મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમના ઘર પર રવિવાર રાત્રે અજ્ઞાત વ્યક્તિઓએ પેટ્રોલ બોમ્બ ફેક્યો છે. પોલીસે આ માહિતી આપી છે. તેમણે કહ્યુ કે, આ ઘટના રવિવારે રાત્રે લગભગ સવા વાગ્યે ઘટી, જ્યારે વાહન પર બેસીને ત્યાંથી પસાર થઇ રહેલા ઉપદ્રવી લોકોએ શિલોંગના થર્ડ માઇલમાં આવેલા મુખ્યમંત્રીના વ્યક્તિગત નિવાસ પરિસરમાં પેટ્રોલથી ભરેલી બે બોટલ ફેંકી છે. જિલ્લાના એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ ઘટનામાં કઇની જાનહાની થઇ નથી. પહેલી બોટલ પરિસરના આગળના હિસ્સામાં જ્યારે બીજી બોટલ પાછળના હિસ્સામાં ફેંકવામાં આવી હતી. જોકે, ચોકીદારે તરત જ આગ બુઝાવી દીધી હતી. સ્વતંત્રતા દિવસ પર રાજ્યની રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં તોડફોડ અને આગજની…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ ભારતીય રેલવે IRCTC તરફથી મહિલા પ્રવાસીઓ માટે એક મોટી ખુશખબરી આવી છે. જે હેઠળ રક્ષાબંધનના દિવસે તેમને IRCTC ખાસ કેશબેક ઓફર આપી રહ્યુ છે. 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટની વચ્ચે રેલવે બે પ્રીમિયમ ટ્રેનોમાં મહિલાઓ મુસાફરી કરશે તો તેમને કેશબેક મળશે. ચાલો જામીયે આ રક્ષાબંધનના પ્રસંગે દેશની તમામ બહેનોને આપવામાં આવનાર આ ઓફર અંગે… IRCTC તરફથી આ ઓફર બે તેજસ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી પર આપવામાં આવશે. પહેલી ટ્રેન છે દિલ્હી અને લખનઉની વચ્ચે દોડનાર તેજસ એક્સપ્રેસ અને બીજી છે મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડનાર તેજસ એક્સપ્રેસ. 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન આ ટ્રેનોમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે ટ્રેનના ભાડામાં…
નવી દિલ્હીઃ યુનિવર્સિટી ઓફ મૈસાચુસેટ્સના પ્રોફેસર વામસી વકુલભરણમનું માનવુ છે કે કવિડ મહામારીના લીધે સર્જાયેલી આર્થિક નરમાઇના લીધે ભારત ભાગ્યે જ વર્, 2024-25 સુધી 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બની શકશે. વકુલભરણમ એ એક ઇન્ટરવ્યૂહમાં જણાવ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થા 2019માં પોતાના કદની તુલનામાં આગામી વર્ષે ઘણા સમય સુધી નીચી રહેશે. તેમમે કહ્યુ કે, કોવિડ-19 સ્પષ્ટ પણે આર્થિક નરમાઇનું સૌથી મહ્તવપૂર્ણ કારણ છે. તેના કારણે જ અન્ય વિકાસશીલ દેશો અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતનો આર્થિક ઘટાડો બહુ ઝડપી છે. વકુલભરણમે કહ્યુ કે, વર્તમાનમાં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 3000 અબજ ડોલરથી ઓછી છે. જો તેને ચાર વર્ષોમાં 5000 ડોલર સુધી પહોંચાડવી છે…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા નવી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલ અને 20 વર્ષ જૂના પર્સનલ વાહન સ્ક્રેપિંગ માટે મોકલવાનો નિયમ છે, એક વાહન માલિક તરીકે શું મારું લાખો રૂપિયાનું વાહન ભંગારમાં શા માટે આપુ તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. દેશમાં પ્રદૂષણ ફેલાવનાર અને વધારે ઇંધણ માંગતા વાહનોને રોડથી દૂર કરવાના ઉદ્દેશ્યને લક્ષ્યમાં રાખીને વ્હિકલ સ્ક્રેપેજ પોલિસી બનાવી છે. મંત્રાલયની ગણતરી અનુસાર એક 15 વર્ષ જૂની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયરને સ્કેપ કરવા અને તેના બદલે નવી કાર ખરીદવા પર 1,15,000 રૂપિયા સુધીનો ફાયદો થઇ શકે છે. સચિવના જણાવ્યા મુજબ વર્તમાનમાં જૂના…
ગાંધીનગરઃ કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ વધીને 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા છે જેના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇંધણ પરના ટેક્સ કે ભાવને ઘટાડવાનો મોદી સરકારે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે અને રાજ્યોને તેમના વેટ- ટેક્સ ઘટાડવા જણાવ્યુ છે. આવી પરિસ્થિતિમાં તમિલનાડુ રાજ્ય સરકારે પોતાના નાગરિકોને રાહત આપવા માટે આજે એક જ ઝાટકે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર દીઠ 3 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ ઘટાડાથી તમિલનાડુ સરકારને એક વર્ષમાં 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે. શું ગુજરાતની સંવદેનશીલ રૂપાણી સરકાર ગુજરાતના લોકોને ક્યારે આપશે તે જોવાનું રહ્યુ…. હવે…
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (GIL)ના ચેરમેન આદિ ગોદરેજ એ કંપનીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધુ છે. હવે તેમના સ્થાને આ જવાબદાર તેમના નાના ભાઇ નાદિર ગોદરેજ સંભાળશે. આ વાતની માહિતી કંપનીએ રેગ્યુલેટરીને આપી છે. નાદિર 1 ઓક્ટોબર ના રોજ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદની જવાબદારી સંભાળશે. ઉલ્લેખનિય છે કે, નાદિર ગોદરેજ હાલ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરે શુક્રવારે યોજાયેલી બેઠકમાં આદિ ગોદરેજના રાજીનામાંનો સ્વીકાર્ય કર્યો હતો. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે મળેલી બેઠકમાં આદિ ગોદરેજનું રાજીનામું સ્વીકારી લીધું. તેઓ હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ભાગ નહીં બની શકે, પરંતુ…
સાચુ ભારત ગામડાઓમાં વસેલુ છે, પરંતુ ગામડા શહેર જેવા હોતા નથી, તેમની આગવી ઓળખ હોય છે. આજે અમે તમને ભારતના એક એવા ગામ વિશે જણાવીશુ જે દેશના સૌથી ધનિક ગામડાંઓ પૈકીનું એક માનવામાં આવે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ ગામનું નામ છે મધાપર, જે બેન્ક થાપણોના મામલે દુનિયાના સૌથી અમીર ગામડાંઓ પૈકીનું એક છે. લગભગ 7,600 મકાન ધરાવતા આ ગામમાં 17 બેન્ક આવેલી છે અને હાં, તમને એ જાણીને નવાઇ થશે કે આ તમામ બેન્કોમાં 92 હજાર લોકોના 5 હજાર કરોડ રૂપિયા જમા છે. આ કમાલનું કારણ એ છે કે આ બેન્કોના ખાતાધારકો યુકે,અમેરિકા, કેનેડા અને દુનિયાના ઘણા અન્ય…
મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) સહકારી બેન્ક વિરુદ્ધ કડક વલણ અપનાવી રહી છે અને વધુ ત્રણ કોઓપરેટિવ બેન્કોને સંયુક્ત રીતે કરોડ રૂપિયાથી વધુનો દડ ફટકાર્યો છે જેમાં ગુજરાતની એક સહકારી બેન્ક શામેલ છે. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યુ કે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ- 1949ની કેટલીક જોગવાઇઓ અને રિઝર્વ થાપણોના હસ્તાંતરણ સાથે સંબંધિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ આ દંડ ફટકાર્યો છે. જેમાં રિઝર્વ બેન્કે ગુરુવારે સહકારી ક્ષેત્રની કોઓપરેટિવ રાબોબેન્કને 1 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. કોઓપરેટિવ રાબો બેન્ક યુએ એ નેધરલેન્ડ સ્થિત રાબોબેન્ક ગ્રૂપની વિદેશી બેન્ક છે અને તેની મુંબઇમાં બ્રાન્ચ આવેલી છે. રિઝર્વ બેન્કે એક અલગ નિવેદનમાં જણાવ્યુ કે, કલકત્તાની વિલેજ ફાઇનાન્સિયલ…
મુંબઇઃ આજના સમયમા મોટાભાગના લોકો પાસે વિવિધ બેન્કોના એટીએમ કાર્ડ હોય છે તેની મારફતે તેઓ ગમે ત્યારે એટીએમમાં જઇ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકે છે. જો કે મોટાભાગના લોકોને તેમની પાસે રહેલી વિવિધ બેન્કોના એટીએમ કાર્ડની ઉપાડ મર્યાદા એટલે કે એક દિવસમાં અને એક સાથે કેટલાં રૂપિયા ઉપાડી શકાય તેની મર્યાદા ખબર હોય નથી જેથી કેટલી વખત તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીયે તમે કયા બેંકના ATM માંથી એક દિવસમાં કેટલા પૈસા ઉપાડી શકો છો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ATM તમે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) ના એટીએમમાંથી એક દિવસમાં ઓછામાં…
નવી દિલ્હીઃ નાણાંપ્રધાન નિર્મલા સિતારમને ગુરુવારે ઉદ્યોગ જગતને ખાતરી આપી કે સરકાર આર્થિક વિકાસને વેગ આપવા માટે આવશ્યક તમામ પગલાંઓ લા તૈયાર છે. સીતારમને સીઆઇઆઇની વાર્ષિક બેઠકને સંબોધતા કહ્યુ કે, કોવિડ-19 મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા પ્રતિબંધો – લોકડાઉન દૂર કર્યા બાદ અર્થવ્યવસ્થામાં ઝડપી તેજી અને રિકવરીના સંકત છે. તેમણે કહ્યુ કે, ચાલુ નાણાંકીયવર્ષમાં અત્યાર સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 37 ટકાનો વધારો થયો છે. તો વિદેશી હૂંડિયામણ ભંડોળ જુલાઇમાં વધીને 620 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયુ છે. તેમણે ઉમેર્યુ કે, નરેન્દ્ર મોદી સરકાર રિફોર્મ્સને લઇને પ્રતિબદ્ધ છે. અહીંયા સુધી કે મહામારી દરમિયાન પણ સરકારે રિફોર્મ્સને આગળ વધાર્યુ છે. પાછલા…