કવિ: Satya Day News

ગુજરાત એનસીપીના પ્રમુખ તરીકે શંરસિંહ વાઘેલાની નિમણૂંકના બે દિવસ બાદ બાપુએ NCPની કાયાપલટ શરૂ કરી દીધી છે. શંકરસિંહ વાઘેલાએ સમગ્ર ગુજરાતની એનસીપીની સમિતિઓનું વિસર્જન કરી નાખ્યું છે. આ અંગેની માહિતી આપતા NCP ના પ્રવક્તા રેશ્મા પટેલે જણાવ્યું કે NCP ગુજરાતનાં પ્રદેશથી લઇને જિલ્લા, તાલુકા તેમજ દરેક પાંખોનું સંગઠન વિખેરી નાંખી તેનું પુન:ગઠન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાર્યકારી અધ્યક્ષ બબલદાસ દ્વારા કરાયેલા આ નિર્ણયને હું આવકારુ છું. શંકરસિંહ બાપુનાં અનુભવ અને માર્ગદર્શન હેઠળ NCPની ટીમને મજબૂત બનાવવા તરફ આગળ વધવાનું છે. સાથે સાથે બિન રાજકીય પ્રવૃત્તિઓ સાથે તેમજ અલગ અલગ NGO સાથે જોડાયેલા લોકો તેમજ સમાજ, રાજ્ય અને દેશના હિતમાં…

Read More

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આજે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હાલ કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, મોંઘવારી ભથ્થાના વધારાને કારણે રાજ્યની તિજોરી પર 1071 કરોડનો બોજો પડશે. મોંઘવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે ચૂકવાશે.

Read More

(સૈયદ શકીલ દ્વારા ) : વાર્તા જૂના જમાનાની છે. ખેડુતની પત્ની ખૂબ જ સ્વરૂપવાન હતી. સૌંદર્યનો ખજાનો હતી. પાણી પીએ તો ગળામાં ઉતરતું ટીપુંય દેખાતું. ખેડુત પત્નીને જોઈ જોઈને હરખાય અને મનોમન કહેતો જાય આવી પત્નીને કાંઈ અડકાય. તે પત્નીને હર પળે નિરખ્યા કરે અને પોરષાતો જાય. ખેડુત હવે પત્નીને જોઈને તાળીઓ પાડે અને કહેતો જાય કે બસ હવે જલ્દીથી દિકરો આપ કે દિકરી આપ. તાળી પાડીને દિકરા-દિકરી બોલવાનું ખેડુતનો રોજનો ક્રમ બની ગયો. પત્ની પણ ખેડુતની આવી અક્કલના ઓથમીર જેવી હરકતથી કંટાળી જતી. માત્ર તાળી પાડવાથી દિકરો કે દિકરી થોડીક જ અવતરે? ખેતરે જાય નહીં અને નોકરને ખેતરનું કામ…

Read More

કોંગ્રેસ પ્રમુખ પદેથી રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસમાં ભારે હંગામો ઉભો થયો છે. કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર ચાલી રહી છે. માત્ર શુક્રવારે જ કેટલાય પ્રદેશમાંથી રાજીનામા પડ્યા છે અને તેની સંખ્યા સાંજ સુધીમાં 120 પર પહોંચી ગઈ છે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધી રાજીનામાના પ્રશ્ને બિલ્કુલ અડગ છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં પોતે રાજીનામું આપ્યું પણ કોઈ પણ મુખ્યમંત્રી, મહાસચિવ અથવા પ્રદેશ પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા નથી. પણ હવે કોંગ્રેસમાં રાજીનામાનો વરસાદ શરૂ થઈ ગયો છે. રાજીનામું આપનારા નેતાઓમાં દિલ્હી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજેશ લિલોરીયા પણ સામેલ છે. આ ઉપરાંત હરીયાણાના પ્રદેશ મહિલા…

Read More

કેન્દ્રીય ખાદ્ય-અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે દેશમાં એક જ રેશન કાર્ડ લાગૂ કરવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પાસવાને કહ્યું કે જાહેર પુરવરઠા વ્યવસ્થાને સંપૂર્ણ રીતે કેશલેસ બનાવવા માટે સરકાર વન નેશન, વન રેશન કાર્ડની સ્કીમ પર કામ કરી રહી છે. આમાં આર્થિક રીતે કમજોર લોકોને દેશના કોઈ પણ ખૂણામાંથી રેશન કાર્ડ પર અનાજ હાંસલ કરવાની સુવિધા મળી રહેશે. રામ વિલાસ પાસવાને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત લક્ષ્ય અનુસાર 2030 સુધીમાં દેશને ગરીબીમાંથી મૂક્ત કરવા માટે ખાદ્ય સુરક્ષા અધિનિયમ-2013 પ્રમાણે શહેરી ગરીબી વિસ્તારોમાં 50 ટકા અને ગ્રામીણ…

