રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. જેને રોકવા મનપા તંત્રની સાથે પોલીસ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને નિયમોનાં ભંગ બદલ મસમોટો દંડ વસુલવામાં આવી રહ્યો છે. જોકે આ નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોવાની અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ખુદ ડે. મેયર દર્શીતા શાહે નિયમનો ભંગ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. મનપા કચેરી ખાતેનાં આ વિડીયોમાં ડે. મેયરની કારમાંથી એક પછી એક સાત મહિલાઓ ઉતરતી હોવાનું સ્પષ્ટ જોવા મળતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસોમાં વધારો…
કવિ: Zala Nileshsinh Editor
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ કોરોના કાળમાં યોજાય એવી શક્યતા છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની ચૂંટણીમાં જાહેર સભા, રેલીઓ, રોડ શો અને નુક્કડ મીટીંગો પર પાબંદી લાગુ કરી દીધી છે અને ડિજીટલ રીતે પ્રચાર કરવાને મંજુરી આપી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મુસ્લિમ ધારાસભ્ય વિધાનસભામાં જોવા નહીં મળે તેવી રાજકીય સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં ત્રણ મુસ્લિમ ધારાસભ્યો છે. જે પૈકી બે અમદાવાદના છે અને એક મોરબી જિલ્લાના છે. કોંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ, ભરુચની વાગરા, સુરતની સુરત પશ્ચિમ અને માં મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી હતી. જ્યારે ત્રણ જ મુસ્લિમ ઉમેદવારો જીતી શક્યા હતા. આમ જોવા…
પેપર લીક કૌભાંડના મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા મોટાપાયે હોબાળો કરવામાં આવ્યો. કૌભાંડ અંગે પોલીસ તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ પોલીસે ધપરકડનો દોર ચલાવ્યો.સંખ્યાબંધ કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા સતતને સતત અસિત વોરાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી અને અસિત વોરાના રાજીનામાની માંગ સાથે જ આપ દ્વારા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમને ઘેરવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન ધમાચકડી થતાં આપના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામ સહિતના નેતાઓની સાથે કાર્યકરોને 12 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. ઈસુદાન ગઢવી પર દારુ પીવાનો આરોપ મૂકવામાં આવ્યો.…
કર્ણાટકમાં જૂન મહિના પછી સૌથી વધુ 8906 કોવિડ કેસ નોંધાયાના એક દિવસ પછી કોંગ્રેસે 10 દિવસની વિરોધ કૂચ શરૂ કર્યો છે. આ વિરોધ પીવાના પાણીના પ્રોજેક્ટને લઈને છે. આમાં, રોગચાળાના પ્રોટોકોલને અવગણીને હજારોની ભીડ હાજરી આપી હતી. સામેલ લોકોએ ન તો ફેસ માસ્કનો ઉપયોગ કર્યો અને ન તો સામાજિક અંતર જાળવી રાખ્યું હતું. આ કૂચ ‘આપણું પાણી, આપણો અધિકાર’ વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને રાજ્ય કોંગ્રેસના વડા ડીકે શિવકુમારની આગેવાની હેઠળ હતું. તેમણે એનડીટીવીને કહ્યું, “કોઈ કોરોના નથી… કોઈ રોગ નથી.” રામનગર જિલ્લામાં પદયાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. શિવકુમારે મીડિયાને કહ્યું, “અમે પાણી માટે દોડી રહ્યા છીએ. ભાજપ સરકાર અમને…
ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની હવે શરૂઆતની તૈયારીઓ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. જોકે, કોરોના સંક્રમણને કારણે ભાજપ સરકારના કાર્યક્રમો રદ થયા છે, પરંતુ હવે સંગઠનની બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે બીજી બાજુ કોંગ્રેસે પણ તેના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં ચૂંટણીની નવેસરથી તૈયારીઓ શરૂ કરી છે જેમાં સોસિયલ મીડિયા થકી વિધાનસભાના ઉમેદવારોની શોધખોળ શરૂ થઇ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સત્તા પક્ષની નીતિઓના વિરોધમાં લોકોને સાથે રાખીને મજબૂત લડત આપવામાં આવશે. આ અભિયાનમાં જોડાવવા એક નંબર તથા લિંક જાહેર કરવામાં આવી છે,…
