લઇ જઇ શક્યા ન હતા. કાબુલમા રશિયન દૂતાવાસના પ્રવક્તા નિકિતા ઇંશચેન્કોએ કહ્યુ કે, ચાર કાર કેશથી ભરેલી હતી. ત્યારબાદ તેમણે થોડીક રકમ હેલિકોપ્ટરમાં મૂકી. ત્યારબાદ પણ તેઓ બધી રકમ મૂકી શક્યા નથી…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના દૈનિક નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. દેશમાં 15 ઓગસ્ટ, 2021, રવિવારના રોજ કોરોના વાયરસના સંક્રમણના 33,212 નવા કેસો નોંધાયો છે અને બીજી બાજુ 35,497 દર્દીઓ સાજા થયા છે. તે ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણથી 421 લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી રીતે દેશમાં કોરોના વાયરનસા એક્ટિવ કેસોની સંખ્યામાં 2,709 ઘટાડો આવ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા એટલે કે 3.76 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો 23 માર્ચ પછીનો સૌથી ઓછો છે ને તે સમયે 3.65 લાખ એક્ટિવ કેસ હતા. કેરળમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના નવા કેસો ઘટ્યા છે. ત્યાં…
મુંબઇઃ જો તમે ચેક મારફતે પેમેન્ટ કરો છો તો સાવધાની રાખવી, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકિંગ નિયમોમાં કેટલાંક ફેરફારો કર્યા છે. જો કે આ બદલાવ આ મહિનાની શરૂઆત એટલે કે 1 ઓગસ્ટ, 2021થી જ લાગુ થઇ ચુક્યા છે. તેથી જો ચેકથી પેમેન્ટ કરવા જઇ રહ્યાં છો તો આ નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. નહીંતર તમારે પેનલ્ટી પણ ભરવી પડી શકે છે. રિઝર્વ બેન્કે હવે 24 કલાક બલ્ક ક્લિયરિંની સુવિધાને જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અસર તમારી ચેક પેમેન્ટ કરવાની રીત પર પડશે. હાલ કોઇપણ ચેકને ક્લિયર થવામાં 2 દિવસનો સમય લાગે છે પરંતુ આ નિયમ બાદ…
ગાંધીનગરઃ ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્રારા આજે સોમવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવાયું છે. 15.32 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. રિપીટ પરીક્ષાના પરિણામ પર નજર કરીએ તો A ગ્રુપમાં 14.53 ટકા પરિણામ અને B ગ્રુપમાં 12.05 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે વિધાર્થીનીઓના પરિણામ પર નજર કરીએ તો A ગ્રુપમાં વિધાર્થીનીઓનું પરિણામ 20.84 ટકા પરિણામ અને B ગ્રુપનું પરિણામ 17.89 ટકા પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ થોડાંક દિવસ અગાઉ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું હતું. જો કે આ ઓનલાઈન પરિણામ માત્ર શાળાઓ…
કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાની કબજો થયા બાદ કાબુલમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો કાબુલ એરપોર્ટ છે પરંતુ આજે ત્યાં ફાયરિંગ બાદ સ્થિતિ વધુ અરાજકતા ભરી બન ગઇ છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટને પોતાના તાબામાં લઇ લીધો છે અને 6000 સૈનિક ઉતારવાની તૈયારીમાં છે. તો આજે ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્રની બેક યોજાવાની છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. લોકો જાન બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા છે. આ ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.કાબુલ એરપોર્ટથી જે…