મુંબઇઃ ભારતમા સરકારે અને રિઝર્વ બેન્ક ભલે ક્રિપ્ટકરન્સીનો વિરોધ કરી રહી હોય પરંતુ ભારતીયોને તેમણે ખરીદેલી ચીજવસ્તુઓનું બિટકોઇનમાં પેમેન્ટ કરવાની સુવિધા મળે તે દિવસે બહૂ દૂર નથી. તાજેતરમાં જ ક્રિપ્ટો એક્સચેન્જ અને ક્રિપ્ટોકરન્સી વોલેટ યુનોકોઇન હવે ભારતમાં તેના વપરાશકર્તાઓને બિટકોઇનથી રોજિંદા વપરાશની વસ્તુઓ ખરીદવાની મંજૂરી આપશે. કોઈ પ્રોડક્ટ માટે રોકડ રકમ ચૂકવવાને બદલે યુનોકોઈન યુઝર્સ ડીટીઝલ કોઈનના ઉપયોગથી વાઊચર્સ ખરીદી શકશે. ત્યારબાદ આ વાઉચરનો ઉપયોગ કન્ઝ્યુમર આઇટમ્સ ખરીદવા માટે કરવામાં આવશે. યુનોકોઈને વાઉચર ખરીદવા માટે બિટકોઇનની 100 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની રેન્જ નક્કી કરી છે. આ સાથે જ જે બ્રાન્ડ માટે વાઊચર્સ ખરીદવા છે તેની માહિતી પણ પોતાના મોબાઈલ એપ…
કવિ: Satya Day
મુંબઇઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં પિસાઇ રહેલા લોકો માટે રાહતજનક સમાચાર છે. દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટી રહ્યો છે અને તે જુલાઇમાં ઘટીને ત્રણ મહિનાને તળિયે આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ જુલાઇ મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ)ની રીતે રિટેલ ઇન્ફ્લેશનનો રેટ માસિક સરખામણીએ ઘટીને 5.59 ટકાના સ્તરે આવી ગયો છે જે જૂનમાં 6.26 ટકા હતો અને જુલાઇ 2020માં 6.73 ટકા હતો. ફૂડ ઇન્ફ્લેશન જુલાઇમાં માસિક તુલનાએ ઘટીને 3.96 ટકા નોંધાયો છે જે જૂનમાં 5.15 ટકા હતો. અગાઉ સતત બે મહિના દરમિયાન 6 ટકાની ઉપર રહ્યો હતો જે રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત લિમિટથી ઉપર હતો.…
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી સત ત ઘટ્યા બાદ ફરી સોના-ચાંદીની કિંમત વધવા લાગી છે. રાજધાની દિલ્હીના ઝવેરી બજારમાં આજે ગુરુવારે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓની કિંમત વધી હતી.જેમાં સોનામાં 422 રૂપિયાની રિકવરી આવી અને પ્રતિ 10 ગ્રામની કિંમત 45,560 રૂપિયા થઇ છે. તો ચાંદીમાં પણ 113 રૂપિયાનો સુધારો આવતા પ્રતિ એક કિગ્રાની કિંમત 61,314 રૂપિયા થઇ હતી. ગત બુધવારે દિલ્હીમા સોનાની કિંમત 45,138 રૂપિયા અને ચાંદીની કિંમત 61,201 રૂપિયા હતી. તો આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત માત્ર 100 રૂપિયા સુધરીને 48,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીમાં માંગના અભાવે 500 રૂપિયાનો ઘટાડો થયો અને પ્રતિ…
