રાજ્યમાં તા. 25 ડિસેમ્બરથી સુશાસન સપ્તાહ યોજાનાર છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. 31ના રાજકોટની મુલાકાત લેશે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની રાજકોટમાં આ પ્રથમ મુલાકાત છે. જેમાં ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્ય કાર્યક્રમ ઉપરાંત એક ભવ્ય રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ભાજપ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા સીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. હાલ આ કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. અને જિલ્લા કલેક્ટર સહિતના તંત્રો એલર્ટ થઇ ગયાં છે. મહત્વનું એ છે કે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજય રુપાણીની મુલાકાત પર સૌની નજર હશે. સોગંધવિધિ બાદ બન્ને સાથે જોવા મળ્યા નથી. ગાંધીનગરથી ટોચના સુત્રોના કહેવા મુજબ…
કવિ: Zala Nileshsinh Editor
યુપી વિધાનસભાની ચૂંટણી પર ભાજપે હાલ ફોકસ કરી દીધું છે. ગુજરાતમાંથી 165 જેટલા નેતાઓ અને કાર્યકરોનો જમાવડો જામ્યો છે અને ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ ભાજપે સંગઠન અને પ્રચારનો વેગવંતુ બનાવી દીધું છે. યુપીની ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ભાગ્ય જોડાયેલું છે. ભાજપ માટે યુપીની ચૂંટણી અત્યંત મહત્વની છે. યુપીમાંથી વડાપ્રધાન મોદી લોકસભામાં ચૂંટાયા છે એટલે યુપીમાં ફરી સત્તા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે અને 300 પ્લસ સીટ જીતવા માટે આકાશ પાતાળ એક કરશે એમાં કોઈ બેમત નથી. યુપી વિધાનસભા ચૂંટણીમાં બીજી ઈનિંગ માટે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને ખવડાવવા માટે ભાજપે કેન્દ્રીય સ્તરે જ નહીં રાજ્ય સ્તરે પણ…
ગુજરાત ગૌણ સેવા પરીક્ષાનું પેપટૃર ફૂટ્યા બાદ આજે ગુજરાત સરકારે સમૂળગી રીતે પરીક્ષાને રદ્દ કરી દીધી છે. જોકે, સરકાર પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પેપર ફૂટ્યા બાદ સરકારી તંત્ર અને અધિકારીઓ પર આરોપોની ભરમાર કરવામાં આવી રહી છે પણ આ બધાની વચ્ચે ગૌણ સેવા મંડળની કાર્યપદ્વતિ સામે આંગળી ચિંધાય એ સ્વભાવિક છે. ગૌણ સેવા મંડળની પરીક્ષા 12 ડિસેમ્બરે યોજવામાં આવી હતી અને પોલીસ તપાસ પહેલાં જ બહાર આવી ગયું હતું કે પેપર ફૂટી ગયું છે. પોલીસ સૂત્રોની માનીએ તો 10મી તારીખે પેપર ફૂટી ગયું હતું અને આની જાણ ગૌણ સેવા મંડળના ઉચ્ચ અધિકારીઓને થઈ ચૂકી હતી.…
ભારતીય રાજનીતિમાં જ્યારે પણ ‘રામ’ નામનો ઉલ્લેખ થાય છે, ત્યારે ભગવા પક્ષ ભારતીય જનતા પાર્ટીની છબી મગજમાં આવે છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ હવે આ સ્ટીરિયોટાઇપને તોડવા માટેના પ્રયાસોમાં લાગી ગઈ હોય એમ જણાય છે. કોંગ્રેસના હિન્દુત્વને ભાજપ આને મત મેળવવા માટે છેતરપિંડી ગણાવી રહી છે. વિશ્લેષકો તેને હાર્ડકોર હિન્દુત્વના જવાબમાં સોફ્ટ હિન્દુત્વનો એજન્ડા ગણાવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ આગ્રહ કરી રહી છે કે તેમના રામ ભાજપના રામ કરતા ઘણા અલગ છે. વાસ્તવમાં, ભાજપની સામે કાઉન્ટ કરવા માટે કોંગ્રેસ રાજકીય રીતે બહુ વિલંબથી જ્ઞાન લાદ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની ‘રામભક્તિ’ દેખાઈ રહી હતી. ડિસેમ્બર 2018માં છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકાર આ સ્ટીરિયોટાઇપને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે માત્ર 10-11 મહિનાનો સમયગાળો રહ્યો છે ત્યારે ગુજરાતના રાજકારણમાં નીત-નવા સમીકરણોની ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમાંતરે ગુજરાતમાં એનસીપી પણ મહત્વનું ફેક્ટર બની રહેનારી છે. એનસીપી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવીને મેદાનમાં ઉતરશે એવું એનસીપીના સૂત્રો જણાવી રહ્યા છે. એનસીપીના વર્તુળોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીનું ગઠબંધન ચાલી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં સરકારમાં બન્ને પક્ષોની ભાગીદારી પણ છે. મહારાષ્ટ્રની ફોર્મ્યુલા પ્રમાણે ગુજરાતમાં પણ એનસીપી-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે. ગુજરાત એનસીપી માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફૂલ પટેલ અને ગુજરાત રાકોપાના પ્રમુખ જયંત પટેલ(બોસ્કી) અને એનસીપીના મહિલા નેતા રેશ્મા…
ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલય કમલમ ખાતે આપ આદમી પાર્ટીના કાર્યકરોએ પેપર લીકકાંડ અંગે ઘેરાવો કર્યો હતો અને ત્યાર બાદ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને બધાની ટીંગાટોળી કરી હતી. ભાજપે ફરિયાદ કરી છે કે આપના કાર્યકરોએ ભાજપની મહિલા કાર્યકરોની છેડતી કરી છે અને આપના નેતા નશા કરેલી હાલતમાં આવ્યા હતા.આપ દ્વારા આ આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે. ભાજપ મહિલા મોરચાના શ્રદ્ધા રાજપુતે પોલીસમાં ફરીયાદ આપતા કહ્યું કે, આપ નેતાઓ નશાની હાલતમાં હતા. આ નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. મહિલા નેતાની અરજી પર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પેપરલીક કાંડ…
હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ઘણા લોકો યોગી દેવનાથની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી રહ્યા છે અને તેમને ‘ગુજરાતના યોગી’ કહી રહ્યા છે. યોગી દેવનાથની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં, યોગી દેવનાથ પોતે પણ પોતાના ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તમામ પોસ્ટ અને તસવીરો શેર કરતા રહે છે. વાસ્તવમાં યોગી દેવનાથ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે લોકોએ તેની…
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1100 જેટલાકોરોના વોરિયર્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોરોના વોરિયર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને નારેબાજી કરવામાં આવી હતી. આ સાથે જ પેપર લીક કૌભાંડને લઈ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અમદાવાદના મેયરને આવેદનપત્ર આપી તમામ 1100 કોરોના વોરિયર્સને ફરી નોકરીએ લેવાની માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ફરજમાંથી છૂટા કરાયેલા વોરિયર્સ ઘરણમાં જોડાયા હતા. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, કોરોના વોરિયર્સને પાછા લો તથા પેપર લીક કૌભાંડના આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય મેવાણીએ વોરિયર્સને ટેકો આપ્યો હતો અને તેમની તરફેણમાં ધરણા કર્યા હતા. ધારાસભ્ય જિજ્ઞેશ…
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ફરી એકવખત વિવાદમાં આવ્યા છે. ભરતસિંહના અમેરિકા સ્થિત ધર્મપત્ની રેશ્મા સોલંકીએ એક પત્ર લખીને ખળભળાટ મચાવ્યો છે. અમેરિકામાં રહેતા પત્ની રેશ્મા સોલંકીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રઘુ શર્માને પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી PM મોદી સાથે ભળી ગયા છે. અને કાંગ્રેસને ખતમ કરવા માંગે છે. તેમના આ લેટરબોમ્બથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રેશ્મા સોલંકીએ કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના લોકોને ખોટા સંદેશ આપી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર…
હાલમાં હેડક્લાર્કની સરકારી પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ પણ આકરા પાણીએ આવી છે. અને આ મામલે સરકારની બેદરકારીનાં આરોપ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ત્રિકોણબાગ ખાતે કોંગી આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. રાજકોટ શહેરનાં ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર સહિતનાં આગેવાનો – કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને પેપરલીક કૌભાંડને લઈ વિરોધ પ્રદર્શન…