મુંબઇઃ શું તમે નવુ ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારી માટે એક બેસ્ટ ઓફર આવી છે. મોનસૂન સીઝનને ધ્યાનમાં રાખતા દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એ હોમ લોન ગ્રાહકો માટે મોનસૂન ધમાકા ઓફરની ઘોષણા કરી છે. આ ઓફર હેઠળ એસબીઆઇએ હોમ લોનની પ્રોસેસિંગ ફીમાં સંપૂર્ણ 100 ટકા માફીની જાહેરાત કરી છે. એસબીઆઇની હોમ લોનના વ્યાજદર 6.70 ટકાથી શરૂ થાય છે. બેન્કે આપેલી માહિતી મુજબ હાલની 0.40 ટકા પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ મળતા ગ્રાહકોને મોટી રાહત મળશે. બેન્કે કહ્યુ કે, મોનસૂન ધમાકા ઓફર મર્યાદિત સમય માટે જ રહેશે. આ ઓફરનો કસ્ટમરો 31મી ઓગસ્ટ 2021 સુધી લાભ…
કવિ: Satya Day
નવી દિલ્હીઃ આગામી ઓગસ્ટ મહિનાથી એટીએમમાંથી નાણાં ઉપાડવાના ચાર્જિસ વધવાના છે ત્યારે સરકારી માલિકીની બેન્ક પંજાબ નેશનલ બેન્ક દ્વારા નવી વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે, જે હેઠળ હવે તમે એક જ એટીએમ કાર્ડ મારફતે ત્રણ બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકશો. પીએનબી તેના ગ્રાહકોને ‘એડઓન કાર્ડ’ અને ‘એડઓન એકાઉન્ટ’ નામની બે સુવિધાઓ આપી રહી છે. આમાં, એડ ઓન કાર્ડ સુવિધા હેઠળ, બેંક ખાતામાં ત્રણ ડેબિટ કાર્ડ લઈ શકાય છે. તે જ સમયે, ઓડ ઓન એકાઉન્ટ સુવિધા હેઠળ ત્રણ ખાતાઓને એક ડેબિટ કાર્ડ સાથે જોડી શકાય છે. ત્રણ બેંક ખાતાઓને એક ડેબિટ કાર્ડ સાથે લિંક કરવાની સુવિધા મર્યાદિત છે. આ સુવિધા…
નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર નિયામક સેબીએ મ્યુચ્યુઅલ પંડના રોકાણકારો માટે રાહતજનક નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ મ્યુ. ફંડના રોકાણકારો પોતાની મૂડી એક રાત બાદ ઉપાડી શકે છે. સેબીએ આ સિલસિલામાં વર્ષ 2017ના સર્ક્યુલરને સંશોધિત કર્યા હતા. સાથે જ મ્યુચુઅલ ફંડ હાઉસેને ઓવરનાઈટ ફંડમાં તત્કાલ પહોંચવાની સુવિધા આપવાની મંજૂરી આપી છે. નવા નિયમ તત્કાલ રૂપથી પ્રભાવિત કરી દેવામાં આવશે. ઇન્સ્ટન્ટ એક્સેસ સુવિધા એ રોકાણકારોને મળશે જે રિડેમ્પશન રિકવેસ્ટના કેટલાક કલાક અથવા મિનિટની નાદર પોતાના ફંડ સુધી પહોંચી જશે. જે હેઠળ રિડેમ્પશન રિકવેસ્ટથી કેટલાક કલાકો અથવા મિનિટની અંદર પોતાના ફંડ અને પૈસા ઉપાડી શકે છે. રોકાણકાર પોતાના યુનિટના મૂલ્યના 90% સુધી ઉપાડ…
નવી દિલ્હીઃ કોરોના મહામારીના લીધે વિશ્વમાં આર્થિક મંદી સર્જાઇ છે અને કરોડો લોકોએ નોકરી ગુમાવતા ગરીબીની ખીણમાં ધકેલાઇ ગયા છે જેના કારણે ભયંકર ભૂખમરાની સમસ્યા સર્જાઇ છે. ભારતમાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઇ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે તાજેતરમાં જ કહ્યુ હતુ કે, વર્ષ 2020માં ગ્લોબલ ફૂડ ઇનસિક્યોરિટી 15 વર્ષની ઉંચાઇએ પહોંચી ગઇ હતી. મહામારીને કારણે આવક પ્રભાવિત થવાથી દુનિયાની 10 ટકા વસ્તી આરોગ્યપ્રદ ભોજનથી વંચિત થઇ ગઇ છે. ચાલુ વર્ષે સ્થિતિ વધારે બદતર થવાની આશંકા છે. તેનું કારણ એ છે કે કૃષિ પેદાશો મોંઘી થવાથી અને સપ્લાય ચેઇનમાં અવરોધો સર્જાવાના લીધે ખાણી પીણીની ચીજોની કિંમતો એક દાયકાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે સંક્રમણના વધી રહેલા નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગત શુક્રવારના કોરોના સંક્રમણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ 30 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના નવા 43,654 કેસ નોંધાયા છે અને 640 લોકોના આ મહામારીના લીધે મોત થયા છે. ઉપરાંત બીજી બાજુ 41,678 કોરોના સંક્રમિત લોકો સાજા થયા છે. આ અત્યાર સુધીમાં સારવાર બાદ 3,06,63,147 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે. તો હાલ કોરોના સંક્રમિત સારવાર હેઠળ રહેલા એટલે કે એક્ટિવ કેસોની સંખ્યા 3,99,436…