મુંબઇઃ ઓગસ્ટ મહિનામા ઘણા ધાર્મિક તહેવારો આવતા હોવાથી બેન્કોમાં ઘણી રજાઓ આવે છે. જો તમારે પણ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, શુક્રવારે પતાવી લેજો. કારણ કે આવતીકાલ એટલે કે 13 ઓગસ્ટથી સતત 4 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. ઉલ્લખનિય છે કે, ચાલુ ઓગસ્ટ મહિનામાં બીજા શનિ-રવિ સહિત 15 દિવસ બેંકો બંધ રહેવાની છે. જે અલગ અલગ રાજ્યોના હિસાબે રજાઓ આવે છે. આરબીઆઈએ દર મહિને બેંક રજાઓનું લિસ્ટ જાહેર કરે છે. તો જાણી લો ક્યારે આવે છે આ મહિનામાં રજાઓ. બેંક રજાઓની સંપૂર્ણ યાદી જોવા માટે તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) ની મુલાકાત પણ લઇ શકો છો સતત ચાર…
નવી દિલ્હીઃ ગત વર્ષે ચોમાસાની સીઝનમાં ભરપૂર વરસાદ પડવાથી દેશમાં ચાલુ વર્ષે વિક્રમજનક ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ સરકારે મૂક્યો છે. વર્ષ 2020-21માં 3.74 ટકા વધીને 30 કરોડ 86 લાખ 50 હજાર ટનના નવા રેકોર્ડ સ્તરે ખાદ્યાન્ન પહોંચવાનો અનુમાન છે. કૃષિ મંત્રાલયે કહ્યુ કે, ચોખા, ઘઉં, મકાઇ, કઠોળ અને તેલીબિયાંનું રેકોર્ડ ઉત્પાદન થવાનો અંદાજ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2020-21ની માટે મુખ્ય પાકોના ઉત્પાદનનો ચોથા અગ્રિમ ઉત્પાદન જારી કરાયો છે. અનુમાન મુજબ ખાદ્યાન્નનુ 30.86 કરોડ ટન રેકોર્ડ ઉત્પાદન થયુ છે. કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે, ખેડૂતોના અથક પ્રયાસ, વૈજ્ઞાનિકોની કુશળતા અને ભારત સરકારની…
નવી દિલ્હીઃ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે ટિકિટ બુકિંગ કાઉન્ટર પર ગયા વગર ટ્રેનોની જનરલ કે ચાલુ ટિકિટ ખરીદી શકે છે. ચાલો જાણીયે… કેવી રીતે ખરીદી શકાય ટિકિટ? રેલવેની આઇટી ફર્મ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમે ઘણા વર્ષો પહેલા જ અનરિઝર્વ્ડ ટિકટિંગ સિસ્ટમ યુટીએસ નામે એક મોબાઇલ એપ શરૂ કરી છે. તેમાં તમે ડિજિટલ રીતે મની લોડ કરી શકો છો. જો તમારી પાસે કેડિટ કે ડેબિટ કાર્ડ નથી તો પણ તેમાં ભીમ કે ગૂગલ પે, પેટીએમ જેવા વોલેટથી પણ મની લોડ કરી શકો છે અને તે જ નાણીં ટ્રેનોની જનરલ ટિકિટ ખરીદી શકો છો. જો તમે યુટીએસ એપથી જનરલ…
મુંબઇ- શેરબજારમાં રાતોરાત ઘણા લાકો રંકમાંથી રાજા અને રાજામાંથી રંક બનતા જોયા છે. આવુ જ કંઇક અનિલ અંબાણીની એક કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર રોકાણકારો સાથે બન્યુ તેઓ લખપતિમાંથી ભિખારી બની ગયા. ફોર્બ્સ ઇન્ડિયાની 2007માં પ્રકાશિત રિપોર્ટ મુજબ અનિલ અંબાણીની નેટવર્થ 45 અબજ ડોલર હતી અને તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી મોટા ધનવાન વ્યક્તિ હતા જો કે પરિસ્થિતિ એવી છે કે તેમની ઉપર લાખો કરોડો રૂપિયાનું દેવુ છે અને નાદારીના કેસોનો સામનો કરી રહ્યા છે. દાગીના વેચીને ચૂકવી વકીલોની ફી પાછલા વર્ષે ડિસેમ્બરમાં અનિલ અંબાણી લોનની ચૂકવણીના એક કેસમાં લંડન હાઇકોર્ટમાં વર્ચ્યુલી હાજર થયા હતા. ત્યારે તેમણે કહ્યુ કે, તેમની…
નવી દિલ્હીઃ કોરોનાના લીધે ચાલુ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ બે મહિના લંબાવવામાં આવી છે. તેમ છતાં વિતેલ એક ઓગસ્ટથી જેમણે પણ ઓનલાઇન આઇટી રિટર્ન ફાઇલ કર્યા છે, તેમની પાસેથી આઇટી વિભાગે લેટ ફી વસૂલી છે. હવે આવા કરદાતાઓને વસૂલવામાં આવેલી લેટ ફી પરત કરાશે. ઇન્કમ ટેક્સ વિભાગે આ ગરબડીને સુધારી છે. સોફ્ટવેરમાં ખામીના પગલે આવુ થયુ… ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યુ કે, આવુ સોફ્ટવેરમાં ખામીને લીધે થયુ છે. હવે એસેસમેન્ટ વર્ષ 2020-21ના રિટર્ન ફાઇલ કરતા સમયે કરદાતાઓ પાસેથી વસૂલવામાં આવેલ વ્યાજ અને લેટ ચાર્જને પરત ચૂકવાશે. ઉલ્લેખનિય છે કે મહામારી દરમિયાન કરદાતાઓને અનુપાલન સંબંધિત રાહત આપવાના ઉદ્દેશ્યથી…
મુંબઇઃ ભારતીય શેરબજાર ઐતિહાસિક ઉંચા સ્તરેથી તૂટ્યા બાદ ઘટ્યા બાદ રોકાણકારો મૂંઝવણમાં છે કે ક્યાં શેર ખરીદવા અને ક્યા વેચવા. અમે તમને જણાવીશે આજે સ્ટોકમાં ખરીદી કરવાથી મળી શકે છે કમાણીનો મોકો… ગુરુવારે પાવરગ્રિડ, ગાંધી સ્પેશિયલ ટ્યૂબ્સ અને પ્રકાશ પાઇપ્સના સ્ટોક્સમા રોકાણકારોને કમાણીનો મોકો મળી શકે છે. પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એનર્જી એફિશિયન્સી સ્રવિસિસમાં 425 કરોડ રૂપિયની નવી ઇક્વિટી ઠાલવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. EESL પાવરગ્રીડ, એનટીપીસી (NTPC), પીએફસી (PFC) અને આરઇસી (REC)ની જોઇન્ટ વેન્ચર કંપની છે. Gandhi Special Tubes એ બાયબેકની માટે 550 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરનો ભાવ નક્કી કર્યો છે. Prakash Pipesના પ્રમોટર વેદ પ્રકાશ અગ્રવાલે ઓપન…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે સંસદને માહિતી આપી કે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રિમી લેટરનુ નિર્ધારણ કરવા માટે આવક માપદંડમાં સંશોધન કરવાના એક પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજીક અને અધિકાર રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકે આ માહિતી આપી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સદભ્ય પ્રકાશ બાંદાએ કેન્દ્ર સરકાર પાસેથી જાણકારી માંગી હતી કે શુ અન્ય પછાત વર્ગના કલ્યાણ સંબંધીત સંસદીય સ્થાપી સમિતિએ પણ ઓબીસી ક્રિમી લેટરની આવકમર્યાદા વધારવા માટે ભલામણ કરી છે. તેના પ્રત્યુત્તરમાં ભૌમિકે કહ્યુ કે, જી હાં. ઓબીસીનો વર્ગ ક્રિમીલેયરના નિર્ધારણ કરવા માટે આવક માપદંડમાં સંશોધન હેતુ એક પ્રસ્તાવ સરકાર પાસે વિચારાધીન છે. નોંધનિય છે કે,…