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતમાંથી 200 કરતાં વધુ કાર્યકરો અને નેતાઓને ચૂંટણી પ્રચારમાં જોડવામાં આવ્યા છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટએ ભાજપ કરતાં તદ્દન વિપરીત નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ આ અંગે જણાવ્યું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને કાર્યકરોના જીવને જોખમમાં મૂકી શકાય નહીં. ગુજરાતના લોકોને અત્યારે સહાયભૂત થવાની જરુરિયાત વધારે છે. સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. માસ્ક વિતરણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. લોકોને સેનેટાઈઝર્સનો વધુમાં વધુ ઉપયોગ કરીને રોગથી બચવા માટે ઠેર ઠેર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે…
રાજકોટમાં રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક એક્સલરેટર લિફ્ટ યુક્ત સ્ટેશન બન્યું છે. જ્યાં રૂપિયા 23.76 કરોડનો ખર્ચે અન્ય 5 સુવિધાઓ સાથે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું સાંસદ મોહન કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ રેલવે જંકશન ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પ્લેટફોર્મ નં 1,2 અને 3 ઉપર રૂ.4.54 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોનિક એક્સલરેટરની સુવિધા, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ.42.20 લાખના ખર્ચે મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત રૂ.12.45 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું કાર્ય, પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપર રૂ.59.75 લાખના ખર્ચે મુસાફરો માટે કોચ ઇન્ડિકેટર સિસ્ટમ તથા પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપર મુસાફરો માટે રૂ.3.28 કરોડના ખર્ચે…
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલી ભરતીને લઈને એક પછી એક ખુલાસાઓ કરી રહ્યા છે. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં એક કૌભાંડ ચાલી રહ્યું છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને નજીકના સગા સબંધીઓને લગાડવાના એક સુયોજિત કાવતરું કરવામાં આવી રહ્યું છે. સાથે જ ખોટી રીતે નોકરીઓ મેળવવી તેમજ વચેટીયા સહિતનાં દુષણોથી વિભાગ ખડબડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ઉર્જાવિભાગ ભરતીકાંડમાં આક્ષેપનો મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે તેમણે થોડા દિવસ અગાઉ ટ્વીટ કરી લખ્યું હતું કે પીચર અભી…
કોરોના વાયરસની ત્રીજી લહેર પાંચ ગણી ઝડપથી ફેલાઈ રહી છે. દેશના સાત રાજ્યોમાં સંક્રમણની વિસ્ફોટક સ્થિતિ છે. ઓમિક્રોનના ઝડપી પ્રસારને કારણે ચિંતા ઉભી થાય છે કે દેશમાં લોકડાઉન થશે કે કેમ. દેશના સાત રાજ્યોની આર વેલ્યુ 3થી ઉપર છે એટલે કે કોરોના અહીં વિસ્ફોટક હોવાની ખાતરી છે. દેશમાં અગાઉના બે લોકડાઉન પર નજર કરીએ તો દેશમાં કોરોનાની સ્થિતિ પહેલા કરતા વધુ ભયાનક બની રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું દેશ ત્રીજા લોકડાઉનની આરે પહોંચી ગયો છે? શું સરકાર ત્રીજા લોકડાઉનની તૈયારી કરી રહી છે? આખરે આ અંગે સરકારની રણનીતિ શું હશે? કોરોના સામે સરકારની શું તૈયારી…
કેરળના કોટ્ટાયમ નજીકના કારુકાચલમાં પત્નીઓની અદલાબદલીના આરોપમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો રવિવારે ઝડપાયા હતા. પોલીસે જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહિલાની ફરિયાદના આધારે આ ગેંગ ઝડપાઈ છે. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક એવો વ્યક્તિ છે જેની પત્નીએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેને અકુદરતી સેક્સ માટે દબાણ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગના લોકો પત્નીઓની અદલાબદલી કરતા હતા. તપાસ દરમિયાન આ ટોળકીનો પર્દાફાશ થયો હતો. કેરળના કોટ્ટાયમ નજીકના…