નવી દિલ્હીઃ મોટાભાગના ભારતીયો જેઓ વિદેશમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે, તેમની પહેલી પસંદ સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) છે. વિદેશ રાજ્ય મંત્રી એ તાજેતરમાં આ માહિતી દેશની સંસદમાં આપી હતી. સરકારના આવ્રજન જ્યૂરોના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓનો હવાલો આપતા વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને લોકસભામાં કહ્યુ કે, જીસીસી (ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ) ક્ષેત્ર ભારતીય પ્રોફેશનલ્સ અને બ્લૂ કોલર્સ વર્કર્સ બંને માટે વિદેશમાં કામ કરવા માટે ટોપ-5 દેશોમાં શામેલ છે. ટોપ-5 દેશોમાં શામેલ છે ચાર અરબ દેશો મંત્રીએ જણાવ્યુ ચે કે, પ્રથમ પાંચ સ્થળોમાં અમેરિકા એકમાત્ર નોન- અરબ દેશ છે. તેમણે આ માહિતી ડો. મનોજ રાજોરિયાને આપી હતી., જેમણે એવા દેશોની યાદી માંગી…
મારી શરૂ થઇ છે ત્યારથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં કમરતોડ વધારો છે, તેમાંય ખાદ્યતેલોની કિંમતોમાં રીતસરનો જ ભડકો જોવા મળ્યો છે. તેલીયા રાજાઓ બેફામ બનતા ખાદ્યતેલોના ભાવ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે અને હાલ ઓગસ્ટ મહિના તહેવારો પહેલા જ ફરી કિંમતો અતિશય વધી ગઇ છે. ખાદ્યતેલોમાં અતિશય ભાવ વધારાને સરકારે પણ સ્વીકાર્ય છે. સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ છુટક બજારોમાં ખાદ્યતેલોની સરેરાશ કિંમતોમાં જુલાઇમાં પાછલા વર્ષની તુલનાએ 52 ટકાનો વધારો થયો છે. મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ સિંગતેલની કિંમત સરેરાશ માસિક છુટક કિંમતમાં પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં જુલાઇમાં 19.24 ટકાનો વધારો થયો છે. સમીક્ષાધીન સમયગાળા દરમિયાન સરસવ તેલમાં 39.03 ટકા, વનસ્પિતમાં…
નવી દિલ્હીઃ ભારતમા કોરોના મહામારીન બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ રિસર્ચ (ICMR) એ તાજેતરમાં જ દેશના 70 જીલ્લામાં થયેલા સીરો સર્વેનું તારણ બહાર પાડ્યુ છે જે ઘણું ચોંકવનાર છે. સીરો સર્વેના તારણો મુજબ સમગ્ર ભારતમાં મધ્યપ્રદેશ રાજ્યમાં 79 ટકા વસ્તીમં કોરોના વાયરસની વિરુદ્ધ એન્ટિબોડી વિકસીત થઇ ચૂકી છે, જે દેશભરમાં સૌથી વધુ છે. તો ત્યારબાદ મહારાષ્ટ્રની 58 ટકા, રાજસ્થાનની 76.2 ટકા અને બિહારની 75.9 વસ્તીમાં એન્ટિબોડી જોવા મળી છે. દેશમાં સૌથી ઓછી એન્ટિબોડી કેરળમાં 44.4 ટકા વસ્તીમાં નોંધાઇ છે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કેરળમાં વિશેષ સાવધાની અને સાવચેતી રાખવાની…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ એકંદરે કાબુ છે અને હાલ એક પણ દર્દીનું જીવલેણ વાયરસથી મોત થઇ રહ્યુ નથી તે સારી બાબત છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં 29 જુલાઇ, 2021 ગુરુવારના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 27 કેસ નોંધાયા છે અને 33 દર્દીઓ સાજા થયા હતા. આ દરમિયાન રાજ્યમાં કોરોના સંક્રમિત એક પણ દર્દીનું મોત થયુ નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,485 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યું છે. આજના આંકડા મુજબ રાજ્યમાં ૨૯મી જુલાઇએ ૪ લાખ ૩૯ હજાર ૦૪૫ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં…
શાંઘાઇઃ ટેકનોલોજની દુનિયામાં Tencentનું બહુ મોટુ નામ છે. આ ચાઇનીઝ કંપનીના શેર ઉપર જ્યાં સુધી ચીનની સરકારની રહેમ નજર હતી ત્યાં સુધી તેના સારા દિવસો ચાલી રહ્યા છે. તે સમયે આ કંપની રોકાણકારો માટે ડાર્લિંગ સ્ટોકની જેમ હતો. જો કે હાલ તે દુનિયાનો સૌથી ખરાબ દેખાવ કરનાર કંપનીનો શેર બની ગયો છે. બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ જુલાઇમાં અત્યાર સુધી આ શેરમાં 23 ટકાનો ઘટાડો આવ્યો છે. તેના કારણે રોકાણકારોને 170 અબજ ડોલરનુ જંગી નુકસાન થયુ છે આ રકમ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટકેપ બરાબર છે. રિપોર્ટ મુજબ જુલાઇમાં શેરબજારમાં રોકાણકારાના નાણાં ડુબાડનાર કંપનીઓની યાદીમાં આ કંપની સૌથી ઉપર છે.…