ન્યુયોર્કઃ ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો માટે માઠાં સમાચાર છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટના ઇતિહાસની સૌથી મોટી ચોરીની ઘટના બની છે જેમાં હેકરોએ સાયબર એટેક કરીને કરોડ ડોલરની ડિજિટલ કરન્સી પોતાના એકાઉન્ટરમાં ટ્રાન્સફર કરી લીધી છે. બ્લોક ચેઇન્સને જોડતી કંપની પોલી નેટવર્ક (Poly Network) એ મંગળવારે ટ્વિટ કરીને કેટલાંક હેકરોએ તેમની સિક્યોરિટી ચોરી લીધી હોવાની માહિતી આપી છે. હેકરોએ સાયબર એટેક કરીને 60 કરોડ ડોલરની મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી છે. ભારતીય ચલણમાં તેનું મૂલ્ય અંદાજ 4456 કરોડ રૂપિયા જેટલુ થાય છે. હેકરોએ ચોરેલી ક્રિપ્ટોકરન્સીમાં ઇથર અને અન્ય ક્રિપ્ટોકરન્સીઓ શામેલ છે. કંપનીએ કહ્યુ કે, મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સીની ચોરી કરવામાં આવી છે, જે ડિજિટલ કરન્સીના ઇતિહાસની સૌથી…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ ખેડૂતોને કુદરતી આપત્તિઓથી તેમના પાકને થયેલા નુકસાન સામે આર્થિક સુરક્ષા આપવા માટે વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી હતી. જો કે ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત ઘણા રાજ્યોએ કેન્દ્રની આ પાક વીમા યોજનાનો અમલ પોતાના રાજ્યમાં બંધી કરી દીધો છે અને તેના સ્થાને પોતાની રાજ્યસ્તરની પાક વીમા યોજના શરૂ કરી દીધી છે. કેન્દ્રી પાક વીમા યોજના સાથે છેડો ફાડવાનું મુખ્ય કારણ કારણ એ છે કે તેમના ખેડૂતો પાક નુકશાન છતાં સરળતાથી ક્લેમ મેળવવામાં સક્ષમ નથી અથવા તેની પાછળ પ્રીમિયમનો મોટો મુદ્દો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર કહે છે કે ખરીફ -2016 સીઝનથી દેશમાં શરૂ…
નવી દિલ્હીઃ જર્મનની કંપની ફાઇઝરે અત્યાર સુધી ભારતમાં પોતાની કોરોના વેક્સીનના ઉપયોગ માટે પરમિશન માંગ નથી પરંતુ સરકારે તેનાથી 5 કરોડ રસીના ડોઝ ખરીદવા માટે વાતચિત કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં સુત્રોના હવાલે આ દાવો કર્યો છે. તેના મતે ભારત સરકાર ફાઇઝર ઇંક અને તેની જર્મની પાર્ટનર BioNTech SEથી કોરોના વેક્સીન ખરીદવા માટે વાતચિત કરી રહી છે. આ અંગે ફાઇઝર અને ભારતના આરોગ્ય મંત્રાલયે તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી નથી. ફાઇઝરે અત્યાર સુધી પોતાની વેક્સીનનો ભારતમાં ઉપયોગ કરવા પરવાનગી માંગી નથી. ભારતે ચાલુ વર્ષે વેક્સીનેશન અભિયાન શરૂ કર્યો હતો જે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનો પૈકીનો એક છે. ભારતની…
નવી દિલ્હીઃ મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમત બુધવારે 159 રૂપિયા વધીને 45130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. જ્યારે ગત મંગળવારે સોનાની કિંમત 45,000 રૂપિયાની નીચે 44,971 રૂપિયા થઇ હતી. તો ચાંદી પણ 99 રૂપિયા વધીને 61,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે, જેની કિંમત મંગળવારે 61,151 રૂપિયા પ્રતિ કિગ્રા હતી. આજે વૈશ્વિક બુલિયન બજારમાં સોનાની કિંમત 1,733 ડોલર પ્રતિ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ રહી હતી જ્યારે ચાંદીની કિંમત 23.36 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હતી. આજે અમદાવાદના બજારમાં સોનાની કિંમત વધુ 100 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ 48,100 રૂપિયા થઇ હતી. આમ વિતેલ છ દિવસની મંદીમાં…
નવ દિલ્હીઃ દેશના નાના વેપારીઓ- દુકાનદારોને હંમેશા ડર રહે છે કે ઓનલાઇન ઇ-કોમર્સ કંપનીઓના કારણે તેનો ધંધો ચોપટ થયો છે. દેશના વેપારી સંગઠન ઇ-કોમર્સ બિઝનેસનો સતત વિરોધ કરી રહ્યા છે અને સરકારને આ મામલે કડક નિયમો બનાવવા વિનંતી કરી છે. જો કે હવે તેની માંગણી પૂરી થવાની સંભાવના છે. હવે દેશના નાના દુકાનદારોને ઇ-કોમર્સ કંપનીઓના લીધે નુકસાન સહન કરવો પડશે નહીં. હકીકતમાં સરકારે સ્પષ્ટ કહી દીધુ છે કે કેન્દ્ર સરકાર ગ્રાહકો અને નાના દુકાનદારોના રક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. સરકારે આશ્વાસન આપતા કહ્યુ કે, આ મામલે નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમોને વધુ મજબુત બનાવવાની ખાતરી આપતા…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યુ કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 5.82 કરોડ એકાઉન્ટ નિષ્ક્રિય છે અને તેમાં મહિલાઓના નિષ્ક્રિય એકાઉન્ટની સંખ્યા લગભગ 2.02 કરોડ છે. રાજ્યસભમાં એક લેખિત જવાબમાં રાજ્યકક્ષાના નાણાંમંત્રી ભાગવડ કરાડે કહ્યુ કે,જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અપાયેલી માહિતી મુજબ 28 જુલાઇ 2021ના રોજની સ્થિતિ અનુસાર પીએમ જનધન યોજના હેઠળ કુલ નિષ્ક્રિય એકાઉન્ટની સંખ્યા લગભગ 5.82 કરોડ છે. તેમણે ઉમેર્યુ કે, નિષ્ક્રિય જનધન એકાઉન્ટમાં મહિલા ખાતાધારકોની સંખ્યા 2.02 કરોડ છે જે કુલ નિષ્ક્રિય એકાઉન્ટના લગભગ 35 ટકા છે. આવા નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ઓછી કરવા માટે સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો અંગે પૂછતા કરાડ કહ્યુ કે, ભારતીય રિઝર્વ બેન્કોના ફાઇનાન્સિયલ…
મુંબઇઃ સામાન્ય રીતે એવુ મનાય છે કે, બેન્કમાંથી લોન મેળવવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલુ હોવું જરૂરી છે. જો કે કેટલીક વખતે આઇટી રિટર્ન ફાઇલ કર્યુ ન હોય તો પણ બિઝનેસ લોન મળી જાય છે. નિયમ જણાવે છે કે જો નાનો બિઝનેસ શરુ કરવો છે તો ITR ના દસ્તાવેજ આપવું જરૂરી નહિ હોઈ શકે. ખાસ કરીને બિઝનેસ શરુ કરવાના કેટલાક મહિનાની અંદર. એનો મતલબ છે કે આઈટીઆર નહિ આપવાથી કોઈ વ્યક્તિ બિઝનેસ માટે આયોગ્ય નહિ માનવામાં આવી શકે. બેન્ક, ‘બિન-નાણાકીય સંસ્થાઓ અથવા ડિજિટલ પ્લેટફોર્મ આઈટીઆરના નિયમમાં છૂટ આપે છે અને રિટર્ન વગર પણ લોન આપવાની સુવિધા આપે છે. જો…
ટોક્યો ઓલમ્પિક ગેમ્સમાં ભારતે આ વખતે સારુ પ્રદર્શન કર્યુ અને તેમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ સર્જ્યો છે. ઓલમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ પર ઇનામનો વરસાદ થઇ રહ્યો છે જો કે તેમની ઉપર ઇનામની સાથે ટેક્સની જવાબદારી પણ આવી રહી છે. ખેલાડીઓને જે ઇનામ મળી રહ્યા છે તેની ઉપર ટેક્સ પણ ચૂકવવો પડે છે. સીએ આનંદ જૈન કહે છે કે ઇન્કમ ટેક્સ એકટના સેશન 10(17A) હેઠળ જો કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઇ ખેલાડીને કોઇ પણ પ્રકારનું ઇનામ આપે તો તે સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. તેમણે વધુમા જણાવ્યુ કે, માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારના જ ઇનામ પર ટેક્સ લાગતો નથી અન્ય…
મુંબઇઃ જો તમે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર નાના રોકાણકાર છો અને વિદેશી શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા ટૂંક સમયમાં પૂરી થશે. તમને ટુંક સમયમાં ગૂગલ, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ અમેરિકાની કંપનીઓના શેરમાં ભારતના ડિમેટ એકાઉન્ટ મારફતે નાણાં રોકવાનો મોકો મળી શકે છે. અમેરિકામાં લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાની સુવિધા તમને ગુજરાતના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (IFSC)માં NSEના ગિફ્ટ સિટી વાળા યુનિટ એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ મારફતે મળશે. એનએસઇનુ આ યુનિટ તમને દિગ્ગજ અમેરિકન ટેક કંપનીઓમાં ફંક્શનલ ઓનરશિપ અપાવશે. એનએસઇ એ જણાવ્યુ કે, ભારતમાં આવા પ્રકારની પહેલી સુવિધા હશે, જ્યાં ભારતીય રોકાણકારો એનએસઇ આઇએફએસસી પ્લેટફોર્મ પર રિઝર્વ બેન્ક દ્વારા…
નવીદિલ્હીઃ કોરોના વાયરસના કારણે સર્જાયેલી કટોકટીના લીધે ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઘટી છે. કોરોના મહામારીના લીધે નાણાંકાયી સંકટ ઉભુ થયુ છે જેના લીધે ધનિક વ્યક્તિઓની આવક પણ ઘટી છે. આથી કરોડો રૂપિયાની આવક ધરાવતા વ્યક્તિઓની કમાણી હવે લાખોમાં આવી ગઇ છે. જેના પગલે દેશમાં કોરોના સંકટના વર્ષ દરમિયાન અબજોપતિ વ્યક્તિઓ જેમની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે હોય તેમની સંખ્યા ઘટી છે. ભારતના નાણાંપ્રધાન નિર્મલા સિતારમને મંગળવારે જણાવ્યુ કે, ઇન્કમ ટેક્સ રિટર્નમાં વાર્ષિક 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે આવક દર્શાવનાર વ્યક્તિઓની સંખ્યા દેશમાં નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન 136 હતી જ્યારે વર્ષ 2019-20માં આવા 141 વ્યક્તિઓ હતા. એટલે કે…