Read More

MG મોટર્સ દ્વારા MG Hector SUVને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીની આ પ્રથમ કાર છે, જેને ભારતમાં લોન્ચ કરવામાં આવી હોય. કંપનીએ આનો પ્રારંભિક ભાવ 12.18 લાખ રૂપિયા રાખ્યો છે. આ કારનું પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કાર પોતાની સેગમેન્ટની પહેલી કાર છે. ઈન્ટનેટ કાર હોવાના કારણે આમાં 100થી વધારે ફિચર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી ફિચર્સ હોવાના કારણે કંપનીએ અનેક દિગ્ગજ ટેક કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી છે. ખાસ વાત એ છે કે આમાં OTA( ઓવર ધ વાયર) મારફત અપડેટ્સ મળતા રહેશે. ઈન્ટરનેટ કાર ટેગ હોવાના કારણે કારને બહુ લોકપ્રિયતા મળી શકે…

Read More

રસીલી લીચીને કડવી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું ખરેખર લીચીના કારણે જ બાળકોમાં ચમકી તાવનો રોગ ઘર કરી ગયો છે? ઈન્સેફેલાટીસનો રોગ લીચીના કારણે થઈ રહ્યો છે? કેટલાક રિસર્ચમાં બિમાર માટે લીચીને કારણભૂત માનવામાં આવી રહી છે. આના કારણે ભ્રમની સ્થિતિ જન્મી જવા પામી છે. બિહાર અને કેન્દ્ર સરકારે આ મામલે હજુ સુધી કોઈ અધિકૃત વલણ સ્પષ્ટ કર્યું નથી. જોકે, લીચી અંગે ફેલાયેલી વાતોના કારણે લીચીના વેપારને ફટકો પડ્યો છે. લીચીને ઈન્સેફેલાટીસ સાથે સાંકળી લેવામાં આવ્યા બાદ તેના વેચાણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. લીચીનો પાક કરતા ખેડુતોનું કહેવું છે કે ફ્રુટ માફિયાઓ દ્વારા પાણીના ભાવે લીચીને ખરીદવા માટે…

Read More

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોડી સાંજે પત્રકાર પરિષદ યોજી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષ અને દંડક અશ્વિન કોટવાલને પણ આડે હાથ લીધા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આજે કોર્ટમાં સૌગંધનામું કર્યું છે અને કોંગ્રેસમાં જ છું. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી અને ધારાસભ્ય પદ છોડવાનો નથી. મારા ધારાસભ્ય પદને આંચકી લેવા માટે કોંગ્રેસના નેતાઓ પ્રપંચ અને ષડયંત્રો કરી રહ્યા છે. 2017માં કોંગ્રેસના ખરાબ સમયે કોંગ્રેસની સાથે રહ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ માત્ર ઓફિસ પોલિટિક્સ જ રમે છે. લોકોની નાડ પારખતા આવડતી નથી. ઢોલ નગારા સાથે ઘરે મૂકી આવવાની વાત કરનારા…

Read More

હિન્દી ફિલ્મોના પ્રોડયૂસર, એક્ટર અને સિંગર આદિત્ય પંચોલી વિરુદ્વ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં રેપ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફિલ્મ અભિનેત્રી કંગના રણોત અને તેની બહેન રંગોલી ચાંડેલે ફરીયાદ કરી હતી. ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે એપ્રિલમાં ફરીયાદ કરી હતી કે દાયકા પહેલાં આદિત્ય પંચોલીએ તેની બહેન અને પોતાની સાથે દુષ્કર્મ કર્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 10 વર્ષ પહેલાંના કેસને સાબિત કરવું અઘરું છે પરંતુ કોર્ટમાં આ મુદ્દે કાયદાકીય લડત ચાલી રહી છે. આદિત્ય પંચોલીએ પણ સામે ફરીયાદ આપી છે કે કંગનાના વકીલ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને આ અંગે ફરીયાદ તથા બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે. આદિત્ય પંચોલીએ…

Read More

ICC વર્લ્ડ કપમાં હેટ્રીક લઈને છવાયેલા મહોમ્મદ શમી પર તેની એક વખતની પત્ની હસીન જહાન ફરી વિવાદિત પોસ્ટ કરી છે. ફેસબૂક પર પોસ્ટ લખીને હસીન જહાને શમીનો જાહેરમાં ફજેતો કરી નાંખ્યો છે. શમીની પત્ની હસીને ફેસબૂક પોસ્ટમાં ટીક ટોક પર મહિલાઓને ફોલો કરવાને લઈ શમી પર વિવાદિત વાતો લખી છે. શમી જે મહિલાઓને ફોલો કરે છે તેમના અકાઉન્ટના સ્ક્રીન શોટ્સ લઈને હસીને શમીને બેશરમ કહ્યો છે. શમી પોતાના ટીક ટોક અકાઉન્ટમાં જે મહિલાઓને ફોલો કરે છે તેમના માટે પણ હસીનની ઈર્ષ્યા ભભૂકેલી જોવા મળી રહી છે. હસીને લખ્યું છે કે લફંગા શમી અહમદે ટીક ટોક અકાઉન્ટ ખોલ્યું છે. તે 97…

Read More